Category Archives: ડો. મહેબૂબ દેસાઈ

રાહેં રોશન –૭ (ડો. મહેબૂબ દેસાઈ)

મારી  ગ્રંથ આસક્તિ

ગ્રંથો પ્રત્યેનો અનુરાગ અને વાંચન –લેખનની  લગની મને ચોક્કસ પણે કયારે લાગી એ તો મને ખબર નથી. પણ કોલેજકાળ દરમિયાન મોટા વિદ્વાનો, વક્તાઓ, લેખકો અંગે જાણવાનું મને ગમતું. તેમના પુસ્તકો  વાંચવાનું ગમતું. તેમના જેમ જ અખબારો, સમાયિકો અને ઉચ્ચ કોટીના સંશોધન પત્રોમાં મારા લેખો પ્રસિદ્ધ થાય  તેવી ઈચ્છા મનમાં થયા કરતી. કદાચ એ માટે મારા પિતાજીના સંસ્કારો જવાબદાર હશે. મારા પિતાજી ઉસ્માનભાઈ દેસાઈ ગાંધી યુગમા  ઇન્ટર પાસ થયા હતા. આગળ ભણવાની ઈચ્છા હતી. પણ તેમના પિતાજી હુસેનભાઈની ઈચ્છાને કારણે તેમને કમને પોલીસ ખાતામાં જોડાવું પડ્યું. આમ પોલીસ અધિકારી બન્યા. છતાં સંપૂર્ણપણે ગાંધી રંગે રંગાયેલા હતા. પોલીસનો પોષક પણ ખાદીનો જ પહેરતા. તેમને વાંચન-લેખનનો જબરો શોખ હતો. તેમના વાંચન શોખને પોષવામા પોલીસ ખાતાએ તેમને ખાસ્સી મદદ કરી હતી. સ્વભાવે ઈમાનદાર અને પાંચ વકતના નમાઝી પિતાજી પોલીસ ખાતની રિશ્વતથી ભરપુર વ્યવસ્થા માટે ગેરલાયક હતા. એટલે આવા અધિકારીને એવા પોલીસ સ્ટેશનમા જ મુકવામાં આવતા જ્યાં કશું કરવાનું ન હોય. એ સ્થિતિનો લાભ લઇ પિતાજી પાંચ વકતની નમાઝ સાથે પોતાનો મોટા ભાગનો સમય જે તે ગામડાના ગ્રંથાલયના પુસ્તકો વાંચવામા કાઢતા. કદાચ એ ગુણો મને વારસામાં મળ્યા હતા. Continue reading રાહેં રોશન –૭ (ડો. મહેબૂબ દેસાઈ)

Advertisements

રાહેં રોશન –૬ (ડો. મહેબૂબ દેસાઈ)

પ્રમુખ સ્વામીના દીદારનો દિવસ

રમઝાન માસનો ૧૯મો રોઝો હતો. વહેલી પરોઢે મેં તહેજ્જુદની નમાઝ અદા કરી.પછી મેં અને મારી પત્ની સાબેરાએ સહેરી( રોઝા પૂર્વેનું ભોજન) કરી. એ પછી  ફજરની નમાઝ પઢી હું કુરાને શરીફનું પઠન કરવા બેઠો. ત્યાંરે સાબેરા બોલી ઉઠી,

“આજે સવારે આઠેક વાગ્યે હિતેશભાઈએ અક્ષરધામમાં આવવા નિમત્રણ આપેલ છે. થોડીવાર માટે આપણે જઈ આવીશું ?” Continue reading રાહેં રોશન –૬ (ડો. મહેબૂબ દેસાઈ)

રાહેં રોશન –૫ (ડો. મહેબૂબ દેસાઈ)

તિલક : એક અનુભવ

૭,૮ સપ્ટેમ્બરના રોજ મધ્ય પ્રદેશના નાનકડા શહેર બડવાનીમા શહીદ ભીમા રાવ સરકારી કોલેજમા “ક્ષેત્રીય ઇતિહાસના વિવિધ આયામો” વિષયક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન યુ.જી.સી.ના સહયોગથી કરવામાં આવ્યું હતું. એ સેમિનારની એક સેશનના ચેરપર્સન તરીકે ઉપસ્થિત રહેવા ૬ સપ્ટેમ્બરના રોજ ભાવનગરથી બડવાની જવાનું થયું. ૭મી શુક્રવારે સવારે ૧૧ થી ૧ દરમિયાન સેમિનારનો ભવ્ય ઉદઘાટન સમારંભ યોજાયો. ઉદઘાટન સમારંભમા યજમાન તરફથી સ્ટેજ પણ બેઠેલા તમામ મહેમાનોનું તિલક કરી અભિવાદન કરવામાં આવ્યું. મારા મસ્તક ઉપર પણ કંકુ અને ચોખાનું સુંદર તિલક કરવામા આવ્યું. એ પછી ઉદઘાટન સમારંભ બે ત્રણ કલાક ચાલ્યો. લગભગ ૧૨.૪૫. થઈ એટલે મેં યજમાન કોલેજના આચાર્ય ડૉ. શિવનારાયણ યાદવ સાહેબની રજા લેતા કહ્યું, Continue reading રાહેં રોશન –૫ (ડો. મહેબૂબ દેસાઈ)

રાહેં રોશન –૪ (ડો. મહેબૂબ દેસાઈ)

કર ભલા હો ભલા, અંત ભલે કા ભલા

દરેક ધર્મમાં કર્મનો સિધ્ધાંત કેન્દ્રમાં છે. માનવી જીવનમાં જેવા કર્મ કરશે, તેવું ફળ પામશે. ગીતામાં પણ  આ અંગેનો બહુ જાણીતો શલોક છે.

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥ Continue reading રાહેં રોશન –૪ (ડો. મહેબૂબ દેસાઈ)

રાહેં રોશન – ૨ (ડો. મહેબૂબ દેસાઈ)

પ.પૂ.મોરારીબાપુ અને સર્વધર્મસમભાવ

પ. પૂ. મોરારીબાપુ માત્ર ગુજરાતના જ નહિ પણ સમગ્ર વિશ્વના સંત અને કથાકાર છે. પણ તેમની ઓળખ અહિયાં અટકતી નથી. તેઓ કથાકાર કરતા એક શિક્ષક અને સુધારક વિશેષ છે. રામાયણની કથા તો વર્ષોથી એક જ છે. પણ તે કથામાં સાંપ્રત વિચારો, સમસ્યોઓ અને સર્વધર્મસમભાવને સુંદર અને અસરકારક રીતે સાંકળીને તેમણે એક સામાજિક ચિંતકનો દરજ્જો પણ પ્રાપ્ત કર્યો છે. તેમની કથામાં વ્યક્ત થતો સર્વધર્મસમભાવ એ માત્ર શબ્દો કે વિચાર નથી. પણ જીવનમાં અપનાવેલ વ્યવહાર અને સંસ્કાર પણ છે. Continue reading રાહેં રોશન – ૨ (ડો. મહેબૂબ દેસાઈ)

રાહેં રોશન – ૧ (ડો. મહેબૂબ દેસાઈ)

(ડો. મહેબૂબ દેસાઈ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં Department os History and Culture ના પ્રાધ્યાપક રહી ચૂક્યા છે. અત્યાર સુધીમાં એમના ૫૫ પુસ્તકો પ્રસિધ્ધ થઈ ચૂક્યા છે. આજથી ૧૩ અઠવાડિયા સુધી એમની મનનીય કલમનો લાભ આંગણાંને મળતો રહેશે. – સંપાદક)

અંકુર સિંચ્યાનું સંભારણું

એ સમય હતો ૧૯૭૪નો. હું તાજો બી.એ. થયો હતો. એ યુગમાં મને લેખકો અને કવિનું અદભૂત આકર્ષણ હતું. પણ તેમને મળવાનો કે તેમની સાથે વાત કરવાનો કયારેય મોકો મળ્યો ન હતો. એ દિવસોમાં નાટકના માધ્યમ દ્વારા હું અને જાણીતા કવિ શ્રી. નાથાલાલ દવેનો પુત્ર અરવિંદ અનાયાસે મિત્રો બની ગયા. મિત્રતા કેળવાયા પછી ખબર પડી કે તે કવિશ્રી નાથાલાલ દવે નો પુત્ર છે. પછી તો  નાટકના રિહર્સલ માટે અરવિંદને ત્યાં અવારનવાર જતો. ત્યારે સફેદકફની લેંઘો અને પગમાં ગાંધી ચપલ સાથે બગીચામા વિચાર મગ્ન અવસ્થામાં ટહેલતા અરવિંદના પિતાજીને હું જોતો, ત્યારે મનમાં કુતુહલ જાગતું કે આટલી ચિંતન અવસ્થમાં બગીચામાં ફરતા ફરતા તેઓ શું વિચારતા હશે? અંતે એક દિવસ હિમ્મત કરી મેં અરવિંદને પૂછ્યું, Continue reading રાહેં રોશન – ૧ (ડો. મહેબૂબ દેસાઈ)