Category Archives: ડો. મુનિભાઈ મહેતા

વિશિષ્ટ પૂર્તિ. કાવ્ય ડો.મુનિ મહેતા, ભાવદર્શન…રક્ષા ભટ્ટ

http://વિશિષ્ટ પૂર્તિ. કાવ્ય ડો.મુનિ મહેતા, ભાવદર્શન…રક્ષા ભટ્ટ

[ ભાઈ મનોજના દેહાવસાન પછી ઇલાબેને મુનિભાઈની 18-5-2020 પર લખાયેલી આ રચના મને મોકલી. આ રચના વાંચી ત્યારે અગાસીમાં ખુલ્લા આકાશ નીચે મનોજે શવાસનની સ્થિતિમાં છોડેલો દેહ અન આ રચનાના હોવાનો યોગાનુયોગ અનુભવાયો. અનેક સ્વજનોના મૃત્યુના આઘાતના આ દિવસોમાં અનેક વખત આ રચના વાંચી જે લખાયું છે..તે… આ રચના સાથે સૌને મોકલું છું, અને ઈલાબેન-મુનિભાઈને વંદન કરું છું… રક્ષા ભટ્ટ..]

 શવાસન

મુકી આ દેહ

      અહીં ધરા પર નિશ્ચેત

ધીમે ધીમે ઉડ્યો ‘હું’

        અવકાશ તરફ

જાણે કો સફેદ હંસ.

        ધીરેથી ફેલાયેલ પાંખો

નીચે માંડું નજર

        નિશ્ચેત દેહ સુતો .

સૌ ભીતરના કોલાહલ શાંત,

તનના અવાજો અણુઓ થયા નિશ્ચેતન

થંભ્યા એના સઘળા કામ

હું જે નહોતો તે તનને જોઉં નીચે

શાંત સ્મિતથી

ઊડતો હંસ નભે થોભીને જરા…

                                 [ રચના-શ્રી મુનિ મહેતા-વડોદરા ]

પોતાના દેહને ધરા પર છોડીને અવકાશ તરફ ઊડતાં–ઊડતાં દેહી દેહને જોજનો દૂરથી જોવે છે. જે દેહને જીવ્યો ત્યાં સુધી જીવની જેમ સાચવ્યો છે, અવનવા વસ્ત્રો પહેરાવ્યા કર્યા છે, સંબંધોના તાણાવાણામાં ગૂંથ્યો છે એ દેહમાંથી બહાર નીકળી દેહી એ દેહને મુકત હંસ માફક અવકાશ તરફ યાત્રા કરતાંકરતાં સાક્ષી ભાવે નિહાળે છે. શ્વેત હંસની ધીમેથી ફેલાયેલ પાંખો અને મુકત ઉડાન જાણે કોઈ અપૂર્વ યાત્રા તરફની ગતિ હોય તેમ હંસ તો ઉડ્યો છે ઊડતાંઊડતાં ક્ષણવાર પહેલા છોડેલા પોતાના દેહને તે પોતે જોવે છે. પોતે હવે અનંત યાત્રી છે. મુકત છે. પોતે અવકાશમાં ગતિ કરે છે. પરંતુ પોતાનો દેહ તેણે ઘરા પર મુકયો છે. ખાલી ખોળિયું નિશ્ચેત ધરા પર સૂતુ છે. કેટલુંય વ્હાલું કરવા છતાં તે કોઈનાય વ્હાલનો જવાબ નથી આપતું. કેટલુંય પૂછવા છતાં તે કશું બોલતું નથી. નથી શબ્દ,નથી સંવાદ. ઠંડા થયેલા નિશ્ચેત શરીરમાંથી સંબંધ સંવેદનો લઈને ઉડી ગયો છે. રુધિરની ગરમી ઠંડી પડી છે.શબ્દો તો જીવ સાથે જ તેની હૂંફ લઈ કાયમ માટે નિઃશબ્દ થયા છે. હથેળીઓની હૂંફ અને આંગળીઓના ટેરવામાં પકડાતો પ્રેમ સ્વજનોના ચોંધાર આંસુના પ્રવાહમાં વહે છે. દેહ છોડીને જનારનો ઘેરો લગાવ સંધ્યા કાળે અને રાત્રિના અંધકારમાં વધુ ઘેરો બની નજર સમક્ષથી સતત પસાર થતા તેના સ્મરણોથી પારાવાર પીડે છે.

આ સઘળી પીડા તો શરીર આસપાસ વીંટળાઈને તેને સ્પર્શતા સંબંધોની હશે.ખુદ જીવતો પોતાના દેહને ઉપરથી નજર માંડી જોવે છે.એ જોવે છે કે મારો દેહ કેવો નિશ્ચેત સૂતો છે.હું તો એમાંથી ઉડી ગયો છું.આ ખાલી ખોળિયું મારા ઊડી જવા સાથે કેવું નિઃશબ્દ પડયું છે.મારા જવાથી તેણે બધા જ બંધનો પણ કેવા છોડયા છે.તેને નથી સ્પર્શના સંવેદનો કે નથી પ્રેમ અને હૂંફનો અહેસાસ.ભીતરના સૌ કોલાહલો શાંત થયા છે.નથી વિચાર,નથી વૃત્તિ.નથી સ્વભાવ,નથી પ્રવૃત્તિ. નથી સમયના બંધનો નથી કોઈ દોડ.નથી કયાંય જવું કે આવવું.આ સમયાતીત સ્થિતિમાં તનના તાણાવાણામાં ગૂંથાયેલું સઘળું આટોપાઈ અને અટકયું છે.નથી રૂધિરના પરિભ્રમણો કે નથી શ્વાસના આવાગમનના અવાજો. સઘળા અવાજો, ધ્વનિઓ, શબ્દો, અક્ષરો, અણુઓ થઈ કોઈ મૂળ એકમમાં ઓગળી ગયા છે.

મને થાય છે કે એ મૂળ પોત તો મારો પિંડ છે, મારો આત્મા છે.જેને નથી ઉદ્વેગ કે નથી અજંપો.એની સઘળી ચિંતાઓ છૂટી ગઈ છે. ચિત્તાની રાખમાં ભષ્મીભૂત થયા પછી મારો દેહ પણ કયાંય જોવા નહિ મળે. હરતોફરતો, મિત્રો સાથે આનંદ કરતો,ગીતો ગાતો,વાતો કરતો, મનગમતા ભોજન કરતો અને રંગબેરંગી વસ્ત્રોમાં રોજ સૌને મળતા રહેતા મારા આ દેહમાં હવે હું નથી.પાંખો ફેલાવી મુક્ત ઊડી રહેલા હંસને થાય છે કે હું શરીર તો ન હતો પરંતુ હું માનતો હતો કે હું શરીર છું એ શરીરને હું નીચે જોવ છું.એ શરીર હવે મારા એમાંથી ઊડી જવા સાથે જ નિશ્ચેતન અને શાંત,નિ:શબ્દ અને મૌન થઈ સૂતું છે.આસપાસ મારા સ્વજનો મારા દેહને પકડી ચોધાર આંસુએ વિલાપ કરે છે.મને બોલાવે છે.મને હું ક્યાં ગયો છું એ પૂછે છે.મને તેઓથી દૂર ક્યાય ન જવા કહે છે.મારા માથામાં હાથ ફેરવી ઉઠાડે છે. હું કેવી રીતે જવાબ આપું કે હું ક્યાં છું. હું કેમ કહું કે હું છું પણ હું તો સુખ-દુખની પેલેપાર કોઈ દેશમાં જઈ રહ્યો છું.મારે પણ સૌ સાથે રહેવું હતું પરંતુ સમય ખૂટી ગયો. હું અહીથી જોવ છું, સાંભળું છું. હું ત્યાં છું છતાં હું ત્યાં નથી…પણ સ્વર્ગિય શાંત સ્મિતથી હું મારી ઊજળી પાંખ ફેલાવતો મુક્ત આકાશે ઊડું છું. થોડી થોડી વારે થોભીને જે દેહમાં મારો વસવાટ હતો તેને નિહાળું છું. મને થાય છે મેં એ ઘર કોઈને કીધા વગર કેવું ખાલી કર્યું. કોઈને મારા પળવારમાં ઊડી જવાનો અણસાર પણ ન આવ્યો અને મેં જીવન આટોપી લીધું. હવે મારો ખાલી દેહ સૂતો છે જેમાં હું વર્ષો સૂધી રહ્યો અને જીવ્યો.

હવે તો જે છોડ્યું છે,જે ખાલી કર્યું છે તેને મુક્ત આકાશે ઊડતાં ઊડતાં જરા થોભીને આત્મીયતાથી જોવ છું. મારી ઉડાન મુક્ત છે. નિસ્પૃહિ અને નિ:શબ્દ પણ છે. છતાં પાંખમાં ભરેલો પ્રેમ અને હુંફ મને જરા થોભી ધરા પર સૂતેલા મારા નિશ્ચેતન દેહને જોવા કહે છે જે દેહમાંથી હું મારી ઊજળી પાંખ ફેલાવી અવકાશ તરફ  ઉડ્યો છું. મારી ગતિ અને મારી યાત્રા, મારા પડાવો અને મારુ ગંતવ્ય, મારા આ લોક અને પરલોકના સંવાદો અને સ્મરણોનું ભાથું અને મે જીવેલી હૂફના સજળ સંવેદનો મારી સાથે છે. સઘળું સાથે હોવા છતાં હળવી પાંખે અવકાશે ઊડતાં-ઊડતાં જરા થોભીને મારા દેહને શવાસનમાં સૂતેલો જોવ છું. સ્થિર-શાંત અને મૌન.

            આ પારાવાર પરમ ગતિ મને ક્યાં લઈ જઈ રહી છે અને કોની પાસે એ ખબર નથી.કેટલુક અકળ ઘટે છે અને રોજ ઘટે છે.આજે હું એ ઘટનાનો અંશ થઈ સાક્ષી રૂપે મારા દેહને જોવ છું અને કાલે કોઈ બીજું. આ ક્રમ અનંત અને અગોચર છે અને અકળ અને અવિનાશી પણ. હું પણ એ અનંત ક્રમને કેમ અતિક્રમું? હવે સાક્ષીની ઉડાન ભરી છે અને દૂરથી દેહને નિરખતો-નિરખતો અનંત અવકાશે ઊડી રહ્યો છું …….

રક્ષા ભટ્ટ [ 91-9979865686 ] E mail: raksha.bhatt4@gmail.com

          હું એક પ્રવાસી છબિકાર છું… જે પ્રકારની વ્યક્તિને આજકાલ લોકો અંગ્રેજી ભાષામાં travel ફોટોગ્રાફરના રૂપાળા નામે ઓળખે છે.અંગ્રેજી સાહિત્યના અભ્યાસ પછી ગુજરાતી માધ્યમની શાળામાં અંગ્રેજી ભણાવતા-ભણાવતા, મારા ઉનાળાની અને દિવાળીની લાંબી રજાઓમાં ભારતના પુરાતત્વિય અને પ્રાચીન મંદિરો,મસ્જિદો; વાવ, કૂવા; કાંગરા, કિલ્લા અને પાળિયાઓને પૂર્ણ પ્રેમ અને લગાવથી document કરતી કરતી FB પર તસવીર કથાઓ લખતી રહું છું.


Binsar-Mukteswar-08

આવી અલગારી રખડપટ્ટીઓમાંથી જે જાણ્યું-માણ્યું છે,જે થોડું-ઘણું પચાવ્યું છે અને જે આપણા ભારતના પુરાણો, ઇતિહાસ-ભૂગોળ, સંસ્કૃતિ અને વારસાની કથાઓ કહી રહ્યું છે તેની છબિ ભીતર ઉતારી છે અને એ ભીતર છુપાયેલી આત્મીય તસવીરોની  તસવીર કથાઓ લખું છું. ક્યારેક કબીર,નરસિંહના કાવ્યો અને પદોનો કાવ્યાસ્વાદ તો ક્યારેક કોઈ ગમતા કાવ્ય કે ગમતી ગઝલ પર મારી પાડેલી તસવીરો સાથે લખું છું અને સૌ સાથે વહેચું છું.તમારા સૌની કદરથી મને લખવાનું અને ફરતા રહેવાનું બળ મળશે અને મારી છબિકલાને પણ એક ઓળખાણ મળશે એવું માનું છું અને એ મન સાથે હંમેશા તમારા પ્રતિભાવોની પણ રાહ રહેશે….તો ચાલો આ યાત્રા અહીથી જ અને આજે જ આરંભીએ……..

બંજારા વેલી:

        હિમાચલની બંજારા વેલી દિલ્હી-મનાલી ધોરી માર્ગ પરની ઓટ ટનલથી માત્ર 27 કિલો મીટર દૂર છે અને આ lush green ખીણનું એક ઓફ-બીટ ગામ છે જીભી, જે ઓટ ટનલથી માત્રને માત્ર બે કલાક દૂર છે. દેવદારના વૃક્ષોથી છમ લીલું અને શાંત, જીભી ગામ, હોમ સ્ટે, સવાર-સાંજની વોક અને સમગ્ર ખીણને પોતાના અનેરા ગીતથી સંપૂર્ણ સભર કરતાં નાના-મોટા પંખી અને હિમાચ્છાદીત પર્વતોથી જાણે ઇલેક્ટ્રિકના તાર પર બેઠેલા આ પંખી માફક આપણને સાદ પાડે છે ને This call of valley is really like being in valley itself………

  રક્ષા ભટ્ટ – ભાવનગર .     Book Published“: A Pictorial Pilgrimage to A Legendary Land…a book on the Culture and Heritage of Gujarat.[Sponsored By The Department Of Information-Government Of Gujarat]
—————————————

કાગળની હોડી (ડો. મુનિભાઈ મહેતા)

(એક સાહિત્યકાર બહેને, એક વૈજ્ઞાનિક અને સાહિત્યકારભાઈનો પરિચય લખ્યો છે એ કોઈપણ જાતના સંપાદન વગર અહીં મૂકું છું.)

 

 

 

 

 

 

Dr. M. H. Mehta. Vadodara, India.

પરિચયઃ

મુનિભાઈ મહેતાનો બાલ્યકાળથી કવિતા લખવાનો શોખ આજે પણ ચાલુ છે. કલાકાર તરિકે કાષ્ટતરંગ કુશળતાથી વગાડે છે. Continue reading કાગળની હોડી (ડો. મુનિભાઈ મહેતા)