Category Archives: દિપલ પટેલ

થોડી ખાટી, થોડી મીઠી – (12) – દિપલ પટેલ

થોડી ખાટી, થોડી મીઠી – (12) – દિપલ પટેલ
આ પ્રસંગ હમણાં 2 અઠવાડિયા પહેલાનો જ છે. અમે હમણાં માર્ચ મહિનામાં અમેરિકા છોડીને પાછા ભારત આવ્યા. કોરોનાના કારણે અમે અમારાં ઘરે રહ્યા પછી અનુજ(મારા પતિ)ની નોકરી બેંગલોરમાં શરુ થઇ એટલે અમે બેંગલોર આવ્યાં. એપાર્ટમેન્ટ ભાડે લીધો, નવું સ્કૂટર લીધું અને ધીરે ધીરે ગોઠવાયા.

Continue reading થોડી ખાટી, થોડી મીઠી – (12) – દિપલ પટેલ

થોડી ખાટી, થોડી મીઠી – (૧૧) – દિપલ પટેલ

થોડી ખાટી, થોડી મીઠી – (૧૧) – દિપલ પટેલ

તમે અગાઉના લેખથી હવે અમારી કોલેજના પ્રિન્સિપાલ ડો.વિઠ્ઠલ કામતને ઓળખતાં થઇ ગયાં હશો. ખુબ મહેનતુ, ભોળા અને કર્મનિષ્ઠ. તેઓ માત્ર કોલેજના કામ ઉપર નહિ પણ છોકરીઓની પર્સનલ બાબત હોય એમાં પણ પોતાની દીકરી હોય એમ રસ લેતાં અને ફોન કરો ને અડધી રાત્રે હાજર થઇ જતાં. Continue reading થોડી ખાટી, થોડી મીઠી – (૧૧) – દિપલ પટેલ

થોડી ખાટી, થોડી મીઠી – (૧૦) – દિપલ પટેલ

થોડી ખાટી, થોડી મીઠી – (૧૦) – દિપલ પટેલ

આજે ફરીથી 2012-13 ની વાત કરવી છે જયારે હું ટ્રેની આસિસ્ટન્ટ પ્રોફેસર હતી ભારતની પહેલી મહિલા કોલેજમાં. મારી પાસે નોકરીના એ 2.5 વર્ષમાં થયેલા અનુભવોનો ખજાનો છે જે મને અહીં ખોલવાનો મોકો મળ્યો છે.  આજે જે વાત છે એમાં અમારી કોલેજના પ્રિન્સિપાલની વાત છે. Continue reading થોડી ખાટી, થોડી મીઠી – (૧૦) – દિપલ પટેલ

મુકામ Zindagi – (૧૦) – સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર, રજૂઆતઃ દિપલ પટેલ

“માનવજીવનમાં એક આવો પસ્તાવો પણ હોય છે” 

આજે ગાર્ડનમાં એક દાદા જોયા. બાંકડા પર બેઠા હતા, એકલા. એટલે આપણને એકલા લાગે, પણ એ હતા નહીં કદાચ. એ આકાશ સામે જોઈને વાતો કરી રહ્યા હતા. સખત દુઃખી લાગતા હતા. બસ, રડવાનું જ બાકી હતું જાણે. એમની પાસેથી પસાર થઈ, અમુક શબ્દો કાને પડ્યાં, પણ હાય રે ભાષા! કોરી પાટી જેવી હું એમના નહીં પડેલા આંસુને જોઈને આગળ વધી ગઈ!

પછી વૉકિંગ દરમિયાન, એક યુદ્ધ ચાલ્યું મનમાં. જાત સાથે લૉજીકલ વાત ઘણા લાંબા સમય પછી કરી આજે. શું હોય છે આ બધું જે સતત અને સખત પીડે છે આપણને? કોઈ જતું રહ્યું એ? કોઈ નથી જતું એ? કશું ન મળ્યું કે કશું વધારે પડતું જ મળી ગયું છે ને પચાવી નથી શકતાં, એ?

મને લાગે છે કે આ બધાની જડ ‘પ્રાયશ્ચિત’ અથવા ‘પસ્તાવો’ છે. અમુક વ્યક્તિની અમુક-તમુક સમયે માફી માંગી લેવાની હતી, જે નથી માંગી શક્યા. અમુક વ્યક્તિને જે-તે સમયે માફ કરીને મીઠી સ્માઈલ આપી દેવાની હતી જે નથી આપી શક્યા. અમુક ભારમાંથી ક્યારનુંયે મુક્ત થઈ જવાનું હતું, ને નથી થયા. હજી વેંઢારીને ફરીએ છીએ. આવા કેટલાય નામી-અનામી બોજ તળે કિંમતી જિંદગીના દિવસો દબાઈ રહ્યા છે, ખોવાઈ રહ્યા છે એક પછી એક!

અને, છેલ્લે જ્યારે સમય મળે છે આ બધું વિચારવાનો, વીતેલા-ખરેલા વર્ષો પર નજર કરવાનો, ત્યારે ચોક્કસ મોડું થઈ ગયું હોય છે. ગમતાં માણસો વિદાય થઈ ચૂક્યા હોય છે, એક સમયે એનર્જીથી ભરેલી જિંદગી હવે પરાણે પાછળ ઢસડાતી હોય છે. આ બધાનું મૂળ એ જ કે જે સમયે જે કરવાનું હતું, તે ન કર્યું.

પછી, આમ કોઈ એક એકાકી બાંકડા પર બેસીને અનંત તરફ તાક્યા કરવાનું કે આભાસી દુનિયામાં પડછાયો થઈને ભટકવા સિવાય બાકી શું રહે છે?

અને એટલે જ, પસ્તાવો જરૂરી છે. જરૂરી સમયે થઈ જવો ખાસ જરૂરી છે. બીજા માટે નહીં, પોતાના માટે. એક ભાર ઓછો થશે, તો બીજો અહેસાસ થશે. એક પછી એક ભૂલો સ્વીકારીને, પછી એનાથી મુક્ત થઈ શકાતું હોય છે. પશ્ચાતાપના પણ અનેક રૂપો હોય છે. ફક્ત ‘સૉરી’ એ ઈલાજ નથી. એક ભૂલની માફી માંગવામાં બીજી ભૂલ ન કરી બેસીએ એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે.

મેં કેટલીયે વાર આળસને લીધે મારા મમ્મી પપ્પાના અમુક કામો નથી કર્યા. એનો પણ મને હવે ભાર લાગે છે. પણ હવે મારી પાસે એમની સાથે વિતાવવાનો સમય નથી. અને એ ગિલ્ટમાંથી છૂટવા, મને સતત એમ થયા કરે કે હવે પછી કોઈપણ વ્યક્તિ કોઈપણ કામ કહેશે, તો હું તરત કરી આપીશ. આ મન મનાવવાની એક રીત છે, જે હું જાણું છું. પણ સમયના અભાવો કેટલા ધારદાર હોય છે તેનો અંદાજ લગાવી જોજો. સમજાઈ જશે. અને એટલે, ફૂલ નહીં તો ફૂલની પાંખડીના ધોરણે જે થઈ શકે તે કરતા રહેવું.

અને હા, સૌથી પહેલા પોતાની જાતને માફ કરી દેવી. એમાં મોડું કરવા જેવું નથી.

~ Brinda Thakkar

થોડી ખાટી, થોડી મીઠી – (૯) – દિપલ પટેલ

થોડી ખાટી, થોડી મીઠી – (૯) – દિપલ પટેલ

આ વાત છે હું જયારે 8 કે 9માં ધોરણમાં ભણતી હતી ત્યારની. મારાં પપ્પાને પગમાં સેન્ડલ પહેરવાનો ખુબ શોખ. અમે બંને બહેનોને પણ નાનપણથી સરસ સેન્ડલ પહેરાવડાવે. પપ્પાને એટલો શોખ કે છાપામાં કોઈક ફોટામાં કોઈકના સેન્ડલ ગમે તો એ કાપીને પછી અમદાવાદ બાટા કે રેડ ચીફના શોરૂમમાં જઈને અસ્સલ એવા લઇ આવે! બસ, આવા જ નવા નક્કોર સેન્ડલ થોડા દિવસ પહેલા જ અમારા ઘરમાં આવ્યા હતા. સ્વાભાવિક છે કે થોડા મોંઘા પણ હતાં જ, હજુ પપ્પાએ પહેર્યાં ન હતા અને કબાટમાં સૌથી ઉપર પડ્યા હતા. એક દિવસ, બપોરે હું સ્કૂલેથી આવીને લેસન કરતી હતી, મમ્મી બપોરે આરામ કરતી હતી, ખુબ તાપ હતો અને પપ્પા કોલેજ ગયા હતા. ત્યાં ઘરનો બેલ સંભળાયો અને ગેસની બોટલની ડિલિવરી કરવા ભાઈ આવ્યા હતા. એ ભાઈ અમારા વિસ્તારમાં લગભગ બધાનાં ઘરે લારી ખેંચીને ગેસની બોટલ ડિલીવર કરવા આવે. એમણે બોટલ ઘરમાં મૂકી, મેં એમને ઠંડુ પાણી અને બોટલના પૈસા આપ્યા, અને પછી એ ભાઈ નીકળતા હતા ત્યારે મારી નજર એમના પગ ઉપર પડી. મેં એમને પૂછ્યું કે, “તમે ચપ્પલ કેમ નથી પહેર્યાં? “(પગ એ કાળઝાળ ગરમીથી તપેલા ડામરના રોડ ઉપર ચાલીને ફાટી ગયા હતા એ હું જોઈ શકતી હતી).

એ ભાઈ થોડી ક્ષણો કશું બોલ્યા નહિ, પછી મને કહ્યું કે બહેન તૂટી ગયા હમણાં અને હવે લાવવાના પૈસા નથી.
હું એક ક્ષણ માટે શ્વાસ ચૂકી ગઈ! કે આટલી ગરમીમાં ડામરના રોડ ઉપર આ માણસ ગાડું કેમનું ખેંચતો હશે? મારા મગજમાં એ વખતે કંઈ જ ના સુઝ્યું. મેં કબાટનો દરવાજો ખોલ્યો અને સામે જ પપ્પાના નવા નક્કોર સેન્ડલ પડ્યા હતાં. મેં એમને કાઢીને આપી દીધાં. એ ભાઈના ચહેરા પરનો એ ભાવ હું વર્ણવી નહિ શકું. એમની ભીની આખો બધું જ કહી આપતી હતી. એ ભાઈ તરત જ સેન્ડલ પહેરીને નીકળી ગયા.
એ ભાઈ ગયા પછી મને ફાળ પડી, ભાન આવ્યું અને સમજાયું કે પપ્પાનાં રેડચીફના એ સેન્ડલ મેં આપી દીધા જેના માટે પપ્પા સ્પેશિયલ અમદાવાદ ગયા હતા! અને એ પણ ઘણા મોંઘા હતા. હું ખૂબ ગભરાઈ ગઈ. મમ્મીને ઊઠાડી અને રડતાં રડતાં બધી વાત કરી.
મારી મમ્મી… (જેને અમે અમારાં પરિવારનો દાનવીર કર્ણ કહીએ છીએ), એ હસી અને મને રડતી ચૂપ કરાવતાં કહ્યું કે: “બેટા તેં બહુ જ  સારું કામ કર્યું છે, મને આનંદ થયો કે તું એ ભાઈની તકલીફ સમજી શકી, તું સહેજ પણ ચિંતા નહિ કર, પપ્પા કંઈ જ નહિ બોલે”.
મને ખબર હતી કે મમ્મી મને કંઈ નહિ બોલે કારણ કે મેં એને નાનપણથી અમારા ઘરે કામ કરતા બહેન હોય કે સફાઈ કર્મચારી હોય કે કોલેજના પટાવાળા કે શાકવાળા ભાઈ, એને હંમેશા બધાની મદદ કરતાં જોઈ છે અમે. સાંજે 5 વાગ્યા, પપ્પા ઘરે આવ્યા અને હું રસોડામાં સંતાઈ ગઈ. મમ્મીને ઈશારો કરું કે તું વાત કર. મારાં પપ્પા સ્વભાવે ગરમ એટલે મને કહેતા બીક લાગતી હતી. મમ્મી એ બધી વાત કરી અને પછી પપ્પાએ મને બોલાવી અને કંઈ જ ના બોલ્યા. ઉપરથી મમ્મીની જેમ જ ખુશ થયા અને કીધું કે તે બહુ સારું કામ કર્યું દીકરા. એ સેન્ડલની જરૂર એ માણસને વધારે હતી. તે કંઈ જ ખોટું નથી કર્યું.
કદાચ ગાંધીજીને એમનાં પિતાએ અહિંસાનો પાઠ ભણાવ્યો હતો એમ મારાં પપ્પાએ એ દિવસે મને દયાભાવ શીખવ્યો હતો અજાણતા જ. અને આવું હું કરી શકી એમાં પણ મમ્મી- પપ્પાનો જ હાથ છે જેમણે અમારાં ઉછેરમાં અમને શબ્દોથી નહિ પણ કરીને બતાવ્યું છે. પપ્પા ઘણાં ગરીબ વિદ્યાર્થીઓના ફીના પૈસા આપે, પ્યુનને મદદ કરે, અમારાં ફ્લેટના સફાઈ કર્મચારીના છોકરાંને સ્કૂલમાં એડમિશન કરાવે, મારી મમ્મી કામવાળા બહેનને બેન્કિંગ શીખવાડે, ઘડિયાળ જોતા શીખવાડે, અને કામવાળા બહેનનું ગમતું ખાવાનું એમના માટે સ્પેશિયલ બનાવે અને ખવડાવે.
કદાચ બાળકો એમનાં માં-બાપના વ્યવહારથી ઘણું શીખતાં હોય છે. અને એવું જ અમારાં કિસ્સામાં થયું એ અમારું સદભાગ્ય.

 

 

 

ReplyForward

થોડી ખાટી, થોડી મીઠી – (૮) – દિપલ પટેલ

આજે ફરીથી મારી નોકરીકાળમાં અનુભવોની વાતો કરું. મેં ભારતની પહેલી મહિલા એન્જીનીયરીંગ કોલેજમાં લેક્ચરર તરીકે 2.5 વર્ષ કામ કર્યું અને એ દરમિયાન હું હોસ્ટેલ રેક્ટર પણ રહી. હોસ્ટેલ રેક્ટરની ફરજ બજાવતી એ સમયે હું ઘણું શીખી છું. હોસ્ટેલમાં રહેતી છોકરીઓ માટે લોકલ ગાર્ડિયન ગણો તો હું જ હતી (ભલે ને એમનાથી માંડ 2-3 વર્ષ જ મોટી કેમ ન હોઉં?). Continue reading થોડી ખાટી, થોડી મીઠી – (૮) – દિપલ પટેલ

મુકામ Zindagi – (૯) – સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર – રજૂઆતઃ દિપલ પટેલ

Preview YouTube video અજાણ્યા શહેરની ખાટી-મીઠી વાતો

ફક્ત પચ્ચીસ મિનિટમાં તમારી સાથે કેટલી ઘટનાઓ ઘટી શકે?

વૅલ, મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે જો તમે આંખ,નાક,કાન,મગજ અને હૃદય સચેત રાખીને કોઈપણ જગ્યાએ લટાર મારવા નીકળો તો કશુંક તો એવું મળે જ,જે તમારી પાસે અત્યાર સુધી નહોતું!

હું હમણાં ઘરની બહાર નીકળી,ચોખા અને વટાણા લેવા. એક રીતે આ બધું કરિયાણું અને શાકભાજી ખરીદવા નીકળવું એ સખત બોરિંગ કામ છે, મને તો લાગે છે. પણ..પણ..પણ.. આજે જે બન્યું એ થોડું હટકે હતું.

હું એક કરિયાણાની દુકાનમાં ગઈ. ઓનેસ્ટલી, મને દાળ-ચોખામાં બહુ ખબર પડતી નથી પણ,ચોખા જેટલા જૂના હોય એટલા સારા એવું સાંભળ્યું છે. એટલે મેં દુકાનમાં હાજર આન્ટીને કહ્યું ‘આઈ વોન્ટ બાસમતી રાઈસ ફોર ટેસ્ટિંગ. કેન યુ પ્લીઝ ગીવ સમ 200 ગ્રામ્સ?’ અને આન્ટી બોલ્યા ‘ અય્યો અમ્મા.. લૂઝ રાઈસ ઇલ્લેયા!’ અને મારું મોઢું પડી ગયું. છૂટક ચોખા એમની પાસે નહોતા. મારે વટાણા પણ લેવા હતા,અહીં બધી જ દુકાનો પર કરિયાણું, શાકભાજી,પાણીની મોટી બોટલ,પ્લાસ્ટિકની વસ્તુઓ.. બધું જ મળે. અને દર ત્રીજી દુકાન આની જ હોય! મારું દુઃખી મોં જોઈને બિચારા આન્ટી પણ દુઃખી થઈ ગયા. મેં થોડા વટાણા લીધા,તો એ કહે કે પાંચ રૂપિયા! મારાથી બોલાઈ ગયું,આર યુ શ્યોર? એ હસીને તમિલમાં કૈંક બોલ્યા,એનો મતલબ હું એવો સમજી કે ચોખા તો છૂટક નથી,પણ વટાણા તો આપી શકું ને?

એમણે ચોખા માટે બીજી દુકાન બતાવી,અને કહ્યું ત્યાં મળી જશે. હું ઇશારાથી જોકે બધું સમજતી હતી. ત્યાં એક ઘરડા કાકા આવ્યા,એમણે અમુક વસ્તુઓ લીધી. ડુંગળી ને બધું ભારે-ભારે ઉંચકતા એમના હાથ ધ્રુજતા હતા. મેં એમનો સામાન એમની થેલીમાં મૂકવા માંડ્યો,એમા મારું પર્સ જરાક કાકાને અડી ગયું. તો ઝાટકાથી મારાથી દૂર થઈ ગયા. મને નવાઈ તો લાગી,પણ કાકા દેખાવથી જ સખત કન્ઝર્વેટિવ લાગતા હતા એટલે હું કે મારી વસ્તુ એમને અડી ન જાય એવું ધ્યાન રાખીને એમની વસ્તુઓ મૂકી આપી ને હું નીકળી ગઈ.

બીજી દુકાનમાંથી ચોખા મળી ગયા,ત્યાં હું પૈસા ચૂકવતી હતી ત્યારે બીજી 3-4 સ્ત્રીઓ પણ ઉભી હતી,જે મેં કોઈ ગુનો કરી નાંખ્યો હોય તેમ મારી સામે જોતી હતી. પહેલા હું સમજી નહીં, પછી ધ્યાન ગયું કે એ બધાંએ સિલ્કની સાડી ચપોચપ પહેરી હતી અને અધમણ સોનુ લટકાવ્યું હતું,જ્યારે હું મારા રાષ્ટ્રીય પોશાકમાં એટલે કે કાગળિયા જેવા નાઈટ ડ્રેસમાં સજ્જ હતી! મને હસવું આવી ગયું અને હું ત્યાંથી નીકળી ગઈ.

ત્યાં જ સામેથી પેલા ઘરડા કાકા સાવ ધીમે-ધીમે ચાલતા આવતા હતા. હું એમની જ સામે જોઈ રહી હતી અને વિચારતી હતી કે કાકા સ્ત્રીઓ વિશે,છોકરીઓ વિશે શું ધારતા હશે? આ નવી પેઢી એમના માટે કેટલી અઘરી સાબિત થઈ રહી હશે? અને ત્યાં જ એમણે પણ મારી સામે જોયું. મને એમ કે મોઢું ફેરવી લેશે પણ ના.. એમણે સાવ નિર્દોષ સ્માઈલ આપી!

હવે મારા વિચારોની દિશા બદલાઈ ગઈ અને એટલામાં જ પાછળથી એક બાઇક આવતું હશે એનો મિરર મને ભટકાયો. મારાથી જોરથી બોલાઈ ગયું,’ડફોળ’! અને એ સાથે જ બાઇક પરથી પણ અવાજ આવ્યો ‘બીપ..બીપ…(ગાળ, યુ નો?)બાઇક ઉભું રહ્યું, આશરે ત્રીસેક વર્ષનો ‘ભઈલો’ હતો. મને પૂછ્યું ‘ગુજરાતી??’ અને મેં સામે પૂછ્યું ‘દિલ્હી સે હો ક્યા?’ સાચું પૂછો તો બંને ચોંકી ગયેલા. એણે હા પાડી અને બોલવા લાગ્યો કે આઈ એમ રિયલી સોરી મેડમ, વો ગલતી સે ગાલી નિકલ ગઈ..મેરા ઐસા કોઈ ઈરાદા નહિ થા.. વો મેં થોડા સ્ટ્રેસમેં થા..’ ને આજે મૂડ મારો સારો હતો,એટલે મેં સામે કહ્યું કે ‘ઇટ્સ ઓકે. મુજે દિલ્હીવાલોકા પતા હૈ. સો નો પ્રૉબ્લેમ.’ એને નવાઈ લાગી. અને પૂછ્યું, આર યુ શ્યોર? ઇતની જલ્દી ઔર સ્માઈલ કે સાથ કૌન માફ કર દેતા હૈ બે?’ પછી મને લાગ્યું કે આ નોટ એમ વાત પતાવશે નહીં, એટલે થોડું ગુસ્સામાં મેં કહ્યું ‘લાઇન નહીં માર રહી હું ભાઈ’સાબ! બોલાના કી માફ કિયા,અબ નિકલો!’

અને હું ચાલવા લાગી. તો એણે ફરી બૂમ પાડી અને કહ્યું,’બુરા મત માનના, લેકિન બહોત દિનો બાદ કિસી નોર્થ ઇન્ડિયનકી આવાઝ સુની યહાં પે, તો થોડા ઝયાદા બોલ ગયા મેં. સૉરી સિસ્ટર!’ અને એ બાઇક સાથે નીકળી ગયો.

મેં વર્ષો પહેલા એક જોડકણા જેવી કવિતા લખી હતી,જેમાં ફૂલ સ્પીડમાં બાઇક ચલાવતા અને લાલ-લાલ આંખોવાળા-પોતાના સપનાઓનો ભાર ન જીરવી શકતા છોકરાઓ વિશે લખ્યું હતું. આજે ખબર નહિ કેમ,પણ આ યુવાનમાં પણ એ જ ભાર વર્તાતો હતો. માણસ કેટલો એકલો થઈ જતો હોય છે, કે રસ્તે જતા કોઈ સાવ અજાણ્યું ભટકાઈ જાય તો એની સાથે પણ એની એકલતા ચાડી ખાઈ જાય?

બેફામ સાહેબની પેલી ગઝલ યાદ આવી ગઈ – ‘કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું કેમ છો? એને આખી કહાણી સુણાવી દીધી.. થાય સરખામણી તો ઉતરતાં છીએ..!’

તો હા,હવે મેં મગજમાં બરફ અને જીભ પર મીઠાશ રાખીને જ ઘરની બહાર નીકળવાનું નક્કી કર્યું છે.

~ Brinda

થોડી ખાટી, થોડી મીઠી – (૭) – દિપલ પટેલ

થોડી ખાટી, થોડી મીઠી – (૭) – દિપલ પટેલ

 મને જૂન 2011માં કોમ્પ્યુટર એન્જિનિયરની ડીગ્રી મળી અને જુલાઈ 2011માં ભારતની પહેલી મહિલા એન્જિનિયરિંગ કોલેજમાં ટ્રેની આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરીની શરૂઆત કરી. Continue reading થોડી ખાટી, થોડી મીઠી – (૭) – દિપલ પટેલ

મુકામ Zindagi – (૮) – સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર – રજૂઆતઃ દિપલ પટેલ

https://youtu.be/TH7o8eNASE4

Attachments area

Preview YouTube video તમારી ભીતરની સમૃદ્ધિ અને ભીતરની યાત્રા કેવી છે?

આજે ઘણા સમય પછી ફરીથી હું મને મળી.
Continue reading મુકામ Zindagi – (૮) – સ્ક્રીપ્ટઃ બ્રિન્દા ઠક્કર – રજૂઆતઃ દિપલ પટેલ

થોડી ખાટી, થોડી મીઠી – (૫) – દિપલ પટેલ

(મારી ઈ-મેલમાં એક-બે દિવસ કંઈક પ્રોબ્લેમ રહ્યો હતો અને એમાં બહેન દિપલનો આ પાંચમો એપિસોડ, જે tahuko.com ના જયશ્રી ભક્તા-પટેલ માટે લખાયો છે, એ ઈમ-મેલની તકલીફને કારણે છૂટી ગયો હતો. જયશ્રી ભક્તા-પટેલ નામ અમારા બે-એરિયાનું મોટું ગૌરવશાળી નામ છે. મને ખૂબ આનંદ છે કે બહેન દિપલે એમના વિષે દિલ ખોલીને લખ્યું છે અને એમનો પરોક્ષ પરિચય કરાવ્યો છે. બહેન દિપલનો, આના પછીનો એપિસોડ ૬ મૂકાઈ ગયો છે. આ ટેકનીકલ glitch ને કારણે, સહુ વાચકોને અને બહેન દિપલને થયેલી મૂંઝવણ બદલ, હું ક્ષમા માગું છું.) Continue reading થોડી ખાટી, થોડી મીઠી – (૫) – દિપલ પટેલ