Category Archives: દીપક ધોળકિયા

ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૩૧ (દીપક ધોળકિયા)

(આજના પ્રકરણ સાથે સતત ૩૧ અઠવાડિયાથી ચાલતી આ સઘન શોધખોળ ઉપર આધારિત શ્રેણીનો પ્રથમ ભાગ સમાપ્ત થાય છે. મેં શોધખોળ આધારિત થોડા લેખ લખ્યા છે, એટલે એમાં  કેટલી મહેનત પડે છે એનો મને અંદાઝ છે. કેટલીક વાર ચાર પાનાના લેખ માટે ૪૦૦ પાના વાંચવા પડે છે. એટલે દિપકભાઈને આ શ્રેણી માટે કેટલી મહેનત કરવી પડી હશે એનો મને અંદાઝ છે. આવી અમૂલ્ય શ્રેણી આંગણાંને આપવા બદલ એમનો હ્રદય પૂર્વક આભાર માનું છું. આ શ્રેણીનો બીજો ભાગ જાન્યુઆરીથી રજૂ કરવામાં આવશે. – સંપાદક)

પ્રકરણ ૩૧: પહેલા ભાગનું સમાપન

આ સાથેભારતઃ ગુલામી – અને  આઝાદી માટેનો સંઘર્ષશ્રેણીનોભાગ ૧: ગુલામીઆજે સમાપ્ત કરીએ.મારે નમ્રતાપૂર્વક કહેવું જોઈએ કે હું ઇતિહાસકાર નથી અને ઇતિહાસમાં ખાસ જાણતો પણ નથી એટલે ઇતિહાસનું આલેખન કરવાનું મારું ગજું નથી. આ ઇતિહાસ નહીં, માત્ર ઇતિહાસની વાછંટ છે. આ વાંચીને કોઈ મિત્ર બહાર નીકળીને ઇતિહાસમાં પલળવા તૈયાર થશે તો હું પણ એમની સાથે પલળવા આતુર છું. Continue reading ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૩૧ (દીપક ધોળકિયા)

ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૩૦ (દીપક ધોળકિયા)

પ્રકરણ ૩૦: ટીપુનું મૃત્યુ

એક બાજુથી ઈસ્ટ ઇંડિયા કંપની અને બીજી બાજુ કંપનીના સાથમાં મરાઠા સામ્રાજ્ય અને નિઝામઆમ ટીપુ પર ત્રણ જાતનું દબાણ હતું. ફ્રેંચ કંપની એને સાથ આપતી હતી પણ  એનાં હિતો ટીપુની યોજનાઓ સાથે સંપૂર્ણ મેળમાં નહોતાં. ફ્રેંચ કોઈના મિત્ર નહોતા, પણ અંગ્રેજો સામે એમને સૌની મદદ જોઈતી હતી. ટીપુ ધીમે ધીમે પોતાના પ્રદેશો પરથી કબજો ખોતો જતો હતોનીચે બે નક્શા સરખામણી માટે આપ્યા છે. Continue reading ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૩૦ (દીપક ધોળકિયા)

ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૨૮ (દીપક ધોળકિયા)

પ્રકરણ ૨૮: કર્ણાટકની લડાઈઓ

 બંગાળ તો અંગેજોના હાથમાં ગયું પણ બંગાળ કંઈ આખું હિંદુસ્તાન નહોતું. હજી ઘણું બાકી હતું. દક્ષિણ પર હજી એમનું એકચક્રી રાજ સ્થપાયું નહોતું. હજી આપણે એ નથી ભૂલવાનું કે એમનો મુખ્ય હેતુ તો વેપારનો જ રહ્યો હતો અને એના માટે હવે એ દેશી રાજાઓના સંઘર્ષોમાં વચ્ચે પડતાં પણ અચકાતા નહોતા. આમાં એમને લાભ એ હતો કે બેમાંથી એક પક્ષ નબળો પડે તો પછી બીજો પક્ષ એકલો રહી જાય અને એની સામે ટક્કર લેવાની રહે. Continue reading ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૨૮ (દીપક ધોળકિયા)

ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૨૭ (દીપક ધોળકિયા)

પ્રકરણ ૨૭: બંગાળમાં કંપનીની લૂંટ ઔદ્યોગિક ક્રાન્તિની મદદે

 

પ્લાસીનું યુદ્ધ માત્ર ભારતના ઇતિહાસમાં જ નહીં, દુનિયાના ઇતિહાસમાં પણ મહત્ત્વનું છે. બ્રિટિશ સામ્રાજ્યવાદની શરૂઆત પ્લાસીથી જ થઈ. બ્રિટિશ વિસ્તારવાદ માટે ધનની જરૂર હતી તે બંગાળે પૂરું પાડ્યું. મોગલ બાદશાહ શાહ આલમ બીજાએ ૧૭૬૫માં ઈસ્ટ ઇંડિયા કંપનીને બંગાળની દીવાન બનાવી તે પછી કંપનીએ જે લૂંટ ચલાવી તેમાંથી ઇંગ્લૅન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાન્તિ માટે નાણાકીય સાધનો ઉપલબ્ધ થયાં. Continue reading ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૨૭ (દીપક ધોળકિયા)

ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૨૬ (દીપક ધોળકિયા)

પ્રકરણ ૨૬: કંપની રાજની બંગાળ પર અસર

 બક્સરની લડાઈ પછી ૧૭૬૫માં મોગલ બાદશાહે કંપનીને બંગાળની દીવાન બનાવી દીધી. મોગલ સલ્તનતમાં બંગાળ, સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ હતો. બ્રિટન માટે આ દીવાની આશીર્વાદ સમાન નીવડી. કંપની અને એના નોકરોને એનાથી બહુ મોટો લાભ થયો. નદીઓથી સમૃદ્ધ આ પ્રદેશ ૩૦ લાખ રૂપિયાની મહેસૂલી આવક આપતો હતોવેપારમાં તો નુકસાન થતું હતું પણ મહેસૂલની આ ગંજાવર રકમમાંથી કંપની લંડનમાં ડાયરેક્ટરોનું મોઢું બંધ રાખી શકતી હતી. અહીંનો માલ, રેશમ, ખાંડ અને ગળી લંડનના બજાર માટે જ હતાં. બંગાળનો ચોખાનો મબલખ પાક કંપનીની લશ્કરી છાવણીઓને કામ આવતો. પરંતુ મુખ્ય ફાયદો તો મોગલ સલ્તનતે વેપાર માટે એના આખરી દિવસોમાં બનાવેલા નિયમોને કારણે થયો. કોઈ પણ વેપારી કોઈ એક વસ્તુના વેપારનો ઇજારો લઈ શકતો. કંપનીએ મીઠું, બંદૂકનો દારુ, ગળી, સોપારી વગેરેના ઇજારા લઈ લીધા હતા. કંપનીએ લંડનથી સોનું લેવું પડતું તે લગભગ બંધ થઈ ગયું. Continue reading ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૨૬ (દીપક ધોળકિયા)

ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૨૫ (દીપક ધોળકિયા)

પ્રકરણ ૨૫: ક્લાઇવનું મૂલ્યાંકન

 ક્લાઇવ વિશે વધારે ચર્ચા કરવા માટે આપણે ૧૧મા પ્રકરણમાં પાછા જઈશું તો સારું થશે. એમાં જણાવ્યા પ્રમાણે લંડનમાં કંપનીના પ્રમુખ જોશિઆ ચાઇલ્ડે ભારતમાં વેપાર માટે ગયેલા એજન્ટોને નવી દિશા આપી. એના પહેલાં લંડનમાં ઈસ્ટ ઇંડિયા કંપનીના ગવર્નરો માત્ર હિંદુસ્તાનથી મળતા રિપોર્ટોથી સંતુષ્ટ થઈ જતા હતા પણ જોશિઆ ચાઇલ્ડે હિંદુસ્તાનમાં પોતાના નોકરોને હુકમો મોકલવાનું શરૂ કર્યું. એણે કહ્યું કે આપણું કામ માત્ર વેપાર અને માલની સલામતીનું છે પણ આપણે કિલ્લેબંધી વિના આપણો માલ સુરક્ષિત ન રાખી શકીએ. એણે લશ્કરી તાકાત વધારવા અને જમીન પર વિસ્તાર કરવાની હિમાયત કરી હતી. એણે લખ્યું કે આપણા સાર્વભૌમત્વનું આપણે કોઈ પણ રીતે રક્ષણ કરશું અને કોઈ રાજાબાજાની આણ માન્યા વિના આપણા જ કાયદાઓ પ્રમાણે ચાલશું. આમ જોશિઆ ચાઇલ્ડને અંગ્રેજ સામ્રાજ્યવાદનો પ્રથમ પ્રહરી માનવો જોઈએ. Continue reading ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૨૫ (દીપક ધોળકિયા)

ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૨૪ (દીપક ધોળકિયા)

પ્રકરણ ૨૪: મીર જાફરનો અંત

 પ્લાસી પછી ઈસ્ટ ઇંડિયા કંપની કર્ણાટકમાં લડાઈમાં પડી હતી. અહીં એમનો મુકાબલો ફ્રેન્ચ સામે હતો. કર્ણાટકમાં અંગ્રેજોને બહુ મોટી સફળતા ન મળી, માત્ર બે ફ્રેન્ચ જહાજ નાશ પામ્યાં હતાં. ક્લાઇવને લાગ્યું કે બંગાળ સુધી આ સમાચાર પહોંચશે તો મીર જાફર જોરમાં આવી જશે, એટલે એણે એ સમાચાર દબાવી દીધા. Continue reading ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૨૪ (દીપક ધોળકિયા)

ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૨૩ (દીપક ધોળકિયા)

પ્રકરણ ૨૩મીર જાફર અને ક્લાઇવની સંતાકૂકડી                         

પ્લાસીમાં સિરાજુદ્દૌલાની હાર સાથે ઈસ્ટ ઇંડિયા કંપનીએ ભારતને ભરડો લેવાનું શરૂ કર્યું હતું પણ હજી એના અશ્વમેધના ઘોડાને રોકનારા બાકી રહ્યા હતા અને એમને નિર્મૂળ કરવાનું બાકી હતું આ કામ લગભગ એક દાયકો ચાલ્યું. ઈસ્ટ ઇંડિયા કંપની માટે આ મોટો પડકાર હતો. એમનું લક્ષ્ય પાર ન પડે ત્યાં સુધી મીર જાફરને ટકાવી રાખવાનું જરૂરી હતું Continue reading ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૨૩ (દીપક ધોળકિયા)

ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૨૨ (દીપક ધોળકિયા)

પ્રકરણ ૨૨ પ્લાસીનું યુદ્ધ

૧૭૫૭ની ૧૩મી જૂને સિરાજુદ્દૌલા લશ્કર સાથે અંગ્રેજો સામે લડવા માટે નીકળ્યો, પણ ક્લાઇવની ફોજ એનાથી ત્રણ દિવસ પહેલાં જ મુર્શીદાબાદ તરફ નીકળી ચૂકી હતી. જો કે, ક્લાઇવ પોતે તરત જ હુમલો કરવાને બદલે રાહ જોવાની તરફેણમાં હતો. એની વૉર કાઉંસિલની મીટિંગમાં તેર જણ રાહ જોવાના  પક્ષમાં હતા અને સાત જણ તરત હુમલો કરવાની હિમાયત કરતા હતા. લશ્કરે કૂચ તો શરૂ કરી દીધી પણ ક્લાઇવને હજી મીર જાફર પર વિશ્વાસ નહોતો. એણે મીર જાફરને પ્લાસી પાસે પોતાની ફોજ ગોઠવી દેવાનો સંદેશો મોકલ્યો. એ વખતે સિરાજુદ્દૌલા પણ પ્લાસીથી દસેક કિલોમીટર દુર હતો. ક્લાઇવે કહ્યું કે મીર જાફર પોતાની જમાવટ નહીં કરે તો અંગ્રેજ સૈન્ય નવાબ સાથે સમજૂતી કરી લેશે. મીર જાફરને બંગાળના નવાબ બનવાનું પોતાનું સપનું રોળાઈ જતું દેખાયું. આ બાજુ એણે નવાબ તરફ પણ વફાદારી દેખાડવાની હતી.  ૨૩મી જૂન ૧૭૫૭ની સવારે પ્લાસી પાસે બન્ને લશ્કરો સામસામે આવી ગયાં. ગોઠવણ એવી હતી કે સિરાજુદ્દૌલા સામેથી હુમલો કરે, ડાબી અને જમણી બાજુએથી મીર જાફર અને રાય દુર્લભ હુમલા કરે. સવારે આઠ વાગ્યે નવાબની ફોજના તોપદળે હુમલો શરૂ કર્યો. પહેલા અડધા કલાકમાં જ દસ યુરોપિયનો માર્યા ગયા. આના પછી ક્લાઇવે પોતાની ફોજને આંબાનાં ઝાડો પાછળ ચાલ્યા જાવાનો હુકમ કર્યો. નવાબી ફોજ આથી જોશમાં આવી ગઈ. એનું તોપદળ હવે ભારે તોપમારો કરવા લાગ્યું. પરંતુ ત્યાં સૈનિકો તો હતા જ નહીં. અગિયારેક વાગ્યે અંગ્રેજ ફોજે વળતો હુમલો શરૂ કર્યો અને બપોરે બાર વાગ્યાની આસપાસ સિરાજુદ્દૌલાના લશ્કર તરફથી આવતો જવાબ મોળો પડવા લાગ્યો. Continue reading ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૨૨ (દીપક ધોળકિયા)

ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૨૧ (દીપક ધોળકિયા)

 પ્રકરણ ૨૧: સિરાજુદ્દૌલા વિરુદ્ધ કાવતરું

 સિરાજુદ્દૌલા ચિતપુરમાં એના પડાવ પર હુમલો કરવાના ક્લાઇવના પ્રયાસથી અંદરખાને હચમચી ગયો હતોપરિણામે, એણે અંગ્રેજો સાથે પણ શાંતિ સમજૂતી કરી લીધી. મોગલ હકુમતે કંપનીને આપેલા અધિકારોનો એ વિરોધ કરતો હતો પણ હવે તેનાથીયે વધારે અધિકારો એણે કંપનીને આપી દીધા. આ સમજૂતીમાં કંપનીને પોતાના રૂપિયા બનાવવાની ટંકશાળ બનાવવાનો અધિકાર પણ મળ્યો. Continue reading ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૨૧ (દીપક ધોળકિયા)