Category Archives: દીપક ધોળકિયા

ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૧૧

પ્રકરણ ૧૧: કંપની સામે બળવો; મુંબઈ સ્વતંત્ર

ઑન્જિયરે હવે મુંબઈ શહેર બાંધવાનું શરૂ કર્યું. સાતેસાત ટાપુઓને પુલોથી જોડવાના હતા, હિંદુસ્તાનમાં જુદાં જુદાં ચલણો હતાઃ શાહી, અશરફી (પોર્ચુગીઝઝેરાફિન), રૂપિયો વગેરેએની બરાબર મૂલ્યનું કંપનીનું ચલણ બનાવવા ટંકશાળ બનાવવાની હતી, હૉસ્પિટલ પણ જરૂરી હતી. ચર્ચ તો હોય જ. ૧૬૭૩ સુધીમાં તો કંપનીએ પોતાનો અડ્ડો એવો જમાવી લીધો કે ડચ કંપની એની સામે કંઈ કરતાં પહેલાં બે વાર વિચાર કરે. Continue reading ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૧૧

Advertisements

ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૧૦

પ્રકરણ ૧૦: મુંબઈમાં ઈસ્ટ ઇંડિયા કંપની

 પ્રકરણ ૬માં આપણે જોયું કે મિડલટન ૧૬૧૨માં સૂરત આવ્યો ત્યારે ત્યાં કંપનીની ફેક્ટરી પર મોગલ હાકેમે તાળાં મારી દીધાં હતાં. મિડલટન ત્યાંથી નીકળ્યો પણ રાતા સમુદ્રમાં એણે હિન્દુસ્તાની જહાજો લૂંટી લીધાં. તે પછી એ દાભોળ અને બીજાપુર ગયો. નજીકમાંબોન બાઇયા’ (બોન એટલે ટાપુ)ની પોર્ચુગીઝ વસાહત પણ હતી. એ કોઈને આકર્ષે એવું સ્થાન તો નહોતું પણ આ ટાપુ ઇતિહાસમાં દાભોળ અને બીજાપુર કરતાં વધારે મહત્વનો બની ગયો. પોર્ચુગીઝો એનેબોમ્બાઇમકહેતા. આ બોન બાઇયા ટાપુ એ જ આપણું જાણીતુંબૉમ્બે’! Continue reading ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૧૦

ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૯

પ્રકરણ ૯ : કંપની ફડચામાં અને નવી કંપનીની રચના 

ચાંચિયાગીરીમાં રાજા પણ સામેલ!

પોર્ટુગલ સાથેની સમજૂતીથી લાભ તો થયો જ હતો અને મૅથવૉલ્ડનો વિશ્વાસ સાચો પડે એમ લાગતું હતું. ૧૬૩૬ના ઍપ્રિલ મહિનાની છઠ્ઠી તારીખે મૅથવૉલ્ડ સુવાલી ગયો. ત્યાં પાંચસો ટનનું જહાજ ફારસ, સિંધ અને મચિલીપટનમથી ગળી અને કાપડ ભરીને લંડન જવા રવાના થવાની તૈયારીમાં હતું. એ પાછો સૂરત આવ્યો ત્યારે ઊડતી ખબર મળી કે એક અંગ્રેજ જહાજે સૂરતનાતૌફિકીઅને દીવનામહેમૂદીજહાજોમાં ભરેલો ૧૦,૦૦૦ પૌંડનો માલ લૂંટી લીધો હતોઘટના તો આગલા વર્ષના સપ્ટેમ્બરમાં બની હતી પણ સૂરત સુધી ખબર પહોંચતાં છ મહિના લાગી ગયા હતા. મૅથવૉલ્ડને ખાતરી હતી કે કોઈ અંગ્રેજ જહાજ આવું કરે જ નહીં; કોઈ ડચ જહાજે  અથવા ફ્રાન્સના કોઈ ખાનગી ચાંચિયાએ આ કામ કર્યું હશે. એટલે એ જાતે જ હાકેમ પાસે ગયો. એણે મેથવૉલ્ડને કેદમાં નાખી દીધો પણ એ અંગ્રેજી જહાજનું કામ હશે એમ માનવા તૈયાર નહોતો. પરંતુ તૌફિકીનો કપ્તાન નૂર મહંમદ હાજર થયો અને એણે જુબાની આપી કે લૂંટ કરનારા અંગ્રેજ હતા. એણે કોઈ સોલોમન નામના માણસનું નામ આપ્યું તોય મૅથવૉલ્ડ માનવા તૈયાર નહોતો. અંતે નૂર મહંમદે ચાંચિયાએ આપેલો પત્ર એને દેખાડ્યો: ચાંચિયાએ લખ્યું હતું કે અમે આ જહાજ લૂંટ્યું છે એટલે હવે બીજા કોઈ એને કનડે નહીં

Continue reading ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૯

ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૮ (દીપક ધોળકિયા)

પ્રકરણ ૮દુકાળનાં વર્ષો

 ૧૬૨૦માં કંપનીનો વેપાર ધમધોકાર ચાલી નીકળ્યો હતો. સૂરત એનું મુખ્ય કેન્દ્દ્ર હતું. સૂરતની ફૅક્ટરીના મુખ્ય અધિકારીનેપ્રેસિડન્ટનું પદ અપાયું હતું અને સૂરત પ્રેસીડન્સી હેઠળ મલબારથી માંડીને રાતા સમુદ્રનાં બધાં વેપારી કેન્દ્રોને મૂકવામાં આવ્યાં હતાં. એક પ્રેસીડન્ટ હેઠળ બસ્સો ફૅક્ટર હતા. ૧૬૨૦ સુધીમાં કંપનીએ ૩૦૪૦ જહાજ મેળવી લીધાં હતાં. લંડનમાં એના પ્રમુખના ઘરમાંથી એનું કામકાજ ચાલતું હતું તેની જગ્યાએ નવી જગ્યા ખરીદી લીધી હતી. જો કે હજી એનું કામકાજ દરેક ખેપ માટે અલગથી શેરો વેચીને ચાલતું હતું પણ એમાં ભારે વધારો થયો હતો. ૧૬૧૩માં કંપની ૪,૧૮,૦૦૦ પૌંડ એકઠા કરી શકી હતી, તો ૧૬૧૭માં એ ૧૬ લાખ પૌંડના શેરો વેચી શકી હતી. લંડનની ઑફિસમાં કંપનીના સ્ટાફમાં પણ હવે પાંચને બદલે અઢાર માણસો કામ કરતા હતા!

Continue reading ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૮ (દીપક ધોળકિયા)

ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૭ (દીપક ધોળકિયા)

પ્રકરણ ૭:   થોમસ રો 

૧૬૧૫માં રાજા જેમ્સે કંપનીને ખર્ચે સર થોમસ રોને રાજદૂત તરીકે મોકલ્યો. રોને વેપાર સાથે કંઈ સંબંધ નહોતો. એ ડિપ્લોમૅટ હતો, પાર્લમેન્ટનો પણ સભ્ય હતો. એ પોતાની યોગ્યતા વિશે બહુ સજાગ હતો. કંપનીએ એનો વાર્ષિક પગાર ૬૦૦ પૌંડ નક્કી કર્યો હતો. રોએ આ નીમણૂક સ્વીકારી તેનું કારણ એ હતું કે એ નાણાકીય ભીડમાં હતો અને ખાનગી રીતે એણે લગ્ન પણ કરી લીધાં હતાં. આ મુત્સદીગીરીનું કામ મળ્યું તે એના માટે એ ઈશ્વરકૃપા જેવું હતું. વળી રાજપુરુષ તરીકે કંઈક કરી દેખાડવાની એની મહેચ્છા પણ હતી.કંપની એના માણસોના ખાધાખોરાકીનો ખર્ચ પણ ભોગવવા તૈયાર હતી પણ શરત એક જ હતી કે એ પોતાનો વેપાર નહીં કરે અને કંપનીના વેપારમાં અને ફૅક્ટરોના કામકાજમાં માથું નહીં મારે. એ તૈયાર થઈ ગયો. એને વેપારમાં રસ પણ નહોતો અને પોતાને વિચક્ષણ રાજપુરુષ જ માનતો હતો.

Continue reading ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૭ (દીપક ધોળકિયા)

ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૬ (દીપક ધોળકિયા)

પ્રકરણ ૬:   થોમસ રોના આગમન પહેલાં

 

 

 

મિડલટન ૧૬૧૨ની શરૂઆતમાં સૂરત પહોંચ્યો ત્યારે એને ખબર નહોતી કે ત્યાં કંપનીનો કોઈ એજન્ટ નહોતો અને ફૅક્ટરી પણ બંધ થઈ ગઈ હતી. મકર્રબ ખાને એને બંદરેથી જ પાછો કાઢ્યો. બીજી બાજુ, લંડનમાં કંપનીને મિડલટનના શા હાલ થયા તે ખબર જ નહોતી! એટલે એણે ફરી છ મહિને સપ્ટેમ્બરમાં થોમસ બેસ્ટને મોકલ્યો. કંપની પહેલાં તો સારા વેપારીને કપ્તાન બનાવીને મોકલતી કે જેથી એ ત્યાં જઈને વેપાર જમાવે. પણ સૂરત સુધી પહોંચવામાં બહુ મુશ્કેલીઓ પડતી હતી એટલે સારા નાવિકને કપ્તાન બનાવવાનો વિચાર કર્યો. પરંતુ એ વેપારમાં કંઈ જાણતો ન હોય! એટલે કંપનીએ રસ્તો કાઢ્યો. સારા સાગરખેડૂ અને સારા વેપારી પર એકજનરલનીમ્યો, જે બહુ સારો વેપારી કે નાવિક ન હોય તોય સારો નેતા હોય. થોમસ બેસ્ટ એમની નજરે આવો માણસ હતો.

Continue reading ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૬ (દીપક ધોળકિયા)

ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૫ (દીપક ધોળકિયા)

પ્રકરણ ૫: દક્ષિણમાં કોરોમંડલ કાંઠે અને મદ્રાસમાં

૧૬૧૧માં કોરોમંડલ કાંઠે એટલે કે આંધ્રપ્રદેશ, તમિળનાડુ અને પોંડીચેરી (હવે પુદુચ્ચરિ)ના કાંઠે એમનું પહેલું જહાજ લાગર્યું. અને કોરોમંડલ નામ મૂળ તો ચોલવંશના રાજાઓને કારણેચોલમંડલપરથી અથવા પળાવેરકાડુ (ડચ ઉચ્ચારપુલિકેટ’) સરોવરની ઉત્તરે શ્રીહરિકોટા ટાપુ પરના ગામકારિમનાલપરથી પડ્યું હોવું જોઈએ, કારણ કે ત્યાં ડચ ઈસ્ટ ઇંડિયા કંપનીનું વેપાર મથક હતું. ડચ લોકો આ મથકનેપુલિકેટ મથકતરીકે ઓળખતા. (વિકીપીડિયા). અહીં એમણે એક ફૅક્ટર (અધિકારી કે એજન્ટ) પણ નીમ્યો.

Continue reading ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૫ (દીપક ધોળકિયા)

ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૪ (દીપક ધોળકિયા)

પ્રકરણ ૪કંપની સૂરતમાંવિલિયમ હૉકિન્સ 

૧૬૦૩ પછી ૧૬૦૭ સુધી સાત ખેપ થઈ પરંતુ તે પછી, સદીનાં બાકીનાં વર્ષો લંડનની ઈસ્ટ ઇંડિયા કંપની માટે ઇંડોનેશિયામાં લગભગ ખરાબ રહ્યાં. આ દરમિયાન ડચ કંપની સાથે લડાઈઓ થઈ. જો કે, ઇંગ્લૅન્ડના રાજા અને હૉલૅન્ડ વચ્ચે સંધિ થઈ ગઈ હતી પરંતુ બાંદાના ટાપુઓ પર આ સમાચાર પહોંચ્યા નહીં એટલે લડાઈઓ ચાલુ રહી; મોટા ભાગની લડાઈઓ તો સંધિ થયા પછી જ થઈ અને એમાં ડચ કંપનીએ લંડનની કંપનીના કેદ પકડાયેલા માણસો પર ગોઝારા અત્યાચારો કરીને મોતની સજાઓ પણ કરી. આમ આખી સત્તરમી સદી દરમિયાન પણ લંડનની કંપની તેજાનાના વેપારમાં પોતાનું વર્ચસ્વ જમાવી ન શકી, એટલું જ નહીં, છેક ૧૬૬૫માં પુલાઉ રુન પર ફરી કબજો કરવાનું કંપનીએ નક્કી કર્યું ત્યારે ટાપુ નિર્જન બની ગયો હતો અને જાયફળનાં ઝાડોનું નામ નહોતું રહ્યું.

Continue reading ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૪ (દીપક ધોળકિયા)

ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૩ (દીપક ધોળકિયા)

પ્રકરણ ૩ભારત પહોંચતાં પહેલાં

પરંતુ ઈસ્ટ ઇંડિયા કંપનીની શરૂઆતના એ દિવસો હતા. ભારત જવાની મહત્ત્વાકાંક્ષા તો હતી , પણ કંપનીએ હજી તો પહેલા પડાવે પહોંચવાનું હતું. હજી તો ફેબ્રુઆરી ૧૬૦૧ છે અને લૅંકેસ્ટર એનારેડ ડ્રૅગનજહાજમાં વૂલવિચથી ઈસ્ટ ઇંડીઝ તરફ જવા નીકળી પડ્યો છે. ૬૦૦ ટનનું આ માલવાહક જહાજ યુદ્ધ જહાજ જેવું સજ્જ હતું. ૨૦૦ માણસો એમાં સહેલાઈથી સમાઈ શકતા અને ૩૮ તો તોપો હતી. એની સાથે બીજાં ત્રણ નાનાં જહાજો છેઃ  હેક્ટર (Hector),  સૂઝન (Susan) અને ઍસેન્સન (Ascension). ચારેય જહાજો પર ૪૮૦ ખલાસીઓ અને મજૂરો છે. Continue reading ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૩ (દીપક ધોળકિયા)

ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૨ (દીપક ધોળકિયા)

પ્રકરણ ૨વેપારનું આકર્ષણ     

 ઈસ્ટ ઇંડિયા કંપનીની સ્થાપના પણ વેપારમાં આંતરરાષ્ટ્રીય હરીફાઈને કારણે જ થઈ. એનો મૂળ હેતુ  સંસ્થાનો બનાવવાનો નહોતો. મૂળ તો પૂર્વના દેશોમાંથી મસાલા ખરીદીને ખૂબ ઊંચા ભાવે યુરોપમાં વેચવાનો હતો. ઈસ્ટ ઇંડિયા કંપની પણ માત્ર ઇંગ્લૅન્ડની નહોતી; હૉલૅન્ડ અને પોર્ટુગલની કંપનીઓ પણ એ જ નામે ઓળખાતી હતી. બધી કંપનીઓ ખરેખર તોઈસ્ટ ઇંડીઝ’ (ઇંડોનેશિયા)માં વેપાર કરવા માગતી હતીદુનિયામાં ફરીને વેપાર કરવા માટે એમની પાસે મોટાં જહાજો હતાં. Continue reading ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૨ (દીપક ધોળકિયા)