Category Archives: નટવર ગાંધી

અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

                                                (૭)

સાધનસંપન્ન ભારતીયો

અમેરિકામાં સ્થાયી થઈને વસતા ભારતીયો મુખ્યત્વે કૉલેજમાં ભણેલા, અંગ્રેજી બરાબર જાણતા અને દેશના મોટાં શહેરોમાંથી આવેલા લોકો છે.  ઘણા તો અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે જ આવેલા અને પછી અહીં રહી ગયા.  ડોકટરો અને બીજા વ્યવસાયી ભારતીયોતો ઘણું ભાણીને જ આવ્યા, પણ પછીયે નવરાશના સમયમાં આરામથી બેસવાને બદલે વધુ આગળ ભણ્યા. Continue reading અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

                                                (૫)

આગવું સ્થાન

સંખ્યાની દૃષ્ટિએ આપણા ભારતીયો ભલે આ દેશમાં નગણ્ય હોય, પણ પોતાના કૌશલ્ય, ખંત, અને ભણતરને કારણે એમણે અમેરિકન સમાજમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિશ્વવિખ્યાત સંગીતકાર રવિશંકર અને ઝુબીન મહેતાની મહત્તાથી લાખો અમેરિકનો સુપરિચિત છે.  નોબેલ પ્રાઈઝ-વિજેતા હરગોવિંદ ખુરાના (1968) અને સુપ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી ચંદ્રશેખર (1983) જેવા વિશ્વવિખ્યાત ભારતીય વિજ્ઞાનીઓ અમેરિકામાં વસીને અત્યારે મહત્ત્વનું પ્રદાન કરી રહ્યા છે. એકાઉન્ટીંગથી માંડીને  જુઓલોજી સુધીના અનેક ક્ષેત્રોમાં આપણા ભારતીયો અગત્યનું કામ કરી રહ્યા છે અને એમાંના ઘણાયને તો આંતરરાષ્ટ્રીય કીર્તિ મળી ચુકી છે. વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં આ ભારતીયોમાંથી ભવિષ્યના નોબેલ પ્રાઈઝના વિજેતાઓ નીકળશે તેવી સમર્થ એમની સિદ્ધિઓ છે.[1] કોઈ પણ ક્ષેત્રનું પ્રોફેશનલ સામયિક ઉઘાડો તો તેમાં એકાદ ભારતીયનો મહત્ત્વનો લેખ તમને જરૂર જોવા મળે.  અમેરિકામાં ભાગ્યે જ એવી હોસ્પિટલ હશે કે એમાં ઓછામાં ઓછો એક ભારતીય ડોક્ટર ન હોય, કે ભાગ્યે જ એવી કોઈ યુનિવર્સિટી હશે જેમાં ભારતીય પ્રોફેસર ન હોય.  અહીંની મહત્ત્વની એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ કંપનીઓમાં ભારતીય એન્જિનિયરો મોટી સંખ્યામાં અવશ્ય હોય જ. Continue reading અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

                                           (૩)

બે તબક્કામાં આગમન

અમેરિકામાં ભારતીયો બે તબક્કામાં આવ્યા. 1820થી માંડીને 1965 સુધીનો એક તબક્કો ગણાય અને 1965 પછી બીજો.  ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીની શરૂઆતના દાયકાઓમાં આવેલા ભારતીયોમાં મોટા ભાગે પંજાબી ખેડિયા કામગારો અને રડ્યાખડ્યા વિદ્યાર્થીઓ આવેલા. થોડાક ભારતીય ક્રાંતિકારો પણ બ્રિટિશ હકૂમતમાંથી છૂટવા માટે ભાગીને અહીં આવેલા. કલકત્તાના પ્રસિદ્ધ સામયિક ‘મોર્ડન રિવ્યૂ’માં ક્રાંતિકારો ભાગીને અમેરિકા કેવી રીતે પહોંચી શકે એ સમજાવતા લેખો પણ એ જમાનામાં આવતા. Continue reading અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

                                           (૧)

1980માં ઈરાનમાં સળગેલી ક્રાંતિ દરમિયાન અમેરિકન એલચીખાતાના કર્મચારીઓને ત્યાં પકડવામાં આવેલા, અને 444 દિવસો સુધી લગાતાર કેદમાં રખાયેલા.  એ દરમિયાન અમેરિકામાં ભણતા ઈરાની વિદ્યાર્થીઓએ ઈરાનના ક્રાંતિકારી નેતા આયાતોલા ખોમેની અને ઈરાનની ક્રાંતિનો જય બોલાવતા મોરચાઓ અમેરિકાના નાનાંમોટાં શહેરોમાં કાઢેલા.  સામાન્ય અમેરીક્નોમાટે આ મોરચાઓ અસહ્ય થઈ પડેલા. અમેરિકનોનું કહેવું એમ હતું કે એક બાજુ ઈરાન જુગજૂની આંતરરાષ્ટ્રીય રૂઢિને અવગણીને આંગણે આવેલા અતિથિસમા અમેરિકન કર્મચારીઓને કેદમાં પુરે છે, અને બીજી બાજુ, આ ઘા ઉપર મીઠું ભભરાવતા હોય તેમ અહીંના ઈરાની વિદ્યાર્થીઓ અમેરિકાની રાજધાની વોશીન્ગટનમાં વ્હાઇટ હાઉસની બરાબર સામે જ “આયાતોલા ઝિંદાબાદ” કરે છે.  આ તો અમારી મહેમાનગતિનો દુરુપયોગ થયો. Continue reading અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

નટવર ગાંધીના સોનેટ (રજૂવાત -પી. કે. દાવડા)

સોનેટ ગુજરાતીમાં પરદેશથી આવેલો કાવ્ય પ્રકાર છે. સોનેટના બંધારણમાં ત્રણ વસ્તુઓ આવશ્યક છે. સોનેટમાં ૧૪ પંક્તિઓ હોય છે, મુખ્ય વાતથી શરૂઆત કર્યા પછી એમા અણધાર્યો પલ્ટો આવે છે અને છેવટની પંક્તિઓમાં એક ઝાપટ હોય છે. ઘણીવાર ઝાપટ મગરના પૂંછની ઝાપટ જેવી શક્તિશાળી હોય છે. Continue reading નટવર ગાંધીના સોનેટ (રજૂવાત -પી. કે. દાવડા)

“એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૪૮ (અંતીમ)”-અને અંતે

(આંગણાની સમસ્ત ટીમ વતી હું શ્રી નટવરભાઈ ગાંધીનો હ્રદયપૂર્વક આભાર માનું છુ. એમણે “દાવડાનું આંગણું”માં એમની આત્મકથા “એક અજાણ્યા ગાંધીની આત્મકથા” સતત ૪૮ અઠવાડિયા સુધી આપીને “આંગણું”ને શોભાવ્યું છે. એમની આ પ્રેરણાદાયી આત્મકથા દેશ-વિદેશના વાચકોનું આકર્ષણ બની રહી છે. આશા છે કે શ્રી નટવરભાઈની લેખણીનો આંગણાંને ફરી લાભ મળશેશ્રી નટવરભાઈની આત્મકથાને ઉત્સાહભર્યો આવકાર આપવા માટે આંગણાંના સર્વ વાચકોનો પણ આભાર માનું છું. – જયશ્રી વિનુ મરચંટ (આંગણાંના સલાહકાર) )

અને અંતે

 

આજે નિવૃત્ત થયા પછી મારી સીએફઓ તરીકેની તેરેક વર્ષની કારકિર્દીનો હું વિચાર કરું છું ત્યારે થોડીક વસ્તુઓ સ્પષ્ટ થાય છે. પહેલી વાત તો એ કે વિશ્વની મહાસત્તા સમા અમેરિકાની રાજધાની વોશીન્ગ્ટનના સીએફઓ થવું એ મારે માટે ન માન્યામાં આવે એવી મોટી વાત હતી.  એક તો હું પહેલી પેઢીનો એશિયન ઈમિગ્રન્ટ, બોલું ત્યારે મારી ભાષામાં ઇન્ડિયન ઉચ્ચારોની છાંટ હજી પણ સ્પષ્ટ તરી આવે.  ભલે હું અમેરિકન સીટીઝન થયો, પણ દેખાવમાં પ્રેક્ટીકલી ફોરેનર જ જોઈ લો. અહીં કાળાઓની બહુમતિ. વોશીન્ગ્ટન એક જમાનામાં ચોકલેટ સીટી તરીકે ઓળખાતું. એનું આખું રાજકારણ કાળાગોરાના ભેદભાવથી રંગાયેલું. દાયકાઓથી ગોરા કોંગ્રેસમેન અને તેમના ખાંધિયાઓ અહીં રાજ કરતા હતા.  ડીસ્ટ્રીકની બહુધા બધી ઉચ્ચ કક્ષાની પોઝિશન એ લોકો પચાવીને બેઠા હતા. હોમરુલ મળ્યા પછી કાળા લોકો અને તેમના પોલીટીશીયનોને  થયું કે આ તો આપણું શહેર છે, એ બધી પોઝિશન હવે કાળા લોકોને મળવી જોઈએ. આ કારણે વિલિયમ્સ મેયર થયા એ પહેલાં આવી કોઈ પોઝિશનમાં કોઈ ગોરો માણસ મળે તો એ અપવાદ રૂપે જ.

Continue reading “એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૪૮ (અંતીમ)”-અને અંતે

“એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૪૭” – નિવૃત્તિલેવાનો નિર્ણય

 નિવૃત્તિલેવાનો નિર્ણય

 

સિએફઓનુ મિશન એક હાથે સિદ્ધ નથી થતું.  એ માટે હું બધા જ કર્મચારીઓને જવાબદાર  ગણું છું.  એમાંય ઉચ્ચ અધિકારીઓને તો ખાસ. એટલા માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓને રજા આપવાની જવાબદારી મેં મારી પોતાની રાખી. ખાસ કરીને ટેક્સ સ્કેન્ડલ પછી ટેક્સ ડીપાર્ટમેન્ટ અને એના રીયલ એસ્ટેટ સેક્શનના બધા જ ઉચ્ચ અધિકારીઓને એક સાથે જે દિવસે સ્કેન્ડલ બહાર પડ્યું તે જ દિવસે રજા આપી. જે કેટલાકને મેં ફાયર કર્યા તેમને મેં પોતે જ હાયર કરેલા. એમની આંખ નીચે આવડું મોટું સ્કેન્ડલ થયું એનું પરિણામ એમણે ભોગવવું જ પડે.  આ બાબતમાં મેં મારી જાતને પણ બાકાત નહોતી રાખી. જેવું સ્કેન્ડલ બહાર પડ્યું કે તુરત જ મેં એની જવાબદારી સ્વીકારી લીધી, અને મેયર અને કાઉન્સિલને મારું રાજીનામું આપવાની તૈયારી બતાવી.

Continue reading “એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૪૭” – નિવૃત્તિલેવાનો નિર્ણય

એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૪૬-

 

સ્કેન્ડલ્સડીસ્ટ્રીકના હાડમાં

આ બધી બાબતોમાં બોટમ લાઇન એ હતી કે જો સીએફઓ હા પાડે તો પ્રોજેક્ટ થાય અને ના પાડે તો ન થાય.  આને કારણે વોશીન્ગ્ટનના  “મોસ્ટ પાવરફુલ માણસો”માં મારી ગણતરી થવા માંડી!  2007ના “વોશીન્ગટોનીયન્સ ઓફ ધ ઈયર”માં પણ મારી ગણતરી થઈ અને એને માટે અહીંની પ્રખ્યાત વિલાર્ડ હોટેલમાં યોજાયેલ સમારંભમાં મારું સમ્માન થયું.

Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૪૬-

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૪૫-કન્ટ્રોલ બોર્ડને વિદાય

પ્રકરણ 45– કન્ટ્રોલ બોર્ડને વિદાય

જેવો  “ક્લીન ઓડીટ” ઓપિનિયન મેળવવાની માથાકૂટ દર વરસે કરવાની, તેવી જ રીતે દરે વર્ષે ડીસ્ટ્રીકનું  લગભગ બારેક બિલીયન ડોલરનું બજેટ બેલેન્સ કરવાનો પ્રશ્ન હોય છે.   મેયરની પ્રાયોરિટી મુજબ બજેટ તૈયાર કરવાનું, પણ એમાં ડેફીસીટ ન હોય એ જોવાની જવાબદારી સીએફઓની.  જેટલું રેવન્યુ આવવાનું હોય, તેટલો જ ખર્ચ કરી શકાય. રેવન્યુ કેટલું થવાનું છે અને બજેટમાં જે ખર્ચ થવાનો છે તેને એસ્ટીમેટ કરવાની જવાબદારી પણ સીએફઓની જ.  વરસને અંતે રેવન્યુ કરતાં ખર્ચો વધ્યો અને જો ડેફીસીટ થઈ તો એનો અડિયો દડિયો સીએફઓ માથે. એટલે આ એસ્ટીમેટ કરવામાં બહુ કાળજી કરવાની.

Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૪૫-કન્ટ્રોલ બોર્ડને વિદાય

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૪૪-હું સી.એફ.ઓ. થયો

હું સી.એફ.. થયો

વિલિયમ્સે જયારે સીએફઓની પોજીશન ઉપરથી રાજીનામું આપ્યું ત્યારે બેરી હજી મેયર હતો.  વિલિયમ્સને મેયર તરીકે ચૂંટાવાને અને પોતાની કેબીનેટની પસંદગી કરવાને  હજુ ચારેક મહિનાની વાર હતી.  ત્યાં સુધી ઇન્ટરીમ સીએફઓની નિમણુંક કરવાની હતી.  એ માટે જે થોડાં નામ બોલાતાં હતાં, તેમાં એક મારું નામ હતું.  વિલિયમ્સના એક અગત્યના ડેપ્યુટી તરીકે, અને ટેક્સ કમિશ્નર તરીકે મારી ખ્યાતિ વોશીન્ગટન બંધાઈ ગઈ હતી. પણ બેરી કોઈ કાળા માણસને જ સીએફઓ બનાવશે એની અમને બધાને ખબર હતી. વધુમાં એને નબળો સીએફઓ જોતો હતો.  બેરીએ મારા જ એક સાથી અને ડિસ્ટ્રિકનો કમ્પટ્રોલર જે વિલિયમ્સનો ડેપ્યુટી હતો તેને સી.એફ.ઓ. નીમ્યો. એ કાળો હતો. વાત વર્તનમાં ઢીલો એટલે બેરીને ફાવે તેમ હતો.  અમને બધાને રાહત થઈ કે આ નવા સીએફઓને અમે ઓળખીએ છીએ. વળી એ ઇન્ટરીમ છે. અમે બધા એમ જ માનતા હતા કે થોડા જ મહિના પછી થનારી મેયરની ચૂંટણીમાં વિલિયમ્સ જ ચુંટાશે. પછી એ પોતાનો સીએફઓ નીમશે.

Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૪૪-હું સી.એફ.ઓ. થયો