વાત્રકને કાંઠે – પન્નાલાલ પટેલ
સંધ્યાએ આભલાંને આજ ગેરુઆ રંગથી આખાય રંગી નાખ્યાં હતાં. ઘરે પડીને વહેતાં વાત્રક નદીના આસમાની નીર લાવા સરખાં બની રહ્યાં. જમણા કાંઠે ઉપર આવેલી પેલી ટેકરી ઉપરના એકલા ઘરનાં નળિયાં ઉપર સોનેરી ઢોળ ચડ્યો. પેલી બાજુની તળેટીમાં ઊડતી ગોરજનું પણ ઘડીભર માટે ગુલાલ બની ગયું. અરે, કારતક મહિનાની ટાઢને પણ આજની સંધ્યાએ જાણે ફુલગુલાબી બનાવી દીધી. Continue reading “વાર્તાનો વૈભવ” – વાત્રકને કાંઠે – પન્નાલાલ પટેલ