(યામિનીબેન વ્યાસના કાવ્યસંગ્રહ, “સૂરજગીરી” ની ઈ-બુક હાથમાં આવી ને એ સાથે એક જ બેઠકે વાંચી ગઈ. કોઈ કાવ્ય સંગ્રહ એકવાર તો માત્ર ચાખી શકાય, પણ માણવા માટે તો એક એક કરીને જ દરેક કવિતાને આત્મસાત કરવી પડે. યામિનીબેનની કવિતાઓને વાંચતા એક વાત ઊડીને આંખે વળગી કે સરળતા અને સહજતામાં, ગહનતા પ્રચ્છન રીતે, કવિતાના પ્રવાહમાં વહેતીવહેતી આવે છે અને વાચકોને ભીનાશમાં તરબતર કરી નાંખે છે. આવતા ગુરુવારે યામિનીબેનના સૂરજગીરીના બે કાવ્યોનો આસ્વાદ મૂકીશું. પણ, યામિનીબેન આંગણું માટે ઘરનાં છે, નવાં નથી. આજે સ્વ. વડીલબંધુ દાવડાભાઈએ એમનો અને એમની એક ગઝલનો આસ્વાદ કરાવ્યો હતો ૨૦૧૭માં, તેને, એમને સ્મરીને અહીં ફરી પોસ્ટ કરી રહી છું અને યામિનીબેનનું “દાવડાનું આંગણું”માં ફરી સ્વાગત કરી રહી છું. યામિનીબેન, આવતા ગુરુવારે ફરી આપના કાવ્યોનો આસ્વાદ મૂકીશું. માનનીય વડીલ, મુરબ્બી પ્રજ્ઞાબેનનો આભાર કે એમણે આ લેખને મોકલ્યો. વાચક્મિત્રો, આ દાવડાભાઈનું લખાણ વાંચીને માત્ર એટલું જ કહું છું કે, “ભાઈ, તમારી કમી સાલે છે.’)
Category Archives: પી. કે. દાવડા
ગીતાના યોગ (સંકલન – પી. કે. દાવડા)
( સદગુરુ બોધીનાથ વેલનસ્વામીના એક લેખમાંથી સંકલિત)
કર્મ યોગ, ભક્તિ યોગ, રાજ યોગ અને જ્ઞાન યોગ
આધુનિક હિન્દુ ગ્રંથોમાં, હિન્દુ આધ્યાત્મિક અભ્યાસનો સૌથી સામાન્ય સારાંક્ષ એ ચાર યોગ છે: કર્મ (કામ), ભક્તિ (ધાર્મિકતા), રાજ (ધ્યાન) અને જ્ઞાન.
કર્મ યોગ એ કામનો માર્ગ છે. તેની શરુવાત કુકર્મો થી મુક્તિ થકી થાય છે. તે પછી આપણે જે કામ સ્વાર્થી ઈચ્છાઓથી પ્રોત્સાહિત થયું હોય, જેનાથી માત્ર આપણને પોતાને જ લાભ થતો હોય, તેમાંથી મુક્તિ મળે છે. ત્યાર બાદ આપણા જીવનની ફરજોને સભાનતાપૂર્વક પરિપૂર્ણ કરવાની ઈચ્છા જાગે છે. કર્મ યોગનું એક સૌથી મહત્વનું પાસું છે, બીજાની મદદ માટે નિસ્વાર્થ સેવા, જ્યારે આપણે તેમાં સફળ થઈએ, ત્યારે આપણું કાર્ય એક પૂજામાં પરિવર્તિત થાય છે. દરેક કાર્ય ભગવાનના સંપર્કમાં આવવાના ઉદ્દેશથી જ કરવું જોઈએ. Continue reading ગીતાના યોગ (સંકલન – પી. કે. દાવડા)
ગીતાના શબ્દો (પી. કે. દાવડા)
ભગવદ ગીતામાં એક્પણ બીન જરૂરી શબ્દ નથી. માત્ર શબ્દ ન નહીં, તેનું શ્ર્લોકમાં સ્થાન, તેનું વ્યાકરણ અને વિરામ ચિન્હો, બધું જ બહુ ઇરાદા પૂર્વકનું છે. એમાં જરાપણ ફેરફાર કરવામા આવે તો એનો અર્થ તદ્દન બદલાઈ જાય છે. Continue reading ગીતાના શબ્દો (પી. કે. દાવડા)
મારૂં ૧૬ મું ઈ-પુસ્તક (પી. કે. દાવડા)
૨૦૧૬ ના અંતમાં, મિત્રોના આગ્રહથી, મેં મારા ૨૦૧૦ થી ૨૦૧૪ ની વચ્ચે અલગ અલગ બ્લોગ્સમાં પ્રગટ થયેલા લખાણોનું વર્ગીકરણ કરી, એમને ૧૩ ઇ-પુસ્તકોમાં સમાવી લીધા અને દાવડાનું આંગણુંમાં Download માટે મૂક્યા. Continue reading મારૂં ૧૬ મું ઈ-પુસ્તક (પી. કે. દાવડા)
ખાલીપો (પી. કે. દાવડા)
(આ લેખ મેં સભાનપણે લખ્યો નથી. હત્તબુધ્ધિવાળી અને અર્ધજાગૃત અવસ્થામાં લખાઈ ગયો હતો. આજે પાંચ વરસ પછી પણ એમાંથી એક્પણ અક્ષર ફેરવવાની ઇચ્છા થતી નથી.) Continue reading ખાલીપો (પી. કે. દાવડા)
હું અને મારૂં આંગણું ( પી. કે. દાવડા )
૧ લી ડીસેંબર ૨૦૧૬ના મેં “દાવડાનું આંગણું” શરૂ કર્યું ત્યારથી મારો જીવ, મારી ક્ષમતા અને મારી શક્તિઓ મેં એમાં લગાડી દીધી. ૨૦૧૮ ના અંત સુધીમાં બ્લોગ જગતમાં આંગણાંએ એક મુકામ હાંસિલ કર્યું. કલા અને સાહિત્ય જગતના અનેક મોટાં માથાંઓએ આંગણું શોભાવ્યું. આંગણાંના લલિતકળા વિભાગની બરોબરી કરી શકે એવો કોઈ ગુજરાતી બ્લોગ અસ્તિત્વમાં નથી. Continue reading હું અને મારૂં આંગણું ( પી. કે. દાવડા )
૫૦ ગુજરાતીઓના LS – CS (પી. કે. દાવડા)
વિપરીત પરિસ્થિતિમાં જન્મેલા અને સંધર્ષ કરી જીવનમાં ઉપર ઊઠેલા ૫૦ ગુજરાતીઓના જીવનપથના LS -CS (Longitudinal Section and Cross Sections) જોવા, નીચેની લીંક ઉપર ક્લીક કરી ૫૭ નંબરનું પુસ્તક, મળવા જેવા માણસ, જરૂર જોઈ લેજો. અત્યાર સુઘીમાં ૫૬૧૩ જણાએ આ પુસ્તક જોયું છે.
લા પાની પિલા -સંકલન પી. કે. દાવડા
એકવાર અમીર ખુશરો પગપાળા નજીકના ગામે જતા હતા. ગામના પાદરે ચાર યુવતીઓ પાણી ભરી રહી હતી. ખુશરોને તરસ લાગી હતી એટલે એ કુવા પાસે ગયા અને પાણી માગ્યું. ગામની યુવતીઓ એમને ઓળખી ગઈ. પહેલી યુવતિએ કહ્યું, “પાણી પછી, પહેલા ખીરની કવિતા સંભળાવો.” બીજીએ કહ્યું મારે ચરખાની સાંભળવી છે, ત્રીજીને કુતરાની સાંભળવી હતી તો ચોથીને ઢોલની. આ ચાર લાંબી લાંબી કવિતાઓ સંભળાવવાને બદલે, અમીર ખુશરોએ માત્ર ચાર પંક્તિઓની નવી કવિતા બનાવી લીધી. Continue reading લા પાની પિલા -સંકલન પી. કે. દાવડા
અંતીમ પડાવના આઠ વર્ષ (પી. કે. દાવડા)