(કમ્પ્યુટર ગ્લીચને કારણે માનનીય પૂર્વીબેન મોદી મલકાણની “રણને પાણીની ઝંખના” નો ૧૩મો એપિસોડ તા. ૩/૩૧/૨૦૨૦ ને રોજ પબ્લીશ ન થઈ શક્યો એ બદલ પૂર્વીબહેનની અને અમારા વાચકવર્ગની ક્ષમા પ્રાર્થી છું. આ તેરમા અને આખરી એપિસોડ સાથે બહેન પૂર્વીની આ ખૂબ વંચાયેલી અને વખણાયેલી સીરીઝ “રણને પાણીની ઝંખના” અહીં સમાપ્ત થાય છે. પૂર્વીબહેન પાસેથી ખૂબ જલદી આવી જ રસભરી અને સંવેદનાસભર નવી કોલમ જલદીથી મળે એવી આશા સાથે વિરમું છું.) Continue reading રણને પાણીની ઝંખના – ૧૩ (પૂર્વી મોદી મલકાણ)
Category Archives: પૂર્વી મોદી મલકાણ
રણને પાણીની ઝંખના – ૧૨ (પૂર્વી મોદી મલકાણ)
હમદર્દ
વહેલી સવારે તાજગી ભર્યા કિરણો મારી ચેતનાને નિત્ય જગાડે છે, દિવસ રોજ ગતિમય બની વર્તમાન અને અતીત સાથે સંતાકૂકડી રમે છે, જીવનસંધ્યાની રંગોળી શાંત આકાશમાં નિરવ રાત અને શીતલ ચંદ્રને આમંત્રણ આપે છે ત્યારે હું લખવાની મારી નિયમિત ટેવ મુજબ ડાયરીના શૂન્યાવકાશમાં લાગણીનાં ભીંજ્યાં શબ્દોને તે વીતી ગયેલા પ્રસંગો સાથે યાદ કરી મુક્ત મને વેરું છું. Continue reading રણને પાણીની ઝંખના – ૧૨ (પૂર્વી મોદી મલકાણ)
રણને પાણીની ઝંખના – ૧૧ (પૂર્વી મોદી મલકાણ)
જીવંત યાદ ……
જીવનમાંથી આપણી પાસેથી પસાર થયેલા કેટલાક ચહેરાઓ શું ભૂલી શકાય છે? કદાચ ના…ને કદાચ હા…. કારણ કે સમય સાથે સ્મૃતિમાં રહેલાં તે ચહેરાની આકૃતિ ઝાંખી પડતી જાય છે; પણ તે ચહેરાઓનો અહેસાસ ક્યારેય દૂર જતો નથી. મારી સાથે પણ કંઈક એવું જ બનેલું. તે મોડી સવારની વાત પણ કંઈક અલગ જ હતી….. Continue reading રણને પાણીની ઝંખના – ૧૧ (પૂર્વી મોદી મલકાણ)
રણને પાણીની ઝંખના – ૧૦ (પૂર્વી મોદી મલકાણ)
બેરિયાટ્રિક સર્જરીનાં પેશન્ટે લેવાનાં વિટામીન્સ
Vitamin A has a mission
To give to you strong Bones and Vision
Vitamin D is from the sun
And helps the mineral and calcium
Vitamin E always goes zoom
To help your system stay immume
Vitamin K helps clot
That way you won’t bleed a lot
Vitamin C won’t let you get sick
You’ll pump iron more quick…..ly
B vitamins one, two, three, four, five, six, seven
Work to keep your engine revving Continue reading રણને પાણીની ઝંખના – ૧૦ (પૂર્વી મોદી મલકાણ)
રણને પાણીની ઝંખના – ૯ (પૂર્વી મોદી મલકાણ)
બેરિયાટ્રિકસર્જરી પછીની કેર ભાગ ૪. …
બેરિયાટ્રિકસર્જરી પછી જે સૌથી મોટો ફેરફાર થાય છે તે છે ખોરાકમાં. ખોરાક લેવા બાબતે થોડા સમય માટે ડોકટરોની સૂચના પાલન કરવામાં આવે છે. આ સર્જરીનાં લગભગ ૪ થી ૬ મહિના પછી મૂળ ખોરાક પર ધીરે ધીરે વળી શકાય છે, અલબત્ત આ સમય આવતાં વાર લાગે છે, કારણ કે આ સમય પેશન્ટ્સને આપેલા સમય અને તેની રૂઝ ઉપર આધાર રાખે છે. પણ આ સમય સુધી પહોંચવા માટે સૌ પ્રથમ લિક્વિડ ખોરાકથી શરૂઆત કરવામાં આવે છે. આ લિક્વિડ ખોરાકની ઇંડિયન ટેસ્ટ પ્રમાણેની કેટલીક રેસિપીઓ આપણે ગયા અંકમાં જોઈ. હવે આ વખતનાં અંકમાં અમેરિકન રેસીપીઑ જોઈશું. Continue reading રણને પાણીની ઝંખના – ૯ (પૂર્વી મોદી મલકાણ)
રણને પાણીની ઝંખના – ૮ (પૂર્વી મોદી મલકાણ)
બેરિયાટ્રિકસર્જરી પછીની કેર- ભાગ ૩
Big in Nutrition
Small in Calories
બે.પે કરાવેલ વ્યક્તિ એ નોર્મલ….નોર્મલ વ્યક્તિ સમાન નથી હોતો તેથી તે એક વિશેષ વ્યક્તિ બની રહે છે અને આ વિશેષ વ્યક્તિને ધ્યાનમાં રાખવાની વાતો પણ વિશેષ હોય છે. તેથી આગળનાં ચેપ્ટરમાં બેરીયાટ્રિક પેશન્ટને સર્જરી પછી શું શું ધ્યાનમાં રાખવાનું હોય, તેમને માટે પ્રોટીન મુખ્ય ખોરાક હોઇ, કઈ કઈ વસ્તુઓમાંથી તેમને પ્રોટીન મળી શકે છે, ડી-કેફ કોફી અને ટી શા માટે લેવાં જોઈએ અને સર્જરી પછી સીડ્સ સ્પાઇસ અને લીવ્ઝ સ્પાઇસનો ઉપયોગ શા માટે ન કરવો જોઈએ વગેરે વિષે જોયું. બેરિયાટ્રિકની ભાષામાં આ ન લેવાની વસ્તુઓ અને ધ્યાનમાં રાખવાની વાતને “ટ્રિગર પોઈન્ટ” તરીકે ઓળખવાંમાં આવે છે. તેથી આગળ વધતાં હવે આ ત્રીજા ભાગમાં આપણે જોઈએ કે ઉપરોક્ત વસ્તુઓ સિવાય બે.પે એ વધુ એવાં કેટલાં ટ્રીગર પોઇન્ટ્સ છે જેનાં વિષે બે.પે એ ધ્યાન રાખવાંનું હોય છે. Continue reading રણને પાણીની ઝંખના – ૮ (પૂર્વી મોદી મલકાણ)
રણને પાણીની ઝંખના – ૭ (પૂર્વી મોદી મલકાણ)
© બેરિયાટ્રિકસર્જરી પછીની કેર ભાગ ૨.
પ્રોટીન સ્પેશિયલ
આ બેરિયાટ્રીક સર્જરી પછી અમુક પ્રિકોશન્સ લેવાનાં હોય છે. જેમાંથી અમુક પ્રિકોશન્સ એક વર્ષ માટે તો અમુક આખી જિંદગી માટે લેવાનાં હોય છે. આપણે ક્યાં ક્યાં પ્રિકોશન્સ લેવાનાં હોય છે તે વિષે હવે જોઈએ. Continue reading રણને પાણીની ઝંખના – ૭ (પૂર્વી મોદી મલકાણ)
રણને પાણીની ઝંખના – ૬ (પૂર્વી મોદી મલકાણ)
બેરિયાટ્રિકસર્જરી પછીની કેર ભાગ–૧.
Before After
મોટાપો થવાનાં અનેક કારણો છે. પરંતુ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જરૂર કરતાં વધુ કેલેરીયુક્ત ફૂડ લેવાથી કે, ભૂખ વગર ખાવાથી અથવા ખાન-પાનમાં અનિયમિતતા રાખવાથી મોટાપો આવે છે. પરંતુ હવે ડોકટરોનું કહેવું છે કે માત્ર આજ કારણ મોટાપાને વધારવા માટે પર્યાપ્ત નથી. મોટાપો થવા માટે જીનેટીક કારણો, વધુ પડતાં સુગર કે સોલ્ટનો ઉપયોગ, ઓછી નીંદર આવવી, અનિદ્રા સાથે થાક લાગતો હોય, ટેન્શન અને ચિંતાયુક્ત નેચર, રોજિંદા કાર્યોમાં થતી કસરતનો અભાવ, બદલાતી લાઇફ સ્ટાઇલ વગેરે કારણો મોટાપો થવા માટે કારણભૂત ગણાય છે. આ ઉપરાંત ઘણીવાર એવું પણ બને છે કે સામાન્ય કરતાં થોડા મોટાપાને કારણે ઘરની વ્યક્તિઓ જ વારંવાર કહેતા રહે છે કે અરે તું જાડી છો કે જાડો છો………અરે વાત છે તમે તો શું શરીર જમાવી દીધું છે, અરે ઓછું ખા શરીર ઉતાર વગેરે જેવા વાક્યો સાંભળી સાંભળીને મોટાપો ધરાવતી વ્યક્તિઓનો આત્મ વિશ્વાસ તૂટવા લાગે છે જેને કારણે આ વ્યક્તિઓ એટલી બધી અપરાધભાવ નીચે આવી જાય છે કે તેઓ જે શરીર ઉતારવાં માટે જે સ્વપ્રયત્ન કરતાં હોય છે તેમાં અવરોધ આવી જાય છે. આ માનસિક અવરોધ અને અપરાધભાવને કારણે મોટાપો ધરાવનાર વ્યક્તિ જાણ્યે અજાણ્યે બળી બળીને પોતાના શરીરને વધુને વધુ મોટાપા તરફ વાળી દે છે. મોટાપો ધરાવનાર ઘણી વ્યક્તિઓ મોટાપામાંથી છૂટકારો મેળવવા માટે પોતાની લાઈફ સ્ટાઈલ બદલે છે અને યોગા, ડાયેટ તરફ વળી જાય છે, પણ તેમ છતાં તેઓનાં શરીર પરથી ચરબી ઓછી થતી નથી ત્યારે તેમને માટે મોટાપામાંથી રાહત અપાવી દેનાર બેરિયાટ્રિક સર્જરી આર્શિવાદ રૂપ બને છે. પેશન્ટની ગેસ્ટ્રીક બાયપાસ સર્જરીમાં હોજરીનો એક મોટો હિસ્સો નિષ્ક્રિય કરી નાની કરી નાખવામાં આવે છે, જેને કારણે પેશન્ટનું પેટ નાનું થઈ જાય છે. પેટ નાનું થતાં ખોરાકની માત્રા પણ ઓછી થઈ જાય છે. ઓછા ખોરાકને કારણે ધીરે ધીરે શરીર ઓછું થઈ જાય છે. અમેરિકાનાં પેન્સીલવેનિયામાં Bryn Mawr Hospital નાં બેરિયાટ્રીક સર્જન ડો રિચર્ડ ઇંગ કહે છે કે આપણું શરીર પણ સ્વાર્થી છે. જે શરીર પહેલા પોતાને મળતા ખોરાકનો ચરબીરૂપે સંગ્રહ કરી લેતું હતું તે જ શરીર આ સર્જરી પછી પોતાની બધી જ ચરબીનો ઉર્જા તરીકે ઉપયોગ કરવાનું ચાલું કરી દે છે કારણ કે તેને ખબર છે કે હવે ખોરાક ઓછો મળે છે તેથી હવે તે શરીરનાં બીજા ભાગોમાં રહેલ ચરબી જે તેણે આટલા વર્ષો સુધી સાચવી રાખી છે તેનો તે ઉપયોગ કરે છે. બેરિયાટ્રીક સર્જરીનાં ત્રણ પહેલું હોય છે. જેમાં પ્રથમ પહેલુંમાં મોટાપો ધરાવનાર વ્યક્તિ Adjustable Gastric Band વડે હોજરીનું મુખ નાનું કરી નાખે છે. આ bandનો પણ ફાયદો થાય છે પણ જો આ બેન્ડ ખૂલી ગયો અથવા તે તૂટી જાય તો પેશન્ટ પોતાનો મૂળ ખોરાક લેવાનો ચાલું કરી દે છે જેનો તેણે ખ્યાલ રહેતો નથી. ઉપરાંત આ બેન્ડથી માત્ર અમુક પાઉન્ડ સુધીનું જ વજન ઓછું થાય છે જ્યારે બીજા પહેલુંમાં Sleeve Gastretomy રહેલ છે અને ત્રીજા પહેલુંમાં Gastric Bypass રહેલ છે. Gastric Bypass થી શરીર વધારે ઓછું થાય છે. જો કે આ સર્જરી પછી પણ ખાવાપીવામાં ધ્યાન ન રાખવામાં આવે તો વજન વધવાનો ડર રહે છે. આ સર્જરી પછી ડાયાબિટિસ, બ્લડપ્રેશર, થાઇરોડ, બેકપેઇન વગેરેમાં ફાયદો પણ જોવા મળ્યો છે કારણ કે સર્જરી બાદ આ રોગો દૂર થઈ જાય છે.
Sleeve Gastretomy
Gastric bypass
Adjustable Gastric Band
સર્જરી થયા પહેલા અને સર્જરી થયા પછી ડો.ઇંગની ટીમ પેશન્ટ્સને સ્લીપ એપ્નિયા મશીન વાપરવા માટે અનુરોધ કરે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે નસકોરાં આવતી વ્યક્તિઓ ગાઢ નિદ્રામાં છે પરંતુ એવું નથી હોતું. સત્યતા એ છે કે નાકથી ગળા સુધીના ભાગમાં જતી હવાના માર્ગમાં ઘર્ષણ નિર્માણ થાય છે જેને કારણે નાક અને ગળા વચ્ચેનાં સ્નાયુઓમાં કંપન અને ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને નિદ્રામાં લેવાતું ઓકસીજનનું પ્રમાણ ઘટી જાય છે, જેને કારણે નસકોરા આવે છે. આ નસકોરાનું પ્રમાણ સ્થૂળ વ્યક્તિઓમાં અધિક જોવામાં આવે છે. નસકોરા લેતી વ્યક્તિને પ્રથમ દૃષ્ટિએ જોઈએ ત્યારે તે ગાઢ નીંદરમાં હોય તેવું અહેસાસ થાય છે. પરંતુ આ સત્ય નથી. ડો. ઇંગનું કહેવું છે કે નસકોરા લેતી વ્યક્તિઓની નીંદર પૂરી થતી નથી ઘણીવાર એવું પણ બને છે કે તેનો ખ્યાલ તેમને હોતો નથી આથી જ ગમે તેટલી ગાઢ નીંદર લીધી હોવા છતાં ( નસકોરાવાળી વ્યક્તિઓ ) તે વ્યક્તિઓને એવું જ લાગે છે કે તેમની નીંદર પૂરી નથી થઈ ઉપરાંત તેઓને દિવસભર શરીરમાં થાક લાગેલો જ રહે છે અને નાક, આંખો તથા માથું ભારી ભારી રહે છે. એક પોઈન્ટ ઉપર વ્યક્તિને એમ જ લાગે છે કે નાક અને માથામાં સાઇનસનો પ્રભાવ છે. આ ઉપરાંત ગાઢ નિદ્રા હોવા છતાં સૂતેલી વ્યક્તિઓનાં હાર્ટબીટમાં પણ ચઢાવ ઉતાર આવે છે જેનો ખ્યાલ નસકોરા લેતી વ્યક્તિને હોતો નથી. ડો. ઇંગનું કહેવું છે કે આ બધાં જ લક્ષણો તે અનિદ્રાનાં જ લક્ષણો છે. નસકોરાં લેતી વ્યક્તિને ખ્યાલ નથી હોતો કે તેની શ્વાસોશ્વાસની પ્રક્રિયા બદલાઈ રહી હોય છે અને આ બદલાતી શ્વાસોસવાસની પ્રક્રિયા દરમ્યાન ઘણીવાર એવું પણ બને છે કે શ્વાસ થોડી સેકંડ માટે બંધ પણ થઈ જાય છે. આમ સૂઈ ગયેલી વ્યક્તિને માટે નસકોરા જોખમી કે ભયકારક ન બની જાય તે હેતુથી સર્જરી દરમ્યાન અને સર્જરી પછી ઝડપી રિકવરી માટે યુ એસ એ. ની બેરિયાટ્રીક હોસ્પિટલ્સ તરફથી પ્રત્યેક બેરિયાટ્રીક પેશન્ટને સ્લીપ એપ્નિયા મશીન પહેરવા માટે આપે છે. જે પેશન્ટનાં હાર્ટબીટને રેગ્યુલર પણ રાખે છે અને વ્યક્તિની નિદ્રા પણ પૂરી કરવામાં મદદ કરે છે. અલબત્ત આ મશીન તે નસકોરાં લેતી વ્યક્તિને માટે બરાબર છે કે નહીં તે માટે સ્લીપ ટેસ્ટ કરવામાં આવે છે. આ સ્લીપ એપ્નિયા મશીન પણ પેશન્ટે પ્રોટીનની જેમ હંમેશા પોતાની સાથે જ રાખવાનું હોય છે.
આ બેરિયાટ્રીક સર્જરી પછી અમુક પ્રિકોશન્સ લેવાનાં હોય છે. જેમાંથી અમુક પ્રિકોશન્સ એક વર્ષ માટે તો અમુક આખી જિંદગી માટે લેવાનાં હોય છે. પરંતુ આપણે ક્યાં ક્યાં પ્રિકોશન્સ લેવાનાં હોય છે તે વિષે હવે પછીના નેક્સ્ટ ચેપ્ટરમાં તેની ચર્ચાઑ કરીશું.
નોંધ: આ લેખ તૈયાર કરવા માટે Bryn Mawr Hospital પેન્સીલવેનિયાનાં બેરિયાટ્રિક સર્જન ડો. રિચર્ડ ઇંગનું માર્ગદર્શન લેવામાં આવ્યું છે.
© પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
purvimalkan@yahoo.com