Category Archives: પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તાઓ
” શિલ્પા ” (પ્રવીણ શાસ્ત્રી)
શિલ્પા બે હાથમાં બે શૉપિંગ બેગ સાથે હાઈરાઈઝ કોન્ડોના હૉલવૅમાં દાખલ થઈ. જોયુંતો એક ઈન્ડિયન યુવક તેને માટે એલિવૅટર રોકીને તેની રાહ જોતો ઉભો હતો.
એલિવૅટરમાં દાખલ થતાં શિલ્પાએ કહ્યું ‘થેન્ક્સ. સેવન્થ ફ્લોર, પ્લીઝ.’
‘હું પણ ત્યાંજ જાઊં છું. આપનું નામ શિલ્પાબેન જ ને!’
‘તમે કેવી રીતે જાણ્યું?’ શિલ્પાને નવાઈ લાગી. Continue reading ” શિલ્પા ” (પ્રવીણ શાસ્ત્રી)
હિરે મઢ્યું બ્રહ્મચર્ય (પ્રવીણ શાસ્ત્રી)
છત્રીસીમાં પ્રવેશેલી ડોક્ટર શ્વેતાંગી પ્રસિદ્ધિના શિખરે હતી. એના પ્રવચનો સાંભળવા પ્રતિષ્ઠીત માણસો આવતા. શ્વેતાંગી એક અનોખા પ્રકારની સાધવી હતી. એણે માનસશાસ્ત્રમાં પી.એચ.ડી કર્યું હતું, એ બોલતી અને શ્રોતાઓ મંત્ર મુગ્ધ થઈને સાંભળતા. એની વાક્છટામાં એક ખાસ પ્રકારનું માસ મેસ્મેરિઝમ હતું. વિષય ગમે તે હોય, વાત ગમે તેવી સીધી, સાદી અને સામાન્ય હોય પણ જ્યારે એના મોંમાંથી એ બહાર નીકળે ત્યારે એ જીવનની મહત્વની વાત બની જતી અને શ્રોતાઓ ભાવુક થઈને સાંભળતા સાંભળતા. સંમોહિત થઈ જતા. યુવાન, સુંદરીને કેટલાક ભક્તો કે ફેન શ્વેતાંગીમા કહેતાં. શ્વેતાંગી હમેશાં સફેદ સાડી પહેરતી. માથાના કેશ કદીએ બંધાયા ન હતાં. છૂટ્ટા કાળા ભમ્મર લાંબા કેશમાં હમેશા સફેદ મોગરાનો ગજરો લટકતો. Continue reading હિરે મઢ્યું બ્રહ્મચર્ય (પ્રવીણ શાસ્ત્રી)
દીક્ષા (પ્રવીણ શાસ્ત્રી)
હિરાચંદ શેઠની સંપત્તિ રસ્તા પર ઉછળતી અને વેરાતી હતી. પુત્રી યશસ્વીની આજે દીક્ષા પૂર્વેની વરસીદાન રથયાત્રા હતી. આવતી કાલ પછી સ્કુટર પર ઉડતી કે ફરારીમાં ફરતી દીકરી, હાઈહિલના સેન્ડલ વગર ઉઘાડા પગે ચાલશે. બાપનું કાળજું કોતરાતું હતું. તો બીજી બાજુ કાકામાણેકચંદ હરખ ઉત્સાહથી રસ્તા પર નાણા ઉછાળ્યે જતા હતા. કાકી વૈશાલીનો હરખ સમાતો ન હતો. મા વગરની યશસ્વીને કાકીએ જ ઉછેરી હતી. ભત્રીજી યશસ્વીનું ગઈકાલે જ બારમાં ધોરણ નું પરિણામ આવ્યું હતું. દર વર્ષે પંચાણુ ટકા કરતાં વધુ માર્ક લાવનાર યશસ્વી નાપાસ થઈ હતી. કાકી સાથે એક પ્રખર મુનિના પ્રવચન સાંભળવા ગઈ હતી અને પરીક્ષા આપવાનું માંડી વાળ્યું હતું. એ વૈશાલી કાકીને વ્હાલથી આન્ટીમૉમ કહેતી.
પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૪ (અંતીમ)-“ચિત્કાર”
(શ્રી પ્રવીણકાંત શાસ્ત્રીની સાંપ્રત સમયને અનુરૂપ બધી વાર્તાઓ આંગણાંના મુલાકાતીઓ એ માણી છે. પ્રવીણભાઈના આભાર સાથે આ હારમાળા હાલ પુરતી સમાપ્ત થાય છે. ફરી એમની કલમનો લાભ લઈશું – સંપાદક)
“બેન તમારું નામ શું? સ્નેહલતા બહેને લાગણી પૂર્વક પૂછ્યું.
Continue reading પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૪ (અંતીમ)-“ચિત્કાર”
પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૩-“રિયાલિસ્ટિક સમજૌતા”
આધુનિક ક્ષમતા અને સંસાર સમતોલન
‘કાલે સાંજે કનક આવશે. બિચારો એની રખડપટ્ટીમાં સરખું ખાવા યે પામતો નથી. કાલે તો એને માટે બાસુદી બાળવાની છે. બહારનું ખાય પણ મારા હાથનું જ એને તો વધારે ભાવે છે.’
‘બહારનું ખરાબ હોય તો પણ સ્વાદિષ્ટ હોય એવું તો કનક જાતે જ કહેતો હતો.’ પણ મનિષના મનમાં બોલાયલા સ્વગત શબ્દો હોઠ બહાર ન આવ્યા.
Continue reading પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૩-“રિયાલિસ્ટિક સમજૌતા”
પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૨-“વાડકી વ્યવહાર”
(૧૨) “વાડકી વ્યવહાર”
‘મોટાભાઈ, તમારી તબીયત તો સારી છેને? કેમ કાંઈ બોલતા નથી. સવારથી તમે કશું ખાધું પણ નથી બસ માળા લઈને જ બેસી રહ્યા છો.’
મોટાભાઈ એટલે ડો. ભાવિન ભટ્ટ્ના ચોપ્પન વર્ષીય મોટાભાઈ ભાલચંદ્ર. બે દિવસથી બસ રૂમમાં જ ભરાઈને જપ કરતા હતા કે દિવાલ સામે તાકી રહેતા હતા. ભાવિન અને તેની ડોકટર પત્ની સુરભીને ચિંતા થતી હતી. મોટાભાઈ ને એકદમ શું થયું? મોટાભાઈ એટલે એટલે ભાવિનના ભગવાન.
Continue reading પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૨-“વાડકી વ્યવહાર”
પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૧-‘મામાવાઈફ’
(૧૧) ‘મામાવાઈફ’
સેક્ન્ડ સીટિંગ ડિનર પુરું થઈ ગયું. ડાઈનિંગ હૉલ ફરી વ્યવસ્થિત થઈ ગયો. પ્રવાસીઓ સાથે હસતો રમતો આસિસ્ટન્ટ વેઈટર રાજુ આજે પહેલા દિવસે જ હેડવેઈટ્રેસ સ્ટેલા સાથે કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર સીધો પોતાની ઝીરો ડેકની કેબીનમાં ચાલ્યો ગયો. ક્રુઝ સ્ટાફને માટે તદ્દન નીચેની રૂમો ફાળવાયલી હોય છે. કેટલાકમાં બે,ત્રણ કે ચારનો સમાવેશ થાય છે. રાજુ એના મિત્ર સુધાકર સાથે કેબીનમાં રહેતો હતો. સુધાકર હજુ એની ફરજ પર હતો.
Continue reading પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૧-‘મામાવાઈફ’
પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૦-ઓવરડૉઝ
(૧૦) ઓવરડૉઝ
પ્રાર્થના સભા કહો કે બેસણું. ચન્દ્રકાન્ત અને મૃદુલાબેનની એકની એક પુત્રી પચ્ચીસ વર્ષની નિયતી અકાળ મૃત્યુ થયું હતું. કહેવાતું હતું કે બિચારીને ઊંધમાં જ કાર્ડિયાક એરેસ્ટ થયું હતું. ગૂસપૂસ ચાલતી હતી કે નિયતીએ આત્મ હત્યા કરી હતી.
પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૯-કાસ્ટિંગ કાઉચ
(૯)કાસ્ટિંગ કાઉચ
સફળ અભિનેત્રી શૈલાએ સ્ટિવન્સ સાથે એના વૈભવી ફ્લેટમાં પ્રવેશ કર્યો. આજે શૈલાને ફિલ્મ ‘આધિપત્ય’માં બેસ્ટ એક્ટ્રેસ એવૉર્ડ હોલિવૂડથી પધારેલા ખાસ મહેમાન નિર્માતા સ્ટિવન્સને હાથે જ અપાયો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા પાંચ-છ વર્ષના ગાળા દરમ્યાન એણે પોતાનું સ્થાન ટોચની ત્રણ અભિનેત્રીમાં સ્થાપિત કરી દીધું હતું. અભિનય માટે અપાયલો આજનો અપાયલો એવૉર્ડ યોગ્ય હોવાં છતાંયે ચર્ચાસ્પદ હતો. એ કાંઈ એશ કે કૅટ જેવી ગૌરવર્ણી ન હતી. શ્યામળી શૈલા એટલે જાણે કાળા આરસમાં કંડારાયલી સુંદર શિલ્પ પ્રતિમા. એની ગણત્રી અને સરખામણી હૉલીવૂડની બ્લેક સેક્સીએસ્ટ અભિનેત્રી ‘હૅલી બૅરી’ સાથે થતી. પ્રતિસ્પર્ધી અભિનેત્રીઓના મેનેજરો શૈલાના અંગત જીવનની સાચી ખોટી વાતો ઉછાળતા પણ એને તો એક યા બીજી રીતે પ્રસિધ્ધી જ મળતી. કેટલીકવાર એ જાતે જ ચર્ચામાં રહીને ટેબ્લોઈડ પર છવાયલી રહેતી.
એવૉર્ડ સમારંભ પછી એણે સ્ટિવન્સની બાંહોમાં લપેટાઈને લીપ લોક ચુંબન આપતા ફોટો વિડીયો પડાવ્યા હતા એ પણ ગણત્રી પૂર્વકના જ હતા. સ્ટિવન્સ સાથે લિમોઝીનમાં દાખલ થતાં ફોટોગ્રાફર્સને ફ્લાઈંગ કીસ આપતાં એ ગણગણી હતી. રિયલ ફન ટાઈમ સ્ટાર્ટ નાવ. એનો ઈરાદો સ્પષ્ટ હતો. એક રાત અને સ્ટિવની આગામી ફિલ્મમાં લીડ રોલ.
Continue reading પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૯-કાસ્ટિંગ કાઉચ