Category Archives: પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તાઓ

પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૮-નજરકી પહેચાન?

(૮) નજરકી પહેચાન?

ઓલા ડોસાને લો પેલી ડોસી પાછી મળી ગઈ,
મળી તો બહુ વર્ષે પણ નજરમાં ફરી ઝબકી ગઈ
કોલેજના રસ્તે એની સાથે જે નજરો મળીતી
એ નજરોથી જિંદગીનાં ચશ્માં સાફ કરતી ગઈ

Continue reading પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૮-નજરકી પહેચાન?

પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૭- બેલાનો જેન્ટલમેન ક્લોઝ ફ્રેન્ડ

(૭) બેલાનો જેન્ટલમેન ક્લોઝ ફ્રેન્ડ.

‘આની સાથે તમારા વ્હાલના દરિયાએ ચોથીવાર મને નીચું જોવડાવ્યું છે. માથે ચડાવીને  ફટવી મારી છે. ડો.રમા કાલે ઓ.પી.ડી.માં મારી સાથે જ હશે. એને શી રીતે આપની લાડલીની બીહેવિયર સમજાવીશ. માંડમાંડ એના ભત્રીજા, ડોકટર પિયુષને તમારી એકની એક દીકરીને મળવા તૈયાર કર્યો હતો. એને માટે તો ડોક્ટર છોકરીઓની લાઈન લાગે છે. એનો પ્રેફરન્સ પણ એમ.ડી છોકરીનો જ છે. આજે તમારી દીકરી નાની કીકલી નથી ગયે મહિને જ છવ્વીસ પૂરા કર્યા. બાપ દીકરી ગંભીરતા તો શીખ્યા જ નથી. ડોક્ટર!, હું બોલું છું તે સાભળો છો?  તમારા બ્રેઈનમાં કંઈ પેનીટ્રેટ થાય છે ખરું?’

Continue reading પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૭- બેલાનો જેન્ટલમેન ક્લોઝ ફ્રેન્ડ

પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૬- પચ્ચીસ હજારનો ડંખ

(૬) પચ્ચીસ હજારનો ડંખ

કોણ! પંડ્યા સાહેબ?’

ઊત્તરને બદલે પ્રશ્ન. ભાઈ આપ કોણ?’

માત્ર રાજના નામે ઓળખાતા બાવન વર્ષીય રાજેન્દ્ર પંડ્યા,  ફ્લોર મોપ કરીને મેગ્ડોનાલ્ડના રેસ્ટરૂમના ક્લોઝેટ પાસે સ્ટુલ પર થાકીને બેઠા હતા. કોઈ છોકરાએ ઉલ્ટી કરી હતી. સાફ કરતાં એમને પણ ઉબકા આવતા હતા. જીંદગીમાં આવું કામ કર્યું ન હતું. અમેરિકાની જોબ હતી. કરવું પડ્યું.   આંખ ખુલ્લી હોવા છતાં રેસ્ટરૂમમાં આવતા જતાં લોકોને જોવાને બદલે, પોતાના સુરતના સેટેલાઈટ વિસ્તારના આધુનિક ફ્લેટનું દિવાનખાનું જોઈ રહ્યા હતા. વૃધ્ધ પિતા કહી રહ્યા હતા બેટા હજુ વિચારી જો. આપણી પાસે શું નથી! અમેરિકા જવાનું માંડી વાળ. હવે મારી પણ ઉમ્મર થઈ. ક્યારે શું થાય તે કોને ખબર! મારી અંતિમ વેળાએ તું અમારી સામે હોય તો મારો જીવ અવગતે ન જાય.’  મોટાભાઈએ પણ કહ્યું રાજુ, તારા સિવાય અમારું બીજું છે પણ કોણછોકરાંઓ પણ તારી સાથે આવશે પછી અમે કોની સાથે હસી ખૂશીની વાતો કરીશુંઆપણા દેશની પ્રગતી પણ જેવી તેવી નથી. તારી કેવી સરસ નોકરી છેઆપણને શાની ખોટ છે ભઈલા! હજુ વિચાર કરી જો. કાલે રાજીનામું ના મુકતો.

Continue reading પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૬- પચ્ચીસ હજારનો ડંખ

પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૫ -“ડાયાબેટિક પ્રસાદ.”

(૫) ડાયાબેટિક પ્રસાદ.

 

ઊર્મિનો ઊચાટ અને બબડાટ ફફડાટ પરાકાષ્ટા એ પહોંચ્યો હતો. એના બા એટલે કે સાસુજી ભગવાનની રૂમમાં માળા ફેરવતા હતા. જેઠ એટલેકે જીજાજી ટીવી પર ન્યુઝ જોતા હતા. જેઠાણી એટલેકે એની પોતાની મોટી બહેન રસોઈ કરતી હતી. એનો વ્હાલમિયો ઉત્પલ ઘરમાં આવ્યો જ ન હતો. ભાણેજ કહો કે ભત્રીજો કહો નિખિલ, એના ફેસબુક સંપર્કમાં મસ્ત હતો. દસ વર્ષની  દીકરી આર્ષા, કાનમાં ઈયરફોન નાંખીને  મોટા બરાડા પાડી કંઈક ગાતી હતી.  

Continue reading પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૫ -“ડાયાબેટિક પ્રસાદ.”

પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૪- મિડલાઈફ ક્રાયસિસ

(૪) “મિડલાઈફ ક્રાયસિસ

 

અવિનાશ વોશિંગટન ડી.સી ની ૨૨મી સ્ટ્રીટ પરના ૧૧૭૭ નંબરના હાઈરાઈઝ કોન્ડો પાસે આંટાં મારતા સુહાસિનીની રાહ જોતા હતા.

સુહાસિની એચ.વન. વિસા પર અમેરિકા આવી હતી. પંજાબી હોવા છતાં મુંબઈમાં ઉછરેલી એટલે ગુજરાતી પણ બોલતી હતી. જ્યારે એણે જાણ્યું કે એના બૉસ અવિનાશ ઈન્ડિયન છે ત્યારે એણે આત્મીયતાથી પોતાની ઘણી વાતો કરી હતી. કૂડી પંજાબણના ગુલાબી ગાલમાં ખંજન પાડતું સ્મિત અને હસતી આંખોનો સરવાળો, ભલભલા પાસે ધાર્યું કામ કરાવી શકતો.

Continue reading પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૪- મિડલાઈફ ક્રાયસિસ

પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૩-“હવે હું મોટ્ટો થયો”

(૩) હવે હું મોટ્ટો થયો”

કોઈના પણ માનવામાં ન એવી વાત છે.

જિલ્લા કલેક્ટર કુ. કામિની દલાલને તેમની જ સરકારી ઑફિસમાં, સરકારી કામને માટે આવેલો યુવાન, ઑફિસ કાર્યકર્તાઓની નજર સામેજ હોઠ પર તસતસતું ચુંબન કરી જાય, અને કલેક્ટર મેડમ બાઘાની જેમ જોઈ રહે.

Continue reading પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૩-“હવે હું મોટ્ટો થયો”

પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૨ -“ઓપરેશન કૌટિલ્ય”

(૨) ઓપરેશન કૌટિલ્ય”

ડો.સમીર, આજે રાત્રે નવ ચાળીસની ફ્લાઈટમા તમારે જેરૂસલેમ જવાનું છે. આઠ ચાળીસે બૉર્ડિંગ શરૂ થશે. ફ્લાઈટ ઈઝ ઓન ટાઈમ. જરૂરી ફાઈલની બ્રીફ્સ તમને નવ અને વીસ મિનિટે ઓફિસર 999 પહોંચાડશે. તમને ડિવિડ કોહેન ના નામનો પાસપોર્ટ અને આઈડી ડોક્યુમેન્ટ્સ મળશે. અત્યારે આટલું . બૉન વૉએજ.”

Continue reading પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૨ -“ઓપરેશન કૌટિલ્ય”

પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧-અમારા ભીખુભાઈ

(પ્રવીણભાઈની વાર્તાના પાત્રો એટલા વાસ્તવિક છે કે મને એ જ સમજાતું નથી કે ૪૦-૪૫ વર્ષ ગુજરાતથી બહાર રહ્યા છતાં એ ગુજરાતના સામાન્ય ઘર અને ગામનું આટલું આબેહૂબ વર્ણન કેવી રીતે કરી શકે છે? પ્રવીણભાઈ તો કહે છે કે, “બે તૃતિયાંશ જીવન અમેરિકામાં વીત્યું છે. અમેરિકામાં આપણા ભારતીય સમાજના રંગો નિહાળ્યા છે અને અનુભવ્યા છે. મારી મોટાભાગની વાર્તાઓ આપણી જ જૂદી જૂદી પેઢી ના અમેરિકન જીવનશૈલી પર સર્જાયલી છે. બસ એ વાસ્તવિકતા ના માનસિક રૂપરંગ બદલાતા જાય. કાલ્પનિક પાત્રો અને ઘટનાઓ માનસપટ પર સર્જાય. હું દરેક પાત્ર ભજવતો બહુરૂપીઓ બની જાઉં અને જે અનુભવું તે વાત કે વાર્તા બની જાય.“)

અમારા ભીખુભાઈ

આ અમારા ભીખુભાઈની વાત છે. તમે તો એમને ક્યાંથી ઓળખો? તમે ક્યાં અમારી પોળમાં રહ્યા છો? બધા ભલે એમને ભીખા ભટ્ટ કહેતા હોય, અમે તો એમને માનપૂર્વક (એટલિસ્ટ એમની હાજરીમાં તો) ભીખુભાઈ જ કહીએ. અમારા કરતાં લગભગ દસેક વર્ષ મોટા. વિધવા મામી સવિતાબાએ એને દીકરા તરીકે લાડથી ઉછેરેલા. મામાના યજમાનનોને એણે કર્મકાંડની આવડતથી નહીં, પણ સ્વભાવની મીઠાશથી સાચવી રાખેલા. યજમાન પ્રત્યેની ફરજ પહેલા, પછી ભણવાનું. અરે, પરીક્ષાને દિવસે જ કોઈ વૃધ્ધ યજમાન સ્વર્ગે સિધાવે તો ડોસાના ષટ્પિંડ પહેલા, પરીક્ષા તો બીજે વર્ષે પણ આવે. યજમાનવૃત્તીની  આવી કર્મનિષ્ઠા  સાથે ભણવાનું એટલે દરેક ધોરણમાં પાકું કરતાં કરતાં છેક બાવીસ વર્ષે S.S.C માં પહોંચેલા.

Continue reading પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧-અમારા ભીખુભાઈ

ગુરુદક્ષિણા (પ્રવીણકાન્ત શાસ્ત્રી)

(શ્રી પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તાઓમાં ટુંકીવાર્તાના બધા Parameters મોજુદ હોય છે. એમની વાર્તાઓમાં વિષય (Plot) હોય છે, સ્થળ અને કાળ હોય છે, પાત્રો હોય છે, સંવાદો હોય છે અને સંદેશ હોય છે. વાર્તાના આ બધા અંગો ઉપર એમની સરસ પકડ છે. એમના સંવાદો, આશ્ચર્ય ઉપજાવે એવા હોય છે. એમની કેટલીક વાર્તાઓ સાચા અર્થમાં Diaspora લેખનમાં આવી જાય છે. પ્રવીણભાઈની કલ્પનાને સમડીની પાંખો અને સમડીની આંખો છે, એટલે એમને દૂરનું લક્ષ્ય પણ સ્પષ્ટ દેખાય છે.)

ગુરુદક્ષિણા
‘ડોક્ટર, મારી કિડની બરાબર છેને? કોઈ પ્રોબ્લેમ તો નથીને?’
‘બેન, હું તો તમારો સ્ટુડન્ટ. મને ડોક્ટર ના કહેવાનું. માત્ર અંકિત પૂરતું છે. અત્યારે હું જે છું તે આપના શિક્ષણ અને શુભાશિષને આભારી છે.’
‘ના ડોક્ટર. તમે અત્યારે જે હાંસલ કર્યું તેમાં ગુરુ સ્થાને રહેલા તમારા માબાપથી માંડીને અનેક શિક્ષકો અને પ્રોફેસરોનો ફાળો છે. હું તો માધ્યમિક શાળાની એક શિક્ષિકા . મારું પ્રદાન તો ઘણું જ અલ્પ. તમારી સફળતાની યશનો કલગો તો તમારી બુદ્ધિમતા અને મહેનતનો કહેવાય. ભાઈ અંકિત. હવે તમે વિદ્યાર્થી નથી રહ્યા. ડોક્ટર છો. હું તમારી શિક્ષીકા નથી રહી. નિવૃત્ત ગૃહિણી જ છું. અત્યારે તો તમારી પૅશન્ટ છું.’
સરોજ બેન નામાંકિત કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અંકિત પટેલ સાથે પોસ્ટ કન્સલ્ટિંગ વાતો કરતાં હતાં.
વાત સાચી જ. સરોજબેનના હાથ નીચે અનેક વિદ્યાર્થીઓ ભણી ચૂક્યાં હતાં. કેટલાક વિદ્યાર્થીઓ આવતા, પોતાની ઓળખ આપતા; સ્મૃતિના દ્વાર ખોલતા. પણ ટુંકા પાટલૂન ફ્રોકમાં જોયલા અને હવે બદલાયલા પોષાક અને પુખ્ત ચહેરાઓનો માનસ પટપર મેળ બેસાડવો અઘરો પડતો. સરોજબેન ભૂતકાળના વિદ્યાર્થીઓ તરફનું સૌજન્ય ચૂકતા નહીં.
આવું જ બન્યું હતું. જ્યારે સરોજબેન પોતાની કિડની સ્વાસ્થ અંગે સલાહ લેવા ડો.અંકિત પટેલ પાસે આવ્યા હતાં. સરોજબેનને તો ખ્યાલ પણ ન હતો કે ડોક્ટર અંકિત પટેલ કોઈક વખતે એનો. સ્ટુડન્ટ હતો. એમને એક્ઝામિનિંગ રૂમમાં જોતાં વાંકો વળી પગે લાગ્યો હતો ત્યારે જ ખબર પડી કે અંકિત એનો વિદ્યાર્થી હતો. થોડો ભૂતકાળ વાગોળાયો. સરોજબેનના બ્લ્ડ, એક્ષરે, સોનોગ્રામ એમ.આર.આઈ. વગેરે લેવાયા હતાં
આજે રિપોર્ટની વાત કરવા આવ્યા હતા.
‘ડોક્ટર, મારી કિડની બરાબર છેને? કોઈ પ્રોબ્લેમ તો નથીને?’
‘તમારી હેલ્થ અને કિડની બીલકુલ સ્વસ્થ અને નોરમલ છે. કશી જ ચિંતાનુ કારણ નથી. શું કોઈ ડોક્ટરે તમને ગભરાવ્યા હતા. કોઈએ રિફર કર્યા હોય એવું પણ તમે જણાવ્યું નથી.’
‘ડોક્ટર મારાથી કોઈને એકાદ કિડની આપવી હોય તો આપી શકાય એટલી સ્વસ્થ તો છે ને?’
સરોજબેન સાથે આજના દિવસની આ છેલ્લી એપોઈન્ટમેન્ટ હતી. હાઈબેક ચેરમાં આરામથી અઢેલીને બેઠેલા ડોક્ટર અંકિત એકદમ ડેસ્ક પર હાથ પ્રસારી આગળ આવી ગયા.
‘બહેન કોને આપવાવાની છે? શા માટે આ ઉમ્મરે આવું જોખમ, કોને માટે લઈ રહ્યા છો.’
‘છે એક સ્વજન. મારી ગુરુ. એ મારી ગુરુ. હું એની ગુરુ. મારે એને ગુરુ દક્ષિણા આપવાની છે.’
‘બેન, સમજાય એવી સ્પષ્ટ વાત કરોને?’
‘ભાઈ તમને ખબર ન હોય. મારા ઘરમાં માળ પર મેથ્યુ પરમાર આજે પચ્ચીસ વર્ષથી ભાડે રહે છે. લગ્ન કરીને મારી નજર સામે સંસાર માંડ્યો હતો. એક સરસ દીકરીનો જન્મ થયો. દીકરી મારું રમકડું બની ગઈ. મેં એને બાળાખડી શીખવી. શબ્દો શીખવ્યા, વાંચતા લખતાં મારી પાસે જ શીખી. મોટી થઈ. સમજતી થઈ. નાનું મોટું કઈ પણ જાણતી હોય તો પણ, વાત કરવા, શીખવાનું બહાનું બતાવીને મારી પાસે આવી અડિંગા નાંખે.’
હું કહેતી ‘હું તો ટીચર છું તારા દરેક પ્રશ્નના ઉત્તર દીઠ ગુરુ દક્ષિણા આપવી પડશે. એ મને વળગી પડતી. ફ્રોકના ગજવામાંથી એક ચોકલેટ કાઢી મારા મોમાં મુકી દેતી. “લો આ તમારી આ ગુરુદક્ષિણા.” એ બાર વર્ષની ઉમ્મર સૂધી હું એની પ્રેમ દક્ષિણા લેતી રહી.’
‘હું નિવૃત થઈ. સમય પસાર કરવા કોમ્પ્યુટર વસાવ્યું. પણ કાંઈ સમજ પડે નહીં. બાર વર્ષની લાડલી ઉપરથી દોડતી આવે અને ફટ ફટ સમજાવીને દોડી જાય. હું અકળાઉં. પ્લીઝ જરા બરાબર સમજાવી જાને દીકરી.’
‘આઈ એમ નોટ દીકરી. આઈ એમ ટિચર, યોર ગુરુ. વન ટાઈમ ટ્યુશન ફ્રી. હવે એવરી ટાઈમ તમારે ગુરુદક્ષિણા આપવી પડશે.’
‘બસ આઈસ્ક્રિમ, ચોકલેટ ઉડાવતી થઈ ગઈ. ઘરના બહારના ફરસાણ અને જંકફૂડ ભાવતી ગમતી વસ્તુઓ પણ મને પટાવીને ગુરુદક્ષિણા તરીકે ઉઘરાવતી થઈ ગઈ. મારા લગ્નના પહેલા જ વર્ષે લગ્ન વિચ્છેદ થયો હતો. બસ આખી જીંદગી બાળકો સાથે ગાળી. અને નિવૃત્તિની એકલવાયી જીંદગીમાં પ્રભુએ મેરીને મોકલી.’
‘અચાનક વર્ષ પહેલાં મેરી માંદી પડી. છ મહિના પહેલા ખબર પડી કે કિડની ફેલ થઈ રહી છે. ભાઈ અંકિત એ તમારી જ પેશન્ટ છે. અમને તો ખબર પણ ન હતી કે તમે મારા વિદ્યાર્થી છો. મેરી પરમાર એનું નામ છે. મારી કિડની એની સાથે મેચ થશે ને? ડોક્ટર સાહેબ વધુ મોડું થાય તે પહેલાં મારી એક કિડની ટ્રાન્સ્પ્લાન્ટ કરી દો ને.! છેલ્લી ઘડી સૂધી રાહ જોવાની શી જરૂર!’
સરોજબેનની આંખો વહેતી હતી. ડોક્ટર અંકિતે પણ સ્વસ્થતા પૂર્વક આંખના ભીના ખૂણા સાફ કરી લીધા. સામેના કોમપ્યુટરના મોનિટર સ્કીન પર આંગળા ફર્યા. એક ચહેરો નામ સાથે ઉપસી આવ્યો.
‘બેન આ જ મેરી પરમારની વાત કરો છો?’
મારી વ્હાલી કોમપ્યુટર ટિચર. બચી જશે ને? ઘણી બધી ગુરુદક્ષિણાનું દેવું મારા માથા પર ચડી ગયું છે.’
સરોજબેન ભાવાવેગમાં બોલતા જ રહ્યા. એમને ખ્યાલ પણ ન રહ્યો કે ડો.અંકિત એની વાત સાંભળવાને બદલે કોમપ્યુટર સ્ક્રિન પર આંગળા ફેવ્યા કરતાં હતા. અનેક ચિત્રો ઉપસતાં હતાં. આંકડાઓ ઉપસતાં હતાં અને બદલાતાં હતા. છેવટે-
ડોક્ટરે સરોજબેન તરફ નજર માંડી.
‘હંમ; તો બહેન તમે શું કહેતાં હતાં? શું પૂછતાં હતાં? સોરી મારું ધ્યાન ચૂક્યો હતો. એક વાર તમારા ક્લાસમાંયે ધ્યાન ચૂક્યો હતો અને તમે પ્રેમથી મને ઠપકાર્યો હતો.’
‘સોરી, ભાઈ તમે તો કંઈ અગત્યના રિપોર્ટમાં વ્યસ્ત હતા અને હું બોલબોલ જ કર્યા કરતી હતી. હું પૂછતી હતી કે મારી કિડની કામ લાગશેને? કેટલો ખર્ચો થશે? જે થાય તે. પરમારને કહેતા નહીં. બિચારાને ના પોષાય. હું જ આપી દઈશ.. કિડની મેચ થાય છે ને?’
‘હા.’
‘ઓપરેશન ક્યારે કરવું પડશે?’
‘પરમ દિવસે.’
‘મેરીને ક્યારે હોસ્પિટલમાં દાખલ કરવી પડશે?’
‘આવતી કાલે.’
‘મને પણ કાલે જ દાખલ કરશો?’
‘ના.’
‘તો ક્યારે પરમ દિવસે જ મારે દાખલ થવું પડશે?’
‘ના.’
‘તો ક્યારે, આજે જ?’
‘ના. તમારે હોસ્પિટલ આવવાની જરૂર જ નથી. મેરીને તમારી કિડનીની જરૂર નથી. એને કોઈની કિડનીની જરૂર નથી. મેં એને કહ્યું જ નથી કે એને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. તમે બીજાની વાતોથી ગભરાયા છો. એની એક કિડનીમાં ઈન્ફેક્શન છે. એ થોડું પ્રસ્રર્યું પણ છે. લેપરોસ્કોપીથી એનો ઇન્ફેક્ટેડ પોરશન કાઢી નાંખીશું. સી વિલ બી ઓલ્રાઈટ.’
‘થેન્સ ગોડ. ડો.અંકિત, ભાઈ; અંકિત, દીકરા અંકિત પ્રભુ તારું કલ્યાણ કરે.
ઓપરેશનનો ખર્ચો કેટલો આવશે?’
અંકિતે કી બોર્ડ પર આંગળા ઠોક્યા. કોમપ્યુટર મોનિટર સરોજબેન તરફ ફેરવ્યું. આટલો ખર્ચો.
મેરી પરમાર
ટોટલ ફીઝ એન્ડ બેલેન્સ …..રૂ. ૦.૦૦
કોણે કોને ગુરુ દક્ષિણા આપી?