Category Archives: પ્રવીણકાન્ત શાસ્ત્રી

સોળ કલાકનો સથવારો (પ્રવીણ શાસ્ત્રી)

 આકાંક્ષા એરઈન્ડીયાના મુંબાઈથી નૉવાર્ક જતા પ્લૅનમાં દાખલ થઈ. તે આડત્રીસ ‘એ’ નંબરની સીટ પાસે આવીને ઉભી રહી. એ વિન્ડો સીટ હતી. વચ્ચેની ‘બી’ સીટ પર એક માજી બેઠા હતા. એમણે એમના પોટલા ‘એ’ અને ‘સી’ સીટ પર પાથર્યા હતા. Continue reading સોળ કલાકનો સથવારો (પ્રવીણ શાસ્ત્રી)

પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૪ (અંતીમ)-“ચિત્કાર”

(શ્રી પ્રવીણકાંત શાસ્ત્રીની સાંપ્રત સમયને અનુરૂપ બધી વાર્તાઓ આંગણાંના મુલાકાતીઓ એ માણી છે. પ્રવીણભાઈના આભાર સાથે આ હારમાળા હાલ પુરતી સમાપ્ત થાય છે. ફરી એમની કલમનો લાભ લઈશું – સંપાદક)

બેન તમારું નામ શું?   સ્નેહલતા બહેને લાગણી પૂર્વક પૂછ્યું.

Continue reading પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૪ (અંતીમ)-“ચિત્કાર”

પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૩-“રિયાલિસ્ટિક સમજૌતા”

આધુનિક ક્ષમતા અને સંસાર સમતોલન

‘કાલે સાંજે કનક આવશે. બિચારો એની રખડપટ્ટીમાં સરખું ખાવા યે પામતો નથી. કાલે તો એને માટે બાસુદી બાળવાની છે. બહારનું ખાય પણ મારા હાથનું જ એને તો વધારે ભાવે છે.’

‘બહારનું ખરાબ હોય તો પણ સ્વાદિષ્ટ હોય એવું તો કનક જાતે જ કહેતો હતો.’  પણ મનિષના મનમાં બોલાયલા સ્વગત શબ્દો હોઠ બહાર ન આવ્યા.

Continue reading પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૩-“રિયાલિસ્ટિક સમજૌતા”

પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૨-“વાડકી વ્યવહાર”

(૧૨) “વાડકી વ્યવહાર”

‘મોટાભાઈ, તમારી તબીયત તો સારી છેને? કેમ કાંઈ બોલતા નથી. સવારથી તમે કશું ખાધું પણ નથી બસ માળા લઈને જ બેસી રહ્યા છો.’

મોટાભાઈ એટલે ડો. ભાવિન ભટ્ટ્ના ચોપ્પન વર્ષીય મોટાભાઈ ભાલચંદ્ર. બે દિવસથી બસ રૂમમાં જ ભરાઈને જપ કરતા હતા કે દિવાલ સામે તાકી રહેતા હતા. ભાવિન અને તેની ડોકટર પત્ની સુરભીને ચિંતા થતી હતી. મોટાભાઈ ને એકદમ શું થયું? મોટાભાઈ એટલે એટલે ભાવિનના ભગવાન.

Continue reading પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૨-“વાડકી વ્યવહાર”

પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૧-‘મામાવાઈફ’

(૧૧) ‘મામાવાઈફ

 સેક્ન્ડ સીટિંગ ડિનર પુરું થઈ ગયું. ડાઈનિંગ હૉલ  ફરી વ્યવસ્થિત થઈ ગયો. પ્રવાસીઓ સાથે હસતો રમતો આસિસ્ટન્ટ વેઈટર રાજુ આજે પહેલા દિવસે જ  હેડવેઈટ્રેસ    સ્ટેલા સાથે કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર સીધો પોતાની ઝીરો ડેકની કેબીનમાં ચાલ્યો ગયો. ક્રુઝ સ્ટાફને માટે તદ્દન નીચેની રૂમો ફાળવાયલી હોય છે. કેટલાકમાં બે,ત્રણ કે ચારનો સમાવેશ થાય છે. રાજુ એના મિત્ર સુધાકર સાથે કેબીનમાં રહેતો હતો. સુધાકર હજુ એની ફરજ પર હતો.

Continue reading પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૧-‘મામાવાઈફ’

પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૦-ઓવરડૉઝ

(૧૦) ઓવરડૉઝ

પ્રાર્થના સભા કહો કે બેસણું. ચન્દ્રકાન્ત અને મૃદુલાબેનની એકની એક પુત્રી પચ્ચીસ વર્ષની નિયતી અકાળ મૃત્યુ થયું હતું.  કહેવાતું હતું કે બિચારીને ઊંધમાં કાર્ડિયાક એરેસ્ટ થયું હતું.  ગૂસપૂસ ચાલતી હતી કે નિયતીએ આત્મ હત્યા કરી હતી.

Continue reading પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૦-ઓવરડૉઝ

પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૯-કાસ્ટિંગ કાઉચ

(૯)કાસ્ટિંગ કાઉચ

સફળ અભિનેત્રી શૈલાએ સ્ટિવન્સ સાથે એના વૈભવી ફ્લેટમાં પ્રવેશ કર્યો. આજે શૈલાને ફિલ્મ આધિપત્યમાં બેસ્ટ એક્ટ્રેસ એવૉર્ડ હોલિવૂડથી પધારેલા ખાસ મહેમાન નિર્માતા સ્ટિવન્સને હાથે જ અપાયો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા પાંચ-છ વર્ષના ગાળા દરમ્યાન એણે પોતાનું સ્થાન ટોચની ત્રણ અભિનેત્રીમાં સ્થાપિત કરી દીધું હતું. અભિનય માટે અપાયલો આજનો અપાયલો એવૉર્ડ યોગ્ય હોવાં છતાંયે ચર્ચાસ્પદ હતો. એ કાંઈ એશ કે કૅટ જેવી ગૌરવર્ણી ન હતી. શ્યામળી શૈલા એટલે જાણે કાળા આરસમાં કંડારાયલી સુંદર શિલ્પ પ્રતિમા. એની ગણત્રી અને સરખામણી હૉલીવૂડની બ્લેક સેક્સીએસ્ટ અભિનેત્રી હૅલી બૅરીસાથે થતી. પ્રતિસ્પર્ધી અભિનેત્રીઓના મેનેજરો શૈલાના અંગત જીવનની સાચી ખોટી વાતો ઉછાળતા પણ એને તો એક યા બીજી રીતે પ્રસિધ્ધી જ મળતી. કેટલીકવાર એ જાતે જ ચર્ચામાં રહીને ટેબ્લોઈડ પર છવાયલી રહેતી.
એવૉર્ડ સમારંભ પછી એણે સ્ટિવન્સની બાંહોમાં લપેટાઈને લીપ લોક ચુંબન આપતા ફોટો વિડીયો પડાવ્યા હતા એ પણ ગણત્રી પૂર્વકના જ હતા. સ્ટિવન્સ સાથે લિમોઝીનમાં દાખલ થતાં ફોટોગ્રાફર્સને ફ્લાઈંગ કીસ આપતાં એ ગણગણી હતી. રિયલ ફન ટાઈમ સ્ટાર્ટ નાવ. એનો ઈરાદો સ્પષ્ટ હતો. એક રાત અને સ્ટિવની આગામી ફિલ્મમાં લીડ રોલ.

Continue reading પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૯-કાસ્ટિંગ કાઉચ

પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૮-નજરકી પહેચાન?

(૮) નજરકી પહેચાન?

ઓલા ડોસાને લો પેલી ડોસી પાછી મળી ગઈ,
મળી તો બહુ વર્ષે પણ નજરમાં ફરી ઝબકી ગઈ
કોલેજના રસ્તે એની સાથે જે નજરો મળીતી
એ નજરોથી જિંદગીનાં ચશ્માં સાફ કરતી ગઈ

Continue reading પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૮-નજરકી પહેચાન?

પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૭- બેલાનો જેન્ટલમેન ક્લોઝ ફ્રેન્ડ

(૭) બેલાનો જેન્ટલમેન ક્લોઝ ફ્રેન્ડ.

‘આની સાથે તમારા વ્હાલના દરિયાએ ચોથીવાર મને નીચું જોવડાવ્યું છે. માથે ચડાવીને  ફટવી મારી છે. ડો.રમા કાલે ઓ.પી.ડી.માં મારી સાથે જ હશે. એને શી રીતે આપની લાડલીની બીહેવિયર સમજાવીશ. માંડમાંડ એના ભત્રીજા, ડોકટર પિયુષને તમારી એકની એક દીકરીને મળવા તૈયાર કર્યો હતો. એને માટે તો ડોક્ટર છોકરીઓની લાઈન લાગે છે. એનો પ્રેફરન્સ પણ એમ.ડી છોકરીનો જ છે. આજે તમારી દીકરી નાની કીકલી નથી ગયે મહિને જ છવ્વીસ પૂરા કર્યા. બાપ દીકરી ગંભીરતા તો શીખ્યા જ નથી. ડોક્ટર!, હું બોલું છું તે સાભળો છો?  તમારા બ્રેઈનમાં કંઈ પેનીટ્રેટ થાય છે ખરું?’

Continue reading પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૭- બેલાનો જેન્ટલમેન ક્લોઝ ફ્રેન્ડ

પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૬- પચ્ચીસ હજારનો ડંખ

(૬) પચ્ચીસ હજારનો ડંખ

કોણ! પંડ્યા સાહેબ?’

ઊત્તરને બદલે પ્રશ્ન. ભાઈ આપ કોણ?’

માત્ર રાજના નામે ઓળખાતા બાવન વર્ષીય રાજેન્દ્ર પંડ્યા,  ફ્લોર મોપ કરીને મેગ્ડોનાલ્ડના રેસ્ટરૂમના ક્લોઝેટ પાસે સ્ટુલ પર થાકીને બેઠા હતા. કોઈ છોકરાએ ઉલ્ટી કરી હતી. સાફ કરતાં એમને પણ ઉબકા આવતા હતા. જીંદગીમાં આવું કામ કર્યું ન હતું. અમેરિકાની જોબ હતી. કરવું પડ્યું.   આંખ ખુલ્લી હોવા છતાં રેસ્ટરૂમમાં આવતા જતાં લોકોને જોવાને બદલે, પોતાના સુરતના સેટેલાઈટ વિસ્તારના આધુનિક ફ્લેટનું દિવાનખાનું જોઈ રહ્યા હતા. વૃધ્ધ પિતા કહી રહ્યા હતા બેટા હજુ વિચારી જો. આપણી પાસે શું નથી! અમેરિકા જવાનું માંડી વાળ. હવે મારી પણ ઉમ્મર થઈ. ક્યારે શું થાય તે કોને ખબર! મારી અંતિમ વેળાએ તું અમારી સામે હોય તો મારો જીવ અવગતે ન જાય.’  મોટાભાઈએ પણ કહ્યું રાજુ, તારા સિવાય અમારું બીજું છે પણ કોણછોકરાંઓ પણ તારી સાથે આવશે પછી અમે કોની સાથે હસી ખૂશીની વાતો કરીશુંઆપણા દેશની પ્રગતી પણ જેવી તેવી નથી. તારી કેવી સરસ નોકરી છેઆપણને શાની ખોટ છે ભઈલા! હજુ વિચાર કરી જો. કાલે રાજીનામું ના મુકતો.

Continue reading પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૬- પચ્ચીસ હજારનો ડંખ