Category Archives: બે કાંઠાની અધવચ – નવલકથા

બે કાઠાંની અધવચ – (૧૮) – પ્રીતિ સેનગુપ્તા

બે કાંઠાની વચ્ચે – (૧૮) – પ્રીતિ સેનગુપ્તા

ઘણા વખતથી વામાના કોઈ ખબર નથી, એમ કેતકીને લાગેલું. એક વાર સુજીતે પણ એને પૂછ્યું, હમણાં વામાનો ફોન-બોન આવ્યો નથી લાગતો.

વામાનું અત્યાર સુધીનું જીવન સુખ અને સ્નેહના વાતાવરણમાં ગયેલું. આર્થિક અછતનો તો એને ખ્યાલ જ નહતો, પણ માનસિક અજંપો પણ એણે ક્યારેય અનુભવ્યો નહતો. અમેરિકામાં અભ્યાસ દરમ્યાન યુવાનો એનાથી આકર્ષાતા રહ્યા હતા, ને બેએક સાથે સારી મૈત્રી પણ થયેલી.

Continue reading બે કાઠાંની અધવચ – (૧૮) – પ્રીતિ સેનગુપ્તા

બે કાંઠાની અધવચ – (૧૭) -પ્રીતિ સેનગુપ્તા

        બે કાંઠાની  અધવચ – (૧૭) —  પ્રીતિ   સેનગુપ્તા

 કેતકીની પ્રૅગ્નન્સીના શરૂઆતના મહિનાઓ દરમ્યાન નંદાએ ઘણું ધ્યાન રાખ્યું એનું. એને કંપની આપે, ખાવાનું બનાવીને લાવે. વામા પણ બેએક વાર ઇન્ડિયન ખાવાનું ખરીદીને લઈ આવી હતી. કેતકીને સારું લાગવા માંડ્યું પછી, એણે આ મિત્રોને જમવા બોલાવવાનું નક્કી કર્યું.

Continue reading બે કાંઠાની અધવચ – (૧૭) -પ્રીતિ સેનગુપ્તા

બે કાંઠાની અધવચ – નવલકથા – (૧૬) – પ્રીતિ સેનગુપ્તા

         બે કાંઠાની અધવચ – (૧૬) —  પ્રીતિ  સેનગુપ્તા

 થોડા સમય પછી, એક શનિવારે, ઇન્ડિયન કલ્ચરલ પ્રોગ્રામ હતો. એમાં કેતકી એક ભજન ગાવાની હતી. સુજીતે વામાને પણ સાથે આવવાનું આમંત્રણ આપ્યું. બૉયફ્રૅન્ડનો ઉલ્લેખ સુજીતે તો ના જ કર્યો, પણ વામાએ પણ ના કર્યો. હૉલમાં પહોંચ્યા પછી કેતકી સ્ટેજ પાછળ ગઈ. સુજીતની વાતો ચાલુ જ હતી, વામાને મઝા પડતી હતી એની વિનોદી વાતોમાં.

Continue reading બે કાંઠાની અધવચ – નવલકથા – (૧૬) – પ્રીતિ સેનગુપ્તા

બે કાંઠાની અધવચ – (૧૫ ) – નવલકથા — પ્રીતિ સેનગુપ્તા

                    બે કાંઠાની અધવચ – (૧૫ ) – નવલકથા — પ્રીતિ   સેનગુપ્તા

                               

કેતકીથી રહેવાયું નહીં. એણે વામાને ફોન કર્યો, અને ક્યારે ચ્હા પીવા આવશે, તે પાછું પૂછ્યું. કંઇક વિચારીને વામાએ દિવસ નક્કી કર્યો. સવારે સુજીત ઑફીસે જવા નીકળી ગયો તે પછી, કેતકીએ સ્વિમિન્ગ કરવા જવાને બદલે, નાનો ફ્લૅટ શક્ય તેટલો સરખો કર્યો. સાવ ઑર્ડિનરી લાગશે એને. કેતકીને થોડી શરમ થઈ આવી.

Continue reading બે કાંઠાની અધવચ – (૧૫ ) – નવલકથા — પ્રીતિ સેનગુપ્તા

બે કાંઠાની અધવચ-(૧૪)-પ્રીતિ સેનગુપ્તા

   બે કાંઠાની અધવચ  – (૧૪)   —–  પ્રીતિ  સેનગુપ્તા

 નામ સાંભળીને જ કેતકીને થયેલું, કેવું સરસ નામ છે. ને અર્થ પણ સરસ છે. સુંદર રમણી, એવો જ ને? એને ફરી મળવાનું, એની સાથે વધારે ઓળખાણ કરવાનું, કેતકીને બહુ જ મન થયું. હજી અહીં કોઈની સાથે એને મૈત્રી તો શું, પણ ઓળખાણ પણ થઈ નહતી.

Continue reading બે કાંઠાની અધવચ-(૧૪)-પ્રીતિ સેનગુપ્તા

બે કાંઠાની અધવચ  – (૧૩) – પ્રીતિ સેનગુપ્તા

   બે કાંઠાની અધવચ  —— પ્રીતિ  સેનગુપ્તા

                                      (૧૩)

અમેરિકામાં આવીને, બેએક વર્ષ જેવું, એકલાં નિરાંતે રહેતાં રહેતાં, સુજીત બદલાયો તો હતો જ. જેમકે, એની ખાવાની ટેવમાં ફેર પડ્યો હતો. હજી શાકાહારી તો રહ્યા છે, પણ કેવી કેવી વસ્તુઓ ભાવવા લાગી ગઈ છે એમને. ડોનટ, ને બેગલ, ને મફીન. આ બધું વળી શું છે? Continue reading બે કાંઠાની અધવચ  – (૧૩) – પ્રીતિ સેનગુપ્તા

બે કાંઠાની અધવચ – (૧૨) – પ્રીતિ સેનગુપ્તા

     બે કાંઠાની અધવચ – (૧૨) – પ્રીતિ સેનગુપ્તા

                                    પ્રકરણ – ૧૨

કેતકીનાં લગ્ન નક્કી તો થઈ ગયાં, પણ ત્યારથી માઇને બહુ ચિંતા થતી હતી, કે સાસરામાં કેવું લાગશે કેતકી રસોઇ નહીં કરી શકે તો. દીજી એ સાંભળીને બહુ હસ્યાં હતાં, અરે, તને તારી છોકરીની હોંશિયારી ખબર નથી. એ તો રસોડામાં ગયા વગર બધું શીખી ગઈ છે. ફક્ત જોઈને, ને ચાખીને, કેટલીયે વાનગીઓ એને આવડી ગઈ છે. Continue reading બે કાંઠાની અધવચ – (૧૨) – પ્રીતિ સેનગુપ્તા

બે કાંઠાની અધવચ – નવલકથા – (૧૧)   —– પ્રીતિ સેનગુપ્તા

બે કાંઠાની અધવચ – નવલકથા – (૧૧)   —– પ્રીતિ  સેનગુપ્તા

ગોવાના દરિયા-કિનારા પરના એ રિઝૉર્ટમાં છૂટાં છૂટાં કૉટૅજ હતાં. પરિણીત હોય, કે ના હોય, પણ ત્યાં આવેલા દરેક પ્રેમી-યુગલને પૂરતી પ્રાઇવસી મળતી હતી. Continue reading બે કાંઠાની અધવચ – નવલકથા – (૧૧)   —– પ્રીતિ સેનગુપ્તા

 બે કાંઠાની અધવચ  -નવલકથા- (૧૦)  —–  પ્રીતિ  સેનગુપ્તા    

               બે કાંઠાની અધવચ  – (૧૦)  —–  પ્રીતિ  સેનગુપ્તા    

પ્રિલિમ્સ પછી યે બે વાર જ મળાયું. ફાઇનલને વાર નહતી, અને કેતકી ડિસ્ટર્બ થયા વગર વાંચે, તે બધાંને જરૂરી લાગ્યું. એક વાર ફોન કર્યો હતો સુજીતે. બે-ત્રણ મિનિટ વાતો થઈ હશે. પછી સુજીતે ગૂડ લક કહીને ફોન મૂકી દીધો હતો. Continue reading  બે કાંઠાની અધવચ  -નવલકથા- (૧૦)  —–  પ્રીતિ  સેનગુપ્તા    

    બે કાંઠાની અધવચ – (૯ ) – પ્રીતિ સેનગુપ્તા

                         બે કાંઠાની અધવચ – પ્રકરણ ૯

બસ, એ એક જ વાર સુજીત કોઈ પણ છોકરીની નજીક આવ્યો હતો. થોડો વખત તો થોડો વખત. પણ એ સિવાય એને કોઈ ખ્યાલ-ખબર હતા નહીં, પરણવા લાયક યુવતીઓ વિષે. એને પોતાને શું જોઇતું હતું જીવન-સાથીમાં, તે પણ એ જાણતો નહતો. પતિ-પત્નીએ કેવી આપ-લે કરવી પડે, તેની ખાસ સમજણ એને હતી નહીં. એણે તો મા-બાપને જોયેલાં, ને એ માને કે પરણ્યા પછી આમ જ જીવતાં હશે બધાં યે. Continue reading     બે કાંઠાની અધવચ – (૯ ) – પ્રીતિ સેનગુપ્તા