Category Archives: ભાવિન અધ્યારૂ

ભાવિન અધ્યારૂની કટાર – ૧૩ (અંતીમ)

(શ્રી ભાવિનભાઈના આભાર સાથે એમની આ કટાર અહીં પૂરી થાય છે.)

(૧૩) સ્ટાર ક્રોસ્ડ લવર્સ : તમે ક્યારેય હારેલી બાજી રમી છે? 

सूफी के सुफे की लौ उठ के कहती है, आतिश ये बुझ के भी जलती ही रहती है

साहिल पे सर रखके दरिया है सोया है, सदियों से बहता है आँखों ने बोया है

तन्हाई ढूँढता है परछाई बुनता है रेशम सी नज़रों को आँखों से सुनता है

ये इश्क है रे ये इश्क है बेखुद सा रहता है यह कैसा सूफी है

जागे तों तबरीज़ी बोले तों रूमी है… – ગુલઝાર  Continue reading ભાવિન અધ્યારૂની કટાર – ૧૩ (અંતીમ)

ભાવિન અધ્યારૂની કટાર – ૧૨

(૧૨) શોખ વ્યવસાય બન્યો અને પછી લખાયો પુરો ઇતિહાસ! 

કરણ જોહરની ધ અનુસ્યુટેબલ બોયપ્રકારની પેજ 3 આત્મકથાઓ થેન્ક્સ ટુ પીઆર એજન્સીઓનાં પ્રતાપે જેટલા સમાચાર ગ્રેબ કરી લે છે એટલું ખરા અર્થમાં પ્રદાન કરતા માણસ વિષે ભાગ્યે જ લખાતું હોય છે! બહુ જુજ નસીબદાર માણસો હોય છે જે પોતાના શોખને વ્યવસાય બનાવી શકે છે, મોટા ભાગના લોકો પોતાના વ્યવસાયને શોખ માનવાની જિંદગીભરની ગલતફહેમી માં આયુષ્ય વિતાવી દે છે! આપણે ત્યાં ક્રિયેટિવ ફિલ્ડને બહુ ગંભીરતા થી લેવામાં નથી આવતું કારણકે એમાં કોઈ ડિગ્રી ઈન્વોલ્વડ નથી હોતી. ઇન્જીનિયર કે એમબીએ થઈએ તો તરત નોટિસ થઈએ અને સારી નોકરી મળી જાય, પોતાની એક ઓળખ બને. પણ ગાયિકી, સંગીત, રમતગમત, લેખન કે ફોટોગ્રાફી જેવી પ્રવૃતિઓ કેટલાય બની બેઠેલા એક્સપર્ટ લોકોના હાથમાં જજ થવા માટે જઈ ચઢે છે. પરિણામે એ શોખ બની ને રહી જાય છે અને ક્યારેય કરિયર નથી બની શકતી. Continue reading ભાવિન અધ્યારૂની કટાર – ૧૨

ભાવિન અધ્યારૂની કટાર – ૧૧

(૧૧) મિડલ ઓફ ધ રોડ મુવિઝ 

‘’હવે ક્યાં એ લામ્બ્રેટા અને અર્ધી ચા? તું હવે ક્યાં મારી પ્રમાણિકતા જોતી;

નોકરી-મકાન અને ઓળખનું કમઠાણ, સંઘર્ષ જિંદગીનું બીજું નામ,

હવે એ નિર્દોષતા ક્યાં? એ ફાટેલી અને ટૂંકી શર્ટનું રફુ ક્યાં?

કપુચીનો અને બ્રાન્ડ્સમાં મારી નિર્દોષતા ક્યાંક ખોવાઈ ગઈ,

જો ને હજુ એ લાગણી ની આત્મા રીશિદાની ફિલ્મોમાં ભટક્યા કરે છે!

ટાઇગર શ્રોફનાં ઝટકા અને દિપ્પીનું ઝીરો ફિગર લાગતું મને આર્ટિફિશિયલ;

અમોલ પાલેકર-વિદ્યા સિંહા અને જુનું મુંબઈ આ ૭૦એમએમ રોજ મિસ કરે છે!’’ Continue reading ભાવિન અધ્યારૂની કટાર – ૧૧

ભાવિન અધ્યારૂની કટાર – ૧૦

કૌન બનેગા કરોડપતિ : સતરહ સાલ કી કહાની!       

૩ જુલાઈ ૨૦૦૦, સોમવાર. રાત્રે ૯ વાગ્યાનો સમય. ત્યારે સ્ટાર ઓફ ધ મિલેનિયમ કહેવાતા અમિતાભ બચ્ચનનો બ્રાન્ડ ન્યુ શો ‘કૌન બનેગા કરોડપતિ’ ટીવી પર ધૂમ મચાવવા આવી રહ્યો હતો! એ જ રાત્રે જોગાનુજોગ રાત્રે સાડા દસ વાગ્યે એકતા કપૂર યુગ પણ શરુ થઇ રહ્યો હતો કારણકે એ જ રાત થી ઇતિહાસમાં અમર થઇ ગયેલી સાસુ વહુ સિરીયલની પાયોનિયર એવી ‘ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’ પણ શરુ થઇ રહી હતી! એક સાથે એક જ દિવસે જાણે નવો ઈતિહાસ લખાઈ રહ્યો હતો. અમિતાભ બચ્ચનની ઉંમર ત્યારે માત્ર ૫૮ વર્ષ, હજુ એમની ફ્રેંચ કટ દાઢી નવી નવી સિક્કો જમાવી રહી હતી! કહો કે એ નવો જ લુક હતો, વાળ ત્યારે બરગન્ડી અને બ્રાઉન જેવા મિક્સ રંગનાં હતા. Continue reading ભાવિન અધ્યારૂની કટાર – ૧૦

ભાવિન અધ્યારૂની કટાર – ૯

ફિલ્મો ઓછી અને રિવ્યુઅર ઝાઝા!

ભારતભરમાં દર ત્રીજી મિનીટ એ એક ફિલ્મ રિવ્યુઅરનો જન્મ થાય છે!

આપણે સૌ જે પણ ફિલ કરીએ છીએ, જે જોઈએ-સાંભળીએ-ખાઈએ એ બધા વિષે આપણને શેર કરવાની અંદર થી એક ‘અર્જ’ આવે છે. જેમ ચટપટુ, તીખુંતમતું કે ગળ્યું ખાવાનું મન થાય, જેમ સેક્સની અર્જ આવે, પૈસા થી સન્માન સુધી દરેક વસ્તુની એક ભુખ હોય એમ જ છેલ્લા થોડા વર્ષોમાં ફિલ્મો વિષે આડુંઅવળું, સીધું, અધકચરું બધું જ લખવાનો એક જુવાળ ફાટી નીકળો છે. એમાં પણ સોશિયલ મીડિયા (ફેસબુક-ટ્વિટર-ઈન્સટાગ્રામ-યુ ટ્યુબ) આવ્યા પછી બધાને ફિલ્મ જોવા જાય ત્યારે છેક થિયેટરનાં ‘ચેકઇન’ થી લઈને અડધી ફિલ્મ પત્યે વનલાઈન રિવ્યુ લખવા છે અને પતી જાય પછી એની લાંબીલચક પોસ્ટ પણ અચૂક લખવી છે. દર શુક્રવારે ફિલ્મો રિલીઝ થાય કે લગભગ ૧૦૦ થી વધુ રિવ્યુ કોઈ દંગાગ્રસ્ત વિસ્તારમાં જેમ અંધાધુંધ પથ્થરો ઝીંકાય એમ આડેધડ અફળાય છે. બસ દરેકને ફિલ્મ વિષે લખવું છે, અને એમાં ખોટું પણ કંઈ નથી! Continue reading ભાવિન અધ્યારૂની કટાર – ૯

ભાવિન અધ્યારૂની કટાર –૮

ચીઝ,બટર અને માવો:સ્વાદ થી વળગણ તરફ!

ઋજુતા દિવેકરનું ‘Don’t Lose Your Mind, Lose Your Weight’ વાંચતા વાંચતા, પ્લેન્કસ થી કાર્ડિયો ની વાતો અને હાથમાં ફિજેટ સ્પિનર ફેરવતા ફેરવતા સ્ટ્રેસ દૂર કરવો એ આજનો ટ્રેન્ડ છે! જમાનો ફિટબિટ નો છે પણ સાલી ખાટલે મોટી ખોડ એ છે કે શનિ-રવિ તો આપણે બધા હોટેલનું જ જમવાનું મોં માં ઓરતા રહીએ છીએ! 28 ની કમર ક્યારે 36 ની થઇ જાય છેખબર જ નથી રહેતી! જોગિંગની વાતો રાતનાં નાઈટઆઉટ અને સ્માર્ટફોનનાં પાંચ ઇંચનાં સ્ક્રિનમાં જ રહી જાય છે! Continue reading ભાવિન અધ્યારૂની કટાર –૮

ભાવિન અધ્યારૂની કટાર –૭

કોમેડી ઑફ મેનર્સ : રીતભાતનાં તૈયાર પ્રમાણપત્રો!  

આપણે બધા જ ચારેકોર વિરોધાભાસ થી ઘેરાયેલા છીએ! એક બાજુ સિનેમા સ્ક્રિન પર આલ્કોહોલ કે સ્મોકિંગ આવતા જ જાતભાતની ચેતવણીઓ થી સ્ક્રિન ઇરિટેટ કરી મૂકે છે અને બીજી તરફ ફેમિલી ફિલ્મમાં પણ બિલો ધ બેલ્ટ હ્યુમર અને પ્રાઈમ ટાઈમ ટીવી સિરિયલ્સમાં પણ બેડરૂમ સીન્સ આવવા લાગ્યા છે! આપણી ચર્ચાનો મુદ્દો પ્રિયંકા ચોપરાનું સ્કર્ટ અને એની ક્લિવેજ સાથે સંકળાયેલો તિરંગા વાળો દુપટ્ટો હોય છે. આપણી દેશભક્તિ વંદેમાતરમ ફરજીયાત ગવડાવવામાં અને ‘ભારત માતા કી જય’ બોલાવવામાં હોય છે પણ સ્વાઈન ફ્લુ થી ગુજરાતમાં 288 લોકો મૃત્યુ પામ્યા હોય એ સમાચારો વાંચી આપણે આસાનીથી એને ભુલી જઈએ છીએ! સોમવતી અમાસ સુધી ઉભરાતા શિવાલયો ભાદરવા સુદ એકમ થી જ ખાલીખમ્મ થઇ જાય છે. મેનર્સ અને રીતભાતો સમાજ બનાવે છે, સમાજ એટલે આપણે સૌ! સંસ્કારો શ્રાવણની વધેલી દાઢી જેવા હોય છે, જે સમય આવ્યે દૂર થઇ જતા કોઈની રાહ નથી જોતા! Continue reading ભાવિન અધ્યારૂની કટાર –૭

ભાવિન અધ્યારૂની કટાર – ૬

મેરેજ બ્યુરો થી મિટિંગ પ્લેસ: જીવનસાથીની છે કોઈ ફોર્મ્યુલા?

એક પેડ હમને પ્યાર કા મિલ કે લગાયા થા કભી, આતે જો ફલ તો ઠીક થા, જો ના ફલે તો ના સહી! 

કુછ ના હુએ તો ના સહી, ના બને તો ના સહી, ના મિલે ના સહી, કુછ ના રહે તો ના સહી! 

– ઈર્શાદ કામિલ Continue reading ભાવિન અધ્યારૂની કટાર – ૬

ભાવિન અધ્યારૂની કટાર – ૫

ઇવનિંગ વોક આઉટ, ટીવી ઈન!

નેવુંના દાયકાની વાત છે, એક મિડલ ક્લાસ કુટુંબના ઘરે રવિવારે સવારે મહાભારત શરુ થઇ ગયું હતું ! ના ના, પતિ-પત્નીના આપસ નાં મહાભારતની વાત નથી, પણ હરિશ ભીમાણીના સમય વાળું મહાભારત. કલર ટીવી ઘરમાં હોઈ, એ ઘરના લોકો બે વેંત ઊંચા ચાલે અને થોડી થોડી વારે શિસ્ત રાખવા માટે બાકીના દર્શકોને કહેતા રહે! રંગોલીના બુઝુર્ગ ચાહકો તો ત્યાં સવારથી જ અડ્ડો જમાવી બેઠેલા. Continue reading ભાવિન અધ્યારૂની કટાર – ૫

ભાવિન અધ્યારૂની કટાર – ૪

એકલતાનો ઓચ્છવ!

ज़रा बस ख़फा था

वो भटका सा राही

मेरे गाँव का ही

वॉ रस्ता पुराना जिसे याद आना

ज़रूरी था लेकिन जो रोया मेरे बिन

वो एक मेरा घर था पुराना सा डर था

मगर अब ना मैं अपने घर का रहा

सफ़र का ही था मैं सफर का रहा… – इर्शाद क़ामिल

દુનિયામાં 3 એમએલ હેર ઓઇલ પાઉચ, 20 ગ્રામ ટુથપેસ્ટ, 30 ગ્રામ શેવિંગ ક્રિમ અને ત્રણ સેનિટરી પેડનાં નાનકડા પેક્સ લાવવાની જરૂરત કેમ પડી? તમને ખબર છે દુનિયામાં કેટલાય પુરુષો માટે ટ્રાવેલિંગ વખતે સૌથી અઘરી વસ્તુ કઈ છે? પેકિંગ કરવું! પેકિંગ કરવું એ એક કળા છે, જેમ વિદ્યાર્થી કાળમાં જે લોકો એકલા હોસ્ટેલમાં રહ્યા હોય એ વધુ ઘડાયેલા હોય, જેને કપડાં વાસણ સાફ કરતા આવડતું હોય એ ક્યાંય પાછળ ન પડે, એવી જ રીતે જે વ્યક્તિ એકલી ફરેલી હોય, રખડેલી હોય એને પેકિંગ કળામાં પારંગતતા હાસિલ હોય છે! બાકી પછી કપડાં ઈસ્ત્રી કરવા થી માંડીને ટુથ બ્રશ અને શેવિંગ કિટ પેક કરવા અને કપડા ગોઠવવા સુધી દરેક વસ્તુમાં પત્નીની મદદ લેવી પડતી હોય છે!  Continue reading ભાવિન અધ્યારૂની કટાર – ૪