Category Archives: મને હજી યાદ છે.

મને હજી યાદ છે – ૮૦ (બાબુ સુથાર)

ગુજરાતી ભાષાશિક્ષણનાં વળતાં પાણી

આદિત્ય બહેલના અવસાન પછી યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના સાઉથ એશિયા વિભાગના વડા તરીકે દાઉદ અલી આવ્યા. દાઉદ અલી સાઉથ એશિયાના ઇતિહાસના, ખાસ કરીને મુગલ સમયના ઇતિહાસના, નિષ્ણાત છે. મેં એમને બે કે ત્રણ કોર્સિસ ઑડીટ કર્યા છે. એમનું મોગલ સમયના ઇતિહાસનું જ્ઞાન સાચે જ આપણને પ્રભાવિત કરી દે એવું હતું.

Continue reading મને હજી યાદ છે – ૮૦ (બાબુ સુથાર)

Advertisements

મને હજી યાદ છે – ૭૯ (બાબુ સુથાર)

ગુજરાતીના અધ્યાપક તરીકેનાં મારાં સોનરી વરસો

મારું પીએચ.ડી. પૂરું થયું પછી યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાએ મને ગુજરાતી વિષયના પૂર્ણ સમયના અધ્યાપકની નોકરીની ઓફર કરી. ત્યાં સુધી હું ક્યારેક teaching assistant હતો તો ક્યારેક ખંડ સમયનો અધ્યાપક હતો. ક્યારેક હું શું હતો એની મને પણ ખબર ન હતી. કેમ કે એ દિવસો દરમિયાન દક્ષિણ એશિયા વિભાગનું વહીવટીતંત્ર પણ હખળડખળ ચાલતું હતું. સિનિયર માણસો, એમાં પણ ખાસ કરીને જે લોકોને ગુજરાતી ભાષા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ લગાવ હતો એ બધા નિવૃત્ત થઈ ગયા હતા. એમાંના કેવળ કાર્ડોના જ રહ્યા હતા. એ પણ આમ જુઓ તો હવે દક્ષિણ એશિયા વિભાગ સાથે ઓછા અને ભાષાશાસ્ત્ર વિભાગ સાથે વધારે જોડાયેલા હતા. હવે દક્ષિણ એશિયા વિભાગના અધ્યક્ષ પણ બદલાઈ ગયા હતા. પ્રોફેસર વેલબૉનનું સ્થાન હવે આદિત્ય બહેલે લીધું હતું. Continue reading મને હજી યાદ છે – ૭૯ (બાબુ સુથાર)

મને હજી યાદ છે – ૭૮ (બાબુ સુથાર)

ભાષાશિક્ષણ અને ટેકનોલોજી: પાણીનું નામ ભૂ

જેમ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની પોતાની ભાષાનીતિ હતી એમ એની પોતાની ભાષાશિક્ષણનીતિ પણ હતી અને એ નીતિનું પાલન કરવા માટે જે તે વિભાગોમાં Language Coordinator પણ નીમવામાં આવેલા. એમનું કામ શિક્ષકોને નવી ભાષા પદ્ધતિઓથી સજ્જ કરવાનું, ભાષાશિક્ષણની ગુણવત્તા જાળવવાનું, ભાષાના વિદ્યાર્થીઓની ફરીયાદોનો ઉકેલ શોધવાનું અને ભાષાશિક્ષકો તથા જે તે વિભાગના અધ્યક્ષ અને ભાષાશિક્ષણકેન્દ્રના નિયામકની સાથે સંપર્ક રાખવાનું. Continue reading મને હજી યાદ છે – ૭૮ (બાબુ સુથાર)

મને હજી યાદ છે – ૭૭ (બાબુ સુથાર)

અમેરિકામાં ગુજરાતી ભાષાશિક્ષણ ધોવાણના માર્ગે

અગાઉ મેં નોંધ્યું છે એમ હું ૧૯૯૭માં અમેરિકા આવેલો. ત્યારે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં દક્ષિણ એશિયા વિભાગની બોલબાલા હતી. આ વિભાગમાં જ ત્રણ તો ભાષાશાસ્ત્રીઓ હતા: જ્યોર્જ કાર્ડોના, ફ્રેંકલિન સાઉથવર્થ અને હેરોલ્ડ શિફમેન. તદ્ઉપરાંત, ત્રણેક philologists પણ હતા: વિલ્હેમ હાલ્ફબાસ, લુડો રોશર અને રોઝાન રોશર. એમ કહોને કે આખો દક્ષિણ એશિયા વિભાગ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે ભાષાશાસ્ત્ર સાથે સંકળાયેલો હતો. આવું જ અમેરિકાની બીજી યુનિવર્સિટીઓના દક્ષિણ એશિયા વિભાગોમાં પણ હતું. દરેક વિભાગમાં વધારે નહીં તો બે ભાષાકૂળોના ભાષાશાસ્ત્રીઓ તો જોવા મળતા જ. એક તે ભારતીય-આર્ય કૂળના અને બીજા તે દ્રવિડીયન કૂળના. આ ઉપરાંત સંસ્કૃતના વિદ્વાનો તો જુદા.

Continue reading મને હજી યાદ છે – ૭૭ (બાબુ સુથાર)

મને હજી યાદ છે-૭૬(બાબુ સુથાર)

સુઘોષ સાથે ભાઈબંધી

ફ્રેંચ ફિલસૂફ દેરિદાએ એમના Politics of Friendship પુસ્તકમાં એક સરસ વાત કરી છે. એ કહે છે કે બે મિત્રોમાંથી કોઈ એક મિત્રનું પહેલાં અવસાન થાય તો જ બીજો મિત્ર એને શોકાંજલિ આપી શકે. એ કહે છે કે આ કેવળ મૈત્રીનું જ નહીં, શોકાંજલિનું પણ રાજકારણ છે. પણ દેરિદા મૈત્રીના એક બીજા રાજકારણનો ઉલ્લેખ નથી કરતા. અને એ છે: આપણે જ્યારે સ્થળાંતર કરીએ ત્યારે જેમ કુટુમ્બીજનોને સાથે લઈ જઈએ એમ મિત્રોને ન લઈ જઈ શકીએ. આ સ્થળાંતરનું રાજકારણ છે. એમાં મિત્રોને છોડવા જ પડે. એનો અર્થ એ થયો કે જ્યારે આપણે સ્થળાંતર કરીએ ત્યારે આપણે જ્યાં જઈએ ત્યાં બીજા મિત્રો બનાવવા પડે. Continue reading મને હજી યાદ છે-૭૬(બાબુ સુથાર)

મને હજી યાદ છે-૭૫ (બાબુ સુથાર)

હેતુ સ્વતંત્રના માર્ગે

હેતુનું નર્સિંગનું શિક્ષણ હવે પૂરું થઈ ગયું હતું. એણે હવે નર્સિંગની પ્રેકટીસ માટે લાયસન્સ લેવાનું હતું. એ માટે એણે પરીક્ષા આપવી પડે. અમેરિકામાં આવી પરીક્ષાઓ ખૂબ પડકારરૂપ હોય છે. ઉમેદવાર એક પ્રશ્નનો જવાબ આપે અને જો એ જવાબ સાચો હોય તો કૉમ્પ્યુટર એ જ ક્ષેત્રનો બીજો વધારે પડકારરૂપ પ્રશ્ન પૂછે. એમ કરતાં સૌથી વધારે પડકારરૂપ પ્રશ્નનો જવાબ તમે આપો ત્યારે એ ક્ષેત્ર પૂરતા તમારી ચકાસણી પૂરી થાય. ખોટો જવાબ હોય તો સિસ્ટમ એ જ ક્ષેત્રનો બીજો સરળ સવાલ પૂછે. જો એનો જવાબ સાચો હોય તો તમને આગળ વધારે પડકારરૂપ સવાલ પૂછે. Continue reading મને હજી યાદ છે-૭૫ (બાબુ સુથાર)

મને હજી યાદ છે-૭૪ (બાબુ સુથાર)

એક વધુ આઘાત

હજી યમરાજના આંટાફેરા ઓછા ન હતા થયા. પહેલાં બા ગયાં. પછી બાપુજી ગયા. એ બે આઘાતમાંથી હું બહાર ન હતો આવ્યો ત્યાં વળી ૧૨મી મે, ૨૦૧૨ના રોજ ઇન્દ્ર શાહનું અવસાન થયું. અમેરિકામાં મારા માથા પર એક છત્રછાયા હતી એ પણ એ સાથે ચાલી ગઈ. Continue reading મને હજી યાદ છે-૭૪ (બાબુ સુથાર)

મને હજી યાદ છે-૭૩ (બાબુ સુથાર)

બા પછી બાપુજી

હું અમેરિકામાં, મોટા ભાઈ મારા ગામ પાસે આવેલા વીરપુરમાં અને નાનો ભાઈ વડોદરામાં. હું બાની મરણોત્તર વિધિઓમાં ભાગ લેવા જઈ શકું એમ ન હતો. મેં ગ્રીન કાર્ડ માટે અરજી કરેલી એટલે જો મારે અમેરિકા છોડીને બીજા કોઈક દેશમાં જવું હોય તો નિયમ પ્રમાણે ઇમિગ્રેશન વિભાગની મંજુરી લેવી પડે. એ મંજુરી આવતાં જ ત્રણ-ચાર અઠવાડિયાં થઈ જાય. મોટા ભાઈ પર ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ હતો. અલબત્ત, અનૌપચારિક. એ પણ કૌટુંબિક રાજકારણના એક ભાગ રૂપે. અને નાના ભાઈએ, મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે એમ, ગામથી રૂસણું લીધેલું હતું. એ સંજોગોમાં બાની મરણોત્તર વિધિઓ મારા ભત્રીજાના માથે આવેલી અને એણે નિભાવેલી પણ ખરી. મેં એને કહેલું કે બાપુજી જેટલો ખર્ચ કરવાનું કહે એટલો ખર્ચ તું કરી શકે છે.

Continue reading મને હજી યાદ છે-૭૩ (બાબુ સુથાર)

મને હજી યાદ છે-૭૨ (બાબુ સુથાર)

બાનું અવસાન

આખરે બા સાજાં થઈ ગયાં. પણ, ઘેર, એટલે કે મારા વતન ભરોડીમાં, મોકલી શકાય એટલાં સાજાં તો નહીં જ. એટલે મેં અને મારા નાનાભાઈએ એમને વડોદરામાં જ, નાનાભાઈને ત્યાં જ, રાખવાનો નિર્ણય લીધો. મેં અગાઉ નોંધ્યું છે એમ નાનોભાઈ ત્યાર વડોદરામાં એના એક દીકરા અને એક દીકરી સાથે રહેતો હતો. એનાં પત્ની તો હતાં નહીં. એ ટેલિફોન ખાતામાં નોકરી કરતો હતો એટલે એને સરકારી ઘર મળેલું. ઘર પ્રમાણમાં ઠીક ઠીક મોટું હતું. એટલે બાને રાખવામાં મુશ્કેલી પડે એમ ન હતી. પણ સવાલ એ હતો કે બાની કાળજી કોણ રાખશે? નાનાભાઈએ એના કોઈક મિત્રનો સંપર્ક સાધ્યો. એ નર્સિંગની સુવિધા પૂરો પાડતો હતો. એણે એક બાઈ શોધી આપી. એને પ્રાથમિક સારવારની થોડીક સુઝ હતી. એણે એ બાઈને બાની સેવા કરવા રાખી લીધી. Continue reading મને હજી યાદ છે-૭૨ (બાબુ સુથાર)

મને હજી યાદ છે-૭૧ (બાબુ સુથાર)

બાએ યમરાજને ખાલી હાથે પાછા કાઢ્યા

છેલ્લે હું ભારત ગયો ત્યારે બા-બાપુજીને મળેલો. બન્નેની તબિયત ત્યારે સારી હતી. બાને મધુપ્રમેહ હતો. એને કારણે એમને એક પગનો અંગૂઠો કપાવવો પડેલો. પણ એનાથી એમની તબિતયમાં અને એમની રોજબરોજની પ્રવૃત્તિઓમાં કોઈ ફરક ન’તો પડ્યો. એ હજી એટલાં જ સાહસિક હતાં. જો મફતમાં ટ્રક મળી જાય તો બસમાં બેસવાને બદલે ટ્રકમાં બેસી જતાં. મને ખબર પડતી તો હું એમના પર ખીજાતો. હું કહેતો કે હું તમને પૈસા મોકલું છું તો તમે મજા કરો. આવા હાયવલૂરા ન કરો. તો એ ટ્રકવાળાની ઓળખાણની વાત કાઢતાંને કહેતાં, “ભાઈ એ તો ફલાણાઢીંકણા ગામના ફલાણાઢીંકણા ભાઈનો છોકરો હતો. કહે કે કાકી બેસી જાઓ. તો બેસી ગઈ. ન બેસું તો એને ખોટું લાગે.” મારાં બા આવાં બહાનાં કાઢવામાં ખૂબ પાવરધાં હતાં. મારા જેવા ભણેલાગણેલાને પણ ન બદે. એમની પાસે દરેક પ્રશ્નની એક વાર્તા તૈયાર જ હોય. Continue reading મને હજી યાદ છે-૭૧ (બાબુ સુથાર)