(મરીઝનું અસલી નામ અબ્બાસ વાસી હતું. ભણવા કરવામાં એમને રસ ન હોવાથી નાની વયે જ રબ્બર ફેકટરીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ૧૪ વર્ષની વયે એમણે પહેલી ગઝલ લખી. ભણવામાં રસ ન હોવા છતાં એમને વાંચનનો જબરો શોખ હતો, અને પુસ્તકો પાછળ પગારમાંથી સારી રકમ ખર્ચ કરતા. કમ નશીબે સોળ વર્ષની વયથી જ એમને દારૂની લત લાગેલી. દારૂ પીવા પૈસા માટે પોતાની લખેલી સારી સારી ગઝલ મામુલી રકમમાં વેંચી દેતા. આને લીધે આ ગુજરાતના ગાલીબની ગઝલો એકઠી કરવી એ કપરૂં કામ છે. અહીં એમની મને ગમતી એક ગઝલ રજૂ કરૂં છું. – સંપાદક ) Continue reading હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈયે? (મરીઝ)→