Category Archives: મોદીની હવેલી

મોદીની હવેલી -૧૩ અને ૧૪ (પૂર્વી મલકાણ)

(મારા આગ્રહને માન આપીને પૂર્વી બહેને પોતાના બચપણની યાદોને તાજી કરી, ગ્રામજીવનનું આબેહુબ દૃષ્ય રજૂ કર્યું. સાતલડી નદી, ગામનું મંદિર, મોદીની હવેલી, હવેલીમાં રહેતું વિશાળ સંયુક્ત કુટુંબ, એ સમયના રીતરિવાજ, સિંહોનો સામનો વગેરે સુંદર શબ્દચિત્રો રજૂ કર્યા. આજના ૧૩ અને ૧૪ પ્રકરણ સાથે આ લેખમાળાનો પ્રથમ ભાગ સમાપ્ત થાય છે. ટુંક સમયમાં આનો બીજો ભાગ રજૂ કરવામાં આવશે. આંગણાં તરફથી પૂર્વી બહેનનો ખૂબ આભાર – સંપાદક) Continue reading મોદીની હવેલી -૧૩ અને ૧૪ (પૂર્વી મલકાણ)

મોદીની હવેલી -૧૨ (પૂર્વી મલકાણ)

૧૨. એ….હાલો ને લગનમાં

નોંધ:- અહીં ઉલ્લેખિત લોકગીતો અને લગ્નમાં આવેલાં મહેમાનોનાં નામ અને વિધિવિધાનો દાયકાઓ જૂના હોવાથી થોડાં બદલાયેલાં હોય તેવું બની શકે છે તેથી વિગતદોષને સ્વીકારી આગળ વધુ છું.

વીરા લીલી, લીલી, લીલી પોપટડાંની ચાંચ જેવી

ચુંદડી મારે જોઈશે, સાથે ચણોઠીનાં ચીર મારે જોશે

શોધી લાવ વીરા, રેશમે જડી ઈંઢોણી ને દૂધે ભરી ગાગરડી Continue reading મોદીની હવેલી -૧૨ (પૂર્વી મલકાણ)

મોદીની હવેલી -૧૧ (પૂર્વી મલકાણ)

ભાગ ૧૧ – મજાક માથે પડી

डरे डरे से सहमे सहमे से ये चहेरे बनाकर

न जाने ये क्यूँ मुझे मापते है,

पर यह इतना मुझे नहीं जानतें जितना मै मुझ को जानती हूँ ।

આ વખતે તો એને સોગઠી લઈ જ જાવી છે અને ભા સાથે મળી પૂરેપુરું વેર વાળવું છે. હા ..હા એમ જ કરીશું બીજો સ્વર પહેલાં સ્વર સાથે મળ્યો. વસુમાસીનાં ઘરમાં દાખલ થતી વખતે રાજુ અને નીતાના આ બોલ મે સાંભળ્યાં તેથી ઘરમાં દાખલ થતાં જ પૂછ્યું કોની વાત કરો છો? કોના પર વેર વાળવું છે? તેઓ કહે; કાંઇ નહીં અમે તો એમ જ વાત કરતાં તાં. ઓહહ એમ ..કહી હું ચૂપ થઈ ગઈ. પણ મને ખબર હતી કે કોના પર વેર વાળવાની વાત થતી હતી. સમય આવ્યે એમનું એ વેર વળ્યું યે ખરું પણ એ એમને જ માથે. Continue reading મોદીની હવેલી -૧૧ (પૂર્વી મલકાણ)

મોદીની હવેલી -૧૦ (પૂર્વી મલકાણ)

(૧૦) જૂની મેડીની ઝરૂખડી

ઊંચી મેડી ઉગમણા દરબારને તીયા, તીયા ઘીના દીવા શગ બળે રે

રેવા બાઈ તે જસમતભાઈને વિનવે રે, સ્વામી મારો હારલો લઈ આવો તો માંડવે મલપતી હાલું

અસકાળી મસકાળી રાત રે ગોરી સોનીડો તારો ભાઇ નથી રે

ઊંચી મેડી ઉગમણા દરબારને તીયા, તીયા ઘીના દીવા શગ બળે રે

રેવા બાઈ તે જસમતભાઈને વિનવે રે,

સ્વામી મારી મોતીડે ભરી ચુંદડી લઈ આવો તો માંડવે મલપતી હાલું

અસકાળી મસકાળી રાત રે ગોરી દોશીડો તારો ભાઇ નથી રે

( ફટાણાંનું લોકગીત ) Continue reading મોદીની હવેલી -૧૦ (પૂર્વી મલકાણ)

મોદીની હવેલી -૯ (પૂર્વી મલકાણ)

૯- ઝાંઝર                                                          

નોંધ:- મારી બચપણની યાદનો આ અનુભવ ઘણાં અલગ અલગ માહોલમાંથી પસાર થયો છે. પણ મારી આજમાં હું જાઉં તે પહેલાં ગઇકાલમાં જવું જરૂરી છે. તેથી વાંચકોને વિનંતી છે કે ધીરે ધીરે વિવિધ સમયમાં વહે. કારણ કે આ એક જ વિષય એવો છે જે વારંવાર પોતાનું સ્થળ બદલે છે અને ફરી પોતાનાં મૂળ સ્થળમાં પહોંચે છે. Continue reading મોદીની હવેલી -૯ (પૂર્વી મલકાણ)

મોદીની હવેલી -૮ (પૂર્વી મલકાણ)

૮. પૂળો

साहिल के सुकूं से किसे इन्कार है लेकिन

तूफ़ान से लड़ने में मज़ा और ही कुछ है.

પૂળા કે પૂળો આ શબ્દ આમ તો ગ્રામ્ય છે, પણ ખેડુ લોકો માટે તો આ રોજિંદો શબ્દ. પાક ઉતર્યા પછી ખેતરમાં જે સૂકા ઠીંઠવા રહે તેને કાપીને તેનાં ભારા કરાય છે તેને કહેવાય પૂળા. આ પૂળા તે ખેડુલોકોનાં પાળીતા ગાય-ભેંસ માટેનું ચારણ બનતાં. આવા પૂળા તે સૂકી લાકડીઓનાં યે બને. આજનાં સમયે આપણે આ લાકડીઓનાં પૂળાને ફાયરવૂડ તરીકે ઓળખી શકીએ છીએ. આ પૂળાઓને સંબંધિત આપણે ત્યાં અમુક વ્યાખ્યાંઓ પણ છે. દા.ત મૂકો વાતનો પૂળો – એટ્લે કે જે વાત વધી જતી હોય તેને ત્યાં જ કાપી નાખ, પૂળો કર – એટ્લે કે કોઈક વસ્તુ ખરાબ થઈ ગઈ હોય કે સગપણમાં વચ્ચે આવતી હોય તો સળગાવી કાઢ જેથી તેનો નિકાલ થાય, લાકડાનાં ઠીંઠવા ને ઘાસનાં પૂળાનો ભરોસો નો હોય- એટ્લે કે આ બંને વચ્ચે અગ્નિ છુપાયેલ હોય છે, જો આ બંને ઘસાશે તો અગ્નિનાં ચકમક ઝરશે ને એમાંથી આગ ફાટતાં વાર નહીં લાગે. આમ પૂળા આપણાં જીવનમાં અનેક વ્યાખ્યાંરૂપે સમાયેલ છે, પણ આ શબ્દ મારા જીવનમાં યે ભાગ ભજવશે તેનો ખ્યાલ ન હતો. અગાઉ મે જણાવ્યું કે મને વાંચવાનો શોખ બહુ હતો, તેથી મારા મોટા ઘરમાં ( બગસરામાં ) મારા વાંચન પર બહુ રોક લગાવવામાં આવતી જેને હું ધ્યાનમાં લેતી ન હતી. હવે ગામડાની છોકરીએ જે શીખવાનું છે તે ઘરકામ મૂકી થોથા વાંયચ વાંયચ કરે તે કેમનું ચાલે? એટ્લે મારા મોટી બા અને મારા ભાભુ બંને જણાં મારા મમ્મીને ખીજાય ને કહે કે, આ છોકરીને વાંયચવાનાં વ્યસને લગાડી છે તો સાસરે કેમ કરીને જાશે? જુઓ તમે અત્યારથી એની દોર ખેંચશો નહીં તો છોકરી ચોક્કસ બગડી જાવાની. આમ મમ્મીને વારંવાર સાંભળવું પડતું હોય કવચિત એ એની ધીરજ ખોઈ બેસતી, તેથી મને એ સમજાવતી કે જો તારે વાંચવું હોય તો રાજકોટમાં વાંચજે અહીં નહીં, પણ મમ્મીની વાત ને હું એક કાનેથી સાંભળી બીજે કાનેથી કાઢી નાખતી. મારી આ ન સાંભળવાની આદતને કારણે મારા મોટી બા કહેતા કે; એ પૂરવી તારા થોથામાં પૂળો મૂયક તો કાંક કામ થાય. પણ મોટી બાનું બોલવું એ જુદું હતું, ને સાચેસાચ કરવું એ જુદું હતું. પણ એ સમયે પણ મારા જીવનમાં આવ્યો જ્યારે મારે સાચે જ મારા એ ચોપડામાં પૂળો મૂકવો પડ્યો હોય. Continue reading મોદીની હવેલી -૮ (પૂર્વી મલકાણ)

મોદીની હવેલી -૭ (પૂર્વી મલકાણ)

૭. રેલ

डर हमको बहोत लगा था उस रात की सफर में,

पर कई वक्त के बाद हमको मिल ही गई थी एक हसीन सुबह ।

આ શબ્દ સાંભળીને આપને અશોકકુમારનું ગાયેલું રેલગાડી ..રેલગાડી ચોક્કસ યાદ આવી ગયું હશેને આપ મનમાં ગણગણતાં પણ હશો. પરંતુ આજ ની આપણી યાત્રા એ રેલગાડી વિષે નથી પણ પુર વિષે છે. અમારા બગસરામાં ચોમાસામાં ઉપરવાસ વરસાદ થવાથી જ્યારે જ્યારે સાતલડીનાં પાણી બેય કાંઠેથી વહેવા લાગતાં ત્યારે અમે બોલતાં કે એ.. નદીએ કોઈ નો જાતાં રેલ આવી છે. સાતલડીની એ રેલ એ વખતમાં જૂની બજારથી લઈ રત્નેશ્વર મા’દેવ તરફ જતાં બેઠાંપુલને તો સાવ જ પોતાની અંદર ગરક કરી દેતી પણ એ વખતે અમારા રત્નેશ્વર મા’દેવે ય ચૂપ જ બેઠાં રેતાં. આ રેલના સમયમાં અમારી સાતલડી બહુ બળુંકી બની જાતી એ …ને ચોમાસુ આવે તે એને શું થતું એ જ ખબર્ય નોતી પડતી. એ તો એય ને એની જ મસ્તીમાં ગાંડીતૂર્ય બની ટ્રેનનાં ડબ્બા જેમ ધસમસતી એ આવતી ને પોતાની સાથે પાણીનો જથ્થો, પનિહારીઓની ગાગરડી, ઈંઢોણી, ચુંદડી બધું યે ઘસડી લાવતી…. ને અમારા હાથમાં કોઇકની વસ્તુ પરાણે પકડાવી દેતી. પહેલા તો સાતલડીમાંથી ખેંચીને આણેલી આ બધીયે વસ્તુ અમે ઘરે લાવતાં ત્યારે મોટી બા ખીજાતા કે “આમ કોઇની વસ્તુ લાવવાની નહીં, તમારી નો હોય ને, નદીએ આપી હોય તો કાળિયા ઠાકરની હવેલીનાં ચોકમાં મૂકી આવવાની જો ગામનાં કોઇની વસ્તુને સાતલડીએ તાણી હશે તો ત્યાં આવીને લઈ જાહે, ને ઉપરવાસથી આઈવી હશે તો મંદિરમાં વપરાઇ જાહે.” મોટી બાની વાત સમજીને પછી તો અમે ય નદીએ પરાણે પકડાવેલ વસ્તુઓને ઘરે લાવવાનું મૂકી દીધેલું. સાતલડીનાં પાણીથી શરૂ થયેલ આ રેલે ત્રણવાર મારા જીવનમાં  ટકોરા દીધાં, જેમાંથી બે પ્રસંગ બહુ યાદગાર રહ્યાં. આ બંનેમાંથી એક પ્રસંગ મને પોરબંદર તરફ લઈ જાય છે. Continue reading મોદીની હવેલી -૭ (પૂર્વી મલકાણ)

મોદીની હવેલી -૬ (પૂર્વી મલકાણ)

૬ સિંહોનાં સકંજામાં

 आते हुए आप इतना काम कर दीजिये मेरा,

मेरी छुपी हुई यादों के सारा ओ सामाँ को थोड़ा सा जला दीजिये,
शायद रौशन रौशन हो जाये मेरे मन का बसेरा ।

 તુળશીશ્યામ જવા નીકળેલ અમારી પ્રવાસબસ ગીરનાં અંધારામાં ચૂપચાપ બેસી ગઈ હતી, રખે ને અવાજ કરવાથી સિંહોની ટોળકી આવી જાય તો. એ બસની વિપરીત દિશામાં જંગલની અંદરનાં ભાગમાં ખુલ્લા ચંદરવા નીચે, તાપણાની આજુબાજુ વીંટળાઇ સૂતેલા અમે લોકો એ રાતે મોડે સુધી તારા દર્શન કરતાં રહ્યાં તે વખતે સૂતેલામાંથી કોઈનો પગ કે હાથ અમને થોડા પણ લાગી જતાં તોયે કાંઈક જીવડું ચઢ્યું એમ માની અમે અંધારામાં ઊભા થઈ જતાં હતાં. પણ પછી ભરમ છે એવું લાગે તો તે સૂતેલી વ્યક્તિનાં હાથ -પગ સરખાં કરીને અમે ફરી સૂઈ જવા માટે પ્રયત્ન કરતાં હતાં. પણ જંગલ એમ શાંતિથી થોડા સૂવા દે? એમાં તો અમે તો સાવ અજાણ્યાં હતાં ને વળી, અમે કાંઇ જંગલનાં છોરું નો’તા એટ્લે વચ્ચે જંગલ પોતે જ પોતાનાં બાળ સિંહોની ડણક, પંખીઓની ચલબલાહટ અને ભૂતાવળ જેવા દેખાતાં ચામાચીડિયાની પાંખોનો પંખો અમારી ઉપર ફેરવી દેતાં હતાં. મને યાદ નથી કે, ક્યાં સુધી અમે આ વાતાવરણને સૂંઘતા ને સાંભળતાં રહ્યાં હોઇશું. પણ જ્યારે અમારી આંખ્યું ખૂલી ત્યારે થોડી થોડી ઠંડી લાગતી’તી, બે-ત્રણ ગાયુ છોડીને બાકીનું ગાયોનું ધણ ત્યાં નો’તું. બે-ત્રણ આઈ યુ નાસ્તાની તૈયારી કરી રહી હતી અને ચૂલા સગડામાંથી ધુમાડો ઊડી રહ્યો હતો. Continue reading મોદીની હવેલી -૬ (પૂર્વી મલકાણ)

મોદીની હવેલી -૫ (પૂર્વી મલકાણ)

. રબારીઓ સાથે રાતવાસો

वोह वक्त कितना किंमती था वोह बस आज ही मैने जाना है,

इसी लिये तो कहीं छुपी हुई आहटें सुन रही हूँ मै अपनी ही यादों की ।

મારી યાદનો બીજો પ્રસંગ મને સીધો ગીરના સિંહ સાથે જોડે છે. અમારું બગસરા આમ તો ગીર જંગલથી બહાર ગણાય, પણ અમારી સાતલડી સુધી ગીરના મથાળા આવી જતાં. અમારે ત્યાં મીઠું પાણી ન હતું, ડંકી હતી પણ તેનું પાણી ભારી કહેવાતું. આથી રસોઈ માટેનું પાણી અમારે નદી પરથી ભરી લાવવાનું રહેતું. આમ તો રોજ સવારે અમે બધાંય ભાઈ-બહેન ગોળી, ગાગર-હાંડા લઈને જતાં અને રસોઈ માટેનું પાણી ભરી લાવતાં, પણ કવચિત એવું યે બનતું કે સવારના ચા-પાણી માટે મીઠું પાણી ઓછું હોય કે ખલ્લાસ થઈ ગયું હોય તો અમને છોકરાઓના હાથમાં ગાગર -હાંડા પકડાવી નદીએ મોકલવામાં આવતાં. આમાંયે એવું હતું કે, જો સવારે પાણી ભરવા જઈએ તો ખાલી અમારા ઘર માટે જ ભરવાનું રહેતું, પણ જો બપોરે- સાંજે પાણી ભરવાનું થાય તો પહેલી બે- ગાગર નદી પાસે આવેલી હવેલીની ગૌ શાળાની ટાંકીમાં નાખવાની રહેતી. Continue reading મોદીની હવેલી -૫ (પૂર્વી મલકાણ)

મોદીની હવેલી -૪ (પૂર્વી મલકાણ)

થોથી

अम्बर सी ऊंचाई पर रहेती हूँ मै, इसी लिये खावाबों की दुनिया में ले जाती हूँ मै

इतिहास के पन्ने भी समेटे है मुझ में इसी लीये

 आयना अकसर दिखाती हूँ मै

इतना बोलने पर भी खामोश भी रहती हूँ मै

 पर फिर भी आपका भविष्य अच्छी तरह से सँवारती हूँ मै ।   

બચપણ પણ કેવું અદ્ભુત હોય છે ને …આ એ ઉંમર છે જ્યારે આપણને અનેક નામ મળે છે અને અનેક નામનાં ધણી થાઈયે છીએ, ભગવાનનાં અનેક નામોની જેમ. પોતાનાં અનેક નામથી ભગવાન પરેશાન નથી થતાં તેમ આપણે પણ આપણાં એ અવનવા નામો થી પરેશાન નથી થતાં, બલ્કે જે નામ મળે છે તેને પ્રેમથી સ્વીકારી લઈએ છીએ. મારું પણ તેવું જ હતું. મારું મૂળ નામ તો કંઈક બીજું જ હતું, પણ પપ્પા એ પ્રેમથી પૂર્વીને નામે સંબોધવાનું શરૂ કર્યું અને એ નામ મારું ઓફિસિયલ નામ બની ગયું. પૂર્વી સિવાયે મને બીજા અમુક નામો મળેલાં. જેમાં પહેલું હતું પૂરી,  કદાચ પૂર્વીને અપભ્રંશ કરાયું હોય તેમ અત્યારે લાગે છે, પણ એ સમયે રમતે મળેલ નામ હતું. આ નામે મને ડો યોગેંદ્ર માંકડ બોલાવતાં હતાં. ડો. યોગેંદ્ર માંકડ મારા પપ્પાનાં મિત્ર હતાં, પણ મારા બચપણને સંવારવામાં કેટલેક અંશે એમનો ય ફાળો હતો. હું ઘણીવાર એમની ઓફિસનાં એક કોર્નર ટેબલ પર બેસી રહેતી કે તેઓ મને બેસાડી રાખતાં. એમનાં કંપાઉંન્ડર મને લાડોબા કહેતાં. મને આજે લાગે છે કે કદાચ તેઓ રાજસ્થાનનાં હતા. પૂરી, લાડોબા પછી મારું ત્રીજું નામ લંબુ મળ્યું. આ નામ મને મારા પિતરાઇ ચેતનભાઈ તરફથી મળેલું. કદાચ હાઇટ વધારે હોવાથી મળ્યું હશે, વિરેનભાઈ મને ચસ્મિશ કહેતાં, જે ચશ્મા આવ્યાં પછી પડ્યું. સંધ્યા મને પૂરકુડી કહેતી. આ બધાં નામો તો સમજ્યાં પણ મારું અંતિમ નામ મને સૌથી વિચિત્ર લાગતું હતું અને તે હતું “થોથી”. આપને થશે આ તે કેવું નામ? આ નામ મળેલું થોથા ઉપરથી. આ થોથા શબ્દ કદાચ ગ્રામ્ય હોઈ શકે. કારણ કે મારા મોટી બા મને કહેતાં કે, તેઓ ૩ થોથા ભણેલાં. ( એટ્લે કે ત્રીજા ધોરણ સુધી કદાચ ભણેલાં…! ) મારા બધાં જ ભાઈ-બહેનોમાં સૌથી વધુ વાંચવાનો શોખ મને જ હતો. ઘરમાં રખડતો એક છાપાનો ટુકડો ય મારી નજરની બહાર ન રહેતો. એ ટુકડાનું બરાબર સ્કેન થાય પછી જ એ ટુકડો અમારા ઘરમાં રહેલી સગડીનું એ બળતણ બનતું. Continue reading મોદીની હવેલી -૪ (પૂર્વી મલકાણ)