Category Archives: રશ્મિ જાગીરદાર

“વનિતા, તું ક્યાં છે?”- રશ્મિ જાગીરદાર

વ્હાલી સખી વનિતા,

મારી આ વખતની દિવાળી અમેરિકામાં થઇ, ખરેખરતો શું દિવાળી? ના સાથિયા, ના દીવડા, ના તોરણ, ના ફટાકડાના સતત સંભળાતા અવાજો!

Continue reading “વનિતા, તું ક્યાં છે?”- રશ્મિ જાગીરદાર

કમ્પાઉન્ડર – વાર્તા – રશ્મિ જાગીરદાર

કમ્પાઉન્ડર

“અરે અનુ, અહીં બેસ મારી સાથે, જો આજના છાપામાં ઘણું વાંચવા જેવું છે. શાંતિથી બેસને. રસોડામાં શું માથા માર્યા કરે છે !”

”હા હા લો, આવી ગઈ, શું કઈ ખાસ છે?”

Continue reading કમ્પાઉન્ડર – વાર્તા – રશ્મિ જાગીરદાર

સરોગસી – વાર્તા- રશ્મિ જાગીરદાર

સરોગસી – રશ્મિ જાગીરદાર

લગ્નના અગિયાર વર્ષે તે દિવસે મેં જે સાંભળ્યું, તે બનાવે મને વધુ સજાગ બનાવી, હું બહાર ગયેલી હતી, પછી આવીને મારી ચાવીથી બારણું ખોલ્યું, ત્યારે જ મને મારા સાસુ બોલતાં સંભળાયા, ”શરદ બેટા, હવે અગિયાર વર્ષો વીતી ગયા. બાળક થવાની કોઈ શક્યતા દેખાતી નથી, તું બીજા લગ્ન કર, આપણે તારી સીમાને કંઈ કાઢી નથી મુકવાની, મારે તો બસ નામ રાખનાર તારો અંશ જોઈએ.”  ”બા,બા સીમા સંભાળશે તો તેને કેવું લાગશે બસ કરો પ્લીઝ.”મેં અંદર આવીને જાણે કંઈ ના સાંભળ્યું હોય તેમ સામાન્ય વર્તન જ ચાલુ રાખ્યું. પણ મારા ઘરની એક ઝંખના બની ચુકેલી આશા કહોને -અપેક્ષાને- મેં મારા શિવાયનાં ઘરનાં સભ્યોની દ્રષ્ટિએ નિહાળવાનું શરુ કર્યું. મારા સાસુ જેમણે ખરેખર માતા કરતાં વિશેષ લાગણીથી આજ સુધી મને રાખી હતી. તેમના સ્થાને ઉભી રહીને વિચાર્યું તો તેમની લાગણી, માંગણી અને અપેક્ષા યોગ્ય જ હતાં, તે સમજાયું. બા પોતે મને એટલું ચાહતાં હતાં કે તે દિવસે હું ચા મૂકાવા ઉઠી તે પહેલાં ચા તૈયાર કરીને અમને અમારી રૂમમાં આપવા આવ્યાં.એનો અર્થ તો એજ થયો કે, મારી લાચારીથી તેઓ સંપૂર્ણ વાકેફ હતાં અને મને કોઈ જાતનું દુઃખ ના પહોંચે તેની કાળજી રાખતાં હતાં. તો વળી અત્યંત પ્રેમાળ પતિ પામીને હું ધન્ય બની હતી. તેમની લાચાર થતી જતી સ્થિતિ જોવાનું પણ મારા માટે શક્ય નહોતું.એટલે મેં નક્કી જ કર્યું કે, આમાંનું કશું જ હવે વધુ સમય માટે કોઈ જ સહન નહિ કરે.આટલું મન મક્કમ કર્યા પછી હું તેને સાકાર કરવાની તકની શોધમાં હતી. વાત એટલી સંવેદનશીલ હતી કે, પ્રેમાળ એવા મારા પતિની લાગણી ના દુભાય તેને માટે સંપૂર્ણ સજાગ રહીને જ મારે પગલું ભરવું પડે.

Continue reading સરોગસી – વાર્તા- રશ્મિ જાગીરદાર

ફરિસ્તાની નાતનો – રશ્મિ જાગીરદાર

ફરિસ્તાની નાતનો   – રશ્મિ જાગીરદાર
૧૯૪૫-૪૬ની સાલની વાત છે, નાનકડું ગામડું, મોટાભાગની વસ્તી ધોડિયા જાતિના લોકોની. ગરીબી એવી કે, પુરુષોના ડ્રેસમાં નીચે લંગોટી અને ઉપર ક્યાં તો ખુલ્લું શરીર કે બંડી. સ્ત્રીઓ નીચે કાછડો, ઉપર કાંચળી અને માથે ધડખું ઓઢે. આ ધડખું એટલે માથે નાની ઓઢણી જેવું કપડું. આ પહેરવેશ જ ખુદ, તેમની ગરીબીની ચાડી ખાતો જણાય. આ ગામમાં એક કરિયાણાની દુકાન, જેને ચલાવનાર ભાઈને, આખું ગામ “કાછીયા” તરીકે ઓળખે. આ દુકાનમાં સામાન્ય કરિયાણું અને અનાજ મળે, તે પણ ખુબ મોટા જથ્થામાં જોઈતું હોય તો ભાગ્યે જ મળે. તેને માટે બાજુના સહેજ મોટા ગામમાં હાટડી ભરાતી, જેને ગામની ભાષામાં લોકો “હાટવાડો” કહેતા. આ ગામમાં એક નદી પણ વહેતી, “કોલકનદી” ગામલોકોને માટે જીવાદોરી સમાન હતી, કારણકે, ખાવાનું તો જે દિવસે નસીબ હોય તે દિવસે મળે. બાકીના બધા દિવસોએ ગામના લોકો આખો દિવસ ધરાઈને પાણી પી શકતા. ધરાઈને એટલા માટે કે, તેઓનો ખોરાક એટલે “પેજવું.” પેજવું બનાવવાની રેસીપી તમે જાણશો તો ગામની ખરી ગરીબીનો અંદાજ સૌને આવી જશે.

આખું ગામ સવારે ઉઠીને મજૂરીએ જવા લગભગ સાત વાગે નીકળી જાય, જતાં પહેલાં ઘરની સ્ત્રી ઘરની બહાર એક ચૂલો સળગાવીને તેની ઉપર એક મોટા માટલામાં સમાય તેટલું પાણી ભરીને ઉકાળવા મુકે, અને તે પાણીમાં એક મુઠી કે બે મુઠી ચોખા અને માપનું મીઠું નાખીને ઢાંકી દે, પાણી ઉકળ્યા કરે એમાં ચોખા ચડી જાય એટલે પેજવું તૈયાર. બપોરે લંચબ્રેક(!) પડે એટલે ઘરનાં બધા સભ્યો જેમ આવતાં જાય તેમ તે માટલામાંથી ઠોબલામાં( માટીનો વાડકો) રેડીને પેજવું પીએ, જેમાં બે ચાર ઘૂંટડે બે ચાર દાણા ચોખાના હોય! એ જ એમનો ખોરાક! એ જ એમનું લંચ. આમ આપણે જોયું કે, આ ગામના લોકોને જો કંઈ ધરાઈને મળતું હોય તો તે કોલક નદીનું પાણી જ. બે મુઠ્ઠીથી વધારે ચોખા ઘરમાં હોય પણ ભાગ્યે જ, અને જો હોય તો બીજા દિવસ માટે રાખવાનું જરૂરી બને કારણકે, શેઠને ત્યાંથી મજુરીના પૈસા ના મળે તો? અથવા કાછિયાને ત્યાંથી આગલા પૈસા બાકી હોય એટલે ચોખા ના આપે તો? આવા પ્રશ્નો સતત મુંઝવતા હોય.

સવારથી પૂરું ઘર મજૂરીએ જવા નીકળી પડે. મજુરી એટલે શેઠના, મોટા મોટા એકરો સુધી ફેલાયેલા ખેતરોમાં સીઝન પ્રમાણે ચાલતા ખેતીના કામો કરવા. આજના જમાનામાં ગજબની લાગે તેવી એક વાત પણ મારે કહેવી છે. અને તે એ કે, આ ધોડીયાઓને ખેતી કામ કરવા બદલ મજુરીમાં શું મળતું કહું? પુરુષોને રોજના આઠ આના, સ્ત્રીઓને રોજના ચાર આના અને બાળકોને રોજના બે આના! આ ગામનું નામ પણ કદાચ ધોડિયાઓની વસ્તીના લીધે “ધોધડકુવા” હશે.   આવા ગરીબીના પ્રતિક સમા ગામમાં બહારવટીયાની શી વાત કહેવાની હોય? તેવો પ્રશ્ન થાય. કારણ કે જ્યાં લોકો પાસે ખાવા-પીવા કે પહેરવા -ઓઢવાનાં ફાંફા હોય ત્યાં બહારવટિયા આવે તો કદાચ ધાડ પાડીને લુંટવાને બદલે કૈંક આપીને જવાનું થાય !   એ ગામ-ધોધડકુવામાં જેટલી જમીન હતી તે બધીના માલિક મજુમદાર શેઠ. બધી જમીન તેઓની જ એટલે બધા તેમને ત્યાં મજૂરીએ જાય. અને એમ જોઈએ તો આડકતરી રીતે આખા ગામની જવાબદારી શેઠની રહેતી. તેઓ પોતે કદાચ આ વાત સમજતા હશે એટલે જ, જેમ વખત ગયો તેમ ગામમાં શાળા બંધાવી. છેક કોલક નદીથી પાણી લઈને આવવું અઘરું હતું એટલે કુવો ખોદાવ્યો, અને એક કરિયાણાની દુકાન પણ પોતે બંધાવીને માલ ભરીને દુરના એક સગાને ચલાવવા આપી.અને એમ એને ઠેકાણે પડ્યો. એટલું જ નહી એ દુકાનમાંથી જેની પાસે ખરેખર પૈસા ના હોય તેને પોતાની જવાબદારી પર ઉધાર આપવાની કાયમી સુચના પણ આપી રાખેલી.

મજુરી તો આજુબાજુના ગામોમાં ચાલતા ભાવ પ્રમાણે બધા જેટલી જ, શેઠ પણ આપતા.પણ ગામના દરેકને જયારે જરૂર પડે ત્યારે વગર વ્યાજે પૈસા ઉધાર આપતા. ગામના કોઈનું કામ અટકી ના પડે તે ધ્યાન રાખતા. આવા કારણો સર ગામ લોકો અને આજુબાજુના ગામના લોકોમાં પણ તેઓ પ્રિય હતા.   શેઠને બે દીકરીઓ અને બે દીકરાઓ હતા. છોકરાઓને ભણાવવા માટે તેમનું એક ઘર બાજુના શહેરમાં હતું. બાળકો શાળા ચાલુ હોય ત્યારે ત્યાં જ હોય. વેકેશનમાં બાળકો પણ ગામડે રહેવા આવતાં. આવા જ એક વેકેશનમાં બાળકો ગામડે હતાં. બધાં ભેગા થઇ ને આનંદ કરતાં હતાં. રાત્રે જમીને બધા ઓટલે બેસીને વાતો કરતાં બેઠા હતા, વાતોમાં ખાસું મોડું થઇ ગયું બંને દીકરીઓ ૧૦ વર્ષ નીચેની હતી તે તો ઊંઘી પણ ગયેલી. બધા ઉઠીને સુવા ગયા બધા નોકરો પણ સુવા જતા રહ્યા.   શેઠ શેઠાણી હજી જાગતા જ હતાં. એટલામાં દુરથી ઘોડાના ડાબલાનો અવાજ આવતો હોય તેમ લાગ્યું.  
શેઠાણી કહે:-” બાબર દેવાની ટોળકી આવી લાગે છે, હવે શું કરીશું છોકરાંઓ પણ અહીં છે!”   શેઠ:-” એમ ગભરાયે કશું નહિ થાય, સૌથી પહેલાં બંને દીકરીઓને ગાયની કોઢમાં ખાટલો ઢાળીને સંતાડીને, સુવાડી દઈએ, એ ઊંઘે છે એ સારું છે નહિ તો રડે તો બહારવટિયા જાણી જાય, એ સા… જાતનો શું ભરોસો, તું પણ ત્યાં જ દીકરીઓ ભેગી જતી રહે, હું બંદુક લઈને બેસું છું.”  
એ પ્રમાણે જ કરવું પડ્યું, બીજો કોઈ ઉપાય પણ નહોતો. એટલામાં તો ઘોડાના ડાબલાના અવાજ છેક ઘરના કમ્પાઉન્ડના ઝાંપે સંભળાયા, અને ત્યાં અટક્યા પણ ખરા! શેઠ- શેઠાણીના મનમાં ગભરાટ અને બીક સાથે એક પ્રશ્ન પણ હતો. “હવે?” એ પ્રશ્ન શેઠ શેઠાણીના મનમાં જ રહ્યો, અને છેવટે શેઠ બંદુક લઈને હિંમત કરીને ઘર બહારથી બંધ કરીને ઝાંપે જઈને ઉભા.

બહારવટિયાઓ ની ટોળી સાથે બાબર પણ ઝાંપે ઉભેલો જ હતો.   શેઠ:-” રામ રામ, બાબરભાઈ ”   બાબર:-” એ… રામરામ હેઠ(શેઠ),હું ચાલે?”   શેઠ:-” બધું બરાબર, પણ તમે?”   બાબર:-” હેઠ, (શેઠ) તું તો બંદુક લેયને આયવો હેં? અમે થોડા તારે ઘેર આવાના? તું તો હારો માણહ છે લોકોને તું ગમતો છે. એટલે તને ની પજવહુ,”   શેઠ:-” તો તારી હવારી (સવારી) કાં ચાયલી?” શેઠને મનમાં ડર હતો છતાં બાબર સાથે નોર્મલ રહેવા પ્રયત્ન કર્યો. મનમાં એ પણ હતું, સા….. બહારવટિયાનો શો ભરોસો?   બાબર:-” આજ તો પેલો કાછિયો ની ? સા….લોકોને લુંટતો છે તેને હીધો કરવાનો છે, તેના બેવ પોયરા પણ હરામની જાતનાં છે, તાં ચાયલો, ચાલ હેઠ, રામ રામ.”   વળતા રામરામ કરીને ઝડપથી શેઠ ઝાંપો બંધ કરીને ઘરમાં આવ્યા.

શેઠાણી અને બંને દીકરીઓને પણ કોઢમાં ગાયોની વચ્ચે સંતાડેલી ત્યાંથી ઘરમાં લાવ્યા.   એટલી વારમાં બંદુકની ગોળીઓના અવાજ આવ્યા, અને એ રાત એમ થોડી બીકમાં જ વીતી. સવારે નોકરોએ બારણા ખખડાવ્યા ત્યારે જ ખોલ્યા. બહાર નોકર ગભરામણ અને બીકનો માર્યો જાણે ધ્રુજતો હતો.  
નોકર:-” હેઠ, કાછીયાના પોયારાને બાબરિયાએ ગોળીએ દીધો.”   શેઠ:-” કયા પોયારાને? કેમ?”   નોકર:-” નાલ્લાને,(નાના છોકારાને) એની પાહે થડાની ચાવી માયગીને એ દાડાનો વકરો માયગો તેણે ના પાયડી થોડી રકઝક કયરી પછી ઠોકી પાયડી બંદુક. હિધ્ધો મરી જ ગીયો. લોકો કેટલી ખણ વાત કરતા છે.”  

બીજા દિવસે જયારે શેઠના ખેતરે લોકો મજુરી કરવા ગયા ત્યારે પણ કાછીયાના નાના છોકરાના બાબરે કરેલા ખૂનની વાતોનો ગણગણાટ ચાલુ રહ્યો. શેઠને પણ ખુન કરવાનું કારણ જાણવાની ઈચ્છા હતી કારણકે, બાબર મોટા ભાગે ગામના સામાન્ય અને ગરીબ લોકોને કનડનાર વ્યક્તિને જ કનડતો. તેના નામે જે બે ખૂન બોલતા હતા. તે એવી વ્યક્તિઓના જ હતા, જેઓ મજુરો પ્રત્યે વધારે પડતા ક્રૂર હતા અને મજુર સ્ત્રીઓ પ્રત્યે નજર બગડતા હતા.  

શેઠે મજુરોના મુકાર્દમ- સનીયાને બોલાવીને પૂછ્યું,:-” સાનિયા, આ બાબરે કેમ કાછીયાના છોકરાનું ખૂન કર્યું? લોકો શું કહે છે?”   સનીયો:-” આપણો બાબુડો ખારોકે? તેની પોરી દુકાને ગેયલી તો એને ફોહલાવીને અંદર લેઈ ગેયલો. બાબર ફરતો રામ એટલે તેણે જાયણું. જાતે પૂછ્યું ને ખાતરી થઇ કે, પેલાની ટીકીટ ફાડીને જ આયવો.   શેઠે રાત્રે શેઠાણીને વાત કરી, તો શેઠાણી કહે,:-” આ ઉજળીયાત લોકો આવી ખોરી દાનતના અને આ બાબર પોતે ધાડ પાડે, લુંટ કરે છતાં, ઊંચા ચરિત્ર અને સંસ્કાર વાળો, અને લુંટે પણ એવાને જ જે બીજાને લુંટીને તગડા થયેલા હોય અને ગરીબોને હેરાન કરતા હોય.”   શેઠ:-” હા ,હું પણ એ જ વિચારું છું કે, આ બાબરને બહારવટિયાની નાતનો ગણવો કે, ફરીસ્તાની નાતનો?”    

‘મુશ્કેલીને જ માર્ગ બનાવો’ – રશ્મિ જાગીરદાર

મુશ્કેલીને માર્ગ બનાવો

આપણા જીવનમાં રોજબરોજ અનેક ઘટનાઓ ઘટતી હોય છે.એમાંથી કેટલીક ઘટનાઓ આપણને ગમે એવી હોય છે અને કેટલીક ના ગમે તેવી. ના ગમતી ઘટના ઘટે ત્યારે આપને હતાશ થઇ જઈએ છીએ. Continue reading ‘મુશ્કેલીને જ માર્ગ બનાવો’ – રશ્મિ જાગીરદાર

રુક્ષ્મણીની સોડ – વાર્તા – રશ્મિ જાગીરદાર

રુક્ષ્મણીની સોડ

“એષા, આટલા બધા સારા સારા ડ્રેસ છે, સરખો ડ્રેસ પહેરને કોલેજ જતાં.”

“મમ્મી મારે ભણવા જવાનું છે, ફેશન શોમાં નહિ, વળી આપણે વધારે પડતા ભડક-ફેશન વાળા કપડાં પહેરીને, ભણવા માંગતા સૌને ખલેલ શા માટે  પહોચાડવી?” Continue reading રુક્ષ્મણીની સોડ – વાર્તા – રશ્મિ જાગીરદાર

લાળ  –  એક લઘુકથા  – રશ્મિ જાગીરદાર

લાળ  –  એક લઘુકથા  – રશ્મિ જાગીરદાર
“સવલી, તુ બાજુવારા કાકી હાથે જા. પશાકાકાના પંપેથી થોડું પાણી ભરતી આવ. આજે મારે કામ છે.”
“થોડું રમવા દે ને મા!”
“પછી આવીને રમજે, જા બઉ ડાઈ મારી પોરી.”
“માડી કાલે બી મને મોકલેલી રોજ રોજ મારે..ને મોટો ઘડો થોડો ઉંચકાય મારાથી?”
“ની ની મોટો ઘડો થોડો? લે આ એલુમીનનું ઘડુલું તારાથી ઉચકાય તેવું.”
માએ આપેલું એલ્યુમીનીયમનું  ઘડુલું, વગર ઈઢોણીએ માથે મુકીને ઉભેલી સવલીને એક મિનીટ માટે તેની મા નીરખી રહી. ઘડે બાંધેલી દોરી આગળથી એક હાથે ઘડો પકડીને એ, મીઠું હસીને જાણે માને કહી રહી હતી, “જાઉં મા?” એ લટકતી દોરી જેવા જ ગંદા, રુક્ષ વાળ ઉડીને તેના ચહેરાને બંને બાજુથી ઢાંકતા હતા. મેલાં કપડાં અને મેલા શરીર છતાં, હાથમાંની બંગડી અને ગાળામાં પહેરેલા દાગીનામાં  સવલી  કેટલી રૂપાળી લાગતી હતી! એ વાત સાચી હતી કે પછી માનો જીવ એટલે? પણ ના ના, ગામ આખાને લાગતું કે, ઉડતાં ઝટિયા જેવા વાળ વચ્ચેથી વેરાતું સવલીનું રૂપ, અડધી રાત્રીનાં અડધા ચંદ્રમાં જેવું અનુપમ હતું.
સવલી બાજુવાળા કાકી સાથે પશાકાકાનાં પંપે પાણી ભરવા નીકળી. ઉતાવળે ચાલ્યા તોય પહોંચ્યા ત્યારે ખાસી લાઈન થઈ ગયેલી. પોતાના નંબર પર ઘડો મુકીને સવલી તો એના જેવડી ત્રણ ચાર છોકરીઓ સાથે રમવામાં પડી. કાકી  ભારે શરીરને  લઈને થાકેલાં એટલે બેયના ઘડા પાસે બેસી જ ગયાં. થોડીવાર પછી પશાકાકાનો નોકર બહાર આવ્યો.
“એય છોકરીઓ જાવ પશાકાકા અંદરની રૂમમાં બોલાવે. તમને ચોકલેટ આપે જાવ.”
ચોકલેટનું નામ સાંભળીને છોકરીઓએ રમવાનું પડતું મુક્યું  અને દોડી. છોકરીઓ અંદર ગઈ તો, પશાકાકા ચોકલેટનો ખૂલ્લો  ડબ્બો ટેબલ પર રાખીને બેઠા હતા. છોકરીઓ ચોકલેટ  આપવાની રાહ જોતી ઉભી રહી.  બધી છોકરીઓ અને સવલી લાલચથી ચોકલેટ સામે તાકી રહી. ખાસ કરીને ખુબ ગમી જાય તેવી સવલીને!  ચોકલેટ જોઈને  છોકરીઓનાં મોંમાંથી લાળ ટપકવા લાગી.  આ બાજુ,  ડાબા પગનો ધોતિયાનો છેડો ઠેઠ મોઢા સુધી લઈ જઈને, પોતાના હોઠ અને દાઢી લૂછતાં લૂછતાં, પશાકાકા પણ છોકરીઓને, ખાસ કરીને સવલીને, આંખનું  મટકુંયે માર્યા વિના, તાકી તાકીને જોઈ રહ્યા હતા.
અસ્તુ

ગાર્ગી – વાર્તા – રશ્મિ જાગીરદાર

ગાર્ગી

“ગાર્ગી મેડમ” દરવાજા પરથી અવાજ આવ્યો. તે તરફ ગાર્ગીનું ધ્યાન ગયું. કુરીયરવાળો જ હશે. તેણે વિચાર્યું. તે પહોંચી અને સહી કરીને એન્વેલોપ લીધું. ક્યાંથી આવ્યું તે જાણવા મોકલનારનું સરનામું જોયું. કપડવંજ વાંચીને તે વિચારમાં પડી. કવર ખોલીને જોયું તો 7-8 લીંટીમાં લખાયેલો પત્ર હતો. નીચે લી. ઉમાદીદી વાંચીને તે ચમકી. તેનો હાથ ધ્રુજવા લાગ્યો, પગ નીચેથી જમીન જાણે સરકવા લાગી. તે માંડ સોફા પાસે પહોંચી ને સોફા પર ફસડાઈ પડી. Continue reading ગાર્ગી – વાર્તા – રશ્મિ જાગીરદાર

“ફક્કડ ફૂવા”- ચરિત્ર લેખ – રશ્મિ જાગીરદાર

“ફક્કડ ફૂવા” – રશ્મિ જાગીરદાર

બાળપણથી યાદ કરવા માંડીએ, તો જીવનમાં એવાં કેટલાંક પાત્રો હોય જ. જેમની છબી મન પર અંકાઈ ગઈ હોય. તેમાં ય તમે જોજો, રમુજી પાત્રો આપણને વધારે યાદ રહી જાય. એમની અનેક વાતો એવી હોય જે વારંવાર યાદ કરીને આપણે  અનુકુળ સમયે ચર્ચામાં ઉલ્લેખ કરતાં હોઈએ. આજે મને ફરીથી એ ફક્કડ ફૂવા યાદ આવી ગયા. એ હતા જ એવા. એમની વાતો સાંભળીને આપને હસી હસીને બેવડ વળી જઈએ!

Continue reading “ફક્કડ ફૂવા”- ચરિત્ર લેખ – રશ્મિ જાગીરદાર

બૌધિ વૃક્ષ – રશ્મિ જાગીરદાર

મારૂં બોધિ વૃક્ષ- રશ્મિ જાગીરદાર

અમારા ઘરનાં કમ્પાઉન્ડમાં ઝાંપા પાસે એક બોગનવેલનું વૃક્ષ છે. આપણે જાણીએ છીએ તેમ બોગનવેલનાં પુષ્પો વિવિધ રંગનાં હોય છે અને એ દરેક રંગના વિવિધ શેડ પણ મળી આવે! અમારી બોગનવેલનો રંગ ડાર્ક રાણી ગણાય પણ એમાં શ્યામગુલાબી રંગની ઝાંય દેખાતી. એને લીધે એની સુંદરતા વિશેષ હતી. અમારે ત્યાં મુલાકાતે આવનાર સૌ અવશ્ય એના વખાણ કરે જ અને કહે, “આટલો સરસ રંગ ખાસ જોવા નથી મળતો.” ગીચ ડાળીઓ ને પાંદડાવાળું વિશાળ વૃક્ષ અને જેટલાં પાંદડા એટલા જ પુષ્પોનો વૈભવ! 

Continue reading બૌધિ વૃક્ષ – રશ્મિ જાગીરદાર