http://વિશિષ્ટપૂર્તિ. ડૉ.રાઘવ કનેરિયાને અભિનંદન.
શિલ્પકાર રાઘવ કનેરિયા.….સંપાદનઃ સરયૂ પરીખ
સ્નેહી મિત્રો,
ભારતના કલાક્ષેત્રે વડોદરાની ફાઇન આર્ટસ કોલેજના શિક્ષકો તથા વિદ્યાર્થીઓનો ફાળો ઘણો મોટો રહ્યો છે. તેમાના એક, પ્રાધ્યાપક રાઘવ કનેરિયા વિદ્યાર્થી હતા ત્યારથી જ ઘણા પુરસ્કારો અને સન્માનો મેળવતા રહ્યા છે. તેવા પુરસ્કારોની હારમાળમાં એક નવું પુષ્પ હાલમાં જ ઉમેરાયું છે. તે જાણીને મારી જેમ જ બધા કળા પ્રેમીઓને આનંદ થશે. પશ્ચિમ બંગાળની રવીન્દ્ર ભારતી યુનિવર્સિટિ તરફથી રાઘવ ભાઈ ને માનદ પદવી- ડૉક્ટરેટ અપાઈ છે.
શુભ નવરાત્ર. કદાચ આજે કેટલાક લોકો ભૂલી ગયા છે કે ગુજરાતમાં ફેલાઈને મુંબઈ સુધી વ્યાપેલ ગરબાનાં આજના સ્વરૂપના બીજ ઠેઠ 1950ના દાયકામાં ફાઇન આર્ટસ કોલેજમાં રોપાયેલા. તેને વિકસાવનાર માળીઓમાં રાઘવભાઈએ સિંહ ફાળો આપેલો.
તમારા કળા રસિક મિત્રોને આ સમાચાર જણાવશો. ..જ્યોતિ ભટ્ટ. 28 ઓક્ટોબર 2020
ડૉક્ટર રાઘવ કનેરિયાને દાવડાના આંગણાના સાહિત્ય અને કલા રસિક મિત્રો તરફથી અભિનંદન.
હાલમાં તેમના પત્ની શકુંતલા સાથે વડોદરામાં છે.
સંપર્ક માટે તેમના પુત્ર અંકુરની ઈમેઈલ…AnkurKaneria@hotmail.com
૨૦૧૮માં શ્રી દાવડાસાહેબ દ્વારા પ્રકાશિત શ્રી રાઘવભાઈ કનેરિયા વિષેના લેખોને ઘણો આવકાર મળેલ. દાવડાસાહેબ મહિનાઓ પછી પણ આશ્ચર્ય-આનંદ સાથે કહેતા કે કનેરિયાભાઈના વિભાગને હજી સુધી લોકો જોતા રહ્યા છે. એ પ્રકાશનો અહીં ફરીને મ્હાણીએ…
વિભાગ-૧
રાધવ કનેરિયાનો જન્મ ૧૯૩૬માં એક ગરીબ ખેડૂત કુટુંબમાં થયો હતો. શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી ૧૯૫૫ માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઈન આર્ટસ કોલેજમાં જોડાયા. એ જ વરસે એમની સાથે જોડાયેલા અને પછીથી મોટા કલાકારો તરીકે જાણીતા થયેલા અન્ય વિદ્યાર્થીઓ હતા જ્યોતિ ભટ્ટ, હિંમત શાહ, ગુલામમોહમ્મદ શેખ, વિનોદ શાહ, કૃષ્ણ છાતપર અને વિનોદરાય પટેલ. એમના અધ્યાપકો હતા માર્કંડ ભટ્ટ, એન.એસ. બેન્દ્રે, શંખો ચૌધરી અને કે. જી. સુબ્રમન્યમ જે બધા જ ભારતના કલાજગતના ખુબ જ મોટા નામો છે.
જ્યોતિભાઈ અને રાઘવભાઈની પ્રથમ વર્ષમાં જ પાકી દોસ્તી થઈ ગઈ. ૧૯૫૬ માં જ્યોતિભાઈને યુનિવર્સીટીના પ્રાણીશાસ્ત્ર વિભાગમાં એક મોટું મ્યૂરલ (ભીંતચિત્ર) તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું. જ્યોતિભાઈએ આ કામ માટે અન્ય બે મિત્રો અને રાઘવભાઈને મદદનીશ તરીકે લીધા. એમાંથી જે મહેનતાણું મળ્યું એ ચારે જણાએ વહેંચી લીધું. ત્યારે રાઘવભાઈની આર્થિક પરિસ્થિતી સારી ન હતી, અને અભ્યાસ છોડી દેવાનો વિચાર પણ આવ્યો હતો, પણ આ મહેનતાણું મળતાં એમને રાહત થઈ હતી.
વધું વાંચો…શિલ્પી રાઘવ કનેરિયા-૧ ( પી. કે. દાવડા )
વિભાગ-૨
શિલ્પ સિવાય રાધવભાઈના અન્ય શોખમાં ચિત્રકળા, ફોટોગ્રાફી અને ફોક મ્યુઝિક છે. એમના મોટા ભાગના સ્કલ્પચર્સ સ્ટિલ, બ્રોન્ઝ અને બ્રાસથી તૈયાર કરવામાં આવ્યા છે. પ્રિન્ટમાં ફાયર વર્ક કરીને તૈયાર કરેલ પ્રિન્ટ, પેન્સિલ અને ક્રેયોન ડ્રૉઇંગ્સનો સમાવેશ થાય છે.
(૧૯૭૪ માં રાઘવભાઈ પોતાના એક શિલ્પને ગ્રાઈંડ કરી રહ્યા છે.) આગળ વાંચો..શિલ્પી રાઘવ કનેરિયા-૨ ( પી. કે. દાવડા
વિભાગ–૩
રાઘવભાઈના શિલ્પોમાં એમના નંદી અને વાછરડાં ખુબ જ પ્રસિધ્ધ છે. આજના એપીસોડમાં આપણે આવા ચાર શિલ્પ જોઈએ.
કુદાકુદ કરીને પોતાનો આનંદ વ્યક્ત કરતાં વાછરડાંનું આ શિલ્પ કાંસાનું છે. 15″×13″× 28″ ના શિલ્પને લાકડાના પ્લેટફોર્મ ઉપર Mount કરવામાં આવ્યું છે. આ શિલ્પનું શ્રી બાબુ સુથારે કરેલું અવલોકન આ પ્રમાણે છે.
“ગતિ અને એમાં પણ પુનરાવર્તિત થતી ગતિને શિલ્પ જેવા સ્થિર માધ્યમમાં પ્રગટ કરવાનું કામ સાચે જ અઘરું છે. અહીં શિલ્પકારે એ કામ કર્યું છે. વાછરડાના સ્નાયુઓ પર નજર કરો. એમાં રહેલું tension ગતિ, એ પણ પુનરાવર્તિતિ ગતિ,નું સૂચન કરે છે. માથું નીચે. પૂંછડી ઉપર . અદભૂત સમતુલા.” આગળ વાંચો… શિલ્પી રાઘવ કનેરિયા-૩ ( પી. કે. દાવડા અને શ્રી બાબુ સુથાર )
વિભાગ-૪