Category Archives: રાજુલ કૌશિક

નિકી – વાર્તા – રાજુલ કૌશિક

“નિકી, કયા શબ્દોમાં અમે તારો આભાર માનીએ? વી હેવ નો વર્ડસ ટુ સે થેન્ક્સ” વોશિંગ્ટન અને વડોદરા વચ્ચે વૉનેજ ફોન-લાઇન ઉષ્મા અને આંસુથી ભીની થતી જતી હતી.

Continue reading નિકી – વાર્તા – રાજુલ કૌશિક

સુખનું સરનામું – વાર્તા – રાજુલ કૌશિક

સુખનું સરનામું

કબીર….કબીર…કબીર

કેયા સતત કબીરને બોલાવવાનો પ્રયત્ન કરી રહી હતી. આજે ૨૧ દિવસ, ૧૭ કલાક અને ૨૭ મિનિટ થઈ ચુકી હતી કબીરને આમ નિષ્પ્રાણ જેવો પડેલો જોઇને. આમ તો કેયાને સફેદ અને આછો આસમાની રંગ ખુબ પ્રિય હતો . પરંતુ આટ-આટલા દિવસોથી આછી આસમાની રંગની દિવાલો, સફેદ બેડ અને સફેદ ચાદર નીચે આછા આસમાની રંગના સદરાથી ઢંકાયેલા કબીરના ચેતનહીન શરીરને જોઇને કેયાને એનો સૌથી પ્રિય સફેદ અને આછો આસમાની અકારો લાગવા માંડ્યો હતો.

Continue reading સુખનું સરનામું – વાર્તા – રાજુલ કૌશિક

વિશિષ્ટપૂર્તિ. સવિશેષ…દેવિકા ધ્રુવ. પઢોરે…રાજુલ કૌશિક

સંબંધોની સવિશેષ સુગંધ…દેવિકા રાહુલ ધ્રુવ
http://વિશિષ્ટપૂર્તિ. સવિશેષ…દેવિકા ધ્રુવ. પઢોરે…રાજુલ કૌશિક

વાતમાંથી વાત નીકળી ને અનાયાસે જ એક વર્ષો જૂની સુખદ યાદ બહાર આવી.

૫૦ વર્ષ પહેલાંની એ વાત. લગભગ ૧૯૬૭-૬૮નું વર્ષ હતું. સવારની કોલેજ પછીના સમયમાં બે ચાર કલાક હું કંઈક ને કંઈક પાર્ટ ટાઈમ જોબ કરતી. એ રીતે ૬એક મહિના જેટલો સમય મને એક સામયિકમાં, ફાઈલીંગ, અનુવાદ વગેરે કરવાનું કામ મળેલ. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવામાં ઘણીવાર તકલીફો પડતી. તે સમયે એક પિતાતુલ્ય વ્યક્તિ, જેમનો ચહેરો થોડો ફિલ્મી કલાકાર અશોકકુમારને મળતો આવતો હતો તેમ મને હંમેશા લાગતું. તેઓ મને ખુબ શાંતિથી અને સરસ રીતે માર્ગદર્શન આપતા. મારી નાની વયે નોકરી કરવાની પરિસ્થિતિ અંગે તેમને અપાર અનુકંપા હતી એ મને સતત અનુભવાતુ. મારા મનને પણ સારું લાગતુ. તેમની પાસેથી ઘણું ઘણું શીખવાનું મળતું. ૬-૭ મહિના જેટલો સમય એ રીતે કામ કર્યા પછી તો પરીક્ષાને કારણે અને ફુલ ટાઈમ વધુ સારી જોબ મળવાને કારણે પણ મેં એ કામ છોડી દીધું.

વર્ષો વીતતા ગયાં. મારા લગ્ન થયા, સંસાર શરૂ થયો, નસીબના પાંદડા ફરતા ગયા.૧૯૮૦માં હું અમેરિકા આવી. પિતાતુલ્ય એ વડિલની યાદો પર સમયના થરો ચઢ્યા. સમય અને સંજોગોની સાનુકૂળતા થતાં ધીમી પડેલી મારી કલમ સળવળીને વેગીલી બની. એમ કરતા કરતા ૨૦૦૮માં મારું પ્રથમ પુસ્તક પ્રકાશિત થતા એ અરસામાં ભારતની મુલાકાત લેવાનું બન્યું.

જોગાનુજોગ, કોઈકના કહેવાથી એક અજાણ્યા લેખિકા બહેનને મળવાનું થયું. શાંત અને સૌમ્ય વ્યક્તિત્વ. વાતો પણ સાહિત્યિક અને મનને ગમે તેવી. મળવાનું ગમ્યું. પહેલી અને એ એક મુલાકાત…. કેવી અજબ રીતે,  વર્ષો  પહેલા સાંપડેલ વડિલનું સ્નેહઝરણ, નવા નકોર મૈત્રીના સરોવર સુધી ખેંચી ગયું!

ખૂબ મઝાની વાત છે આ.  તે બહેન સાથે એકમેકના સાહિત્યિક પરિચય અને થોડીઘણી સામાન્ય વાતચીતને અંતે છૂટા પડતી વખતે અમારી વચ્ચે કંઈક આવો વાર્તાલાપ થયો.

“ચાલો, હું હવે રજા લઉં.”

“હા, મારે પણ પપ્પાને મળવા નીકળવું જ છે. પણ ફરી ચોક્કસ મળીશું હોં” તેમણે કહ્યું.

‘હું રીક્ષામાં જાઉં છું. એ જ રસ્તો હોય તો તમને ઉતારી દઉં.” મેં કહ્યું.

સદભાગ્યે જાણે ભવિષ્યની આગાહી આપતો હોય તેમ અમારો રસ્તો એક જ નીકળ્યો. પછી તો રીક્ષામાં  અમે બીજી થોડી વાતો કરી ન કરી ત્યાં તો તેમનું ઘર આવી ગયું.  કોણજાણે  કેમ કયા નાતે, ખબર નથી પણ મેં તેમને તેમના પપ્પાનું નામ પૂછ્યું અને જવાબ સાંભળતાની સાથે પળવારમાં તો હું પેલા ૧૯૬૭-૬૮ના વર્ષમાં ઉંચકાઈને  ફેંકાઈ. એટલું જ નહિ, પૂછવાને બદલે, કોઈક જાગી ઉઠેલા હકપૂર્વક  ‘હું તમારે ઘેર તમારી સાથે જ અંદર પણ આવું છું’ કહીને રીક્ષામાંથી ઉતરી તેમની સાથે જ ચાલવા પણ માંડ્યું.  બહુમાળી ફ્લેટના દરવાજે પહોંચતા, બારણું ખોલતા જ, ‘રોકીંગચેર’માં બેઠેલ તેમના પપ્પા સાથે મારી નજર મળી.  મારા અસીમ આશ્ચર્ય વચ્ચે, પચાસેક વર્ષ જૂના પોપડા એક પળમાં ખરી પડ્યા અને એ પિતાતુલ્ય વડિલે મારા તરફ  ઝીણી આંખે, વિસ્મયપૂર્વક જોઈ  ‘દેવી, તું ?” કહી  દીકરીની જેમ ખૂબ વાત્સલ્યપૂર્વક આવકારી.  મારા તો રૂંવાડા ખડા થઈ ગયા. કેવી અદભૂત અને વિરલ ઘટના હતી એ? અજીબ દાસ્તાન… ક્યારે શરૂ થઈ અને કેવો વળાંક લઈ રહી હતી!

મન પ્રસન્ન પ્રસન્ન થઈ ગયું. વિચારપંખી જૂની સ્મરણ-ડાળ પર ફરી એકવાર ઝૂમવા લાગ્યું.

બસ, ત્યારથી શશીકાંત નાણાવટી, મારી અને તેમની દીકરી, રાજુલ કૌશિકની મૈત્રીનો એક સેતુ બની ગયા.

એક અમેરિકન કવિએ સાચું જ કહ્યું છે કે, “The extent and duration of time do not matter much. The worth can be felt even in a very short moment.” અમે માત્ર બે જ વાર અલપઝલપ  જ મળ્યા છીએ પણ લાગે તો એવું કે વર્ષોથી જાણે રોજ મળીએ છીએ.

આજે આ આખી યે વાત સરયૂબેનની સાહિત્યિક મૈત્રી થકી ફરી એકવાર રણઝણી ગઈ. તે પણ યોગાનુયોગ કે ઋણાનુબંધ? સંબંધોની સવિશેષ સુગંધ તે આનું જ નામ ને?

દેવિકા રાહુલ ધ્રુવ Devika Dhruva. http://devikadhruva.wordpress.com
————–

પઢો રે ગુગલ રાજા રામના…વાર્તા. લે.રાજુલ કૌશિક

હેલ્લો મમ્મી, એક ગુડ ન્યુઝ છે. યુ આર ગોઇંગ ટુ બી અ ગ્રાન્ડ મધર. હવે તો મમ્મી તારે અમેરિકા આવવુ જ પડશે. અત્યંત ઉમળકાભેર એની મમ્મીને સારા સમાચાર આપ્યા અને એટલા જ ઉમળકાભેર મમ્મીએ અમેરિકા આવવાની સંમતિ પણ આપી દીધી. અને આપે જ ને વળી ! દિકરીના ત્યાં દિકરીનો જન્મ થવાનો હતો.  જાણે નિયતીનુ ફરી એક વાર શૈશવ  ઘરમાં રમતું થવાનુ હતુ પણ એ પોતાના આંગણમાં નહી પરદેશમાં …કારણ  ! બેબીનો જન્મ  અમેરિકામાં થાય તો એ  જન્મતાની સાથે જ અમેરિકન સિટિઝન બની જાય ને ? નહીં તો ખરેખર તો નિયતીએ અહીં પોતાની પાસે  જ ડિલિવરી માટે આવવાનુ હોય ને?

નિયતીમાં જેટલો સમય પોતે આપી શકી નહોતી એ બધો સમય વ્યાજ સાથે કાહિની સાથે એ વ્યતિત કરશે એવુ મનોમન સ્વપ્ન પણ જોઇ લીધું. જૂનમાં  બેબી શાવર પહેલા જ અલકા અમેરિકા પહોંચી ગઈ. રંગે ચંગે બેબી શાવરનો પ્રસંગ આટોપાઇ ગયો.

ઓગસ્ટના  નિર્ધારિત દિવસે અને સમયે કાહિનીની સવારી પણ આવી ગઈ. અમેરિકા જો હતુ . અહીં તો બધુ જ સમયસર કામ થાય. વળી પાછા લાડ, પ્યાર દુલાર-ખાના-ખિલાનાનો સિલસિલો ચાલ્યો તે છેક અલકાના પાછા આવવાના દિવસ સુધી.

પણ હવે શું? અલકાને થોડી ચિંતા થવા માંડી. બે કારણે –એક તો એને પોતે  કાહિની સાથે જે મમતાથી જોડાઇ ગઈ હતી તો એને મુકીને જવાનુ  એટલુ તો વસમુ લાગતુ હતુ કે જાણે નિયતી પરણીને પહેલી વાર અમેરિકા આવી ને લાગ્યુ હતું અને બીજુ આટલી નાની સાવ ત્રણ મહિનાની દિકરીને લઈને નિયતી કેવી રીતે પહોંચી વળશે? પણ સમીરે અલકાને  વિશ્વાસ અપાવ્યો,

“મમ્મી તમે જરાય ચિંતા ના કરતા. હું છું ને? નિયતીને  બધી જ મદદ કરીશ. (છુટકો છે ભાઇ, અમેરિકામાં રહીને તો એ સિવાય ક્યાં ચાલવાનુ છે?) અને મમ્મી અમને  તો બધી જ માહિતી ગુગલ પર મળી જાય છે. કંઇ પણ નાની અમસ્તી મુંઝવણ હોય તો એનો રસ્તો પણ ગુગલ સર્ચમાં મળી જશે.” (ખરી જ વાત છે ને? ગુગલે  તો જે  ફ્રેન્ડ -ફિલોસોફર-ગાઇડ અને ગોડ ફાધરનો રોલ ભજવવા માંડ્યો છે તે?)…અને અલકાને  નિરાંત થઈ ગઈ. બંને જણ ટેક્નૉસાવી જો હતા તે! હવે કોઇ ચિંતા જ ક્યાં રહી? અલકા હાથમાં બિસ્તરા -પોટલા અને મનમાં નિશ્ચિંતતા લઈને ઇન્ડીયા પરત થઈ.

માગ્યા માર્ગદર્શન ગુગલ પર મળી જતા હતા. કાહિનીને કેવી રીતે સુવાડવી , કેવી રીતે નવડાવવી- ક્યારે કેટલી વાર ખવડાવવુ..ટપાટપ ગુગલ પર નાખોને લો હાજર છે તમામ હથિયાર. મોર્ડન મમ્મી પપ્પા હતા ને ? બધો ઉછેર અમેરિકન સ્ટાઇલથી જ કરવો હતો.

આમાં એક વાતની ખબર હતી કે અમેરિકામાં  અમેરિકનો અને  ડૉક્ટરો પણ બેબીને પહેલેથી જ એકલા ઊંઘાડવાની ટેવ પાડવાના હિમાયતી છે.  પણ કેવી રીતે ? એકાદ વાર મંથલી ચેક અપ વખતે ડૉક્ટર સાથે અછડતી વાત થઈ હતી અને હવે એને અમલમાં મુકવાનુ હતુ પણ કેવી રીતે? ચાલો  નાખો ગુગલ પર..

ગુગલ મહારાજની સલાહ લઇએ. ગુગલે સલાહ આપી. બેબીને એના રૂમમાં એકલુ  મુકી દેવાનુ . જો કે શરૂમાં રડશે પણ ખરુ. એકાદ કલાક સુધી્માં  શાંત થઈ જવુ જોઇએ. એમ કરતા ધીમે ધીમે ટેવ પડશે.

ચાલો શુભસ્ય શિઘ્રમ! સારા કામમાં વળી ઢીલ શેની? કલ કરે સો આજ ,આજ કરે સો અબ..રાત્રે કાહિનીની ક્રીબ એના અલગ રૂમમાં મુકી દેવામાં આવી અને કાહિનીને એકલી એની ક્રિબમાં. બારણું બંધ કરીને માસ્ટર બેડ રૂમમાં બેસી ગયા સમીર અને નિયતી. દસ મિનિટ ,વીસ મિનિટ ત્રીસ મિનિટ … કાહિનીનુ રડવાનુ તો બંધ થવાનુ નામજ  નહોતુ લેતુ. કાહિનીના રડવાનો અવાજ સતત આવતો હતો….
બટ, ઇટ્સ ઓકે. કાહિનીની જોડે આપણે પણ ટેવાવુ તો પડશે જ ને?”  કલાક થવા આવ્યો પણ આ તો રડવાનું ચાલુ જ હતુ… “હવે સમીર?” નિયતીએ આઇ.ટી પ્રોફેશનલ પતિદેવ સામે નજર માંડી.

“વેઇટ, લેટ મી ચેક ઓન ગુગલ.” સમીરે એની વાજા પેટી ખોલી. અલકા એને હંમેશા વાજા પેટી કહેતી…અને બીજી જ મિનિટે બેઉ સફાળા દોડ્યા કાહિનીની રૂમ તરફ…

કારણ? ગુગલ મહારાજની સલાહ પ્રમાણે આવી ટેવ પાડવા માટેનો યોગ્ય સમય હતો બાળક જ્યારે આઠ મહિનાનુ થાય ત્યારે… અને અત્યારે  કાહિનીને થયા હતા મહિના પુરા ચાર.

જય હો ગુગલ દેવકી !!!!!!!

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

‘આજે હું હારીને જીતી ગઈ’ – વાર્તા – રાજુલ કૌશિક શાહ

આજે હું હારીને જીતી ગઈ

હું હારીને જીતી ગઈ….

“આજની આ સંધ્યાએ મારા માટે યોજાયેલ સન્માન સમારંભના આયોજન બદલ શહેરના આ સાંસ્કૃતિક સમન્વયની હું હ્રદયપૂર્વક ઋણી છું. આ માન આ અકરામ માટે આભાર વ્યક્ત કરવા આજે કદાચ મારા શબ્દો ઓછા પડશે. સ્ટેજ એક એવું પ્લેટફોર્મ છે જેની પર લેખકે લખેલા સંવાદોને ભાવ સાથે પ્રેક્ષક સમક્ષ રજૂ કરવાના હોય ત્યારે કલાકારનું સમગ્ર ફોકસ સંવાદને શ્રેષ્ઠ અભિનયના વાઘા પહેરાવી લાગણીના લસરકાથી મઢીને આપના સુધી પહોંચાડવાનું હોય છે. આજે અહીં અભિનય નહીં પણ દિલની વાત રજૂ કરવાની છે ત્યારે મારા સાચા ભાવથી બોલાયેલા શબ્દો પણ મને તો અધુરા લાગશે.”

Continue reading ‘આજે હું હારીને જીતી ગઈ’ – વાર્તા – રાજુલ કૌશિક શાહ

“તને પ્રેમ કર્યાનો વહેમ!” – વાર્તા – રાજુલ કૌશિક

(આ વાર્તાનું શીર્ષક પહેલાં “પહેલા પહેલા પ્યાર હૈ” હતું. એક્ચ્યુઅલી, આ વાર્તા અમને શીર્ષક વિનાની મળી હતી અને રાતના મોડું થઈ જવાથી સર્જકનો સંપર્ક થઈ નહોતો શક્યો. આથી સંપાદકે “પહેલા પહેલા પ્યાર હૈ” શીર્ષક સાથે આપ સહુ સુધી પહોંચાડવાનું નક્કી કર્યું. કારણ, આ વાર્તા મને વાંચતાંવેંત જ ગમી ગઈ હતી. હવે સર્જક તરફથી મળેલા શીર્ષક સાથે વાર્તા આપ સુધી આવી રહી છે, એનો ખૂબ આનંદ છે. આપ વાચકોને (અને સર્જકને પણ) જો અગવડતા પડી હોય તો ક્ષમાપ્રાર્થી છું.)

“તને પ્રેમ કર્યાનો વહેમ!” – રાજુલ કૌશિક

“ચાલીસ વર્ષની ઉંમરે પહોંચ્યા પછી ક્યારેક એવો વિચાર આવે છે કે પહેલો પ્રેમ જેની પાછળ આપણે ફના થવા સુધી તૈયાર હતા એ પ્રેમ માત્ર વહેમ હતો?” Continue reading “તને પ્રેમ કર્યાનો વહેમ!” – વાર્તા – રાજુલ કૌશિક

સફરની સ્મૃતિના સથવારે -૧૨ (રાજુલ કૌશિક)

કેનેડાનો સૌથી મોટો, રમણીય નેશનલ પાર્ક-બેન્ફ

કેનેડાના સૌથી મોટા અને ૧૮૮૦માં સ્થાપના થઈ એવા નેશનલ પાર્ક બેન્ફમાં પ્રવેશતા જ ચારેબાજુથી વનરાજીથી છવાયેલા પર્વતો છવાયેલા ખીણમાં ફેલાયેલા અહીંના શાંત અને સુંદર વાતાવરણની હવા શ્વાસથી ઉતરીને દિલ-દિમાગ સુધી ઠંડક પહોંચાડી ગઈ. કેનેડીયન રૉકી માઉન્ટેનની રેન્જમાં આવતા તમામ સ્થળોની એક રીતે જોવા જઈએ તો વધતા ઓછા અંશે બધે જ ભૌગોલિક સમાનતા જોવા મળશે. ઊંચા ગગનચુંબી પહાડો, કોતરો, ગ્લેશિયરો અને એનું પાણી ઓગળીને બનેલી નદીઓ અને સરોવરો. કારણ લગભગ બધે જ સરખું પણ એ સમાનતામાં ય પાછી વિવિધતા તો ખરી જ.

બેન્ફ પ્રવાસીઓના આકર્ષણનું સ્થળ હોવાથી અહીં તમામ સુખ-સુવિધા સચાવાય એવી લગભગ ૬૦થી ૬૫ જેટલી હોટલો, મોટલો તો છે જ. અહીં ફરવા માટે જૂનથી શરૂ કરીને ઑગસ્ટ સુધી સૌથી શ્રેષ્ઠ સીઝન ગણાય છે. જો કે આઇસસ્કિંઈગના શોખીનોને માટે તો શિયાળો સૌથી ઉત્તમ.

બેન્ફમાં સ્થાનિક લોકોની વસ્તી પણ સીઝન અનુસાર વધ-ઘટ થયા કરતી હોય છે.  આશરે ૯,૦૦૦ જેટલા સ્થાનિક લોકોનો અહીં વસવાટ રહેતો હોય છે પણ કહેવાય છે કે પ્રતિ વર્ષ અહીં ૩૦ લાખ જેટલા પ્રવાસીઓ બેન્ફની મુલાકાત લે છે. આ આંકડા પરથી જ બેન્ફની પ્રખ્યાતિ, લોકપ્રિયતા વિશે અંદાજ આવે છે. કેનેડામાં અંગ્રેજી અને ફ્રેંચ ભાષાનું પ્રભુત્વ છે.

અહીંના રૉકિ માઉન્ટેન,ગ્લેશિયર્સ, ટર્કોઇશ બ્લ્યુ લેક, નાનાકડા શહેરની વ્યાખ્યામાં બંધબેસતું નગર અથવા કહો કે ગામ, ભરપૂર વન્ય પ્રાણીસૃષ્ટિ, નજર નાખો ત્યાં આંખને ઠારે એવી વનરાજીએ બેન્ફને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની કક્ષાએ મુકી દીધું છે.

બેન્ફનું ડાઉનટાઉન એકદમ નાનકડું, એક છેડાથી બીજા છેડાએ ચાલીને પણ સાવ થોડા સમયમાં ફરી શકાય એવું સરસ મઝાનું છે પરંતુ હોટલથી અહીં સુધી પહોંચવું હોય તો હોટલથી દર પંદર મિનિટે ઉપડતા અને ડાઉનટાઉનથી પરત કૉચનો પણ લાભ લઈ શકાય છે. અહીં પેઇડ પાર્કિગની પણ સગવડ પણ છે જ. અહીંની લાક્ષણિક ચીજ-વસ્તુઓ જેવી કે જ્વૅલરી, હૉમ ઇન્ટિરિયરમાં શોભે એવી ચીજો અને કપડાં, એક્સૅસરીની શોપ્સ અને ખાણીપીણીની ઉપલબ્ધિ હોય એવા આ ડાઉનટાઉનથી પણ કુદરત જરાય દૂર નથી. નજર નાખો ત્યાં એની મહેર તો વર્તાય છે જ.

બેન્ફ આવો એટલે અહીંના અત્યંત મનોહર લેક જેવાકે લુઇસ, લેક મોરાઇન, લેક એમરાલ્ડ, સલ્ફર માઉન્ટેનની ગોન્ડોલા રાઇડ સલ્ફર બાથનો લ્હાવો લેવાનું કેમ ચૂકાય?

લેક લુઇસ

લેક લુઇસ સુધી પહોંચવા માટે ત્યાં નિર્ધારિત પબ્લિક પાર્કિંગ સુધી જવું પડે પણ ત્યાંથી લેક લુઇસ જતા કૉચમાં લુઇસ સુધી પહોંચાય. સવારે આઠ વાગ્યાથી થોડા થોડા સમયાંતરે ઉપડતા આ કૉચ સાંજ સુધી ઉપલબ્ધ હોય છે. લેક લુઇસથી પરત થતી છેલ્લી રાઈડ સાંજે સાડા પાંચની હોય છે. લેક લુઇસ પર જ બંધાયેલી ફેરમોન્ટ હોટલમાં જો રહેવું હોય તો તો આખો દિવસ આ લેકનું સૌંદર્ય મનભરીને માણી શકાય અને હા ! લેક લુઇસ સુધી પહોંચવાના રસ્તે પણ નાના-મોટા લેક પોતાની હાજરી તો નોંધાવતા જ રહે છે. શહેરની એકધારી રફ્તારને એક કોરે મુકીને આ રફ્તાર પણ માણવા જેવી તો ખરી જ.

કૅનેડિયન રૉકીની મુલાકાત દરમ્યાન જોયેલા તમામ લેકના આછા-ઘેરા ભૂરા રંગના સાફ પાણી ઓછા વધતા અંશે માનસરોવરની યાદ તો આપે જ છે. માનસરોવરની સાવ જ નાની કહી શકાય એવી આવૃત્તિ જેવા લેક લુઇસ કે મોરાઇનને આમાંથી બાકાત ન રાખી શકાય.

લેક લુઇસ પણ બેન્ફ નેશનલ પાર્કનો જ એક ભાગ છે. ઉનાળાના દિવસોમાં બોટિંગ, જાતે હલેસા મારીને ચલાવાતી હોડીની મોજ અને શિયાળામાં ઠરીને આઇસ થઈ જતો આ લેક સ્કિ રિસોર્ટ બની જાય એટલે આઇસ સ્કેટિંગની મઝા પણ લઈ શકાય.

પર્વતોના પ્રાકૃતિક ત્રિકોણ વચ્ચે ગોઠવાયેલા આ લેકનું પાણી પણ એકદમ સ્વચ્છ ટર્કોઇશ બ્લ્યુ રંગનું છે. અહીં જો બપોરે પહોંચો તો એ એકદમ સહેલાણીઓના મુલાકાત લેવાના એક સ્થળ જેવું જ લાગે પણ જો વહેલી સવારે પહોંચો તો એનું પ્રાકૃતિક સૌંદર્ય આત્માને સ્પર્શી જાય એટલી હદે સુંદર છે. કુદરત તો કુદરતની ફિતરત દર્શાવે જ છે ફક્ત એને માણવાનો યોગ્ય સમય આપણી પાસે હોવો જોઈએ. ઊગતા સૂર્યના કૂણા તડકામાં ચમકી ઉઠતી પર્વતોની ટોચ વચ્ચે દેખાતા આસમાની રંગના આકાશ સાથે ભળી જવું હોય એટલું પારદર્શક અને સ્થિર પાણી ચિત્તને પણ ચૈતન્યમય, આનંદમય બનાવી દે. અહીં થાય કે બસ આ ચિદાનંદ સ્વરૂપ અને આપણી વચ્ચે આ ચિત્તાકર્ષક નીલવર્ણું પાણી સિવાય બીજું કશું જ ન હોવું જોઈએ.

આપણે વરસાદી વાતાવરણમાં સૂર્યપ્રકાશના લીધે થતું મેઘધનુષ તો જોયું જ છે પણ આ સૂર્યપ્રકાશ ક્યાં અને કેવી રંગીન અસરો ઊભી કરી શકે છે એ તો આપણી કલ્પના બહારની વાત છે. અહીંના કોઇપણ ટર્કોઇશ બ્લ્યુ કે નીલવર્ણા પાણીને જોઈએ તો અચરજ થાય.

કહે છે છે જ્યારે પર્વતો પરના ગ્લેશિયર્સનો બરફ પીસાઈને/દળાઈને ભૂકો બને એ અતિ હળવા પ્રકારનો હોય છે એટલે એ ખડકનો બારીક ભૂકો સરોવરની સપાટી અને તળિયાની વચ્ચે તરતો રહે છે અને સૂર્યપ્રકાશના લીધે એ પ્રતિબિંબિત થવાથી અદ્ભૂત રંગછટાથી શોભી ઊઠે છે.

રાણી વિક્ટોરિયાની ચોથી પુત્રી રાજકુમારી અને જોહન કેમ્પબેલની પત્ની લુઇસના નામ પરથી આ લેકનું નામકરણ થયું છે. માત્ર આ જ નહીં અનેક જગ્યાએ બ્રિટિશરોની અસર હેઠળથી મુક્ત નહીં થયેલા કૅનેડાના ઘણા પ્રાંતોની આજે પણ બ્રિટિશ કૉલંબિયામાં જ ગણના થાય છે.

મોરાઇન લેક

મોરાઇન લેક પહોંચવા માટે પણ લેક લુઇસ સુધી પહોંચવાના કૉચમાં જવું પડે અને લેક લુઇસ પહોંચ્યા પછી વળે ત્યાંથી મોરાઇન સુધી લઇ જતા કૉચની સગવડનો ઉપયોગ કરવો પડે.

આલ્બર્ટા-કૅનેડાના લુઇસ ગામથી ૧૪ કિલોમીટરના અંતરે આવેલું લેક મોરાઇન હિમપ્રપાતમાંથી સર્જાયેલું લેક છે. એની આસપાસના લગભગ ૧૦ જેટલા પહાડોએ એને ઘેરી લીધું છે. ૧૨૦ એકરની સરફેસ ધરાવતા આ લેકનું પાણી નિરભ્ર આકાશ જેવા વાદળી રંગનું છે. લેક લુઇસની જેમ જ ખડકના બારીક ભૂકા સાથે સૂર્યપ્રકાશના સંમિશ્રણની અજાયબીએ સર્જેલો વાદળી રંગ પણ અતિ સુંદર લાગે છે. આ દસ ટોચ વળી “ટ્વેન્ટી ડોલર વ્યુ” તરીકે ઓળખાય છે. ૧૯૬૯ અને ૧૯૭૯ના કૅનેડિયન ટ્વેન્ટી ડોલર મુદ્દને અનુલક્ષીને આ નામ મળ્યું છે.

મોરાઇન પર જ્યાં કૉચ ઉતારે ત્યાંથી એક તરફ લેકની જોડાજોડ એક ૩૦૦ મીટર લાંબી વૉકિંગ ટ્રેઇલ છે જેના પર ઉત્સાહીઓને ચાલતા જોઇને આપણને પણ જોડાવાનું મન થાય. જો કે આ ટ્રેઇલ સમય અને સંજોગો અનુસાર જ ખુલ્લી રહેતી હોય છે કારણકે અહીંનું વાતાવરણ ક્યારે પલટો લે એની નિશ્ચિતતા નહીં અને શિયાળાના બર્ફીલા પવનોમાં તો અહીં ઊભા રહેવાની પણ શક્યતા નહીવત થઈ જતી હોય છે. બીજી તરફ ચઢીને થોડેક ઉપર સુધી જઈ શકાય એવો રસ્તો છે જ્યાં પહોંચીને આખાય મોરાઇનનો સમગ્ર વ્યુ દેખાય છે. પીટો લેકની જેમ જ આ ઊંચાઇએથી તળ સુધી નજરમાં ભરી લેવાય એવું દ્રશ્ય બની રહે જ ને? મોરાઇન પર પણ હલેસાથી ચાલતી હોડીને સહેલ લેવાની સગવડ તો છે જ.

ખરેખર તો આ પ્રકૃતિ વિશે તો કંઇપણ કહેવું અધુરુ જ લાગે કારણકે અહીં દરેક જગ્યાની અનુભૂતિ અત્યંત વિશિષ્ટ, એકદમ અનોખી-અનેરી હોય છે. એટલે જ કહ્યું હશે ને કે જીવ્યા કરતાં જોયું ભલું.

મઝ્ઝાની વાત તો એ છે કે અહીં જાન્યુઆરીથી માંડીને ડીસેમ્બરના બદલાતા મહિનાઓની બદલાતી મોસમની સાથે આ તમામ સ્થળોનો ય બદલાતો નજારો હોય. શિયાળાના બરફાચ્છાદિત એકદમ ધવલ પહાડો, વસંત પછી એના પરના વૃક્ષોના લીધે લીલાછમ થઈને મહોરે અને સપ્ટેમ્બરથી તો ફૉલની અસર હેઠળ અવનવા રંગો ધારણ કરે. આખાય બ્રિટિશ કોલંબિયા જ નહીં કૅનેડામાં પણ આ રંગોની નિરાળી ભાત જોવા મળે.

આવા તો એક નહીમ અનેક લેક જેની શોભા છે એવા બ્રિટિશ કોલંબિયાનું વધુ એક રળિયામણું લેક છે એમરલ્ડ લેક.

કૅનેડા-બ્રિટિશ કોલંબિયાના યોહો નેશનલ પાર્કના આ એમરલ્ડ લેકનું નામ પણ એના પાણીના નીલમ જેવા રંગ પરથી જ પડ્યું હશે.

સલ્ફર માઉન્ટેન

અમે રહ્યા હતા એ રિમરૉક હોટલની બહાર આવીએ અને સામે જ માઉન્ટેન પર જતા ગૉન્ડૉલા દેખાય એટલે નિશ્ચિત તો હતુ જ કે આ લ્હાવો ય લેવો તો છે જ. વિઝિટર સેન્ટર પરથી ટિકિટ લઈને ગૉન્ડૉલા રાઈડમાં બેસો એટલે સીધા જ ચઢાણવાળા સલ્ફર માઉન્ટેનની ટોચ પર પહોંચાય. આગળ નજર કરતાં દેખાતા ઊંચા વૃક્ષો ધીમે ધીમે પાછળ સરકતા જાય અને પાછળ નજર કરો અને નીચે દેખાતી ખીણ જોઈને કઈ ઊંચાઈએ પહોંચતા જઈએ છીએ એનો ખ્યાલ આવે.

 

ગોન્ડૉલાથી ઉપર સુધી પહોંચીએ એટલે સૌ પ્રથમ તો આવે કાફૅટેરિયા અને ગિફ્ટ શોપ આવે. બીજા ડેક પર આવે ગેલેરી જ્યાં અહીંના ગ્રિઝલી બેર, કૂગર જેવા વન્ય પ્રાણીના ફોટા એમની ખાસિયતો સાથે વર્ણવેલા જોવા મળે. એક થિયેટર છે જ્યાં બેન્ફ, એની ઋતુઓ અને આસપાસની ભૌગોલિક સ્થિતિ, પહાડો, નદ્દેઓ ,સરોવરની ઉડતી ઓળખ જેવી ફિલ્મ દર્શાવવમાં આવે છે.

 

સલ્ફર માઉન્ટેનની સૌથી ઉપરની ડેક પર પહોંચો એટલે સીધુ આકાશ સાથેનું અનુસંધાન. અહીં ઊભા રહીને ચારેકોર એક સર્વગ્રાહી નજર નાખો ત્યાં બેન્ફ અને એની આસપાસનું આખું દ્રશ્ય આંખમાં સમાય. કોઈક ટોચ પર ઊભા રહીને જ્યારે નીચે કે દૂર સુધી નજર પહોંચે ત્યારે જ એ સ્થળની વિશાળતાનો અનુભવ થાય. ઉનાળામાં રાત્રે દસ વાગે થતા સૂર્યાસ્ત જોવાનું આ ઉત્તમ સ્થળ છે. આથમતા સૂર્યની લાલિમા જ્યારે ચારેકોર છવાતી હોય ત્યારે એ આખું ય વાતાવરણ કેટલું સુંદર લાગતું હશે એની કલ્પનાથી ય રોમાંચ થઈ જાય. શિયાળામાં સૂર્યાસ્ત વહેલો થતો હશે પણ એ સમયે સૂયકિરણોથી પ્રકાશિત સ્નૉ માઉન્ટેન કેવા ઝળહળી ઉઠતા હશે એ વિચારે ફરી એકવાર અહીં શિયાળામાં ય આવવું જોઈએ એવું મન થઈ ગયું. અહીં હવામાનની તાસીર પારખવા વેધશાળાનું નિર્માણ થયું છે.

 

ફરી પાછા ગૉન્ડૉલા રાઇડ લઈને નીચે ઉતરીએ ત્યાં સલ્ફર પહાડમાંથી વહેતું ઝરણું છે. આ ઝરણાના હૂંફાળા  લાભદાયી પાણીનો લાભ મળે એના માટે અહીં એક સ્વિમિંગ પૂલ પણ છે. બહાર સલ્ફરના પાણીમાં નહાવાથી થતા લાભ વિશે જાણકારી અને એનો લાભ મળ્યો છે એવા લોકોના અભિપ્રાય ટાંકવામાં આવ્યા છે. અને આપણે ય તો સલ્ફરબાથથી ક્યાં અજાણ છીએ? વાત છે અહીં કોઈપણ સ્થળથી માંડીને સમય-સંજોગો વિશે લોકોને સમજ આપવાની. આપણી પાસે જાણકારી હોવા છતાં એના વિશેની બે વાત વધુ જાણીએ તો એનું મહત્વ વધી તો જાય છે જ.

 

અહીં પ્રકૃતિની મહેર તો છે જ સાથે એને સાચવવાની વૃત્તિ પણ ખરી જ. બેન્ફના કાસ્કેડ ટાઇમ ઑફ ગાર્ડનમાં પાણીના નાના નાના ઝરણા અને કુંડ પર પસાર થતી પગથારની બંને બાજુ  ગુલાલમાં અબીલ મેળવ્યુ હોય એવા  ફૂલગુલાબી, તો વળી અબીલમાં હળવા ગુલાલનો રંગ ભેળવ્યો હોય કે છાંટણા કર્યા હોય એવા સફેદ લાલ-પીળા -કેસરી- ઘેરા બ્લ્યુ, પર્પલ, મજન્ટા રંગના ફૂલોની બિછાત જોઈને એ માટેની વિશ્વસનિયતા વધી જાય. ઠંડા પવનની લહેરખીની સાથે તાલ મેળવતા એ ઝરણાનો સતત વહેતો નાદ મનને સંમોહિત કરી દેતો હતો. અહીં ઊભા રહીને બેન્ફને બે બાજુએ વહેંચી દેતો રસ્તો અને એ રસ્તાની પેલે પાર દેખાતા પર્વતોની રેન્જ એક મઝાનું દ્રશ્ય ઊભુ થતું હતું.

 

બેન્ફમાં સ્નૉની સીઝન લગભગ સપ્ટેમ્બરથી શરૂ થઈને મે સુધી લંબાતી હોય છે અને સપ્ટેમ્બરથી શરૂ થતી ફૉલ સીઝનમાં પણ એક વાત નિશ્ચિત કે અહીંની આ લીલોતરી ખરી પડે એ પહેલાળ અદ્ભૂત રંગછટા ધારણ કરીને સમગ્ર વાતાવરણને ય રંગોથી સજાવી દેતી હશે. કુદરતની આ જ તો ખાસીયત છે કે બદલાતી મોસમની સાથે એ પ્રત્યેક પળે બદલાતી એની મિજાજમસ્તીનો ય માહોલ મુકીને વિદાય લે.

 

જાન્યુઆરીમાં ક્યારેક માઇનસ ૩૦ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતો પારો અત્યારે જૂનમાં તો ૩૦ ડીગ્રી સેલ્સિયસ બતાવતો હતો જે ફરવા માટે એકદમ શ્રેષ્ઠ સમય કારણકે પારો ગમે તેટલી ડીગ્રી બતાવે પણ અહીંનું વાતાવરણ તો એકદમ ખુશનુમા જ હતું. હા, હળવા સ્વેટર હાથવગા તો રાખવા જ પડતા હતા. ગમે ત્યારે ઠંડા પવનની લહેરખી વહી આવતી હતી.

 

કૅનેડિયન રૉકી માઉન્ટેનના લગભગ દરેક જંગલોમાં ઍલ્ક, મોટા શિંગડાવાળા ઘેટા, માઉન્ટેન ગોટ, કાયોટી કહેવાતા વરૂ, બ્લેક અને ગ્રિઝલી બેર, મૂસ તરીકે ઓળખાતા મોટા કદના સાબરનો વસવાટ હોય જ છે. જો નસીબ હોય તો ક્યાંક હરતા-ફરતાં એ આપણા રસ્તે આવીને દેખા દઈ દે ખરા.

 

બેન્ફથી નિકળીને આગળ કેલગરી જતા આવા જ સાવ નાની ધોળી પૂંછડીવાળું હરણ એના બચ્ચા સાથે  અમને બાય બાય કરવા રસ્તા પરથી પસાર થઇ ગયા.

 

 

 

સફરની સ્મૃતિના સથવારે -૧૧ (રાજુલ કૌશિક)

કૅનેડિયન રૉકી માઉન્ટેનની અદ્‌ભુત સફર-

તળપદી ભાષામાં એવું કહેવાય છે કે પહાડ, પાણી અને પથરા બધે સરખા પણ ના, સાવ એવું ય નથી હોતું અને એટલે જ તો કુદરતની સામે આપોઆપ માનથી મસ્તક નમી જાય છે ને? Continue reading સફરની સ્મૃતિના સથવારે -૧૧ (રાજુલ કૌશિક)

સફરની સ્મૃતિના સથવારે -૯ (રાજુલ કૌશિક)

આર્ચીસ નેશનલ પાર્ક : જ્યાં પત્થરો બોલે છે.(યુ.એસ.એ)

ઇશ્વર જેવો અદ્ભત કલાકાર કે શિલ્પી અન્ય કોઇ હોઇ શકે? એ ક્યાંક આકાશમાં તો ક્યાંક અવની પર કુદરતી રંગોના લસરકાથી અજબ જેવી રંગછટા સર્જી દે તો ક્યાંક શિલ્પી બનીને વહેતી હવા કે પવનનું વણ દેખ્યું ટાંકણુ લઈને અદ્ભૂત શિલ્પનું સર્જન કરી દે કંઇ કહેવાય નહીં. આવા એક નહીં અનેક શિલ્પોની નગરી વચ્ચે અમે ઉભા હતા અને કુદરતે કંડારેલા એક પછી એક શિલ્પ જોઇને આભા બની રહ્યા હતા. Continue reading સફરની સ્મૃતિના સથવારે -૯ (રાજુલ કૌશિક)

સફરની સ્મૃતિના સથવારે -૧૦ (રાજુલ કૌશિક)

કુદરતના કરિશ્મા સમો યલોસ્ટોન નેશનલ પાર્ક

 

 

 

પૃથ્વીના ફલક પર અનેક રંગોથી ઇશ્વરે એવી અદ્ભૂત ખુબીઓ રચી છે જેને જોઇને માનવ મનમાં ચિત્રકળા કોને કહેવાય એવી સમજ આવી હશે. આસમાનમાં એકરૂપ થઈ જતી એવી ક્ષિતિજ ,એ ક્ષિતિજમાં એકાકાર થઈ જતી આ ધરતી ….કેટલું વિશાળ કેન્વાસ ! અને આ કેન્વાસને ઇશ્વરે અનેક રંગોથી સજાવ્યું. આવા રંગોની સજાવટ જોઇને જ માનવ મનમાં રંગો કોને કહેવાય એની ય સમજ આવી હશે. રંગોની અદ્ભૂત છટા જોઇને  મૂળ રંગ અને મૂળ રંગોની મેળવણીથી બનતા અનેક રંગોનું એને જ્ઞાન થયું હશે. આવા જ  કલ્પનાતિત રંગોની ભાતીગળ રંગોળી જેવા યલોસ્ટોન નેશનલ પાર્કની મુલાકાત જીવનભરનું એક અવર્ણનીય અને અવિસ્મરણનીય સંભારણું બની રહેશે.

વાયોમિંગ, આઇડાહો અને મોન્ટાનાની વચ્ચે પથરાયેલા યલોસ્ટોન નેશનલ પાર્કને યુનાઇટેડ સ્ટેટ્સના સૌ પ્રથમ નેશનલ પાર્કનો દરજ્જો મળ્યો છે. યલો સ્ટોનના ભૂઉષ્મીય  વિસ્તારોનો અલગ અલગ બેસિનનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ૨૦૧૧માં પૂર્ણ થયેલા અભ્યાસ કહે છે કે અહીં અંદાજે ૧૨૮૩ જેટલા ગિઝર્સ હોવાની સંભાવના હતી જેમાં સરેરાશ ૪૬૫ જેટલા તો આજે પણ સક્રીય હોવાની શક્યતા છે.  નવ બેસિનોમાં વિસ્તરેલો યલો સ્ટોનન નેશનલ પાર્ક અહીં આવનારને અનેકવિધ આકર્ષણોથી આકર્ષે છે. અહીં હાઇકિંગ, બોટિંગ, સાઇક્લિંગ, ટ્રેકિંગ ઉપરાંત વન્ય જીવનતો છે જ પરંતુ સૌથી વધુ આકર્ષે એવા છે અહીંના ગિઝર્સ અને અદ્ભૂત લેન્ડસ્કેપ. Continue reading સફરની સ્મૃતિના સથવારે -૧૦ (રાજુલ કૌશિક)

સફરની સ્મૃતિના સથવારે -૯ (રાજુલ કૌશિક)

વૅલિ ઓફ ફાઈવ લેક્સ – 

કુદરત બેશુમાર રાજી હોય ને ત્યારે જ આટલી સુંદરતા વેરાયેલી જોવા મળે. જાસ્પરથી અમારી ટુર શરૂ થઈ અને બેન્ફ પહોંચ્યા ત્યાં સુધીમાં તો એમ જ થાય કે આનાથી વિશેષ સૌંદર્ય બીજું શું હોઈ શકે? આમ તો ૨૮૭ કિલોમીટર (૧૭૮ માઇલ)ની સફર એટલે આશરે ૩થી ચાર કલાકમાં તો પહોંચી જ શકાય પણ અહીં તો પહોંચવાની ઉતાવળ કોને હતી? કારણ …? આખા ય રસ્તે વેરાયેલું સૌંદર્ય.

Continue reading સફરની સ્મૃતિના સથવારે -૯ (રાજુલ કૌશિક)