Category Archives: રેખા ભટ્ટી

રેખા ભટ્ટીની વાર્તાઓ -૧૧

મારા પપ્પા

”કાલે સવારે આપણે જવાનું છે. તને યાદ છે ને ભાઈ? તારી બેગ તૈયાર કરીને વહેલો સુઈ જા એટલે તું વહેલો ઉઠી શકે.” મારા મોટા ભાઈએ મને કહ્યું Continue reading રેખા ભટ્ટીની વાર્તાઓ -૧૧

Advertisements

રેખા ભટ્ટીની વાર્તાઓ -૧૦

બંસરી

બંસરી, વિશાલ, કેયૂરી, વિક્કી અને મોન્ટુ એ પાંચેય ની દોસ્તી. જ્યાં જુઓ  ને ત્યાં સાથે જ હોય. પેથોલોજી ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા પાંચેય હોસ્ટેલમાં રહેતા હતા. કારણકે તેમાંથી કોઈ પણ અમદાવાદનું ન હતું. અભ્યાસ પૂરો થયા પછી શું કરવું તે બાબતમાં બંસરી બધાથી જુદું મંતવ્ય ધરાવતી હતી. બાકીના ચારેય સારી નોકરી શોધવાની તરફેણમાં હતા તો બંસરી કહેતી સપનાઓ તો ઊંચા હોવા જોઈએ. આપણે પાંચેય સાથે મળીને એક પેથોલોજીકલ લેબોરેટ્રી શરુ કરીએ. પણ આમ કોઈ પણ જાતના ધન્ધાકીય જ્ઞાન વગર સાહસ કરવાનું બાકીના ચારનું મન ન હતું. ચર્ચાઓ ચાલુ રહેતી. બંસરી બધાને સમજાવતી રહેતી કે નહિ ફાવે તો ક્યાં જિંદગી પુરી થઇ ગઈ છે? નુકસાન જશે તો નોકરીએ વળગી જઈશું; પણ સાહસ તો કરવું જ જોઈએ. છેવટે બધાએ નક્કી કર્યું કે બંસરી કહે છે તેમ કરીએ. જો સફળતા નહિ મળે તો પછી સહુ પોતપોતાના રસ્તે. Continue reading રેખા ભટ્ટીની વાર્તાઓ -૧૦

રેખા ભટ્ટીની વાર્તાઓ -૯

નૃત્યાંગના

તબલાની થાપ અને સારંગીના સુર પર રંભા રોજ મન મૂકીને નાચતી. તેની સત્તર વર્ષની કાયાના અઢારે ય અંગમાંથી છલકાતા જોબનના જામ રસિકોને તેના પગના તળીયા ચાટવા મજબુર કરી દેતા. તેના એક એક ઠુમકામાં અને ઈશારામાં  એટ એટલો નશો હતો કે, તેના કોઠા પર આવનાર મદહોશીમાં ડૂબી જઈને પોતાની જાતને ધન્ય માનતો. તેની દિવાનગીમાં લાળો  ટપકાવનાર પુરુષોનો કોઈ તૂટો ન હતો. તેમાં યુવાનો આધેડો અને વૃદ્ધોનો પણ સમાવેશ થઇ જતો. તેની હરેક અંગભંગીમાં કઈ કેટલાય મર્દોને તેણે પાયમાલ થઇ જતા જોયા હતા. તેના દરેક ઠુમકા પર તેને કરોડો કરોડો દાદ મળતી. તેનું નૃત્ય મોડી રાત સુધી અને ક્યારેક તો પરોઢ સુધી રસિકોને રસાસ્વાદ કરાવતું. તે ભલભલા પુરુષોને પોતાની ટચલી આંગળી પર નચાવતી. મદહોશીમાં મોટા મોટા શહેનશાહો પણ ભાન ભૂલની તેનું કાંડુ પકડી લેતા. તો ક્યારેક થાણેદારનો હાથ તેના રેશમી ઝૂલ્ફોમાં ફરી વળતો. મોડી રાત સુધી શરાબ અને સુંદરીનો આવો નશો ચાલતો. પછી કોઈ કોઈ તો આખી રાત ત્યાં જ પડી રહેતું; તો કોઈકને તેના ઘરવાળાઓ અર્ધ બેહોશીની દશામાં લઇ જતા. Continue reading રેખા ભટ્ટીની વાર્તાઓ -૯

રેખા ભટ્ટીની વાર્તાઓ –૮

દાતરડું

દુર્ગા અને હું એક નાનકડા એવા ગામમાં રહેતા હતા. હું દુર્ગા ને અવારનવાર મળતી. ત્યારે તેના વિચારો અને વાંચનથી હું પ્રભાવિત થતી. અમે બન્ને સમોવડીયા હતા. અને જીગરજાન બહેનપણીઓ પણ હતા.

એક વાર હું તેને ઘરે ગઈ, ત્યારે તે પુસ્તક વાંચતી હતી. મને જોઈને બોલી “જ્યોતિ, જ્યારે આપણે વાસ્તવિક સંસારમાંથી નીકળી’ને કોઈ એક લેખક કે લેખિકાના કાલ્પનિક જગતમાં પ્રવેશ કરીએ છીએ, ત્યારે પાત્રોના સુખદુખ આપણા બની જાય છે. કમસેકમ થોડા સમય માટે તો જરૂર. દુર્ગા ઘણા જ ઉત્સાહથી બોલી રહી હતી, અને હું તેને શાંતિથી સાંભળતી હતી; અને મનોમન દુર્ગાના વિચારોની ઊંચાઈ અને સમજને દાદ આપી રહી હતી. Continue reading રેખા ભટ્ટીની વાર્તાઓ –૮

રેખા ભટ્ટીની વાર્તાઓ –૭

 

ઘર જમાઈ

આદરણીય જમાલ્લુદિન કાકા તથા સલમા કાકી

ઈન્ડિયા થી લિ. આપના પુત્ર શાહબ્બુદિનના મિત્ર જયંતીના વંદન

આખી વાત આ પત્ર દ્વારા લંબાણ પૂર્વક જ કહી દઉ, જેથી તમારા મનમાં કોઈ દ્વિધા જ ન રહે.

કૉલેજના વહેલી સવારના ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે કોલેજીયન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની અવરજવર શરૂ થઈ ગઈ હતી. સાડા સાત વાગ્યે તો લગભગ બધા પોતપોતાના વર્ગમાં બેસી ગયા હતા. શાહબ્બુદિન બેસબ્રીથી પોતાની ગર્લફ્રેંડ રંગબેરંગી રંગોલીની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં જ કલાસના દરવાજે સુંદર અને આકર્ષક રંગીલી શાહબ્બુદિનની નજરે પડી. અને જાણે શાહબ્બુદિનના જીવમાં જીવ આવ્યો. Continue reading રેખા ભટ્ટીની વાર્તાઓ –૭

રેખા ભટ્ટીની વાર્તાઓ – ૬

એક સૈનિકને પ્રેમપત્ર

સાહિત્યની અનન્ય સેવા બદલ પદ્મવિભુષણથી સન્માનિત હરિપ્રસાદ ને મોતિયાનું ઓપરેશન કરાવ્યા પછી પણ બરાબર દેખાતું નહિ. સાહિત્ય પ્રત્યેની તેમની રુચિ અકબંધ હતી પણ લખવા વાંચવાનું સાવ માર્યાદિત થઇ ગયું હતું. તેમના નાનપણના મિત્ર ડોક્ટર સત્યજિતના સરકારી બંગલે તેઓ રોજ સાંજે જતા. કોઈ કોઈ વાર ડોક્ટર તેમને ત્યાં આવતા. સત્યજિત પણ હવે આવતા વર્ષે રિટાયર્ડ થતા હતા. શરીરમાં પણ ઘણી નબળાઈ રહેતી. તેથી ગાંડાઓની આ હૉસ્પિટલમાં કોઈ તેમને ખાસ કામ ચીંધતું નહિ. પણ એક સિનિયર ડોક્ટર હોવાને નાતે બધા તેમનું માન જાળવતા. હરિપ્રસાદ પાસે તો ખાસ કોઈ વાત કરવાની રહેતી નહિ; કારણકે સત્યજિતને સાહિત્યમાં ખાસ કોઈ રુચિ હતી નહિ. અને હરિપ્રસાદને સાહિત્ય સિવાયની કોઈ વાતમાં રુચિ ન હતી. એટલે સત્યજિત દર્દીઓની અને હોસ્પિટલની વાતો કર્યાં કરતા. એક દિવસ સત્યજિતે કહ્યું ” યાર એક બહુ જ વિચિત્ર કેઈસ આજે આવ્યો છે. દર્દી એક સ્ત્રી છે; જેનો પતિ વરસો પહેલા યુદ્ધના મોરચે ઘવાઈને મૃત્યુ પામ્યો છે; પણ તે સ્ત્રી ને જયારે આ વાત કહેવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું ”મને મારા પ્રેમ પર વિશ્વાસ છે. મારો જાનું  એમ મરે જ નહિ.’’ પછી કોણ જાણે શું થયું કે તે સ્ત્રી ગાંડી થઇ ગઈ અને હજી પણ એમ જ માને છે કે તેનો પતિ જીવતો છે; અને તે તેને પત્રો લખ્યા કરે છે. જો આ પત્રનો જવાબ થોડા દિવસોમાં ન આવે તો તે એવા તોફાન કરવા માંડે છે કે; તેને સાંકળે બંધાવી પડે છે.” હરિ પ્રસાદે કહ્યું ”પણ મૃત પતિ પત્રનો જવાબ કેવી રીતે આપે?” સત્યજિતે કહ્યું ” એ જ તો વીડમ્બણા છે. અત્યાર સુધી તો કોઈને કોઈ તેનો પ્રત્યુત્તર લખી નાખતું, પણ હવે બધા થાક્યા હશે. એટલે કેઈસ અમારી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દીધો છે.” હરિપ્રસાદે કહ્યું ”પણ એમાં શું મોટી વાત છે? બે ચાર દિવસે એક પત્ર લખી નાખવાનો, તેના પતિના નામે. એટલું જ ને?” સત્યજિતે કહ્યું ”હા; આમ તો એટલું જ. પણ વરસોનાં વરસો સુધી આવું કોણ કરે?”  હરિપ્રસાદ કહે ”યાર લેતો આવજે તેના પત્રો. જવાબ હું લખી આપીશ. એમાં શું?” અને આમ જવાબો લખવાનો સિલસિલો શરુ થયો . Continue reading રેખા ભટ્ટીની વાર્તાઓ – ૬

રેખા ભટ્ટીની વાર્તાઓ – ૫

      એક જોરદાર ધમાકો અને……………….

ઘડિયાળમાં 12 ના ટકોરા થયા અને હું ચોંકી ઉઠી. હજી કાવેરી કેમ નહિ આવી હોય? રસ્તામાં તેની તબિયત વધારે તો નહિ બગાડી હોયને? બેચેનીથી મારા હાથની મુઠ્ઠીઓ જોરથી બંધ થઇ ગઈ. અને ત્યાં દૂર દૂર રસ્તા પર મારી નજર પડી, કાવેરીની બ્લુ કલરની કાર આવતી જોઈને મને રાહત થઇ “હાશ! આવી તો ખરી.” Continue reading રેખા ભટ્ટીની વાર્તાઓ – ૫

રેખા ભટ્ટીની વાર્તાઓ – ૪

ઋતુંભરા

આચાર્ય ભાવેન્દુ એ  કહ્યું ”આ દેહ નશ્વર છે અને એ પણ વારંવાર મળતો નથી તેથી આ જગતમાં આવ્યા પછી બને તેટલા સારા કામો કરવા. સહુ થી સારું કામ, હે શિષ્યો; તમને શું લાગે છે? તે માટે આજનો દિવસ તમને વિચાર કરવા માટે આપું છું. આવતી કાલે આપણે બધા જ ફરીથી આ વિષે વાત કરવા અત્રે એકત્ર થઈશું. પણ યાદ રહે આ માત્ર વાતોના વડા  કરવા માટે નથી, તમે જે કાર્યને માનવ જીવનનું સર્વ શ્રેષ્ઠ કાર્ય ગણાવશો, તે મુજબનું તમાંરે  પછીનું જીવન પણ જીવવું પડશે. માટે જોઈ વિચારીને આવતી કાલે પોતાની વાત રાખશો.” આટલું કહીને આચાર્ય પોતાની  કુટિરમાં જતા રહ્યા. Continue reading રેખા ભટ્ટીની વાર્તાઓ – ૪

રેખા ભટ્ટીની વાર્તાઓ – ૩

                    ઉજળુ વરણ                 

કાવ્યા જયારે લગ્ન કરીને આવી ત્યારે તેની ઉમર થોડી નાની કહેવાય ખરી. 17 વર્ષ. પણ લગ્નની પ્રથમ રાત્રે જ તેને ખબર પડી ગઈ કે પતિ પુરુષમાં નથી. જોકે તેના પતિનો પણ કોઈ ઈરાદો તેને છેતરવાનો ન હતો, કારણકે આ બાબતનું કોઈ જ્ઞાન તેને હતું જ નહિ; એમ કહીયે તો પણ ચાલે. ઉચ્ચ વર્ણ એટલે આવી કોઈ ચર્ચા ઘરમાં કે મિત્ર વર્તુળમાં થતી ન હતી. એટલે તે પણ મુંજાઈ ગયો હતો. થોડા દિવસ તો આમ જ પસાર થઇ ગયા. કાવ્યા હજી પણ કુંવારિકા જ હતી. ધીમે ધીમે તેના પતિને વાસ્તવિકતાનો ખ્યાલ આવતો ગયો. પણ હવે તો ઘણું જ મોડું થઇ ગયું હતું. આ વાત પતિને મનમાં અને મનમાં મુંજવતી હતી. તેને લાગ્યું કે આજ નહિ તો કાલે પણ વાત જાહેર તો થશે જ. ત્યારે પોતાને શરમથી ડૂબી મરવાનો વારો આવશે. અત્યંત શોક્ગ્રસ્ત અવસ્થામાં તે લગભગ ડિપ્રેશનમાં સરી પડ્યો. આવી વાત કરવી તો પણ કોને કરવી? તેને તો કોઈ એવો ખાસ મિત્ર પણ ન હતો કે આવી વાત શેર કરી શકાય.

Continue reading રેખા ભટ્ટીની વાર્તાઓ – ૩

રેખા ભટ્ટીની વાર્તાઓ –૨

આશા અને વિજય

ગંગાપ્રસાદની ચાની દુકાન નવસારી રેલવે સ્ટેશન સામે જ. ઘણા વારસો પહેલા તેની ત્યાં જ ચાની લારી હતી. તેની ચા વખણાતી એટલે લારી સારી ચાલતી પછી ત્યાં જ તેણે દુકાન કરી. વર્ષોથી એક ધારી કવોલિટી એટલે ઘરાકી ઘણી અને એટલે જ તે લારીમાંથી દુકાન કરી શક્યો હતો. આટલા વર્ષે પણ કોઈને તેના વિષે જાજી ખબર ન હતી કે તે કોણ છે? ક્યાંનો મૂળ રહેવાસી છે? કેટલાક લોકોને તો ચા પીવા સાથે જ મતલબ હતો; તો કેટલાક ખંણખોદીયા એમ માનતા કે નામ પરથી તો લાગે છે કે તે બિહારનો હોવો જોઈએ. તો બીજો ખણખોદીઓ પૂછતો પણ તો આટલા વર્ષમાં ક્યારેક તો બિહાર જાય ને? છેલ્લા કેટલાય વર્ષોથી કોઈએ તેને સવારના પાંચ થી રાતના અગ્યાર સુધી આ દુકાન સિવાય ક્યાંય જોયો નથી. રાતે ઘરે જાય. બપોરે તેનો દીકરો વિજય  ટિફિન આપી જાય. તો કોઈ વળી કહેતું બિહાર જાય તો પોલીસ કદાચ વોરંટ બજાવે તેવું કૈક હશે. કોણ જાણે કોઈકનું ખુન બુન કરીને ભાગી આવ્યો હશે. તો કોઈ કહેતું દાળમાં કાળું તો છે જ. કેટલાક તેના દીકરાને પૂછવાની કોશિશ કરતા. પણ દીકરો અઢી વરસનો હતો ત્યારથી તો અહીં જ છે. તેને પણ કઈ જ ખબર નહોતી.

Continue reading રેખા ભટ્ટીની વાર્તાઓ –૨