Category Archives: રેખા ભટ્ટી

રેખા ભટ્ટીની વાર્તાઓ – ૩

                    ઉજળુ વરણ                 

કાવ્યા જયારે લગ્ન કરીને આવી ત્યારે તેની ઉમર થોડી નાની કહેવાય ખરી. 17 વર્ષ. પણ લગ્નની પ્રથમ રાત્રે જ તેને ખબર પડી ગઈ કે પતિ પુરુષમાં નથી. જોકે તેના પતિનો પણ કોઈ ઈરાદો તેને છેતરવાનો ન હતો, કારણકે આ બાબતનું કોઈ જ્ઞાન તેને હતું જ નહિ; એમ કહીયે તો પણ ચાલે. ઉચ્ચ વર્ણ એટલે આવી કોઈ ચર્ચા ઘરમાં કે મિત્ર વર્તુળમાં થતી ન હતી. એટલે તે પણ મુંજાઈ ગયો હતો. થોડા દિવસ તો આમ જ પસાર થઇ ગયા. કાવ્યા હજી પણ કુંવારિકા જ હતી. ધીમે ધીમે તેના પતિને વાસ્તવિકતાનો ખ્યાલ આવતો ગયો. પણ હવે તો ઘણું જ મોડું થઇ ગયું હતું. આ વાત પતિને મનમાં અને મનમાં મુંજવતી હતી. તેને લાગ્યું કે આજ નહિ તો કાલે પણ વાત જાહેર તો થશે જ. ત્યારે પોતાને શરમથી ડૂબી મરવાનો વારો આવશે. અત્યંત શોક્ગ્રસ્ત અવસ્થામાં તે લગભગ ડિપ્રેશનમાં સરી પડ્યો. આવી વાત કરવી તો પણ કોને કરવી? તેને તો કોઈ એવો ખાસ મિત્ર પણ ન હતો કે આવી વાત શેર કરી શકાય.

Continue reading રેખા ભટ્ટીની વાર્તાઓ – ૩

રેખા ભટ્ટીની વાર્તાઓ –૨

આશા અને વિજય

ગંગાપ્રસાદની ચાની દુકાન નવસારી રેલવે સ્ટેશન સામે જ. ઘણા વારસો પહેલા તેની ત્યાં જ ચાની લારી હતી. તેની ચા વખણાતી એટલે લારી સારી ચાલતી પછી ત્યાં જ તેણે દુકાન કરી. વર્ષોથી એક ધારી કવોલિટી એટલે ઘરાકી ઘણી અને એટલે જ તે લારીમાંથી દુકાન કરી શક્યો હતો. આટલા વર્ષે પણ કોઈને તેના વિષે જાજી ખબર ન હતી કે તે કોણ છે? ક્યાંનો મૂળ રહેવાસી છે? કેટલાક લોકોને તો ચા પીવા સાથે જ મતલબ હતો; તો કેટલાક ખંણખોદીયા એમ માનતા કે નામ પરથી તો લાગે છે કે તે બિહારનો હોવો જોઈએ. તો બીજો ખણખોદીઓ પૂછતો પણ તો આટલા વર્ષમાં ક્યારેક તો બિહાર જાય ને? છેલ્લા કેટલાય વર્ષોથી કોઈએ તેને સવારના પાંચ થી રાતના અગ્યાર સુધી આ દુકાન સિવાય ક્યાંય જોયો નથી. રાતે ઘરે જાય. બપોરે તેનો દીકરો વિજય  ટિફિન આપી જાય. તો કોઈ વળી કહેતું બિહાર જાય તો પોલીસ કદાચ વોરંટ બજાવે તેવું કૈક હશે. કોણ જાણે કોઈકનું ખુન બુન કરીને ભાગી આવ્યો હશે. તો કોઈ કહેતું દાળમાં કાળું તો છે જ. કેટલાક તેના દીકરાને પૂછવાની કોશિશ કરતા. પણ દીકરો અઢી વરસનો હતો ત્યારથી તો અહીં જ છે. તેને પણ કઈ જ ખબર નહોતી.

Continue reading રેખા ભટ્ટીની વાર્તાઓ –૨

રેખા ભટ્ટીની વાર્તાઓ – ૧

અંકિતા

કરોડપતિ સુમનલાલ શેઠના એકના એક પુત્ર મોન્ટુએ  જયારે  પોતાની સાથે M B A ના ફાઇનલ ઈયરમાં ભણતી સુમનલાલ શેઠના જ પાર્ટનર શાંતિલાલ શેઠની એકની એક દીકરી અંકિતાને પ્રપોઝ કર્યું, ત્યારે મોન્ટુના આશ્ચર્ય વચ્ચે અંકિતાએ તેનો ઇન્કાર કર્યો. છેલ્લા 3 વર્ષથી તે અને વિકી ગળાડૂબ પ્રેમમાં હતા. વિકી મધ્યમ વર્ગનો પણ હોશિયાર છોકરો હતો. જયારે મોન્ટુને તો તેના પપ્પાનો ધંધો સાંભળવાનો હોવાથી કોલેજ તો તેને માટે એક મોજ મસ્તી કરવાની જગ્યા હતી. તેના પૈસાને કારણે ઘણી છોકરીઓ તેની આગળ પાછળ ફરતી અને કેટલીક તો તેની જીવન સાથી બનવાના ખ્વાબો પણ દેખતી. મોન્ટુને બિલકુલ ખબર ન પડી કે અંકિતાએ તેને કેમ ના પાડી. કારણકે વિકી અને અંકિતાનો પ્રેમ એટલો બધો છૂપો છૂપો ચાલતો કે કોઈને  પણ તેની ગંધ આવતી નહિ.

Continue reading રેખા ભટ્ટીની વાર્તાઓ – ૧