Category Archives: પી. કે. દાવડા

નર્મદ અને સુધારાયુગ (સંકલન – પી. કે. દાવડા)

ગુજરાતમાં અંગ્રેજી શાશનતંત્ર સ્થાપિત થયું ત્યાર બાદ સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં સમાજ સુધારની પ્રવ્રુતિનો આરંભ થઈ ગયો હતો. સુધારાના મુખ્ય સુત્રધારોમાં દુર્ગારામ મહેતાજી, નર્મદ, દલપતરામ અને મહિપતરામ હતા. બધામાંથી નર્મદનું નામ આગળ પડતું છે. Continue reading નર્મદ અને સુધારાયુગ (સંકલન – પી. કે. દાવડા)

ગીતા (મારી સમજ) – ૧૧ (પી. કે. દાવડા)

(૧૦) વિભૂતિ યોગ

દસમા અધ્યાયનું નામ વિભૂતિયોગ છે. આપણે બધા વ્યક્તિ છીએ. વિભૂતિ એટલે વિશેષ વ્યક્તિ. ગૌતમ બુધ્ધ અને મહાવીર વિભૂતિ હતા અને એટલે આટલા વર્ષો પછી પણ પૂજાય છે. વિભૂતિ બનવા જ્ઞાનયોગ અને કર્મયોગ અનિવાર્ય છે. Continue reading ગીતા (મારી સમજ) – ૧૧ (પી. કે. દાવડા)

ગીતા (મારી સમજ) – ૧૦ (પી. કે. દાવડા)

(૯) રાજવિદ્યા-રાજગુહ્ય યોગ

નવમાં અધ્યાયનો વિષય છે રાજવિદ્યા-રાજગુહ્ય યોગ. અહીં બે શબ્દો અમસ્તા જ નથી વાપર્યા. આપણે રોજીંદા વ્યહવારમાં પણ રાજ શબ્દ, સર્વોત્તમના પર્યાય તરીકે વાપરીએ છીએ. દા.ત. રાજમાર્ગ, રાજશાહી ઠાઠ. બીજો શબ્દ છે ગુહ્ય. આ શબ્દને લીધે જ અનેક ગીતાના વિદ્વાનો, ગીતા સમજવી અઘરી છે એમ કહે છે. લેક્ષિકોનમાં ગુહ્ય શબ્દનો અર્થ છુપું, ગુપ્ત, ન સમજાય એવું, એમ આપેલું છે. કાવત્રાં ગુપ્ત રાખો એ સમજી શકાય, પણ સારી વાત શા માટે ગુપ્ત હોવી જોઈએ? બસ ગીતાની આવી વાતો પકડી, બાવાઓ, બાપુઓ, શાસ્ત્રીઓ અને અન્ય ગીતાના વિદ્વાનો, ગીતાના એક એક શ્ર્લોક ઉપર રોજના પાંચ છ કલાકના હિસાબે, એક અઠવાડિયા સુધી બોલે રાખે છે. હું એમાંનું કંઈ સમજ્યો નથી. મારી સમજ સીધી સાદી છે, જે આપણને પોતાની મેળે સમજાય અને જીવનમાં અપનાવવા જેવું લાગે, આપણા માટે ગીતાનો એટલો જ ઉપદેશ છે. Continue reading ગીતા (મારી સમજ) – ૧૦ (પી. કે. દાવડા)

ગીતા (મારી સમજ) – ૯ (પી. કે. દાવડા)

(૮) અક્ષરબ્રહ્મ યોગ

ગીતાના આઠમા અધ્યાયથી જ્ન્મ-મરણ અને મોક્ષની વાતોની શરૂઆત થઈ જાય છે. આ અધ્યાય અક્ષર બ્રહ્મ વિશે છે. અહીંથી જે વાતો શરૂ થાય છે, એમાં ઈશ્વરમાં શ્રધ્ધા ન રાખનારાઓ માટે કંઈપણ ઉપયોગી વાતો નથી. જે લોકો આત્મા અને મોક્ષ જેવા શબ્દોને અર્થહીન ગણે છે, એમને આ અધ્યાય કંઈ આપી શકે એમ નથી. થોડીક બાંધછોડ કરો અને ભગવાનને બદલે પરમ તત્વ કે પરમ શક્તિ શબ્દો વાપરો તો ઘણું બધું છે. Continue reading ગીતા (મારી સમજ) – ૯ (પી. કે. દાવડા)

ગીતા (મારી સમજ) – ૮ (પી. કે. દાવડા)

(૭) જ્ઞાનવિજ્ઞાન યોગ

સાતમો અધ્યાય જ્ઞાન-વિજ્ઞાનયોગ છે. અહીં વિજ્ઞાનનો અર્થ સાયન્સ નથી લેવાનો. અહીં એનો અર્થ છે ચેતના, પ્રજ્ઞા, આપણને પોતાને અંદરથી મળેલું જ્ઞાન. જ્ઞાન આપણને બહારથી આપવામાં આવે છે. બાળક પૂછે, “પપ્પા આ શું છે?” પિતા જવાબ આપે “આ પેન્સિલ છે.” બાળકને એ જ્ઞાન એના પિતા તરફથી મળ્યું. ચેતના કોઈ બહારથી આપતું નથી. બુધ્ધને વડના ઝાડ નીચે બેસીને મળેલી એ ચેતના હતી. Continue reading ગીતા (મારી સમજ) – ૮ (પી. કે. દાવડા)

રામાયણ અને મહાભારતની સરખામણી (પી. કે. દાવડા)

રામાયણ અને મહાભારત, હિંદુ ધર્મના આ બે મહાન ગ્રંથોની તુલના કરવી એક રીતે યોગ્ય નથી. આ બન્ને ગ્રંથો અલગ અલગ યુગમાં અને અલગ અલગ સંદર્ભમાં લખાયલા છે. રામાયણ દ્વાપર યુગમાં અને મહાભારત ત્રેતા યુગમાં રચાયલા છે. Continue reading રામાયણ અને મહાભારતની સરખામણી (પી. કે. દાવડા)

ગીતા (મારી સમજ) – ૭ (પી. કે. દાવડા)

(૬) અધ્યાત્મ યોગ

અત્યાર સુધી આપણે વિષાદયોગ, સાંખ્યયોગ, કર્મયોગ, જ્ઞાન-કર્મયોગ અને કર્મ-સન્યાસયોગમાં ડોકિયું કર્યું. ગીતાનો અર્થ અને એની જીવનમાં ઉપયોગીતા, ગીતા સમજવાની કોશીશ કરતી વ્યક્તિની ગ્રહણશક્તિ અને સમજણશક્તિ ઉપર આધાર રાખે છે. અહીં જે હું લખું છું, એ મારા સ્તરનું છે. મારાથી અનેક ગણા સમજદાર અને વિદ્વાન લોકો, ગીતાની ઉપયોગીતા તમને વધારે સારી રીતે સમજાવી શકશે. Continue reading ગીતા (મારી સમજ) – ૭ (પી. કે. દાવડા)

ગીતા (મારી સમજ) – ૬ (પી. કે. દાવડા)

કર્મ સન્યાસ યોગ

ગીતાના પાંચમાં અધ્યાયમાં કર્મ-સન્યાસયોગની સમજ આપવામાં આવી છે. કર્મ-સન્યાસનો શબ્દાર્થ પકડીએ તો એમ સમજાય કે કંઈપણ કરવાથી દૂર રહેવું, કંઈપણ ન કરવું. માણસ માટે આ કેવી રીતે શક્ય છે? જોવું, સાંભળવું, શ્વાસ લેવો, જમવું, નહાવું-ધોવું, આ બધા એક પ્રકારના કર્મ જ છે. આમાંના કેટલાક કર્મ ઉપર તો આપણું નિયમન અશક્ય છે. શ્વાસ તો લેવો જ પડે, ખોરાક તો લેવો જ પડે. ગીતા આવા કર્મોમાંથી સન્યાસ લેવાનું નથી કહેતી. Continue reading ગીતા (મારી સમજ) – ૬ (પી. કે. દાવડા)

ગીતા (મારી સમજ) – ૫ (પી. કે. દાવડા)

જ્ઞાન-કર્મ-સન્યાસ યોગ

ગીતા પોતે જ કહે છે, કે ગીતામાં કહ્યું છે એમાં કંઈ નવું નથી. એ હજારો વરસથી અસ્તિત્વમાં હતું, અને આજે પણ છે. ગીતા માત્ર એને એકત્ર કરી, ફરી યાદ અપાવે છે.

આ ચોથા અધ્યાયનું નામ છે જ્ઞાન-કર્મ યોગ. જ્ઞાન દ્વારા કર્મ કરવાની રીત. આ અધ્યાયમાં ગીતાનો અતિપ્રસિધ્ધ શ્ર્લોક, “યદા યદા હી ધર્મસ્ય….” ૭ મા શ્ર્લોક તરીકે આવે છે. લોકો એનો સાદો અર્થ કરે છે કે કૃષ્ણે વચન આપ્યું છે, કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મનો નાશ થશે, ત્યારે ત્યારે અધર્મનો નાશ કરવા હું અવતાર ધારણ કરીને આવીશ. મારી સમજ પ્રમાણે ગીતા કહે છે, “જ્યારે ધર્મ ઘટે છે, અને અધર્મ વધે છે, જ્યારે ધરતી ઉપર અનિષ્ટ તત્વોનું વર્ચસ્વ વધે છે, ત્યારે કોઈ એવી વ્યક્તિ બહાર આવે છે જે એ પરિસ્થિતિનું ખંડન કરી, ફરી ધર્મમાર્ગની (વ્યવસ્થાની) સ્થાપના કરે છે. આવી વ્યક્તિને સમાજ પછીથી ભગવાનની જેમ પૂજે છે. આપણે જો એમ માની બેસીએ કે આવી પરિસ્થિતિમાં ભગવાન સ્વર્ગમાંથી ઉતરી આવશે, તો આપણે નિરાશ થવું પડશે. Continue reading ગીતા (મારી સમજ) – ૫ (પી. કે. દાવડા)

વિવિધલક્ષી ધાતુ – સોનું (પી. કે. દાવડા)

સદીઓથી માણસના જીવનમાં અલગ અલગ કારણોને લઈને સોના પ્રત્યે જબરૂં આકર્ષણ છે. આમ તો સોનું તાંબા, જસત, અને લોખંડ જેવી ધાતુ જ છે, પણ એની ઉપલબ્ધી ઓછી હોવાથી એની કીમત અન્ય ધાતુઓ કરતાં વધારે છે. સોનાની વિશેષતા એ છે કે એને કાટ લાગતો નથી. વિશ્વભરમાં અલગ અલગ કારણોથી સોનાની ખપત છે. ભારતમાં કદાચ એની સૌથી વધારે માંગ છે. હવે આપણે સોનાના અલગ અલગ ઉપયોગ જોઈએ. Continue reading વિવિધલક્ષી ધાતુ – સોનું (પી. કે. દાવડા)