Category Archives: પી. કે. દાવડા

ગીતા (મારી સમજ) – ૩ (પી. કે. દાવડા)

સાંખ્ય યોગ

ગીતાના બીજા અધ્યાયનું નામ છે સાંખ્યયોગ. સાંખ્યયોગ એટલે જીવ અને દેહ બે કઈ રીતે અલગ છે, એ સમજી અને મોહ ન પામવાની પ્રક્રીયા. જીવ અને દેહ અલગ હોવાની વાત તો હું સમજી શકું છું, કારણ કે મેં મૃતદેહ, જીવ વગરના શરીર, જોયા છે. Continue reading ગીતા (મારી સમજ) – ૩ (પી. કે. દાવડા)

અંતીમ પડાવ (પી. કે. દાવડા)

એવું નથી કે આપણને જીવનમાં કોઈ સારા વિચાર નથી આવ્યા. આપણે એનો અમલ મુલત્વી રાખવાની ટેવ પાડી, એનો અમલ રોકતા રહ્યા, અને આખરે પડતા મૂક્યા. જે લોકોએ તરત એનો અમલ કર્યો, એમાં ઝંપલાવ્યું, એ લોકો ઠેસ ઠેબા ખાઈને પણ એમાં આગળ વધ્યા, અને આખરે એક મૂકામ પર પહોંચ્યા. Continue reading અંતીમ પડાવ (પી. કે. દાવડા)

ગીતા (મારી સમજ) – ૨ (પી. કે. દાવડા)

અર્જુન વિષાદ યોગ

ગીતા ભલે શ્રીકૃષ્ણે કુરૂક્ષેત્રમાં અર્જુનને કહી હોય, કોઈ ૠષિએ રચેલી હોય કે કોઈ સંસ્કૃત કવિની કવિતા હોય, પણ એક વાત તો નક્કી છે કે એમાં વેદ પુરાણોનો સાર સંક્ષિપ્તમાં આવી જાય છે. બીજી વાત, ગીતા સમયના બંધનથી મુકત છે. ગમે તે સમયમાં, એ સમયને અનુરૂપ, ગીતાના શ્ર્લોકોનો અર્થ કરી શકાય છે. Continue reading ગીતા (મારી સમજ) – ૨ (પી. કે. દાવડા)

ગીતા (મારી સમજ) – ૧ (પી. કે. દાવડા)

નિવેદન

ગીતા વિષે જેટલું લખાયું છે, એટલું ભારતના કોઈપણ પુસ્તક કે ગ્રંથ વિષે લખાયું નથી. ગીતા વિષયના નિષ્ણાતોએ, ગીતાના એક એક શ્ર્લોક ઉપર કલાકોના કલાકો સુધી વ્યાખ્યાનો આપ્યા છે. જેમ શેરડીનો રસ વેંચનાર, શેરડીના Practically dehydrated કુચા ન નીકળે ત્યાં સુધી પીલે રાખે, તેમ આ નિષ્ણાતોએ ગીતાને પીલી પીલીને રજૂ કરી છે. અને તેમ છતાં આયુષ્યના એંસી વરસ સુધી ગીતાનું કોઈ ખાસ જ્ઞાન મારે કોઠે પડ્યું નહીં. હા, ઠાલા શબ્દો જેવાકે જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ વગેરે હું પણ વારતહેવારે બોલતો રહ્યો. Continue reading ગીતા (મારી સમજ) – ૧ (પી. કે. દાવડા)

કવિતામાં – ૬ (સંકલન – પી. કે. દાવડા)

(૬) કવિતામા લય, તાલ અને રસ

આપણી જૂની કવિતાઓમા લય, તાલ અને રસ આ ત્રણે ગુણો ભારોભાર ભરેલા હતા.

આ વાત સમજવા, શરૂઆત નરસિંહ-મીરાંથી કરવી પડે, પણ એટલું પાછળ ન જતાં મહિતરામથી શરૂ કરૂં છું. તે સમયમા કવિતા પિંગળશાસ્ત્રના નિયમો હેઠળ લખાતી, અને એમા લય, તાલ અને રસ (ભાવ) હતા. એ કવિતા આજની કવિતાથી અનોખી હતી. Continue reading કવિતામાં – ૬ (સંકલન – પી. કે. દાવડા)

કુટુંબ (સંકલન – પી. કે. દાવડા)

આજે કુટુંબ બે પ્રકારના છે. વિભક્ત કુટુંબ અને સંયુક્ત કુટુંબ. ભારતમાં હજી થોડા સંયુકત કુટુંબો છે. અમેરીકામાં આ સંયુક્ત કુટુંબો વિભક્ત કુટુંબો નાં સમુહ તરીકે હૈયાત છે. તેઓ સાથે રહેતા નથી પણ સંપર્કમા રહે છે. Continue reading કુટુંબ (સંકલન – પી. કે. દાવડા)

અખિલ બ્રહ્માન્ડમાં – ૧૨ (પી. કે. દાવડા)

૧૨. દ્રવ્ય અને ઉર્જા

સમય અને અંતર સાપેક્ષ-Relative છે.આ બ્રહ્માંડમાં જો કોઈ absolute-નિરપેક્ષ હોય તો તે માત્ર પ્રકાશ છે, જે 1 sec માં 3 લાખ km.અંતર કાપે છે. આઇન્સ્ટાઇને સાપેક્ષવાદને સમજાવવા બે theory આપી છે.

Special theory of Relativity

General theory of Relativity. Continue reading અખિલ બ્રહ્માન્ડમાં – ૧૨ (પી. કે. દાવડા)

પૈસાવાળો અને અમીર (સંકલન – પી. કે. દાવડા)

બીલ ગેઈટ્સ જ્યારે વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ હતા, ત્યારે એક સમારંભમાં એમને કોઈએ પ્રશ્ન પુછ્યો, “શું દુનિયામાં તમારાથી અમીર કોઈ નથી?” Continue reading પૈસાવાળો અને અમીર (સંકલન – પી. કે. દાવડા)

કવિતામાં – ૪ (સંકલન – પી. કે. દાવડા)

(૪) કવિતામા સંબંધો

ગુજરાતી સાહિત્યમાં પ્રત્યેક પારિવારિક સંબંધ વિષે કવિતાઓ લખાઈ છે અને પ્રત્યેક કવિતામાં સંબંધોની લાગણી બહુ સારી રીતે વ્યક્ત કરવામા આવી છે. આપણે ‘દાદા’થી શરૂઆત કરીએ. Continue reading કવિતામાં – ૪ (સંકલન – પી. કે. દાવડા)

અખિલ બ્રહ્માન્ડમાં – ૧૧ (પી. કે. દાવડા)

૧૧. ગોડ પાર્ટિકલ

‘ગોર્ડ પાર્ટિકલ’ની શોધ ઈશ્વરના અસ્તિત્વની શોધ નથી. આ શોધ ફિઝિક્સના સંશોધનમાં અતિ મહત્વના કણ અંગે થઈ છે. અણુમાં ઈલેક્ટ્રોન, પ્રોટોન વગેરે કણો છે, જે mass ધરાવતા કણો છે. પાર્ટિકલ ફિઝિક્સમાં બીજા એવા કણો છે જેમાં mass નથી પણ શક્તિ (Energy) છે. આ કણોને બોઝોન કહેવાય છે. આ કણો પદાર્થ (mass) રુપમાં પરિવર્તિત થાય છે. Continue reading અખિલ બ્રહ્માન્ડમાં – ૧૧ (પી. કે. દાવડા)