Category Archives: લેખ/વાર્તા

અપેક્ષા   (સરયૂ પરીખ)                  

આજે સરગમ કેમ હજી આવ્યા નહીં?”
અવન્તિકાબહેન ક્યારના સવારની પુજામાંથી પરવારી સરગમની રાહ જો રહ્યા હતાં.

ચાર મહીના પહેલાં અવન્તિકાબહેન નિવૃતિ નિવાસમાં આવ્યા ત્યારે એમનો ચહેરો જોઇને કોઇને ખ્યાલ પણ ના આવે કે આ બહેન કેટલા હસમુખા સ્વભાવના હશે! બધાનું કરી છૂટે એવા પણ બદલામાં સારી વર્તણૂક ન મળે તો ધમકાવી કાઢતા જરાય વાર ન લગાડે. ભક્તિના નામે રઝળપાટ કરે અને ધાર્મિક ક્રિયાકાંડમાં તન મન અને ધન ખર્ચી નાખે. સાહેબનાં પત્ની તરીકે સુખમય જીવન જીવેલાં. Continue reading અપેક્ષા   (સરયૂ પરીખ)                  

રામાયણ અને મહાભારતની સરખામણી (પી. કે. દાવડા)

રામાયણ અને મહાભારત, હિંદુ ધર્મના આ બે મહાન ગ્રંથોની તુલના કરવી એક રીતે યોગ્ય નથી. આ બન્ને ગ્રંથો અલગ અલગ યુગમાં અને અલગ અલગ સંદર્ભમાં લખાયલા છે. રામાયણ દ્વાપર યુગમાં અને મહાભારત ત્રેતા યુગમાં રચાયલા છે. Continue reading રામાયણ અને મહાભારતની સરખામણી (પી. કે. દાવડા)

વર કન્યા સાવધાન !! (ચીમન પટેલ ‘ચમન’)

            ફોનની ઘંટડી રણકી ને રસોડામાં કામ કરતી  પત્ની બોલી; ‘જરા ફોન લેશો? મારા હાથ લોટવાળા છે.’

તમારા હુક્ક્મને નકારાય! સોફામાંથી ઉભો થતાં થતાં હું બોલ્યો.

‘આમ વ્યંગમાં ના બોલતા હોવ તો ના ચાલે?’ ઘર્મપત્ની જરા બગડ્યા! Continue reading વર કન્યા સાવધાન !! (ચીમન પટેલ ‘ચમન’)

સોળ કલાકનો સથવારો (પ્રવીણ શાસ્ત્રી)

 આકાંક્ષા એરઈન્ડીયાના મુંબાઈથી નૉવાર્ક જતા પ્લૅનમાં દાખલ થઈ. તે આડત્રીસ ‘એ’ નંબરની સીટ પાસે આવીને ઉભી રહી. એ વિન્ડો સીટ હતી. વચ્ચેની ‘બી’ સીટ પર એક માજી બેઠા હતા. એમણે એમના પોટલા ‘એ’ અને ‘સી’ સીટ પર પાથર્યા હતા. Continue reading સોળ કલાકનો સથવારો (પ્રવીણ શાસ્ત્રી)

હિરે મઢ્યું બ્રહ્મચર્ય (પ્રવીણ શાસ્ત્રી)

છત્રીસીમાં પ્રવેશેલી ડોક્ટર શ્વેતાંગી પ્રસિદ્ધિના શિખરે હતી. એના પ્રવચનો સાંભળવા પ્રતિષ્ઠીત માણસો  આવતા. શ્વેતાંગી એક અનોખા પ્રકારની સાધવી હતી. એણે માનસશાસ્ત્રમાં પી.એચ.ડી કર્યું હતું, એ બોલતી અને શ્રોતાઓ મંત્ર મુગ્ધ થઈને સાંભળતા. એની વાક્છટામાં એક ખાસ પ્રકારનું માસ મેસ્મેરિઝમ હતું. વિષય ગમે તે હોય, વાત ગમે તેવી સીધી, સાદી અને સામાન્ય હોય પણ જ્યારે એના મોંમાંથી એ બહાર નીકળે ત્યારે એ જીવનની મહત્વની વાત બની જતી અને શ્રોતાઓ ભાવુક થઈને સાંભળતા સાંભળતા. સંમોહિત થઈ જતા. યુવાન, સુંદરીને કેટલાક ભક્તો કે ફેન શ્વેતાંગીમા કહેતાં. શ્વેતાંગી હમેશાં સફેદ સાડી પહેરતી. માથાના કેશ કદીએ બંધાયા ન હતાં.  છૂટ્ટા કાળા ભમ્મર લાંબા કેશમાં હમેશા સફેદ મોગરાનો ગજરો લટકતો. Continue reading હિરે મઢ્યું બ્રહ્મચર્ય (પ્રવીણ શાસ્ત્રી)

પરિવાર (લેખક – અજ્ઞાત)

એક   પરિવાર   છે ..   આ   પરિવારના   લોકો   વરચે   બહુ   ઓછા   મતભેદ   થાય   છે.  તેનું કારણ  પૂછ્યું તો   એ   વડીલે   કહ્યું   કે,   અમારા   પરિવારમાં   દરેક   વ્યકિતને   બે   વાત   શીખવવામાં   આવે   છે.

Continue reading પરિવાર (લેખક – અજ્ઞાત)

ગાંધીજીના પત્રો અને ટપાલ ખાતું (સંકલન-પી. કે. દાવડા)

અંગ્રેજી શાશન દરમ્યાન તાર ટપાલ ખાતું સીધું બ્રિટીસ સરકારના હાથ નીચે હતું. ગાંધીજી આખા દેશમાં ફરતા રહેતા હતા, એમનું કોઈ નિશ્વિત એક સરનામું ન હતું, તેમ છતાં તાર ટપાલ ખાતું એમના અધૂરા કે નામના સરનામા વાળા પત્રો પણ ગાંધીજી જ્યાં હોય ત્યાં તેમને ઝડપથી પહોંચતા કરતા.

અહીં એવા કેટલાક પત્રોના ફોટોગ્રાફસ રજૂ કરૂં છું.

Continue reading ગાંધીજીના પત્રો અને ટપાલ ખાતું (સંકલન-પી. કે. દાવડા)

કીડી અને પતંગિયું (પી. કે. દાવડા)

 

ઉનાળાની ગરમીમાં કીડી પોતાનું દર બનાવી એમાં ચોમાસા માટે ખોરાક સંગ્રહ કરી રહી હતી, ત્યારે પતંગીયું એક છોડથી બીજા છોડ ઉપર કુદાકુદ કરતું હતું. પતંગિયાને લાગતું કે કીડીમાં અક્કલ નથી, ઉનાળાની મજા લેવાને બદલે કીડી ગધામજૂરી કરે છે. Continue reading કીડી અને પતંગિયું (પી. કે. દાવડા)

મહિપતરામના બચાવમાં (નાગરી નાત વતી નર્મદનું લખાણ)

(મૂળ ભાષા રહેવા દીધી છે જેથી તે સમયે શબ્દો અને જોડણી કેવા હતા તેનો ખ્યાલ આવે – સંપાદક)

(એ હેંડબિલ તા. ૧૫ એપરેલ ૧૮૬૧ ની રાતે રા. ભાઉદાજીને તાંહાં ભાઈ મહિપતરામને માન આપવાને મળેલા મિત્રોમાં વેંહેંચવામાં આવ્યું હતું.)

Continue reading મહિપતરામના બચાવમાં (નાગરી નાત વતી નર્મદનું લખાણ)

દિકરીનો બાપ ( એષા દાદાવાળા )

નરસિંહ મહેતા, કણ્વ ઋષિ અને મુકેશ અંબાણી :

શું આ પરંપરા તૂટવી ન જોઇએ..??

દિકરીનાં પિતાએ હાથ જોડીને કેમ ઊભા રહેવું પડે?

જેનું એક આમંત્રણ પણ જીંદગીનો મહામૂલો પ્રસંગ ગણાય એવો એ માણસ હાથ જોડીને ઊભો હતો. જેનાં એક જ અવાજે સેંકડો લોકોની તકદીર બદલાઇ જાય એવા એ માણસનાં અવાજમાં કંપ વર્તાતો હતો. આખા શહેરની ફાઇવ સ્ટાર હોટલો એણે બુક કરી લીધી હતી. લોકોએ ક્યારેય ન માણી હોય એવી ભવ્ય આગતા-સ્વાગતા હતી અને છતાં એ માણસ માફી માંગતો હોય એવા સૂરમાં કહેતો હતો-’ક્યાંક કોઇ કસર રહી ગઇ હોય તો થોડું સહન કરી લેજો…છેવટે અમે દિકરીવાળા છીએ !’

Continue reading દિકરીનો બાપ ( એષા દાદાવાળા )