Category Archives: લેખ/વાર્તા

રવિપૂર્તિ-રમૂજી કાર્ટુન

 

 

 

દિલ્હીનું પર્યાવરણ

 

પૃથ્વી કરતાં મંગળમાં રહેવું સારૂં

અંબાણી-અદાણીના ધ્યાનમાં નહીં આવ્યું હોય

કાતિલ ઠંડી

Advertisements

આર. કે. લક્ષ્મણની યાદમાં

 

ચંદ્ર ઉપર મોકલવા માટે આ માણસ સૌથી વધારે યોગ્ય છે. એ પાણી, ખોરાક, હવા, ઉજાસ અને આવાસ વગર જીવતો રહી શકે છે.

વિમાન ક્યારે ઉપડશે એ જાણવામાં મદદ કરવા આ સગવડ ઉમેરવામાં આવી છે.

ચાલો આપણે ઘરની અદલાબદલી કરીયે, અમારો બે બેડરૂમનો ફ્લેટ તમે લઈ લો. અમે અહીં રહેશું તો અમારા છોકરાઓને પણ હીટ ફીલ્મોમાં કામ કરવા મળશે.

અને સાહેબ આ મોડેલ ચાલે છે.

જોયું, મારી પાછળ કેટલા બધા લોકો છે?

ટેકનોલોજીની પ્રગતિ

બા મને મારૂં નામ તો ખબર છે, પણ મારો પાસવર્ડ શું છે?

પપ્પા, માઉસમાં બે જ બટન છે તો હાથમાં પાંચ આંગળા શા માટે છે?

મેમ, તમારા લેપટોપમાં અમે અમારા ઈ-મેઈલ ચેક કરી શકીયે?

ના, અમે હજુ ઈ-મેઈલ એટેચમેન્ટ તરીકે પિઝા નથી મોક્લતા !

આંગણાંના સભ્ય બનો અને સગવડો મેળવો

આ પાનામાં ઉપર મેનુમાં જાવ અને Home બટન ઉપર ક્લીક કરો. Home નું પાનું ખુલે પછી જમણા હાથે Follow બટન દેખાશે એની ઉપર ક્લીક કરો. બસ તમે સભ્ય થઈ ગયા. સભ્યોને આંગણાંની બધી જ જરૂરી ગતિવિધિની જાણ ઈ-મેઈલથી કરવામાં આવે છે. ભવિષ્યમાં જો આંગણું માત્ર સભ્યો માટે જ ખુલ્લું રહે તો તમે સભ્ય હોવાથી આંગણાંની મુલાકાત લઈ શકશો.

 

રવિપૂર્તિ-હોમિયોપથી-૫ (અંતીમ)-પી. કે. દાવડા

દીપા

દીપાના પિતા મારા મિત્ર હતા. એક દિવસ મને વાત કરી કે એમની દિકરી દીપા ૧૦ મા ધોરણમાં ભણે છે. સ્કૂલમાં અચાનક બેહોશ થઈ જાય છે, અને આવું મહિનામાં એકાદવાર થાય છે.

મેં વિચારવાનું શરૂ કર્યું કે છોકરીને મહિને એક વાર એવી તે કઈ બિમારી થાય જેથી બેહોશ થઈ જાય. માસિકધર્મ સિવાય મને આવી બીજી કોઈ વાત ધ્યાનમા આવી. મેં દીપાને તેડી લાવવા કહ્યું. દીપા આવી ત્યારે મેં એને અલગ બેસાડીને પૂછ્યું કે એને એવું ક્યારે થાય છે? એણે શરમાતાં શરમાતાં કહ્યું કે જ્યારે પિરિયડમાં હોય છે ત્યારે થાય છે.

મેં શોધ ચલાવી. હોમિયાપથીમાં ફોસફરસમાં મને આવા ચિન્હો મળ્યા. દીપાને પિરીયડથી થોડા દિવસ પહેલા એક કે બે વાર દવા આપવાથી, બે ત્રણ મહિનામાં એને રોગમાંથી મુક્તિ મળી ગઈ.

પાઈલ્સ

મારા એક આર્કિટેક્ટ મિત્રના સ્ટ્રકચરલ એંજીનીઅર બહારગામ ગયેલા. એમણે મને એમના એક સ્લેબનું નિરિક્ષણ કરવા કહ્યું. મેં હા પાડી એટલે એમની ગાડી લઈ મને તેડવા આવ્યા. થોડી વારમાં મને લાગ્યું કે એમને કોઈ અસુખ છે, એટલે મેં એમને પૂછ્યું. એમણે કહ્યું કે મને પાઈલ્સની તકલીફ છે. અમે જે રસ્તે જતા હતા ત્યાં નજીકમાં એક હોમિયોપેથિક દવાઓની દુકાન હતી. મેં ત્યાં ગાડી ઊભી રખાવીને માત્ર ૩૦ પૈસા કીમતની એસક્યુલસ નામની દાવાની ગોળીઓની નાની શીશી લીધી, અને એમાંથી ત્રણ ચાર સાબુદાણા જેટલી ગોળીઓ એમને આપી. અને બાકીની ગોળીઓ વાળી શીશી પણ એમને આપી દીધી.

એકાદ કલાકમાં અમે કામ પતાવીન પાછા ફરતા હતા ત્યારે મને કહે, “ચાલો આજે આપણે પંજાબી હોટેલમાં જમીયે.” મેં કહ્યું, “તમને પાઈલ્સની તકલીફ છે તો મસાલેદાર ખોરાક લેવાય.” મને કહે, “તમે શું દવા આપી? મને ચળ અને બળતરા ખુબ ઓછા થઈ ગયા છે.”

બીજે દિવસે એમનો ફોન આવ્યો, મારાથી દવાની શીશી ક્યાંક મૂકાઈ ગઈ છે, મને નામ લખાવોને. મેં એમને નામ લખાવ્યું અને કહ્યું કે દિવસમાં માત્ર બે ત્રણ વાર  ખાજો અને અઠવાડિયા પછી બંધ કરી દેજો. એમને વરસો સુધી પાછી પાઈલ્સની તકલીફ થઈ હતી.

( વાંચીને કોઈએ જાતે આવો પ્રયોગ કરવો નહીં. નિષ્ણાતની સલાહ લેવી)

શિળસ

ઉકેડાભાઈ એક કડિયા હતા. એક દિવસ મેં જોયું કે ખંજવાળી ખંજવાળીને એમની ચામડીમાંથી કેટલેક ઠેકાણે લોહી નીકળી આવેલું. મેં એમને પૂછ્યું તો કહે શિળસ છે, મટતી નથી.

મેં થોડો અભ્યાસ કર્યો, અને બીજે દિવસે એમને અપીસ મેલ અને આર્સિનિક આલ્બ બે દવાનો મિશ્ર ડોઝ આપ્યો. એક દિવસમાં એમને ઘણી રાહત થઈ ગઈ. બે ત્રણ દિવસ એમને રોજના ત્રણ ડોઝ લેવાનું કહ્યું અને એમને ચળ લગભગ બંધ થઈ ગઈ. એમણે વાત એમના સગાંસંબંધી અને ઓળખિતા લોકોને કરી હશે. થોડા દિવસમાં મારે ઘરે શિળશના સંખ્યાબંધ દર્દીઓ આવી પહોંચ્યા. બધાને મેં દવાઓ લેવાનું કહ્યું, મોટા ભાગના લોકોએ આભાર માન્યો એક એમની શિળસ મટી ગઈ.

અલબત વાંચીને કોઈએ જાતે દવા લેવી નહીં પણ ડીગ્રીધારક ડોકટરની સલાહ પ્રમાણે દવા લેવી.

(આ લેખ સાથે હોમિયોપથી વિશેની મારી આ લેખમાળા સમાપ્ત કરૂં છું. રવિપૂર્તિ માટે વાંચકો સમાજ ઉપયોગી અને જાણવા જેવી માહિતી મોકલી શકે છે. યોગ્ય લેખનો સ્વીકાર કરી રવિપૂર્તિમાં મૂકવામાં આવશે.)

રવિપૂર્તિ-હોમિયોપથી-૪ (પી. કે. દાવડા)

મણીના માથાના દુખાવો

મારા એક મિત્રે એક દિવસ મને કહ્યું, “આખો દિવસ હોમિયોપથીના થોથાં વાંચો છો તો મારી બહેન મણી માટે કંઈ ઈલાજ બતાડોને!” વાતચીતમાં જાણવા મળ્યું કે મણીનું માથું સખત દુખ્યા કરે છે. કોઈ દવાથી રાહત મળતી નથી. એક્વાર તો કંટાળીને આપધાત કરવા ટેરેસ ઉપર જતી રહેલી, પણ કોઈજોઈ લેવાથી બચી ગઈ.

મારી કુતુહલ વૃતિને લીધે હું મણીનો કેસ હોમિયોપથીની દૃષ્ટીએ તપાસવા તૈયાર થઈ ગયો. મારા મિત્ર, એમના પત્ની અને મણી મારા ઘરે આવ્યા. મેં બધાને કહ્યું, હું ને મણી બીજા રૂમમાં જઈ વાતચીત કરીએ છીએ, ત્યાં સુધી તમે અને મારી પત્ની અહીં બેસીને ચાપાણી પિયો અને વાતચીત કરો.

અલગ રૂમમાં મેં સવાલજવાબ કર્યા.

મણી તારા સાસુ કે કુટુંબના બીજા કોઈ તને ત્રાસ આપે છે?”

ના બધા તો બહુ સારા છે.”

તારો વર તને સતાવે છે?”

ના તો બહુ સારા છે.”

તારા નાના છોકરાઓની કોઈ ચિંતા છે?”

ના તો બહુ સમજુ અને ભણવામાં હોશિયાર છે.”

તમે તો ખૂબ શ્રિમંત છો, કોઈ ચીજ વસ્તુનો અભાવ નથી, તો કઈ તકલીફ છે?”

કોઈ તકલીફ નથી.”

જો મણી, તું સાચું નહીં કહે તો ક્યારેક આપઘાત કરીશ, તારા બાળકો મા વિનાના થઈ જશે. જે હોય તે મને કહે, હું કોઈને નહીં કહું. આપણે તો તારા માટે દવા શોધવાની છે.”

પટેલને મારા ઉપર વિશ્વાસ નથી.”

કેમ શું કરે છે? તને કંઈ આડું અવડું સંભળાવે છે?”

ના મારી જાસુસી કરે છે.”

કેવી રીતે?”

હું જ્યારે પણ બહાર જાઉં છું ત્યારે મારી પાછળ પાછળ આવે છે.”

મને આશાનું એક કિરણ દેખાયું, હવે કદાચ કેસ Solve થશે. કારણ કે મણીનો વર એટલે પટેલ એક મોટો વેપારી હતો. એનો હાર્ડવેરનો સ્ટોર એટલે ધમધોકાર ચાલતો કે એને પાણી પીવા જેટલી પણ ફુરસદ હતી. સ્ટોર છોડીને મણીને પાછળ જાય શક્ય હતું. એટલે મેં પુછ્યું,

તને કેમ ખબર પડે કે પાછળ પાછળ આવે છે?”

હું પાછળ જોઉં તો મને દેખાઈ જાય.”

કેટલે દૂર હોય?”

બહુ દૂર હોય.”

Done. Case Solved. મણીને આભાસ થાય છે. જે વસ્તુ ત્યાં હાજર નથી, વસ્તુનો એને હાજર હોવાનો આભાસ થાય છે.

હોમિયાપથીમાં આવા ચિન્હો માટે ઈગ્નેશિયા નામની દવા છે.

 Ignatia માં નીચે પ્રમાણેના લક્ષણો છે.

Emotions

Changeable, unpredictable, hysterical, easily offended.

Laughing then weeping in the same sentence.

Weeping in sobs, away from company.

Grief

Sighing with grief or disappointment

Ailments from grief or sudden disappointment

Headaches

From grief, disappointment, or heightened emotion.

As if a nail driven into head.

મણીને એક અઠવાડિયું દવા આપવાથી મણીનું માથું કાયમ માટે મટી ગયું.

(મારૂં વાંચીને કોઈએ જાતે આવો પ્રયોગ કરવો નહીં. મેં કર્યો મિત્રના દબાણમાં આવીને કર્યો, અને પ્રભુ કૃપાએ સફળ રહ્યો, છતાં જીવતા માણસો ઉપર પુરતા શિક્ષણ સિવાય આવું કરવું ખોટું તો હતું.)

રવિપૂર્તિ-હોમિયોપથી-૩ (પી. કે. દાવડા)

નિદાનની પધ્ધતિ

એલોપેથિક ડોકટરો નજરે દેખાય એવી તકલીફો ઉપરાંત સ્ટેથોસ્કોપ, X-Ray, કેટ સ્કેન, MRI, લેબોરેટરી દ્વારા લોહી તેમજ સંડાસપેશાબની તપાસ, અને સ્વાબનું માઈક્રોસ્કોપ હેઠળ નિરીક્ષણ વગેરે વાતો ઉપર આધાર રાખી નિદાન કરે છે. હોમિયોપથીમાં માત્ર Objective (એટલે નજરે જોઈ શકાય એવા) અને Subjective (એટલે દરદી જે તકલીફનું વર્ણન કરે, અને અન્ય સવાલોનો જવાબ આપે), બે વાતો ઉપર આધાર રાખી નિદાન કરવામાં આવે છે.

Objective માં હવે થોડા ટેસ્ટ અને અન્ય સાધનોની મદદ લેવાનું ચલણ દેખાય છે, છતાં દવા નક્કી કરવામાં Subjective વાતો ઉપર વધારે ભાર આપવામાં આવે છે. આનું એક કારણ એવું છે, કે હોમિયોપથીની દવાઓનું વર્ગીકરણ આવા નિરીક્ષણો ઉપર આધારિત છે. આધાર તૈયાર કરવા માટે, મોટી સંખ્યામાં તંદુરસ્ત માણસોને સારી એવી માત્રામાં અમુક દવા આપવામાં આવે છે અને એના પરિણામે એમની તંદુરસ્તિ અને મનસ્થિતિમાં જે ફેરફાર થાય છે તેની સતત નોંધ લેવામાં આવે છે. મોટાભાગની વ્યક્તિઓમાં જે ફેરફાર દેખાય, એમને દવાની ઓળખ તરીકે સ્વીકારી લેવામાં આવે છે.

જ્યારે કોઈ દરદી ડોકટર પાસે જાય છે, ત્યારે એણે કહેલી વાતોને દવાઓની ઓળખ સાથે સરખાવવામાં આવે છે, અને જે દવા વધારે મળતી થાય દવા દરદીને આપવામાં આવે છે. દરેક વખતે દવા અસરકારક થાય એવું નથી, પણ જ્યારે દરદીના ચિન્હો દવાની ઓળખ સાથે તંતોતંત મળે ત્યારે દવા ઝડપથી અસર કરે છે.

એક ડોઝ આપવો કે થોડા થોડા સમયે દવાના ડોઝ આપવા વગેરે બાબતોમાં હજી મતભેદો છે. એક દવા આપવી કે બે ત્રણ દવા એક સાથે આપવી બાબતમાં પણ મતભેદ છે. હજીસુધી પધ્ધતિમાં પ્રયોગો થયા કરે છે.

હોમિયોપથીમાં વિશ્વાસ રાખનારા લોકો મઝાકમાં કહે છે કે જો તમે કોઈ દવા લો તો આપમેળે રોગ મટવામાં સાત દિવસ લાગે, પણ હોમિયોપથી દવાથી એક અઠવાડિયામાં મટી જાય.

દરદીની તાસિર

જે દવા તંદુરસ્ત માણસમાં જે રોગો ઉત્પનન કરવા માટે શક્તિમાન છે. તેવા જ રોગ(લક્ષણો અને ચિન્હો) ધરાવતા માનવીની સારવાર માટે તે દવા ઉપયોગી પરિણામો આપી શકે છે.

આપણે ઘણીવાર ઘણી વ્યક્તિ પાસેથી સાંભળીએ છીએ કે “મારે શરદીનો કોઠો છે.” “મને ઠંડી તુરંત જ લાગી જાય છે.” આવી વ્યક્તિ થોડો પણ ઠંડો પવન લાગવાથી તાવનો શિકાર બને છે. કોઈ બીજી વ્યક્તિ થોડા કલા ઠંડા પવનમાં ગાળે પછી તાવ આવે છે. અને ત્રીજી વ્યક્તિને ત્યારે જ અસર થાય જયારે તે થોડા દિવસો કડકડતી ઠંડીમાં ગાળે. કોઈને ઠંડો પવન લાગે તો માથું દુખે, તો કોઈને ખાંસી અને બ્રોન્કાઇટીસ થઈ જશે, વળી કોઇને સાંધાનો દુ:ખાવો થઈ જશે. કોઈને કાનમાં અને દાંતમાં દુ:ખવા લાગશે. આ બધી વિવિધતા ફકત ઠંડો પવન લાગવાને કરણે થાય છે. હોમિયાપથી બધી બાબતો ધ્યાનમાં લે છે.

દરદીના શરીરના બધા લક્ષણો અને એનો માનસિક અભિગમ જાણીને, જે દવાના લક્ષણો સાથે તંતોતંત મળતા થાય, દવા દરદીને આપવામાં આવે છે.

રવિપૂર્તિ-હોમિયોપથી-૨

પ્લેસીબો અને પોટેન્સી

પ્લેસીબો (Placebo)

પ્લેસીબો એટલે કોઈપણ જાતની અસર વગરનો પદાર્થ જે દરદીને દવા છે કહીને આપવામાં છે. એલોપથીમાં નવી દવાની શોધખોળ માટે વપરાય છે, પણ હોમિયોપથીમાં સારવારના એક ભાગ તરીકે વપરાય છે.

કેટલાક હોમિયોપાથ એમ માને છે કે જો સાચી દવા આપવામાં આવે તો એનો એક ડોઝ બસ થઈ જાય છે, પણ દરદીના મનમાં એમ ઠસાવવા કે એણે ઘણાં દિવસ સુધી દવા લીધી એટલે એને સારૂં થઈ ગયું, એટલે એને પ્રથમ ડોઝ પછી પ્લેસીબો આપવામાં આવે છે.

હોમિયોપાથ જયારે ચોક્ક્સ દવાના નિર્ણય ઉપર આવે ત્યારે દરદીને પ્લેસીબો આપીને ટ્રીટમેન્ટની શરૂઆત કરી દે છે, અને કેટલીક વાર દરદીઓ પ્લેસીબોથી સારા થઈ જાય છે. આનું વૈજ્ઞાનિક કારણ એવું આપવામાં આવે છે કે દવા લેવાથી દરદીની મન ઉપર જે અસર થાય છે તેનાથી શરીરની અંદર રહેલી પ્રતિકારક શક્તિ સક્રીય થાય છે, અને રોગ સામે લડી, રોગને નાબુદ કરે છે.

કેટલાક એલોપેથિક ડોકટરો તો એમ માને છે કે હોમિયોપથીની બધી દવાઓ એક પ્રકારના પ્લેસીબો છે. જ્યાં સુધી વિજ્ઞાનને માન્ય પધ્ધતિથી હોમિયોપથી કેવી રીતે કામ કરે છે પુરવાર નહીં થાય ત્યાં સુધી વિવાદ ચાલુ રહેવાનો. આજે એલોપથી દવા બનાવનારી કંપનીઓ આર્થિક રીતે એટલી બળવાન છે કે પોતાની હરિફાઈ કરતી અન્ય પધ્ધતિઓને બદનામ કરી, નાબૂદ નહીં તો સીમિત કરવામાં સફળ રહી છે.

હવે પછીના લેખમાં હોમિયોપથી દવા અને પ્લેસીબોના મારા એક બે અનુભવો લખીશ.

પોટેન્સી (Potency)

હોમિયોપેથીક દવાઓમાં દવાના પદાર્થનું પ્રમાણ અતિ સૂક્ષ્મ હોય છે. એક ટીપું દવાના મૂળ પદાર્થની સાથે નવાણું ટીપાં આલ્કોહોલના મેળવી, મિક્ષને સખત રીતે Vibrate કરવામાં આવે છે, અને પોતેન્સી એક કહે છે. પછી પોટેન્સી એકના એક ટીપાંને નવાણું ટીપાં આલકોહોલમાં મેળવી Vibrate કરવામાં આવે છે અને આને પોટેન્સી નંબર બે કહે છે. ગણિતની રીતે જોઈએ બીજી પોટેન્સીમાં તો દસ હજાર ટીપાં આલ્કોહોલમાં એક ટીપું દવાનું થયું. રીતે દરેક પોટેન્સીને આગળ આગળ વધારવામાં આવે છે. બારમી પોટેન્સી પછી તો કોઈપણ કેમીકલ લેબોરેટરી દવાના મૂળ તત્વને શોધી શકતી નથી. હોમિયોપથીમાં મોટાભાગે ૩૦ મી પોટેન્સી અને ૨૦૦મી પૉટેન્સી વધારે વપરાય છે. દસ હજારમી પોટેન્સી સુધીની દવાઓ અસ્તીત્વમાં છે. આમ દવાઓમાં મૂળ પદાર્થની માત્ર એટલી ઓછી હોય છે કે એની કોઈ ખરાબ અસર થવાની શક્યતા નથી. એટલે કહેવાય છે કે લાગ્યું તો તીર, નહીં તો ટપ્યું.

રવિપૂર્તિ-હોમિયોપથી-૧

રવિપૂર્તિ

(શનિવારે અને રવિવારે આંગણાંમાં કોઈ નવી પોસ્ટ મૂકવામાં નથી આવતી. જાન્યુઆરી મહિનાથી શનિવારે એક નવો વિભાગ શરૂ કરવામાં આવશે, એમાં કોઈ પીઢ સાહિત્યકારની કૃતિઓને પ્રકાશિત કરવામાં આવશે. રવિવાર માટે મને વિચાર આવ્યો કે કલા અને સાહિત્ય સિવાયના લખાણ અને જેને અંગ્રેજીમાં Out of the Box કહેવાય એવી વાતો મૂકીને કલા અને સાહિત્યના રસિયાને થોડો આરામ આપું તો કેમ?

આજથી પાંચ અઠવાડિયા માટે, દર રવિવારે મારા હોમિયોપથી વિશેના અનુભવો લખવાનો છું. મારૂં આ અજાણ્યા માર્ગ ઉપરનું ભ્રમણ કોઈએ પણ ગંભીરતાથી લઈ અને એની નકલ ન કરવાની હું અગાઉથી ચેતવણી આપું છું.)

હોમિયોપથી

હોમિયોપથી એક ચિકીત્સા પધ્ધતિ છે, જે શરીરની પ્રતિકાર શક્તિની મદદથી કેટલીક બિમારીઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. પધ્ધતિ એવી ધારણા ઉપર આધારિત છે કે જ્યાં સુધી શરીરનું સમગ્ર તંત્ર એની અપેક્ષા મુજબ કાર્ય કરે છે ત્યાં સુધી બિમારીના કોઈ લક્ષણો દેખાતા નથી. જ્યારે તંત્રના નિયંત્રિત કાર્યોમાં વિક્ષેપ આવે છે, ત્યારે વિક્ષેપ બિમારીના રુપમાં પ્રદર્શિત થાય છે.

મનુષ્યના શરીરમાં, શરીરને નુકશાન કરનારા બહારના વાતાવરણ કે પદાર્થો સામે પ્રતિકાર કરવાની શક્તિ રહેલી છે. જ્યારે પ્રતિકાર શક્તિ નબળી પડે છે, અને બહારી હુમલો વધારે શક્તિશાળી હોય છે, ત્યારે બિમારી આવે છે. આવા સંજોગોમાં હોમિયોપથી દવાઓ બિમાર માણસની પ્રતિકાર શક્તિને વધારવાનું કામ કરે છે, કે જેથી બિમારીનો મુકાબલો થઈ શકે.

હોમિયોપથી ચિકીત્સાનો મૂળભૂત સિધ્ધાંત એવો છે કે જે બહારી પદાર્થ તમારા શરીરના નિયમિત તંત્રને ખોરવી નાખે, પદાર્થને સુક્ષ્મ માત્રામાં દવા તરીકે લેવામાં આવે તો શરીરની પ્રતિકાર શક્તિ ખોરવાયલા તંત્રને ફરી નિયમિત કરી દે છે. કેમ થાય છે, એની ઉપર વર્ષોથી વિવાદ ચાલ્યા કરે છે. એક માન્યતા એવી છે કે Antigen Antibody Reaction થી થાય છે. સુક્ષ્મ માત્રામાં પદાર્થ એન્ટીજનનું કામ કરે છે, એનો પ્રતિકાર કરવા લોહીની અંદર સુક્ષ્મ કણૉ (Globulin) એન્ટીબોડી તરીકે કામ શરૂ કરી દે છે, અને નવા એન્ટીજન સાથે સાથે રોગ ઉત્પન્ન કરવા માટેના જવાબદાર એન્ટીજનનો પણ નાશ કરે છે.

મને વિજ્ઞાનમાં રસ પડી ગયો. પાંચ વરસ સુધી મેં વિષય ઉપરના અનેક પુસ્તકો વાંચ્યા, અનેક હોમિયોપેથી ડોક્ટરો સાથે ચર્ચા કરી, કેટલાક સેમીનારમાં હાજરી આપી. દરમ્યાનમાં મેં પાકું નક્કી કરેલું કે હું ડોકટર નથી માટે હું કોઈને કઈ દવા લેવી એની સલાહ નહીં આપું, પણ એને કોઈ સારા હોમિયોપાથ પાસે મોકલી, એને કઈ દવા આપવામાં આવી, જેનાથી એને સારૂં થઈ ગયું, એના ઉપર નજર રાખીશ. આમ છતાં, અમુક ગાઢ મિત્રોના દબાણને વશ થઈ, મેં થોડા દર્દીઓને દવા સજેશ કરેલી, અને એના સારા પરિણામો આવેલા. આવા એક બે પ્રસંગોની ચર્ચા હવે પછીના લેખમાં કરીશ.