Category Archives: વિયોગ
વિયોગ (રાહુલ શુક્લ)
એકતાલીસમું પ્રકરણ: જટિલ સ્વપ્ન
સપ્ટેમ્બર ૯, ૨૦૧૪: સ્વપ્નાં કેવાં વિચિત્ર હોય છે. કોઈ મનોવિજ્ઞાનના નિષ્ણાતને આ સ્વપ્નો પરથી મનની અંદરની જટિલતાનો કદાચ ખ્યાલ આવે.
સ્વપ્નમાં હું કોઈ હોટેલના રૂમમાં બેઠો હતો. સુશીબેનનાં બેસણામાં જવાનું હતું. અને કેવાં કપડાં પહેરીને જવું તેની મનમાં મૂંઝવણ હતી. થયું રાજેન કેવાં કપડાં પહેરીને જવાનો હશે તે ખબર પડે તો સારું.
વિયોગ-૧૯ (રાહુલ શુકલ)
સાડત્રીસમું પ્રકરણ: બારમાસી રિપોર્ટર
એપ્રિલ ૫, ૨૦૧૪: કોઈ મિત્રની દીકરીના લગ્ન મેક્સિકો દેશના દરિયાકાંઠાના સુંદર શહેર કેનકુનમાં છે તો કેનકુન આવ્યાં છીએ. અમને વર્ષોથી કેનકુન ગમે છે. દરિયા કિનારે એકદમ સફેદ અને રેશમી રેતી, ઊછળતાં મોજાં, અને દરિયાનાં પાણીમાં ઊભાં રહીએ તો સ્વીમિંગ પુલમાં હોય તેટલું બિલોરી કાચ જેવું ચોખ્ખું પાણી. કેડ સુધીનાં ઘૂઘવતાં પાણીમાં ઊભાં હોઈએ તો ય પગનાં નખ દેખાય.
વિયોગ-૧૮ (રાહુલ શુકલ)
તેંત્રીસમું પ્રકરણ: આજનાં આંસુનું કારણ
માર્ચ ૯, ૨૦૧૪: આજે હમણાં સોફામાં બેઠો બેઠો વિચાર કરતો હતો કે ભાઈ અને સુશીબેન આ દુનિયામાંથી ભૂંસાઈ ગયાં છે તે વાત કેમ હજુ મન કબૂલ કરવા તૈયાર નથી ?
આખા દિવસના કામથી થાકેલું મન હતું. સહેજ સહેજ ઊંઘ આવી જતી હોય એવું લાગ્યું. અને એ અર્ધ-જાગૃત દશામાં એક મિનિટ થઈ ગયું કે સુશીબેન કે ભાઈનો ફોન કદાચ આવી પણ શકે. મનમાં દર્દનું અંધારું હતું, અને સાથે શિરાઝ વાઈનની મન પર સહેજ અસર હતી.
વિયોગ-૧૭ (રાહુલ શુકલ)
સતાવીસમું પ્રકરણ: આહીર-ભૈરવ
ફેબ્રુઆરી ૭, ૨૦૧૪: થોડા વખત અગાઉ કોઈ મ્યુઝિક વેબસાઇટ, પાન્ડોરા પર કોઇ પ્રેમ જોશુઆના કંપોઝ કરેલ ટ્યૂન્સ સાંભળ્યા. વેસ્ટર્ન સ્ટાઇલથી ભારતીય સંગીત. આવું અદભુત સંગીત મેં કયારેય સાંભળ્યું નહોતું. આની અગાઉ ‘બુઘ્ઘા-બાર’ની સીડીમાં આ જાતનું સંગીત સાંભળેલું કે સાંભળતાં જ જાણે તમારા મનને બ્રહ્માંડની સફરે લઇ જાય.
વિયોગ-૧૬ (રાહુલ શુકલ)
ત્રેવીસમું પ્રકરણ: માતા ઓ માતા
જાન્યુઆરી ૩૦, ૨૦૧૪: સવારે સ્વપ્ન આવ્યું. કશો અર્થ ન નીકળે એવું, તોય હૃદય વલોવી નાખે એવું. સ્વપ્નમાં પીસ્કાટવે ન્યૂ જર્સીના વેગનર એવેન્યુના ઘરમાં હું અને મીનુ ગેસ્ટરૂમમાં બેઠાં હતાં. ત્યાં ઉષાબેન પાઠક આવ્યાં હતાં અને ભાઈ અને સુશીબેને એમને આપેલી વસ્તુઓ મને પરત કરવા લાગ્યાં. કહે, ‘હવે એ બંને નથી અને એમની યાદગીરી માટે તમારે આ વસ્તુઓ કામ લાગશે.’
વિયોગ-૧૫ (રાહુલ શુકલ)
જૂના હિંદી ગીતો
ડિસેમ્બર ૧૦, ૨૦૧૩: નાનપણથી મને હિંદી ફિલ્મી ગીતોનો ખૂબ શોખ છે. મોટાભાગનાં ગીતની દરેકે દરેક કડી યાદ હોય, કયાં તબલાનો ઠેકો આવશે, ક્યારે વાયોલીન વાગશે, કયાં સિતારનો ઝણઝણાટ આવશે તે બધું મારાં મનના ટેઈપ પ્લેયર પર વાગ્યા જ કરતું હોય. અને હું વાંચવા બેસું, લખવા બેસું, કોઈ પણ કામ કરતો હોઉં તો ય બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક તો જોઈએ જ.
વિયોગ-૧૪ (રાહુલ શુકલ)
અઢારમું પ્રકરણ: આંખો ખોલી ત્યાં
નવેમ્બર ૨૪, ૨૦૧૩: સાંજે ફાયર-પ્લેસમાં લાકડાં મૂકીને આગ ચાલુ કરી. પછી બાજુના સોફાને રીક્લા
ઈન કરીને શાંત બેઠો હતો અને આંખ મળી ગઈ. સાધારણ રીતે આવી ઊંઘમાં સ્વપ્ન ન આવે, પણ મને સ્વપ્ન આવ્યું, અને કોઈ કારણસર એ સ્વપ્નમાં એટલી બધી વાસ્તવિકતા હતી કે સ્વપ્ન ચાલતું હતું ત્યારે જાણે ખરેખર જિંદગીમાં એ બનાવ બની રહ્યો હોય તેવું લાગતું હતું.
વિયોગ-૧૩ (રાહુલ શુકલ)-વીતેલા વર્ષનું સરવૈયું-
વીતેલા વર્ષનું સરવૈયું
નવેમ્બર ૩, ૨૦૧૩: ભાઈ, આજે દિવાળી છે. અમે દિવાળી પાર્ટી બે દિવસ અગાઉ રાખી હતી. હું નાનો હતો ત્યારે દિવાળી તે આપણા કુટુંબ માટે બહુ વિશિષ્ટ સમય બની જતો.
એક બાજુથી ફટાકડા ફૂટતા હોય, મીઠાઇઓ થતી હોય. અને કેટલાય દાયકાઓથી આપણા ઘરની પ્રણાલિકા એ હતી કે છેલ્લા ચાર દિવસ, ભાઈ, તમે ‘‘સમય’નાં એ વીતેલાં વર્ષનાં અંક લઇને બેઠકમાં જાજમ પર, પાછળ તકિયો રાખીને ‘સમય’ માટે લેખ લખતા. અને તમારા લેખનું નામ દર વર્ષે એક જ રહેતું, ‘વીતેલા વર્ષનું સરવૈયું.’
Continue reading વિયોગ-૧૩ (રાહુલ શુકલ)-વીતેલા વર્ષનું સરવૈયું-
વિયોગ-૧૨ (રાહુલ શુકલ)-સફેદ લેંઘો-દિવાળી પાર્ટીનું “To Do ” લીસ્ટ
ચૌદમું પ્રકરણ: સફેદ લેંઘો
ઓકટોબર ૨પ, ૨૦૧૩: મે મહિનામાં ભાઈની શ્રદ્ધાંજલિ પતાવીને ન્યૂ જર્સી પાછો આવ્યો ત્યારે જ નક્કી કરી નાખેલું કે ભાઈના મૃત્યુ અંગે પુસ્તક લખવું છે. સુશીબેન ગુજરી ગયાં તે પછી એમનાં પર પુસ્તક અંગેની નોંઘ લખવી શરુ કરી ત્યારે સ્વપ્નેય ખ્યાલ નહોતો કે માત્ર આઠ મહિનામાં બીજા પુસ્તકની નોંઘ લખવાનું શરુ કરવું પડશે.
Continue reading વિયોગ-૧૨ (રાહુલ શુકલ)-સફેદ લેંઘો-દિવાળી પાર્ટીનું “To Do ” લીસ્ટ