Category Archives: વિયોગ

વિયોગ-૧૧ (રાહુલ શુકલ) ભાઈ આંખો ખોલો!

ભાઈ આંખો ખોલો!

એપ્રિલ ૧૦, ૨૦૧૪: નાનો ભાઈ રાજેન જે હવે ‘સમય’ સાપ્તાહિક  ચલાવે છે, એ મને કાલે કહે કે ભાઈના  મૃત્યુની પહેલી સંવત્સરી માટે લેખ લખી દો. તો, એ માટે આ લેખ લખ્યો છે, જે, જિંદગીનાં છેલ્લાં આઠ વર્ષની ઘટનાઓ ઉપર છે.

Continue reading વિયોગ-૧૧ (રાહુલ શુકલ) ભાઈ આંખો ખોલો!

વિયોગ-૧૦ (રાહુલ શુકલ)

સપ્ટેમ્બર ૨૯, ૨૦૧૩નાં સવારે પાંચને વીશે આવેલ સ્વપ્ન:

સ્વપ્ન વિષે લખતાં પહેલાં થોડીક પશ્ચાત ભૂમિકાઃ

અહીં કોઈને ત્યાં પાર્ટી કે પ્રસંગે ગયાં હોઈએ તો ઘેર આવવા પાછા નીકળતાં પહેલાં યજમાનને અને બેઠેલા બધાં મહેમાનોને હાથ મિલાવીને આવજો કહીને પછી જ નીકળવાનો રિવાજ છે. અમે સપ્ટેમ્બરની ૨૮મીએ જ કોઈ મિત્રને ત્યાં નાની એવી પાર્ટીમાં ગયાં હતાં. નીકળતાં અગાઉ બધાં સાથે એક બે મિનિટ વાત કરીને પછી જ નીકળ્યાં. પછીનાં દિવસે આવેલા આ સ્વપ્નનો એક સીન તે પેલી પાર્ટીમાંથી નીકળ્યાં તેના પરથી જ આવ્યો હોય તેવું લાગ્યું.

Continue reading વિયોગ-૧૦ (રાહુલ શુકલ)

વિયોગ-૯ (રાહુલ શુકલ)

નવમું પ્રકરણ: દુનિયા ખારી લાગે છે!

જુલાઈ  ૧૨, ૨૦૧૩: ભાઈ તમારું અવસાન એપ્રિલની ૨૧મીએ થયું. પછીનાં દિવસે સ્મશાને જતાં હતાં ત્યારે માની નહોતું શકાતું કે હજુ આઠ મહિના અગાઉ જ બાને લઇને આવેલા!

Continue reading વિયોગ-૯ (રાહુલ શુકલ)

વિયોગ-૭ અને ૮ (રાહુલ શુકલ)

પઠાણ મને જગાડ!

જૂન ૨૦, ૨૦૧૩નું વહેલી સવારનું સ્‍વપ્‍ન:

હું ભાઈના  પ્રિન્ટીંગ પ્રેસમાં ઉ૫રના માળે બેસીને મારી કંપની એસ.એસ.વ્‍હાઇટનું કાંઇક કામ કોમ્‍પ્‍યુટરમાં કરતો હતો. ઉ૫રના માળની ઓફિસ બે ભાગમાં વહેંચાયેલી હતી. આગળનાં ભાગમાં ‘સમય’ના  કર્મચારીઓ હતા . વચ્‍ચે કાચનું પાર્ટીશન અને બારણું હતું. પાછળના ભાગની ઓફિસમાં એક કોમ્‍પ્‍યુટર ૫ર હું કામ કરતો હતો. મારી સાથે એસ.એસ.વ્‍હાઇટના મેનેજર અને અગાઉ ભાઈના મદદનીશ હતો  તે અહેમદ ૫ઠાણ મારી બાજુમાં બેસી મારી સાથે કોમ્‍પ્‍યુટર સ્‍ક્રીન ૫ર કાંઇક જોતો હતો.

Continue reading વિયોગ-૭ અને ૮ (રાહુલ શુકલ)

વિયોગ-૫ અને ૬ (રાહુલ શુકલ)

સપનોમે આકે કભી મિલ!

સ્વપ્ન આવવાનાં કારણ શું? અને સ્વપ્નના કાંઈ અર્થ હોતા હશે કે માત્ર મગજની અર્થહીન પ્રવૃત્તિ હશે?

મેં આ પુસ્તકમાં મને આવેલાં કેટલાંય સ્વપ્નો પર નાનાં નાનાં સ્મરણ-લેખ લખ્યાં છે. સ્વપ્નમાંથી જાગી જઉં કે તરત એને પહેલેથી છેલ્લે સુધી મનમાં કેટલીય વાર ‘રીપ્લે’ કરી લેતો. કેમ કે મને વર્ષોના  અનુભવ પરથી બરોબર ખબર છે કે સ્વપ્નની વિગતો એવી તો ધૂંધળી હોય છે કે સ્વપ્ન ચાલતું હોય ત્યારે ય વિગતોમાં એવી તો અસંગતતા હોય કે બહુ અસ્પષ્ટતા ઊભી કરી દે, તો પછી બે ત્રણ કલાક પછી એની વિગતો યાદ કરવા જઈએ તો તો કંઈ યાદ પણ ન આવે.

Continue reading વિયોગ-૫ અને ૬ (રાહુલ શુકલ)

વિયોગ-૩ અને ૪ (રાહુલ શુકલ)

ટોક થ્રૂ મી!

જો કોઈ વ્યક્તિ દુનિયા છોડીને જતી રહે, તો પછી એનો સંપર્ક કેવી રીતે કરવો? આ સવાલનો જવાબ કોઈને ય જડ્યો નથી અને કોઈને ય જડવાનો નથી. તો ય થાય કે આ એક આટલી વાત એ ચાલ્યા ગયેલા  સ્વજન સુધી પહોંચાડી શકાય  તો કેવું સારું! મેં નાનપણથી કોઈ ભગવાનની પૂજા નથી કરી, કોઈ એકટાણાં, ઉપવાસ નથી કર્યાં, મને કોઈએ ગાયત્રી કે હનુમાન ચાલીસાના જાપ નથી શીખવાડ્યા. પણ સાવ નાનો હતો ત્યારથી વાર્તા માનીને રામાયણ, મહાભારત, ગીતા અને બીજા કેટલાંય ધાર્મિક પુસ્તકો વાંચ્યાં છે. ભગવાનમાં માનવા અંગે મનમાં ‘હા’ પણ નથી અને ‘ના’ પણ નથી.

Continue reading વિયોગ-૩ અને ૪ (રાહુલ શુકલ)

વિયોગ-૨-આ પુસ્તક લખવાનું કારણ (રાહુલ શુક્લ)

બીજું પ્રકરણ: આ પુસ્તક લખવાનું કારણ

ઓગસ્ટ ૧૩, ૨૦૧૪: આજે એકલો ઘરથી બારસો માઈલ દૂર ફ્લોરિડા રાજ્યનાં ટેમ્પા શહેરમાં આવ્યો છું. એક નિર્ધાર સાથે કે આવતા ત્રણ મહિનામાં આ પુસ્તક પૂરું કરી દેવું. વહેલી સવાર છે, બારીમાંથી સામે દરિયો દેખાય છે અને હાથમાંની ફાઉંટન પેન સફેદ કાગળ પર વાદળી અક્ષર પાડે છે ત્યારે મનમાં પહેલો વિચાર આવે છે કે આ પુસ્તક લખવાનું કારણ શું?

Continue reading વિયોગ-૨-આ પુસ્તક લખવાનું કારણ (રાહુલ શુક્લ)

વિયોગ-૧-ખુલાસા (રાહુલ શુક્લ)

                                                    

(રાહુલ શુક્લનું નામ અમેરિકાના ઉદ્યોગ જગતમાં અને સાહિત્ય જગતમાં એક સરખું જાણીતું છે. તેઓ એક સફળ લેખક અને વક્તા છે.

“વિયોગ” પુસ્તક એમના માતા-પિતાના વિદાયથી થયેલી વેદના ઉપર લખાયું છે. એમણે એમની વેદનાને કાગળ ઉપર ઉતારી છે, જેથી આવી વેદના અનુભવતા અનેક લોકો સાથે એ સહભાગી થઈ શકે.

સરળ ભાષામાં લખાયલા આ પુસ્તકના પ્રકરણો, આંગણાંના મુલાકાતીઓમાં સંવેદના જગાડશે એની મને ખાત્રી છે. આંગણાંને કોઈપણ જાતની આનાકાની વગર એમની આ ઉત્કૃષ્ટ કૃતિ આપવા બદલ હું એમનો આગોતરો આભાર માનું છું.

-જયશ્રી વિનુ મરચંટ (સલાહકાર –આંગણું) )

પ્રિય વાચક, આ પુસ્તકનાં બધાં પ્રકરણો બે અઠવાડિયાં અગાઉ લખાઈ ગયાં હતાં. તે વખતે પહેલું પ્રકરણ “આ પુસ્તક લખવાનું કારણ” તે હતું.

Continue reading વિયોગ-૧-ખુલાસા (રાહુલ શુક્લ)