Category Archives: શયદા

શું ગુમાવશું?  (શયદા)

જાશું જઈને મોતથી પંજો લડાવશું,
મળશે સમય તો આપની મહેફિલમાં આવશું.

તમને અમારી આંખની કીકી બનાવશું,
એમાં અમારા પ્રેમની વસ્તી વસાવશું. Continue reading શું ગુમાવશું?  (શયદા)

બહાર આવે (શયદા)

(ગુજરાતી ગઝલો લોકપ્રિય થવાની શરૂઆત શયદાના સમયથી થઈ. શયદાએ ગઝલોને ફારસી અને અરબી શબ્દોમાંથી મુક્ત કરવાની શરૂઆત કરી. શયદાના સમયથી મુશાયરા લોકપ્રિય થયા. ત્યારબાદ પચાસથી પણ વધારે સાહિત્યકારોએ ગઝલ લખી અને ગુજરાતિ સાહિત્યને માતબર કર્યું છે.

શયદા એમનું તખ્ખલુસ છે. એમનું મુળ નામા હરજી લવજી દામાણી છે. શયદાની ગઝલોમાં ભાષાની સરળતા, ભાવોની કોમળતા અને વિચારોની ગહનતા છે. શયદાની શૈલીનો પ્રવાહ નિર્વિરોધ વહેતો રહે છે અને એમનો લહેકો તો ગજબનો જ છે. અહીં મારી મનગમતી શયદાની ગઝલ રજૂ કરૂં છું.) Continue reading બહાર આવે (શયદા)

જાણું છું – (શયદા)

હું મૌન રહીને એક અનાહદ નાદ ગજાવી જાણું છું,
ભરનિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું.

મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું,
બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું. Continue reading જાણું છું – (શયદા)

શયદા (સંકલન-પી. કે. દાવડા)

શયદા

ગુજરાતી ગઝલો લોકપ્રિય થવાની શરૂઆત શયદાના સમયથી થઈ. શયદાએ ગઝલોને ફારસી અને અરબી શબ્દોમાંથી મુક્ત કરવાની શરૂઆત કરી. શયદાના સમયથી મુશાયરા લોકપ્રિય થયા. ત્યારબાદ પચાસથી પણ વધારે સાહિત્યકારોએ ગઝલ લખી અને ગુજરાતિ સાહિત્યને માતબર કર્યું છે.

શયદા એમનું તખ્ખલુસ છે. એમનું મુળ નામા હરજી લવજી દામાણી છે. શયદાની ગઝલોમાં ભાષાની સરળતા, ભાવોની કોમળતા અને વિચારોની ગહનતા છે. શયદાની શૈલીનો પ્રવાહ નિર્વિરોધ વહેતો રહે છે અને એમનો લહેકો તો ગજબનો જ છે. અહીં શયદાની મારી મનગમતી બે ગઝલ રજૂ કરૂં છું.

બહાર  આવે.

જનારી રાત્રી, જતાં કહેજે, સલૂણી એવી સવાર આવે,
કળી કળીમાં સુવાસ મહેકે. ફૂલો ફૂલોમાં બહાર આવે…

હ્રદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે,
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે…

વ્યથાને શું હું વિદાય આપું, વિરામના શું કરું વિચારો,
કરાર એવો કરી ગયા છે, ન મારા દિલને કરાર આવે’

કિનારેથી શું કરે કિનારો? વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની ડરે શું કરવા? ભલે તુફાનો હજાર આવે…

ન ફૂટે ફણગાં, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે,
ધરામાં જ્વાળા ધખે છે એવી, બળી મરે જો બહાર આવે…

જરૂર આવીશ કહો છો સાચું, મને તો શંકા નથી જરાયે,
પરંતુ એ તો અટલ નિયમ છે, સમય ન પાછો જનાર આવે…

સિતારા દિવસે ઉદય ન પામે, અમાસે ચંદા નથી ચમકતી,
તમો ખુલાસો કરો ને સાચે કહો, શું રાતે સવાર આવે?

વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું,
જીવનમાં એથી અધિક શું છે? વિચાર જાયે વિચાર આવે…

તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલમાં એ જ હલચલ,
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે…

હ્રદયમાં કોની એ ઝંખના છે? નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઊભો છે શયદા ઉંબરમાં આવી ન જાય ઘરમાં. ન બાર આવે…

– ‘શયદા’

         શું ગુમાવશું?

જાશું જઈને મોતથી પંજો લડાવશું,
મળશે સમય તો આપની મહેફિલમાં આવશું.

તમને અમારી આંખની કીકી બનાવશું,
એમાં અમારા પ્રેમની વસ્તી વસાવશું.

નયનોને દ્વાર અશ્રુનાં બિંદુ જો આવશે,
પાંપણમાં ટાંકી મોતીનાં તોરણ બનાવશું.

અપમાન સાથ કાઢો છો ઘરમાંથી આજ, પણ,
આંસુ બનીને આપની આંખોમાં આવશું.

નાદાન શત્રુઓ અને નાદાન સ્નેહીઓ,
ઓ જીવ, જીવવાની મઝા ક્યાંથી લાવશું ?

આવી જુઓ તો આપને સત્કારવાને કાજ,
બીજું નથી જો કાંઈ તો આંખો બિછાવશું.

‘શયદા’ જીવન-રમત મહીં એ પણ ખબર નથી,
શું શું ગુમાવી દીધું છે – શું, શું ગુમાવશું ?

                                         – ‘શયદા’

અને અંતમાં આ ચાર પંક્તિ લખવાનું મન રોકી નથી શકતો

હું મૌન રહીને એક અનાહદ નાદ ગજાવી જાણું છું,
ભરનિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું.

મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું,
બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું.