લીના એ મારી સાથે ઓફીસ માં કામ કરતી એક સ્ત્રી. ખરેખર તો મારાથી ઘણી નાની એટલે મને તો છોકરી જેવીજ લાગે. અતિશય સાધારણ અવસ્થામાંથી માંડ માંડ ઉપર આવવા મથતી, રોજ સવારે બેગમાં બપોરનાં ટીફીનની સાથે થોડા શમણાં પણ ભરી લેતી, સતત દોડતી રહેતી ટ્રેનોની સાથે શરત લગાવતી અને રોજ હારતી રહેતી મુંબઈ મહા નગરની અનેક મધ્યમ વર્ગની સ્ત્રીઓ જેવીજ એક એ પણ. Continue reading લીના (ડો. શેફાલી થાણાવાળા)→
”હાય, ગુડ મોર્નિંગ!” રોજ સવારે અમે બસ સ્ટોપ પર મળીએ અને આ અમારો રોજનો ઔપચારિક સંવાદ. હું ઘણા વર્ષોથી એજ માર્ગે પ્રવાસ કરું એટલે મારા સહ પ્રવાસી મિત્રો અને સખીઓ બદલાતા રહે. પણ આ જ બસ સ્ટોપ ને લીધે મને ઘણી સારી સખીઓ મળી અને એક બે સારા મિત્રો પણ.
મંગળાબેન એટલે આવી રીતેજ મારા ઔપચારિક સખી વૃંદમાં જોડાયેલી એક સ્ત્રી. આમ તો મને એ પહેરવેશ અને દેખાવ પરથી મારાથી ઘણા મોટા લાગ્યા, પણ એમના મળતાવડા સ્વભાવને વશ થઇને હું પણ મારું અતડાપણું છોડીને ક્યારથી રોજ સવારે એમની સાથે ગપ્પા હાંકવા માંડી તેની મને કે એમને ખબરજ નાં રહી. આમ તો અમારો રોજ નો પાંચ કે વધુ માં વધુ ૧૦ મીનીટ નો સાથ, અને એમાં પણ મુખ્ય તો પોતાની બસ ગઈ કે આવવાની છે એ વિષેની તપાસ કરવાનોજ મૂળ હેતુ. ધીમે ધીમે મને ખબર પડી કે એ તો મારા ઘરની નજીકનાં બિલ્ડીંગમાં જ રહે છે. એટલે પછી અમે એકજ રીક્ષામાં કોઈક વાર સાથે જવાનું શરુ કર્યું. Continue reading મંગળાબેન (ડો. શેફાલી થાણાવાળા)→
(આયુર્વેદ ક્ષેત્ર ના નિષ્ણાત ડૉ. શેફાલી થાણાવાળા શરૂઆતનાં દસ વર્ષ મેડિકલ પ્રેક્ટીસ કર્યા બાદ છેલ્લા ૨૦ વર્ષોથી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. તબીબી શાસ્ત્ર ની સાથે જ સાહિત્યમાં ઊંડો રસ ધરાવતા ડૉ શેફાલીએ તેમની સાહિત્યયાત્રા ની શરૂઆત કવિતાઓ લખવા થી કરી. એમણે મરાઠી કવયિત્રી હેમા લેલે ના કાવ્યસંગ્રહ “ પ્રિય “ નો ગુજરાતી માં અનુવાદ કર્યો છે જેની બે આવૃત્તિઓ પ્રસિદ્ધ થઇ છે. અહીં ડૉ શેફાલીની સાચી ઘટનાઓ પર આધારિત ત્રણ લઘુકથાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે. – સંપાદક) Continue reading પાયલ (ડો. શેફાલી થાણાવાળા)→