Category Archives: સમાચાર/જાહેરાત

સાહિત્ય સેવાની મિશાલ

(આંગણાંના પ્રેમી અને શુભેચ્છક મારા મિત્ર ડો. પ્રતાપભાઈ પંડ્યાનો ૮૧ વર્ષની વયે પણ ગુજરાતી ભાષાની સેવા કરવાનો ઉત્સાહ જરા પણ ઓછો થયો નથી. છેલ્લા કેટલાયે વરસોથી, દરવર્ષે લાખો રૂપિયાના પુસ્તકો વિના મુલ્યે ગુજરાતીઓને વિતરણ કરવા પુસ્તક પરબ ચલાવતા પ્રતાપભાઈની તાજેતરની વડોદરા અને એની આસપાસના વિસ્તારમાં થઈ રહેલી પ્રવૃતિઓના સમાચાર વાંચી, આંગણાંના વાચકો વચ્ચે વાંટવાની ઇચ્છા થાય છે, જેથી અન્ય લોકોને આવા સત્કાર્યો કરવાની પ્રેરણા મળે.) Continue reading સાહિત્ય સેવાની મિશાલ

આંગણાંનો એપ્રીલ – મે – જૂન નો કાર્યક્રમ

આંગણાંનું નવું પુષ્પગુચ્છ

સોમવારગુલામી અને આઝાદીનો સંઘર્ષ (દિલીપ ધોળકીયા)

મંગળવાર – ઉજાણી (વાચકોની કૃતિઓ)

બુધવારલલિતકળા

ગુરૂવારહેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત)

શુક્રવારમને હજી યાદ છે (બાબુ સુથાર)

શનિવાર – રેખા ભટ્ટીની વાર્તાઓ (રેખા ભટ્ટી)

રવિવારલોકજીવનનાં મોતી (પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ)

પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ

“દાવડાનું આંગણું” ગૌરવપૂર્વક વાચકોને જાણ કરે છે કે આંગણાંને બબ્બે પદ્મશ્રી મહાનુભવોનો સાથ મળ્યો છે.

Continue reading પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ

આમંત્રણ

ટુંકી વાર્તા લખતા લેખકોને એપ્રીલ – મે –જુન દરમ્યાન દર શનિવારે વાર્તા વિભાગમાં પ્રગટ કરવા વાર્તાઓ મોકલવા આમંત્રણ છે. વાર્તાઓ વર્ડ ફોર્મેટમાં યુનીકોડમાં હોવી જરૂરી છે. વાર્તાઓ ઈ-મેઈલ દ્વારા pkdavda@gmail.com માં મોકલી શકો છો. આવેલી વાર્તાઓમાંથી સંપાદક અને સલાહકારોની પસંદગીની વાર્તાઓ આંગણાંમાં મૂકવામા આવશે. લેખકોને પ્રકાશનની તારીખની અગાઉથી જાણ કરવામાં આવશે.

-સંપાદક

વાચકોનો અભિપ્રાય (પી. કે. દાવડા)

આંગણાંનું ફોર્મેટ સામાન્ય બ્લોગ્સ કરતાં થોડું અલગ છે. વડિલ વાચકોની સગવડ માટે આંગણાંમાં અક્ષરોની સાઇઝ મોટી રાખવામાં આવી છે.

અત્યારના સમયની સૌથી મોટી સમસ્યા છે, સમયનો અભાવ. આ સત્યને લક્ષમાં રાખીને હર દિન ૧૦ થી ૧૨ મીનીટમાં જોઈ શકાય એટલું જ સાહિત્ય મૂકવામાં આવે છે.

અઠવાડિયામાં એક દિવસ (દર બુધવારે) લલિતકળા વિભાગમાં ઉચ્ચ પ્રકારના અને સહેલાઈથી ન મળી શકે એવા નમૂના અને અન્ય સાહિત્ય મૂકવામાં આવે છે.

દર સોમવારે અને શુક્રવારે ધારાવાહી પ્રકારનું સાહિત્ય રજૂ કરવામાં આવે છે, જે ત્રણ મહીનાથી માંડીને બાર મહિના કે એનાથી પણ વધારે સળંગ એક જ વિષયના પ્રકરણો હોય છે.

સાહિત્યના અન્ય પ્રકારો નિબંધ, લેખ, વાર્તા, નવલકથા, ગીત, ગઝલ અને કવિતાઓ પણ નિયમિત રજૂ કરવામાં આવે છે.

વાચકોની સંખ્યા નિયમિત રીતે વધતી રહી છે.

આંગણાંને હજી વધારે લોકભોગ્ય બનાવવા તમારી પાસે કોઈ સજેશન હોય તો તમે અહીં કોમેંટમાં લખી શકો છો. તમારા સજેશન ઉપર પૂરતો વિચાર કરવામાં આવશે, અને શક્ય હશે તેવા સજેશન્શનો અમલ કરવામાં આવશે.

દર મંગળવારે ઉજાણી વિભાગમાં વાચકોની કૃતિઓ રજૂ કરવામાં આવે છે. તમે કલા અને સાહિત્યના ક્ષેત્રમાં કોઈપણ પ્રકારનું સર્જન કરતા હો, અને આંગણાંમાં પ્રગટ કરવાની ઇચ્છા હોય તો મને ઈ-મેઈલથી pkdavda@gmail.com માં મોકલી આપો.

અભિપ્રાય અને સલાહ સુચન જરૂર લખજો

(પી. કે. દાવડા – સંપાદક)

 

આંગણાંના વાચક માટે ખુશખબર

હરખ હવે તું હિન્દુસ્તાન

આપણે શી રીતે અંગ્રેજોના સકંજામાં આવતા ગયા, આ સકંજો તોડવાની મથામણ, વેદના અને સફળતાનું આલેખન શ્રી દીપક ધોળકિયાની સશક્ત કલમે ટુંક સમયમાં આંગણાંમાં સિલસિલાવાર રજૂ કરવામાં આવશે.

 ઇતિહાસ સળંગ હોય છે, ખંડિત નહીં. એમાં આપણે વિશેષ કાલખંડ પસંદ કરીએ તે ભલે, પણ ઘટનાઓ કાલખંડમાં મોજૂદ પરિબળોને અધીન હોય છે. કાલખંડ બદલાતા રહે છે. એમણે અહીં જુદા જુદા કાલખંડોને એકસૂત્રે બાંધીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. એ જ છે આપણી ગુલામીની કથા, એ જ છે મુક્તિની છટપટાહટ, એ જ છે આપણો સંઘર્ષ અને એ જ છે આપણી સફળતા.

(સંપાદક)