(હું જાણું છું કે તમે જ્યોત્સનાબહેનના સિરામિક્સ જોવાની આતુરતાથી રાહ જુવો છે. બધું તૈયાર પણ છે. પણ આ તકનો લાભ લઈ, વાચકોને સરળ શબ્દોમા સિરામિક આર્ટ વિશે જેટલી માહીતિ આપી શકાય એટલી આપવાના ઈરાદાથી થોડું લંબાવ્યું છે)
સિરામિક આર્ટ ટેરાકોટાનો એડવાન્સ સ્વરૂપ છે અને ટેરાકોટાએ દુનિયાનું સૌથી જૂનું માટીકામ છે. ટેરા એટલે જમીન અને કોટા એટલે પકવેલી માટી. પહેલાના સમયમાં ટેરાકોટા માટીનો ઉપયોગ ઘરવકરીના સાધનો બનાવવા માટે થતો હતો. ઘરવકરીમાં ઉપયોગ થતા માટીના વાસણોને ચંદ્રગ્રહણ અને સુર્યગ્રહણના સમયે તોડી નાખવામાં આવતા હતા. જેના કારણે કુંભારને રોજગારી મળતી હતી. તેથી સિરામિક આર્ટ આપણી પરંપરા સાથે સંકળાયેલું રહેતું હતું. આધુનિક સમયમાં સિરામિકનો ઉપયોગ ઉદ્યોગીક સ્થળે કરવામાં આવે છે, અને તે એક હાથે બનતું હોવાથી આર્ટિસ્ટને કામ કર્યાનો સંતોષ પ્રાપ્ત થાય છે. આર્ટિસ્ટ જયારે સિરામિકને રંગ કરે છે ત્યારે તેને ખ્યાલ નથી હોતો કે તે કયો રંગ કરી રહ્યો હોય છે કારણ કે તે ઓક્સાઇડ રંગ હોય છે જે ભઠ્ઠીમાં પાક્યા પછી જ ખ્યાલ આવતો હોય છે. Continue reading ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૪ (સંપાદન – પી. કે. દાવડા)→