Category Archives: સુરેશ જાની
હોટલ ગુલશન – એક સ્વાનુભવ (સુરેશ જાની)
(બ્લોગ જગતમાં શ્રી સુરેશ જાનીનો પરિચય આપવો એટલે સૂરજને અરીસો દેખાડવો. ૨૦૦૯ માં પ્રથમવાર પ્રગટ થયેલો લેખ આજે પણ એટલો જ વંચાય છે.)
હોટલ ગુલશન – એક સ્વાનુભવ
વાતાવરણ એકદમ તંગ છે. સુરેશ! તમે એ વીસ્તારમાં આવેલી હોટલ ગુલશનના રીસેપ્શન કાઉન્ટરની સામે અસહાય બનીને ઉભા છો. તમારા બધા સાથીદારો, મદદનીશો, સશસ્ત્ર સહાયક સુરક્ષા કર્મચારીઓમાંનું કોઈ તમારી સાથે નથી. તમારી સામે હોટલનો માલીક અહમદ લાલઘુમ આંખો કરી ઝેર ઓકી રહ્યો છે. તેની એક બાજુમાં મજબુત બાંધાના, મવાલી જેવા લાગતા, તેના ચાર મદદનીશો આંખના એક જ ઈશારે તમારી પર ત્રાટકી પડવા તૈયાર ઉભેલા છે. નીચે મખમલી ફર્શ ઉપર તેનો એક નોકર બે ચાર જગ્યાએ નજીવા ઘા થયેલી હાલતમાં,દેખીતી રીતે તરફડીયાં મારવાનો ડોળ કરીને પડ્યો છે. બીજી બાજુએ લુચ્ચી આંખો વાળો, સ્પષ્ટ રીતે બેઈમાનદાર, પોલીસ ખાતાનો સબ ઈન્સ્પેક્ટર પરમાર તમને સમાજના દુશ્મન માનીને, તમારી તરફ કરડાકીથી જોઈ રહ્યો છે.
મેનેજર –[સત્યકથા પર આધારિત] (સુરેશ જાની)
(ગુજરાતી વેબવિશ્વમાં જેમના નામને કોઈ ઓળખાણની જરૂર નથી એવા શ્રી સુરેશ જાની આજે સત્યકથા પર આધારિત એક પ્રેરણાદાયક વાત લઈને ઉપસ્થિત થયા છે. બાળકોને તેમના ભવિષ્યને લગતી, કારકિર્દીને લગતી બાબતોમાં નિર્ણય લેવાનો હક્ક હોવો જોઈએ કે નહીં? આશા છે કે સુરેશભાઈની પ્રસ્તુત વાત કિશોરો સાથે સાથે માતાપિતાને પણ પ્રેરણા આપી શક્શે. આ વાર્તા અગાઉ અક્ષરનાદમાં પ્રસ્તુત થઈ ચૂકી છે.)
મેનેજર – સુરેશ જાની
[સત્યકથા પર આધારિત]
“આમ ઉંધી ચોપડી રાખીને તું શું વાંચે છે?” તમે અંદર ઉકળી રહેલા ગુસ્સાને માંડ દબાવી, દીકરા મહેશને કહ્યું.
અનાથનું એનિમેશન : (સુરેશ જાની)
અનાથનું એનિમેશન :
પરેશ! તને તો ક્યાંથી યાદ હોય કે, તું અધુરા માસે જન્મ્યો હતો? – સાવ સુકલકડી- મરવાના બદલે જીવી ગયેલો. અને જન્મ સાથે જ તારી સગી માતાએ તને રસ્તા પર છોડી દીધેલો. કેવો હશે તે બિચારીનો માનસિક પરિતાપ? સાત મહિના પેટમાં તમે ઉછેરેલો હશે; ત્યારે એના મનના વિચાર કેવા હશે? ધિક્કાર છે; એ સમાજને જે, એક તરફ માતૃત્વના ગૌરવનાં ગીતો ગાય છે અને બીજી તરફ કુંવારી માતાને પથ્થર મારતો રહે છે.
સુરેશ જાનીની સૈડકાગાંઠ
સૈડકાગાંઠ
બાથરૂમમાં ગયા પછી, પહેલું કામ – નાડાની ગાંઠ છોડવાનું! એ સૈડકાગાંઠ હતી; અને છોડતાં ખોટો છેડો ખેંચાઈ ગયો હતો.આગળની પ્રક્રિયાની ઉતાવળમાં વળી એ છેડો વધારે ખેંચાઈ ગયો. અને જે થઈ છે!
ઈશ્વરનો જન્મ (સુરેશ જાની)
(શ્રી સુરેશ જાનીની આ વાર્તા વાંચનારાને વિચાર કરતા કરી મૂકે એવી છે.)
ગીચ જંગલમાં, ઝાડની એક ડાળી પર, સાંજના ધુંધળા ઉજાસમાં મનુ ફસાયેલો પડ્યો હતો. આખી બપોર તે એક હરણના શીકાર માટે તેની પાછળ દોડતો રહ્યો હતો. આમ તો જો કે તે નીશાન તરફ પથ્થર ફેંકવામાં પાવરધો હતો; પણ આ હરણ તેનાથી વધારે ચપળ હતું. મનુનાં બધાં નીશાન તેણે ચુકવી દીધાં હતાં અને મનુની કમર પરની ચામડાની કોથળીમાં સંઘરેલા બધા પથ્થર પણ ખલાસ થઈ ગયા હતા. ઘાસ અને ઝાડીથી ભરેલી જંગલની જમીન પરથી તે બીજા પથ્થર વીણી લે એટલી વારમાં તો એ ચાલાક હરણું ગીચ ઝાડીઓની પાછળ રફુચક્કર થઈ ગયું હતું. Continue reading ઈશ્વરનો જન્મ (સુરેશ જાની)
બ્લોગર-એકવીસમી સદીની પેદાશ (શ્રી સુરેશ જાની)
(મિકેનીકલ-ઈલેકટ્રીઅલ એંજીનીઅર શ્રી સુરેશ જાની બ્લોગજગતમાં ખૂબ જ જાણીતા છે. ગુજરાતી બ્લોગ્સની શરૂઆતથી જ એમણે પોતાના અનેક બ્લોગ્સ તો બનાવ્યા, પણ બીજા અનેક લોકોને બ્લોગ બનાવવામાં મદદ કરી, અને ત્યારથી એ બ્લોગજગતમાં ‘દાદા’ના હૂલામણા નામે ઓળખાય છે. આ લેખ એમણે ઊંજા જોડણીમાં લખેલો છે, એટલે કે એક જ ઈ અને એક જ ઉ નો ઉપયોગ કર્યો છે.)
બ્લોગર
એકવીસમી સદીની પેદાશ.
માનવ ઈતીહાસમાં ભક્તો, ફીલસુફો, પેગંબરો, રાજાઓ, મહારાજાઓ, સેનાપતીઓ, યોદ્ધાઓ, કવીઓ, લેખકો, સંગીતકારો, નૃત્યકારો, શીલ્પકારો, વીચારકો, વૈજ્ઞાનીકો, સંશોધકો, સાગરખેડુઓ, ચાંચીયાઓ, બહારવટીયાઓ, અસામાજીક/ અનૈતીક તત્વો અને સામાન્ય માણસો પેદા થયા છે. પણ બ્લોગરની જમાત એ તો આ નવી સદીની જ પેદાશ છે! Continue reading બ્લોગર-એકવીસમી સદીની પેદાશ (શ્રી સુરેશ જાની)