Category Archives: હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન

હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૩ (ડો. ભરત ભગત)

શ્રધ્ધા અને મેહનતનો શ્રીજી સાથે સંવાદ . . .

સર્જન છું, વિજ્ઞાનનો વિદ્યાર્થી છું એટલે અંધશ્રદ્ધા મને અડતી નથી છતાં યે શ્રદ્ધાથી ભરેલો છું. હું માનું છું કે ધર્મમાં વિજ્ઞાન છે અને વિજ્ઞાનમાં ધર્મ. હવે આધુનિક વિજ્ઞાન અને હવે ધર્મ ઘણા નજીક આવી રહ્યાં છે.

Continue reading હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૩ (ડો. ભરત ભગત)

Advertisements

હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૨ (ડો. ભરત ભગત)

અંકુર ફૂટ્યા અને વાતાવરણ બદલાયું

ઉત્તમ બી, ઉત્તમ માવજત સાથે યોગ્ય સમયે રોપાઈ ગયું હતું. નાના શીશુ જેવી ઉત્કંઠા હતી. જ્યારે કોઈ બાળક થોડા દાણા જમીનમાં નાંખી દે અને થોડા દિવસ પછી એમાંથી કંઈક ફુટશે એની આતુરતા એને અનહદ હોય છે. બસ એવી જ આતુરતા હતી. હવે સમગ્ર ધ્યાન એ દિવસ ઉપર હતું કે જ્યારે પહેલું ઓપરેશન થવાનું હતું. મિત્રો પણ ઉત્સાહ અને આતુરતાથી એ દિવસની રાહ જોઈ રહ્યા હતાં. ખાનગી હૉસ્પિટલમાં જ આ ઑપરેશન કરાવવાનો આગ્રહ કેમ છે એ પ્રશ્ન મને વારંવાર પૂછાયો હતો ત્યારે મારો ઉત્તર સરળ હતો કે સરકારી હૉસ્પિટલના મોટા તંત્રમાં હજારો દર્દીઓની ભીડમાં, ઇજાગ્રસ્ત વ્યકિતઓની પ્રાથમિકતામાં આવા દર્દીઓનું ધ્યાનપૂર્વક કાર્ય કરવું મુશ્કેલ બને છે. થાય તો પણ દર્દીને સમજાવવાનું અને સહાનુભૂતિપૂર્ણ રીતે સારવાર કરવાનું શકય નથી. આપણે તે ખાનગી હૉસ્પિટલમાં જરૂર આપી શકીશું. અને થયું પણ એમ જ! કોઈ અજાણ્યા માનવીના બાળકનું ઑપરેશન હોય અને આટલી બધી વ્યકિતઓ પોતાના જ બાળકનું ઓપરેશન હોય એ ચિંતાથી ઊભી હોય તેવું કયાંથી બને? ભારતમાં આ બને, અને ખાનગી હૉસ્પિટલમાં વધુ સરળતાથી બને.

Continue reading હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૨ (ડો. ભરત ભગત)

હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૧ (ડો. ભરત ભગત)

[ડો. ભરત ભગત એક કુશળ સર્જન નહીં પણ એક સાચા સમાજ સેવક છે. ૧૯૮૭ થી ભારતમાં Health and Care Foundation (HCF) (જે અગાઉ પોલીયો ફાઉન્ડેશનના નામે ઓળખાતી) સંસ્થાના સંસ્થાપક અને પ્રમુખ છે. સિવાય ગુજરાતમાં અનેક સામાજીક સંસ્થાઓમાં જવાબદારી ભર્યા હોદ્દાઓ સંભાળે છે. એમનું કાર્યક્ષેત્ર માત્ર ગુજરાતમાં કે ભારતમાં નહીં, પણ વિશ્વના અન્ય દેશો સુધી વિસ્તરિત છે. ગુજરાત સરકાર દ્વારા ચલાવાતિ અનેક સંસ્થાઓમાં પણ જવાબદારીવાળા પદો ઉપર એમની નિયુક્તિ થઈ છે.  એમને મળેલા એવોર્ડસ અને સન્માનપત્રોની યાદી ખૂબ લાંબી છે.

Continue reading હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૧ (ડો. ભરત ભગત)