Category Archives: હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન

હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) – ૩

કુછ લોગો કી કુછ બાતો મેં, ઇતના અસર હોતા હૈ,

કુછ દિલમેં ઉતર જાતે હૈ, કુછ દિલસે ઉપર જાતે હૈં.

 

 

 

 

 

 

 

 

 ડો. રોહિત દવે

એક ક્રિશ્ચિયન પાદરી એન્થની ડી – મેલોએ વિશ્વના ઘણા ધર્મોના અભ્યાસ પછી એક સુંદર પુસ્તક લખ્યું છે. એનું નામ છે “ધી સોંગ ઓફ બર્ડ.” ધર્મોનાં સારતત્ત્વોને એમણે એક જ પાનાની વાર્તાઓમાં મૂકયો છે. વાર્તા વાંચી તમારે જ મનોમંથન કરી એના મર્મને પકડવાનો છે. પુસ્તકનો એક સરસ પ્રસંગ યાદ આવે છે. એક ભરબપોરે, એક માછીમાર પોતાની હોડીને અઢેલીને આરામથી બેઠો હતો. ત્યાં એક મોટા શેઠ આવ્યા. માછીમારને સંબોધીને કહ્યું : ‘અલ્યા, આળસુની જેમ, કેમ પડી રહ્યો છે ? હજી તો બપોર છે, જા દરિયામાં અને બીજી ઘણી માછલીઓ પકડી લાવ.”

Continue reading હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) – ૩

હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) – ૧

(છેલ્લા ૧૩ હપ્તામાં આપણે ડો. ભરત ભગત દ્વારા હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન વિષે આંશિક માહીતિ મેળવી. ૩૪ વર્ષનું કાર્ય માત્ર ૧૩ લેખમાં સમાવી લેવું એ ખૂબ જ કઠણ કામ હતું. વળી મેડીકલ સાયન્સની વાતો લોકોને સરળ ભાષામાં સમજાવવાનું એનાથી પણ વધારે અઘરૂં હતું. ભરતભાઈ આ બન્ને મુશ્કેલીઓને સારી પેઠે હલ કરી, સરળ અને સરસ શબ્દોમાં અને ટુકાણમાં માહીતિ રજૂ કરવામાં પૂરી રીતે સફળ થયા છે.

Continue reading હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) – ૧

હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૧3 (ડો. ભરત ભગત)

 

 

 

 

 

 

 

 

 

 

(ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ APJ અબ્દુલ કલામની હોસ્પિટલ મુલાકાત સમયે)

Continue reading હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૧3 (ડો. ભરત ભગત)

હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૧૨ (ડો. ભરત ભગત)

ઉઘાડી રાખજો બારી

કોર્નિઆ ગ્રાફ્ટીંગ માટે મનોમન વિચારણા ચાલતી હતી. આ કાર્ય બહુ ઓછી જગ્યાએ થતું હોય છે એટલે કરવું જ એવો સંકલ્પ થયો. ડૉ. બીનાબેન દેસાઈ આ ક્ષેત્રના નિષ્ણાંત અને ભાવનાશાળી. પહેલી જ મુલાકાતમાં એમણે અમારા સાથી બની કોર્નિઆ ગ્રાફ્ટીંગ વિભાગની જવાબદારી ઉપાડી લીધી. બધી મંજૂરી પણ લઈ આવ્યા. ડૉ. બીનાબેન સંનિષ્ટ સેવાભાવિ અને સાતત્યપૂર્ણ રીતે કામ કરનાર તબીબ છે. અમારાં કોર્નિયા ગ્રાફટિંગ વિભાગની પ્રગતિ એટલી સરસ થઇ કે મિત્ર ડૉ. શરદ ઠાકરે લખેલા લેખમાં જ આપણે કોર્નિઆ ગ્રાફટીંગની વાત માણીએ.

Continue reading હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૧૨ (ડો. ભરત ભગત)

હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૧૧ (ડો. ભરત ભગત)

સ્કોલીઓસીસ સર્જરી, એક નવું પ્રસ્થાન

પ્રાચીન સાથે અર્વાચીનતાને સાંકળવું એ અમારી યાત્રાનું એક મહત્વનું પાસું છે, સી.પી., કરેકટીવ સર્જરી સાથે કેટલાક કમનસીબ બાળકોને ખૂંધની મોટી સમસ્યા જોવા મળે છે. આ બાળકો અદ્યતન સર્જરીથી વંચિત રહી જાય છે, કારણ કે ક્યાંતો આવું કામ થઈ શકે કે કેમ તેની ખબર નથી હોતી અથવા ક્યાં થાય છે તેની જાણ નથી હોતી, સૌથી મોટી વિડંબના નાણાકીય હોય છે, રૂપિયા દોઢ લાખથી ત્રણ લાખનો ખર્ચ, લાંબી સર્જરી અને લકવો પણ થઈ શકે એવી શક્યતા એટલે વાલીઓ ઓપરેશન કરાવે નહીં, એક વાર, ડૉ. મેહુલ શાહ અને ડૉ. કલ્પેશ ત્રિવેદી થકી અમને યુ.એસ.એ. ની સિનસિનાટી હોસ્પિટલની ટીમ મળી જેમણે પોલિયો ફાઉન્ડેશન ઉપર પાંચ ઑપરેશન કર્યા. કામ કઠિન હતું, અમારા માટે ખર્ચાળ હતું, પરંતુ જાણીતા સ્પાઇન સર્જન ડો. અમીત ઝાલા અને ડૉ. કલ્પન દેસાઈએ જવાબદારી ઉપાડી અમને પ્રોત્સાહિત કર્યા,

Continue reading હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૧૧ (ડો. ભરત ભગત)

હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૧૦ (ડો. ભરત ભગત)

સિમિતથી અસિમિત ક્ષેત્રમાં ઊડાન :

સન ૨૦૦૩થી આગળનો સમય થોડોક સ્થગિતતાનો સમય શરૂ થયો. પોલિયો કરેક્ટીવ સર્જરી અને સેરેબ્રલ પાલ્સીના યુનિટ સરસ રીતે ચાલી રહ્યાં હતાં. હવે બધું એનું એજ લાગતું હતું. નવા વિચાર કે નવા પડકારનો અભાવ હતો. હું સ્પષ્ટ માનું છું કે સ્થગિતતા એટલે મૃત્યુ. વિચારની યાત્રા અટકે એટલે વિકાસની યાત્રા પણ અટકે, નવું કરવાની ધગશ, જોમ અને જુસ્સો હતો પરંતુ નવું સૂઝતું જ ન હતું. કારણો અસંખ્ય હશે પણ ચીલાચાલુ કાર્ય પ્રોત્સાહક ન હતું. સંસ્થા વહેતી સરિતા સમી હોવી જોઇએ જે નીત નવીન માર્ગોની સફર ખેડી સાગરમાં સમાઈ જાય. વ્યક્તિ, સંસ્થા કે વ્યવસાય જો અટકી જાય તો બંધિયાર પાણીની માફક ગંધાઈ ઊઠે એટલે એણે પોતાના લક્ષ્યરૂપી સાગરતરફ અટક્યા વિના વિસરવું જ પડે. Continue reading હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૧૦ (ડો. ભરત ભગત)

હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૯ (ડો. ભરત ભગત)

ચાલને માણસમાં થોડું વહાલ વાવી જોઇએ, ને પછી વાડ થઇને વેલા ટકાવી જોઇએ. 

બધાને લાગતું હતું કે આંધળાનો ગોળીબાર કરી રહ્યાં છીએ, કારણ કે અમે અનુભવ વિનાના, નિષ્ણાંતો વિનાના અને આખરી મંઝિલ વિશેની માહિતી વિનાના છીએ. જોકે એવી માન્યતા ધરાવનારાઓને અમારા સંઘબળ, મક્કમ મનોબળ, હેતુલક્ષી ઇચ્છાશક્તિ અને માનવસેવા પ્રેરિત સંવેદનશીલ હૃદયની જાણ ન હતી. શોરબકોર વિના પડકારો ઉપાડવાની અમારી ક્ષમતા, નિર્ણય કર્યા પછી એને વળગી રહેવાનો અમારો અભિગમ અને સાતત્યની શક્તિ અમારી તાકાત છે જેની બહુ ઓછાને જાણ હતી.

Continue reading હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૯ (ડો. ભરત ભગત)

હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૮ (ડો. ભરત ભગત)

કંઇક કરવું જ પડેની યાત્રામાં કંઇક કરવું છે તેનું બીજારોપણ...

મનમાં વેદનાભર્યા વિચાર ચાલે, “કંઈક કરવું છે, કંઈક કરવું છે”. એમ થયા કરે પરંતુ નક્કર કશું નીપજે નહીં. વિચારધારા ઉપર જાણે બંધ બંધાઈ ગયો હોય તેમ અનુભવાય. માત્ર લાગણીથી ઇમારતો સર્જાતી નથી, માત્ર સહાનુભૂતિથી મોટી સહાય થતી નથી અને એટલે અવરોધો-અડચણોને પાર કરવા વધુ જોર અને જોશની જરૂર પડે છે તે સમજાયું. Continue reading હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૮ (ડો. ભરત ભગત)

હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૭ (ડો. ભરત ભગત)

નથીંગ કેન બી ડનમાંથી સમથીંગ મસ્ટ બી ડનની યાત્રા….

લ્યો, દાખ્તર સા’બ આને “તપાહો.” કહીને પચ્ચાસે પહોંચેલા’ ખભેથી પોટલું ઉતારીને મૂકતો હોય તેમ પંદર વર્ષના બાળકને ટેબલ ઉપર મૂકી દીધું. પંદર વર્ષના આ બાળકે પચ્ચાસ વર્ષના બાપને વૃદ્ધ બનાવી દીધો હતો. માથે બાંધેલો ફેંટો, ક્યાંક ક્યાંકથી સફેદ દેખાતો ઝભ્ભો અને સાવ નધોણો ચોયણો, ક્યારેય એના શરીર ઉપરથી નીચે ઊતર્યો હશે કે કેમ એવો પ્રશ્ન થાય. આ પહેરવેશ એને વધુ ઘરડો ગણાવતો હતો, અનુભવી ડોક્ટરે માપી લીધું કે અહીં સારવારની નહીં, સમજની જરૂર છે. જ્ઞાનનાં ચક્ષુએ વાંચી લીધું કે આ બાળકને હવે દવાની નહીં, માત્ર દુવાની જરૂર છે.

Continue reading હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૭ (ડો. ભરત ભગત)

હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૬ (ડો. ભરત ભગત)

ગમ, નિરાશા, દર્દ બેચેની, વ્યથા ને અશ્રુઓ,

જીવવા માટે જુઓ કેવો સરસ સામાન છે !

મિત્ર ડૉ. પ્રકાશ અમીન શહેરના જાણીતા ઓર્થોપેડીક સર્જન અને દાઢીધારી મિત્ર ડૉ. રોહિત પારેખ તો પ્રથમ દિવસથી જ હમરાહી બની ગયા હતા. દર રવિવારે જ્યારે આખું અમદાવાદ આરામ ફરમાવી રહ્યાં હોય ત્યારે અમે ત્રણ ધૂની માણસો પોલીયોના ઑપરેશનો કરતા હોઈએ. ગંદા બાળકોને પહેલાં તો નવડાવવા પડે, પછી શસ્ત્રકિયા, પાટાપીંડી, દવાઓ – ઇન્જકશનો, ફળો – ભોજન, પછી કેલીપર્સ અને પછી. . . ? બીજું કશું નહીં. બસ, આભાર, આંસુ અને ‘આવજો.’ સેવાના રૂપાળા પડીકામાં વિટળાયેલું કાર્ય બપોરે ત્રણ સાડા ત્રણે ખતમ થાય. ઉપરના માળે મારી પત્ની ડૉ. કનક ગરમ ગરમ રોટલીઓ ઉતારીને અમને જમાડે. પછી હું ખર્ચનો હિસાબ – કિતાબ માંડું અને મોંનો રંગ ફિક્કો પડી જાય. Continue reading હેલ્થ એન્ડ કેર ફાઉંડેશન – ૬ (ડો. ભરત ભગત)