ધરતીના કલાકાર-૮

આ અગાઉ મેં જણાવ્યું તેમ દરેક જન્માષ્ટમીને દિવસે ખોડિદાસભાઈ શ્રીકૃષ્ણના જીવન ઉપર આધારિત રંગીન ચિત્રો તૈયાર કરતા. આ બધા ચિત્રોમાં એમનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ, એમની કૄષ્ણભક્તિ છલકાતી નજરે પડે છે. આ અને આ પછીની બે-ત્રણ પોસ્ટમાં હું એમના કૃષ્ણ ચિત્રો રજૂ કરીશ. ચિત્રોની નીચે સૂચક શીર્ષક લખીશ, પણ કોઈ બીજું આંકલન નહીં કરું. એ કામ … Continue reading ધરતીના કલાકાર-૮

ધરતીના કલાકાર-૭

આજે અહીં કોઈપણ જાતની ટીપ્પણી વગર ખોડિદાસભાઈના કેટલાક લોકકલાના ચિત્રો મૂકું છું. આ અને આવા ચિત્રો જ ખોડિદાસ પરમારની ઓળખ બની ગયા છે.          ગણેશ            ઈસુ                દહીં મંથન        ધરતીના છોરૂ               … Continue reading ધરતીના કલાકાર-૭

ધરતીના કલાકાર-૬

સંસ્કૃતિમાં નિરૂપાયેલા જોમજુસ્સાથી ભરપૂર પાત્રોને તેઓએ ધીંગી રેખાઓથી કંડાર્યા છે.  વિવિધ ઉત્સવોની ઉજવણી, વિવાહ સંસ્કાર, તહેવારો, કૃષ્ણ કે રામ જીવન કથાના પાત્રો, કાલિદાસની કૃતિ પરના પાત્રો વગેરે તેમની આગવી ઓળખ સમા બની ગયાં છે. આજે અહીં મેં સામાજીક ઉત્સવોના બે અને કૃષ્ણકથામાંથી એક ચિત્ર રજૂ કર્યા છે. (સીમંત) સ્ત્રી ગર્ભવતી થાય પછી સાતમે મહિને સીમંત … Continue reading ધરતીના કલાકાર-૬

ધરતીના કલાકાર-૫

લોકકલા આજે ખોડિદાસ પરમારને જે સૌથી વધારે પ્રિય હતા એવા ગામડાની લોકકલાના ચિત્રો રજૂ કર્યા છે. મોર, વાઘ અને હાથીઓ સાથેનું આ એક કલાત્મક ચિત્ર અનેક પ્રકારના આર્ટફોર્મમાં વાપરી શકાય એમ છે. કેનવાસ, વસ્ત્રો ઉપર ચિત્રકામ કે ભરતકામ કે દિવાલ ઉપરનું ચિત્રામણ. આ એક ખાસ પ્રકારની ચિત્રકળાનો નમૂનો છે. નયન રમ્ય રંગોમાં આ ચિત્રમાં પારણું, … Continue reading ધરતીના કલાકાર-૫

ધરતીના કલાકાર-૪

સૌરાષ્ટ્રની લોકકલાને ચિત્રકલામાં પલોટવાનો એક અભિનવ પ્રયોગ લોક કલાકાર ખોડિદાસ પરમારે કર્યો છે, અને તેઓએ જે અસરકારકતાથી કાર્ય કર્યું છે, તેથી કહી શકાય કે ખોડિદાસ પરમારની લોકશૈલીને એક સ્કૂલનું નામ આપવુ પડે. તેઓએ ધરતીની લોકકલાની ફોરમને પિછાની, તેને આત્મસાત કરીને તેનાં સૌંદય સત્વને પ્રમાણીને ચિત્રાંકન કર્યું જેથી ખોડીદાસભાઈના લોકચિત્રો લૌકિકને અલૌકિક સ્વરૂપે રજૂ કરે છે. … Continue reading ધરતીના કલાકાર-૪

ધરતીના કલાકાર-૩

ખોડિદાસભાઈએ ભાવનગર જીલ્લાના ગામડામાં વસતા લોકોના જીવનને દર્શાવતા ચિત્રોનો મોટો સંગ્રહ તૈયાર કર્યો છે. આમાં લોકગાથાઓ, લોકાનૃત્યો, બાળકથાઓ, ભરત-ગુંથણ અને તહેવારોના ચિત્રોનો સમાવેશ થાય છે. હાથીના આ ચિત્ર જેવા ચિત્રો ઘરની ભીંતો ઉપર, વસ્ત્રોમાં ભરતકામમાં અને ગાદલાં-તકીયા-પાથરણાંમાં જોવા મળે છે. ખોડિદાસભાઈએ એ દર્શાવવા આ સ્કેચ તૈયાર કાર્યો છે. મને લાગે છે કે આ ચિત્ર એમણે … Continue reading ધરતીના કલાકાર-૩

ધરતીના કલાકાર-૨

ખોડિદાસ પરમારને શ્રીકૃષ્ણ પ્રત્યે ખૂબ જ આકર્ષણ હતું. દરેક જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણના જીવનને લખતું એક ચિત્ર દોરતા. એમનું આ રંગીન ચિત્ર ખૂબ જ પ્રસિધ્ધ છે. , ચિત્રમાં બાળ કનૈયો જશોદામાના ખોળામાં બેઠો છે. એના હાથમાં એની પ્રિય વાંસળી છે. ગોવાલણો કાનાને રમાડવા આવી છે, અને એના માટે દુધ અને માખણથી ભરેલી મટુકીઓ લઈને આવી છે. ચારે … Continue reading ધરતીના કલાકાર-૨

ધરતીના કલાકાર-૧

ખોડિદાસ પરમાર ૧૯૩૦ માં એક ગરીબ કરડિયા રજપૂત મા-બાપને ત્યાં એક બાળકનો જન્મ થયો. ખોડિયાર માતાની માનતા રાખ્યા પછી જન્મેલા આ બાળકનું નામ રાખ્યું ખોડિદાસ. પિતાની નોકરી ચોકીદારની અને ઘોડાગાડી હાંકનારની, અને માતા હતી માટી ઉપાડનારી દહાડી મજૂર. કોઈ કલ્પના પણ ન કરી શકે કે ગોહિલવાડની ધરતી ઉપર, એક પછાત કોમમાં, ગામડામાં જન્મેલો આ બાળક … Continue reading ધરતીના કલાકાર-૧

પથ્થરના કાળજે કોતરેલી કલા (શ્રીમતિ રેખા સિંધલ)

(અમેરિકા સ્થિત રેખાબહેન સિંધલ, વર્ષોથી અમેરિકામાં ચાલતા ગુજરાતી સાહિત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સક્રીય ફાળો આપે છે. મેડિકલ લાઈનમાં શોધખોળના વ્યવસાયમાં હોવા છતાં, સાહિત્ય પ્રત્યે એમનો લગાવ અજોડ છે. તેઓ વેબગુર્જરીના સંપાદક મંડળના સભ્ય છે. પ્રવાસના શોખીન રેખાબહેને મારી વિનંતીને માન આપી ઉજાણી માટે એક સરસ પ્રવાસ વર્ણન મોકલ્યો છે.) પથ્થરના કાળજે કોતરેલી કલા ખીણો અને … Continue reading પથ્થરના કાળજે કોતરેલી કલા (શ્રીમતિ રેખા સિંધલ)