પ્રથમ મહિલા તસ્વીર-પત્રકાર-૭


હોમાયબાનુને જવાહરલાલ નહેરૂના ફોટા પાડવાનું બહુ ગમતું, કારણ કે એમાં એમને મન ગમતી તક મળી જતી અને એ છાપાંમાં અને મેગેજીનોમાં ખૂબ જ લોકપ્રિય થતી. નહેરૂ પણ એમને ફોટા લેવાની તક આપતા.

આજની પોસ્ટમાં હોમાયબાનુએ પાડેલી નહેરૂની તસ્વીરો રજૂ કરું છુ.

આઝાદી પછીના જવાહરલાલ નહેરૂના પ્રથમ પ્રધાનમંડળની હોમાયબાનુએ લીધેલી ઐતિહાસિક તસ્વીર છે. આ તસ્વીરમાં ડાબા હાથથી  રફી અહેમદ કીડવાઇ, સરદાર બલદેવસિંગ, મૌલાના આઝાદ, જવાહરલાલ નહેરૂ, સી. રાજગોપાલાચારી (ગવર્નર જનરલ), સરદાર વલ્લભભાઈ પટેલ, રાજકુમારી અમૃતકૌર, જહોન મથાઈ, બાબુ જગજીવનરામ, સી. એચ. ભાભા, આર. કે. સન્મુખમ, ડો. ભીમરાવ આંબેડકર, કે. સી. નિયોગી, એન. વી. ગાડગીલ, શ્યામાપ્રસાદ મુકરજી એ ખાસ પોઝ આપ્યો છે.

ભાઈ-બહેનની આ અણમોલ તસ્વીરમાં, શ્રીમતિ વિજ્યાલક્ષ્મી પંડિત યુનોના પ્રમુખ ચુંટાયા બાદ પહેલી વાર ભારત આવ્યા ત્યારે જવાહરલાલ એમને લેવા એરપોર્ટ ઉપર ગયેલા ત્યારની આ તસ્વીર છે. બન્નેના ચહેરા ઉપરના ભાવ, અને બેકગ્રાઉન્ડમાં વાદળભર્યું આકાશ, હોમાયબાનુની ફોટોગ્રાફીની ઊંચી કલા દર્શાવે છે. ત્યારે આજની જેમ થોડીક સેકંડમાં અનેક તસ્વીરો ન લઈ શકાતી, એટલે જે એક જ શોટ મળે એ જ સચોટ હોવો જોઈએ.

નહેરૂના અંગત મહેમાન તરીકે જેકી કેનેડી ભારત આવેલા ત્યારે કોઈ કાર્યક્રમમાં જવા તૈયાર થઈ રહેલા શ્રીમતિ કેનેડીને નહેરૂ મદદ કરી રહ્યા છે. આ પણ એક દુર્લભ તસ્વીર છે. હોમાયબાનુને આ તક કેવી રીતે મળી હશે?

ચીને તિબેટ ઉપર આક્રમણ કરીને એને કબજે કરી લીધું તે અગાઉ દલાઈ લામા અને ચીનના વડાપ્રધાન ચાઉ-એન-લાઈ નહેરૂના મહેમાન બનેલા તેની આ ઐતિહાસિક તસ્વીર છે.

નહેરૂ જેના માટે ખૂબ જાણીતા હતા એવા પ્રસંગની આ તસ્વીરમાં આદીવાસીઓ નહેરૂના નિવાસ્થાન પોતાની કલા પ્રદર્શિત કરવા આવેલા ત્યારે નહેરૂ પણ એમની સાથી નૃત્યમાં જોડાઈ ગયેલા. આદીવાસી કન્યાઓ અને નહેરૂના ચહેરાઓ ઉપર જે આનંદ ઉલ્લાસ નજરે પડે છે, એ કેદ કરવાની હોમાયબાનુની ગજબની આવડત દેખાય છે.

નહેરૂની આ તસ્વીર વિશ્વભરમાં પ્રખ્યાત છે. એશિયાઈ ખેલોનું ઉદઘાટન નહેરૂએ શાંતિના પ્રતિક સફેદ કબુતરને ઉડાડીને કર્યું હતું. આ તસ્વીર વિશ્વભરના પેપર અને મેગેજીનમાં પ્રસિધ્ધ થયેલી.

આ તસ્વીરમાં હોમાયબાનુએ પોતે તો કાયદાનું ઉલ્લંગન કર્યું છે પણ દેશના વડાપ્રધાન પાસેથી પણ કાયદાનું ઉલ્લંગન કરાવ્યું છે. પાલમ હવાઈ અડ્ડાના ખાસ VIP પ્રવેશ પાસેની આ તસ્વીર છે. બીજા કોઈ તસ્વીરકારે કદાચ આવી ગુસ્તાખી કરી ન હોત.

5 thoughts on “પ્રથમ મહિલા તસ્વીર-પત્રકાર-૭

 1. Purvi Malkan|
  Today, 8:36 AM
  દાવડા સાહેબ,
  આ સાથે એક ફોટો મોકલું છું. આ ફોટામાં પંડિતજી તેમજ પાકના વડાપ્રધાન અયુબખાનની પળોને કેદ કરનારા હોમાયબાનું હતાં. આ ફોટો હાલ પાકિસ્તાનના સૈદપુર મ્યુઝિયમમાં છે. હાલમાં પાકિસ્તાનની મુલાકાત લેવાનું થયું ત્યારે આ યાદ સાથે મે લઈ લીધેલી.
  (આભાર પૂર્વીબહેન, તમે પરદેશમાં પણ મારા આંગણાંને યાદ રાખો છે એનાથી વધારે મને શું જોઈએ? આ તસ્વીર કેવી રીતે આંગણાંમાં મુકવી એ હું ફીગરાઆઉટ કરીને જરૂર મૂકીશ.)

  Like

 2. હોમાયબાનુ જેવી અનોખી વ્યક્તિ તો હવે ભાગ્યેજ જોવા મળશે અને એમણે લીધેલી એકદમ તસ્વીરો તો સાચે જ અજોડ છે. દાવડા સાહેબ હોમાયબાનુની આવી વિરલ તસ્વીરો તો હવે યાદોનો અમૂલ્ય ખજાનો બની રહેશે.

  Like

 3. ગમી બધી તસ્વિરો
  જગતકાજીઓમા બે વાત વધુ ટીકાપાત્ર બની હતી
  ચ્યુ એન્ડ લાઇ ની કપટ નીતિ
  અને
  કેનેડી સાથે છુટછાટ…
  વધુ ગમી ગુસ્તાખી…
  કદાચ આ બાદ આ શેર બોલ્યા હશે
  હમ ગુસ્તાખી કરેંગે , જીંદગીમેં એક બાર
  યાર દોસ્તો પૈદલ ચલેંગે હમ જનાજેપે સવાર
  અમારા તાપીના હોમાયબાનુની બીજી તસ્વિરોનો ઈં તે જા ર

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s