All posts by lilochhamtahuko

ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૧૩ – અંતીમ (સંપાદન – પી. કે. દાવડા)

સમાપન

(આંગણાના મિત્રોને ગમગીની સાથ જણાવવાનું કે 
પ્રિય જ્યોત્સ્નાબેનનું જુલાઈ ૧૧ ૨૦૨૦ રોજ શાંતિપૂર્ણ અવસાન થયું છે.)

જ્યોત્સનાબહેન અને એમનું ચાકડું.

જ્યોત્સના ભટ્ટના સિરામિકની સમજ

જ્યોત્સનાબહેનના સિરામિક્સની કેટલીક ખાસિયતો છે. મેટ ફીનીશ માટે તેઓ ખાસ જાણીતા છે. બળેલી terracotta માટીની છાયાવાળા રંગો પણ એમણે વાપર્યા છે. એમના સિરામિકની કેટલીક ખાસિયાતો તો હાથથી અડીને જાણી શકાય છે. ગ્લેજ કરેલા આર્ટીકલ્સ પણ ચમકતા નથી. એમના માટીને મળતા રંગોમાં પણ રેશનની મુલાયમતા વરતાય છે.

Continue reading ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૧૩ – અંતીમ (સંપાદન – પી. કે. દાવડા)

મિત્રો સાથે વાતો…સરયૂ પરીખ. ૧૨. હસી ફરી  

(આંગણાંના મુલાકાતીઓ સરયૂ પરીખ નામથી પરિચિત છે. એમના બધા લખાણ કોઈપણ જાતની લાટ-લપેટ વગરના, સ્પષ્ટ અને મુદ્દાસરના હોય છે. આશા છે કે એમની આ સ્વાનુભવની વાત તમને ગમશે.)…બે વર્ષ પહેલાં, શ્રી.દાવડાસાહેબે આ સત્યકથા પ્રકાશિત કરી હતી. આજે ફરીથી પ્રકાશિત કરી હું અહોભાવથી મારો આભાર વ્યક્ત કરું છું… અનેક લેખકોને અને કળાકારોને પ્રોત્સાહન આપવાની દાવડાસાહેબની સેવાને બિરદાવું છું. તેમના સજાવેલા આંગણામાં તેમની હાજરીનો ઉજાસ પ્રજ્વલિત રહેશે. સદગત દાવડાસાહેબને પ્રણામ.

૧૨. હસી ફરી…સરયૂ પરીખ

સંધ્યાના આછા અજવાળામાં મેં તેને દુકાનના નાના મકાન પાસે ઊભેલી જોઈ. એનો માસુમ ચહેરો સફેદ હિજાબમાં લગભગ  ઢંકાયેલો હતો. મેં કાર રોકી.

Continue reading મિત્રો સાથે વાતો…સરયૂ પરીખ. ૧૨. હસી ફરી  

ગીતાના યોગ (સંકલન – પી. કે. દાવડા)

( સદગુરુ બોધીનાથ વેલનસ્વામીના એક લેખમાંથી સંકલિત)

કર્મ યોગ, ભક્તિ યોગ, રાજ યોગ અને જ્ઞાન યોગ

આધુનિક હિન્દુ ગ્રંથોમાં, હિન્દુ આધ્યાત્મિક અભ્યાસનો સૌથી સામાન્ય સારાંક્ષ એ ચાર યોગ છે: કર્મ (કામ), ભક્તિ (ધાર્મિકતા), રાજ (ધ્યાન) અને જ્ઞાન.

કર્મ યોગ એ કામનો માર્ગ છે. તેની શરુવાત કુકર્મો થી મુક્તિ થકી થાય છે. તે પછી આપણે જે કામ સ્વાર્થી ઈચ્છાઓથી પ્રોત્સાહિત થયું હોય, જેનાથી માત્ર આપણને પોતાને જ લાભ થતો હોય, તેમાંથી મુક્તિ મળે છે. ત્યાર બાદ આપણા જીવનની ફરજોને સભાનતાપૂર્વક પરિપૂર્ણ કરવાની ઈચ્છા જાગે છે. કર્મ યોગનું એક સૌથી મહત્વનું પાસું છે, બીજાની મદદ માટે નિસ્વાર્થ સેવા, જ્યારે આપણે તેમાં સફળ થઈએ, ત્યારે આપણું કાર્ય એક પૂજામાં પરિવર્તિત થાય છે. દરેક કાર્ય ભગવાનના સંપર્કમાં આવવાના ઉદ્દેશથી જ કરવું જોઈએ. Continue reading ગીતાના યોગ (સંકલન – પી. કે. દાવડા)

ગીતાના શબ્દો (પી. કે. દાવડા)

 

ભગવદ ગીતામાં એક્પણ બીન જરૂરી શબ્દ નથી. માત્ર શબ્દ ન નહીં, તેનું શ્ર્લોકમાં સ્થાન, તેનું વ્યાકરણ અને વિરામ ચિન્હો, બધું જ બહુ ઇરાદા પૂર્વકનું છે. એમાં જરાપણ ફેરફાર કરવામા આવે તો એનો અર્થ તદ્દન બદલાઈ જાય છે. Continue reading ગીતાના શબ્દો (પી. કે. દાવડા)

મારી કલમ, મારા વિચાર – ૧૩ (પરભુભાઈ મિસ્ત્રી)

નામની રામાયણ

નામ એટલે કોઈપણ પ્રાણી કે પદાર્થને ઓળખવા માટેનો શબ્દ; સંજ્ઞા; અભિધાન.

બાહ્ય ઈન્દ્રિય કે મન વડે સમજી શકાય એવા પદાર્થને ઓળખવા માટે જે શબ્દ વપરાય તેને નામ કહેવાય છે. નામ શબ્દ નમ્ નમવું ધાતુ ઉપરથી થયો છે., એટલે કે ક્રિયાપદના અર્થને જે નમે છે તે નામ (સંસ્કૃત પુષ્પાંજલિ) Continue reading મારી કલમ, મારા વિચાર – ૧૩ (પરભુભાઈ મિસ્ત્રી)

જિગીશા પટેલની કલમ – ૧૨

દમામ

બસ હવે નહિ …..વિક્ષિપ્ત વિચારો થી ઉદ્વેગી શેતલનું  મન – આજે તો એટલું જોર થી ધડકતું હતું કે જાણે હમણાં ઉછળીને બહાર આવશે. એણે આંખો લુછી નાખી અને સફાળી ઉભી થઈ  એક આત્મવિશ્વાસ સાથે હવે નહિ રડું  ……બસ હવે  નહિ અને ગાડી ની ચાવી લઇ દોડી,શેતલની મા ગભરાઈ, શું થયું ? શેતલ  દ્રઢતાપૂર્વક બોલી “બસ આજે તો લઈને જ આવીશ “દેવકીબેન  રોકે  તે પહેલા જ શેતલ ગાડીમાં બેસી ઝડપથી  બારણું બંધ કરી ….એક્સએલટર આપી,અને  ગાડી “દમામ” બંગલા તરફ ભગાવી મૂકી … Continue reading જિગીશા પટેલની કલમ – ૧૨

દેવિકાની દૃષ્ટિયે – ૧૨ (દેવિકા ધ્રુવ)

‘સોનેરી સાંજ’નો પ્રતિભાવ આસ્વાદરૂપે-વલીભાઈ મુસા

દેવિકાબેન ઘ્રુવને મારી તાજેતરની અમેરિકાની મુલાકાત ટાણે હ્યુસ્ટનનિવાસી સાહિત્યસર્જકો વચ્ચે મળવાનું થયું. સર્વેએ સ્વમુખે પોતપોતાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો તો ખરો, પણ એક સાથે બધું યાદ ન રહે તે સ્વાભાવિક છે. ભારત પાછા ફર્યા પછી જે કોઈ બ્લોગર ભાઈબહેન હતાં તેમના બ્લોગે જઈને તેમના વિષેની વિશેષ જાણકારી મેળવી લીધી. દેવિકાબેનના બ્લોગ ઉપરની તેમની તાજેતરની નીચેની ગઝલ નજરે ચઢી અને મારો માંહ્યલો વિવેચકીઓ જીવ કોઈક પ્રતિભાવ આપવા ઊંચાનીચો થવા માંડ્યો. મારા પ્રતિભાવને ખુદ દેવિકાબેને અને અન્ય વાંચકોએ બિરદાવતા પ્રતિભાવો આપ્યા અને લાલચ થઈ કે એ ગઝલ અને તેના ઉપરના મારા પ્રતિભાવને મારા બ્લોગ અને તે થકી મારી સૂચિત ગુજરાતી ઈ-બુક ‘મારી નજરે’માં સમાવી દઉં. બ્લોગીંગનો Protocol જાળવતાં મેં દેવિકાબેનની અનુમતિ માગી અને તેમણે સહર્ષ આપી પણ દીધી. Continue reading દેવિકાની દૃષ્ટિયે – ૧૨ (દેવિકા ધ્રુવ)

મારૂં ૧૬ મું ઈ-પુસ્તક (પી. કે. દાવડા)

૨૦૧૬ ના અંતમાં, મિત્રોના આગ્રહથી, મેં મારા ૨૦૧૦ થી ૨૦૧૪ ની વચ્ચે અલગ અલગ બ્લોગ્સમાં પ્રગટ થયેલા લખાણોનું વર્ગીકરણ કરી, એમને ૧૩ ઇ-પુસ્તકોમાં સમાવી લીધા અને દાવડાનું આંગણુંમાં Download માટે મૂક્યા. Continue reading મારૂં ૧૬ મું ઈ-પુસ્તક (પી. કે. દાવડા)

સફરની સ્મૃતિના સથવારે -૧૨ (રાજુલ કૌશિક)

કેનેડાનો સૌથી મોટો, રમણીય નેશનલ પાર્ક-બેન્ફ

કેનેડાના સૌથી મોટા અને ૧૮૮૦માં સ્થાપના થઈ એવા નેશનલ પાર્ક બેન્ફમાં પ્રવેશતા જ ચારેબાજુથી વનરાજીથી છવાયેલા પર્વતો છવાયેલા ખીણમાં ફેલાયેલા અહીંના શાંત અને સુંદર વાતાવરણની હવા શ્વાસથી ઉતરીને દિલ-દિમાગ સુધી ઠંડક પહોંચાડી ગઈ. કેનેડીયન રૉકી માઉન્ટેનની રેન્જમાં આવતા તમામ સ્થળોની એક રીતે જોવા જઈએ તો વધતા ઓછા અંશે બધે જ ભૌગોલિક સમાનતા જોવા મળશે. ઊંચા ગગનચુંબી પહાડો, કોતરો, ગ્લેશિયરો અને એનું પાણી ઓગળીને બનેલી નદીઓ અને સરોવરો. કારણ લગભગ બધે જ સરખું પણ એ સમાનતામાં ય પાછી વિવિધતા તો ખરી જ.

બેન્ફ પ્રવાસીઓના આકર્ષણનું સ્થળ હોવાથી અહીં તમામ સુખ-સુવિધા સચાવાય એવી લગભગ ૬૦થી ૬૫ જેટલી હોટલો, મોટલો તો છે જ. અહીં ફરવા માટે જૂનથી શરૂ કરીને ઑગસ્ટ સુધી સૌથી શ્રેષ્ઠ સીઝન ગણાય છે. જો કે આઇસસ્કિંઈગના શોખીનોને માટે તો શિયાળો સૌથી ઉત્તમ.

બેન્ફમાં સ્થાનિક લોકોની વસ્તી પણ સીઝન અનુસાર વધ-ઘટ થયા કરતી હોય છે.  આશરે ૯,૦૦૦ જેટલા સ્થાનિક લોકોનો અહીં વસવાટ રહેતો હોય છે પણ કહેવાય છે કે પ્રતિ વર્ષ અહીં ૩૦ લાખ જેટલા પ્રવાસીઓ બેન્ફની મુલાકાત લે છે. આ આંકડા પરથી જ બેન્ફની પ્રખ્યાતિ, લોકપ્રિયતા વિશે અંદાજ આવે છે. કેનેડામાં અંગ્રેજી અને ફ્રેંચ ભાષાનું પ્રભુત્વ છે.

અહીંના રૉકિ માઉન્ટેન,ગ્લેશિયર્સ, ટર્કોઇશ બ્લ્યુ લેક, નાનાકડા શહેરની વ્યાખ્યામાં બંધબેસતું નગર અથવા કહો કે ગામ, ભરપૂર વન્ય પ્રાણીસૃષ્ટિ, નજર નાખો ત્યાં આંખને ઠારે એવી વનરાજીએ બેન્ફને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની કક્ષાએ મુકી દીધું છે.

બેન્ફનું ડાઉનટાઉન એકદમ નાનકડું, એક છેડાથી બીજા છેડાએ ચાલીને પણ સાવ થોડા સમયમાં ફરી શકાય એવું સરસ મઝાનું છે પરંતુ હોટલથી અહીં સુધી પહોંચવું હોય તો હોટલથી દર પંદર મિનિટે ઉપડતા અને ડાઉનટાઉનથી પરત કૉચનો પણ લાભ લઈ શકાય છે. અહીં પેઇડ પાર્કિગની પણ સગવડ પણ છે જ. અહીંની લાક્ષણિક ચીજ-વસ્તુઓ જેવી કે જ્વૅલરી, હૉમ ઇન્ટિરિયરમાં શોભે એવી ચીજો અને કપડાં, એક્સૅસરીની શોપ્સ અને ખાણીપીણીની ઉપલબ્ધિ હોય એવા આ ડાઉનટાઉનથી પણ કુદરત જરાય દૂર નથી. નજર નાખો ત્યાં એની મહેર તો વર્તાય છે જ.

બેન્ફ આવો એટલે અહીંના અત્યંત મનોહર લેક જેવાકે લુઇસ, લેક મોરાઇન, લેક એમરાલ્ડ, સલ્ફર માઉન્ટેનની ગોન્ડોલા રાઇડ સલ્ફર બાથનો લ્હાવો લેવાનું કેમ ચૂકાય?

લેક લુઇસ

લેક લુઇસ સુધી પહોંચવા માટે ત્યાં નિર્ધારિત પબ્લિક પાર્કિંગ સુધી જવું પડે પણ ત્યાંથી લેક લુઇસ જતા કૉચમાં લુઇસ સુધી પહોંચાય. સવારે આઠ વાગ્યાથી થોડા થોડા સમયાંતરે ઉપડતા આ કૉચ સાંજ સુધી ઉપલબ્ધ હોય છે. લેક લુઇસથી પરત થતી છેલ્લી રાઈડ સાંજે સાડા પાંચની હોય છે. લેક લુઇસ પર જ બંધાયેલી ફેરમોન્ટ હોટલમાં જો રહેવું હોય તો તો આખો દિવસ આ લેકનું સૌંદર્ય મનભરીને માણી શકાય અને હા ! લેક લુઇસ સુધી પહોંચવાના રસ્તે પણ નાના-મોટા લેક પોતાની હાજરી તો નોંધાવતા જ રહે છે. શહેરની એકધારી રફ્તારને એક કોરે મુકીને આ રફ્તાર પણ માણવા જેવી તો ખરી જ.

કૅનેડિયન રૉકીની મુલાકાત દરમ્યાન જોયેલા તમામ લેકના આછા-ઘેરા ભૂરા રંગના સાફ પાણી ઓછા વધતા અંશે માનસરોવરની યાદ તો આપે જ છે. માનસરોવરની સાવ જ નાની કહી શકાય એવી આવૃત્તિ જેવા લેક લુઇસ કે મોરાઇનને આમાંથી બાકાત ન રાખી શકાય.

લેક લુઇસ પણ બેન્ફ નેશનલ પાર્કનો જ એક ભાગ છે. ઉનાળાના દિવસોમાં બોટિંગ, જાતે હલેસા મારીને ચલાવાતી હોડીની મોજ અને શિયાળામાં ઠરીને આઇસ થઈ જતો આ લેક સ્કિ રિસોર્ટ બની જાય એટલે આઇસ સ્કેટિંગની મઝા પણ લઈ શકાય.

પર્વતોના પ્રાકૃતિક ત્રિકોણ વચ્ચે ગોઠવાયેલા આ લેકનું પાણી પણ એકદમ સ્વચ્છ ટર્કોઇશ બ્લ્યુ રંગનું છે. અહીં જો બપોરે પહોંચો તો એ એકદમ સહેલાણીઓના મુલાકાત લેવાના એક સ્થળ જેવું જ લાગે પણ જો વહેલી સવારે પહોંચો તો એનું પ્રાકૃતિક સૌંદર્ય આત્માને સ્પર્શી જાય એટલી હદે સુંદર છે. કુદરત તો કુદરતની ફિતરત દર્શાવે જ છે ફક્ત એને માણવાનો યોગ્ય સમય આપણી પાસે હોવો જોઈએ. ઊગતા સૂર્યના કૂણા તડકામાં ચમકી ઉઠતી પર્વતોની ટોચ વચ્ચે દેખાતા આસમાની રંગના આકાશ સાથે ભળી જવું હોય એટલું પારદર્શક અને સ્થિર પાણી ચિત્તને પણ ચૈતન્યમય, આનંદમય બનાવી દે. અહીં થાય કે બસ આ ચિદાનંદ સ્વરૂપ અને આપણી વચ્ચે આ ચિત્તાકર્ષક નીલવર્ણું પાણી સિવાય બીજું કશું જ ન હોવું જોઈએ.

આપણે વરસાદી વાતાવરણમાં સૂર્યપ્રકાશના લીધે થતું મેઘધનુષ તો જોયું જ છે પણ આ સૂર્યપ્રકાશ ક્યાં અને કેવી રંગીન અસરો ઊભી કરી શકે છે એ તો આપણી કલ્પના બહારની વાત છે. અહીંના કોઇપણ ટર્કોઇશ બ્લ્યુ કે નીલવર્ણા પાણીને જોઈએ તો અચરજ થાય.

કહે છે છે જ્યારે પર્વતો પરના ગ્લેશિયર્સનો બરફ પીસાઈને/દળાઈને ભૂકો બને એ અતિ હળવા પ્રકારનો હોય છે એટલે એ ખડકનો બારીક ભૂકો સરોવરની સપાટી અને તળિયાની વચ્ચે તરતો રહે છે અને સૂર્યપ્રકાશના લીધે એ પ્રતિબિંબિત થવાથી અદ્ભૂત રંગછટાથી શોભી ઊઠે છે.

રાણી વિક્ટોરિયાની ચોથી પુત્રી રાજકુમારી અને જોહન કેમ્પબેલની પત્ની લુઇસના નામ પરથી આ લેકનું નામકરણ થયું છે. માત્ર આ જ નહીં અનેક જગ્યાએ બ્રિટિશરોની અસર હેઠળથી મુક્ત નહીં થયેલા કૅનેડાના ઘણા પ્રાંતોની આજે પણ બ્રિટિશ કૉલંબિયામાં જ ગણના થાય છે.

મોરાઇન લેક

મોરાઇન લેક પહોંચવા માટે પણ લેક લુઇસ સુધી પહોંચવાના કૉચમાં જવું પડે અને લેક લુઇસ પહોંચ્યા પછી વળે ત્યાંથી મોરાઇન સુધી લઇ જતા કૉચની સગવડનો ઉપયોગ કરવો પડે.

આલ્બર્ટા-કૅનેડાના લુઇસ ગામથી ૧૪ કિલોમીટરના અંતરે આવેલું લેક મોરાઇન હિમપ્રપાતમાંથી સર્જાયેલું લેક છે. એની આસપાસના લગભગ ૧૦ જેટલા પહાડોએ એને ઘેરી લીધું છે. ૧૨૦ એકરની સરફેસ ધરાવતા આ લેકનું પાણી નિરભ્ર આકાશ જેવા વાદળી રંગનું છે. લેક લુઇસની જેમ જ ખડકના બારીક ભૂકા સાથે સૂર્યપ્રકાશના સંમિશ્રણની અજાયબીએ સર્જેલો વાદળી રંગ પણ અતિ સુંદર લાગે છે. આ દસ ટોચ વળી “ટ્વેન્ટી ડોલર વ્યુ” તરીકે ઓળખાય છે. ૧૯૬૯ અને ૧૯૭૯ના કૅનેડિયન ટ્વેન્ટી ડોલર મુદ્દને અનુલક્ષીને આ નામ મળ્યું છે.

મોરાઇન પર જ્યાં કૉચ ઉતારે ત્યાંથી એક તરફ લેકની જોડાજોડ એક ૩૦૦ મીટર લાંબી વૉકિંગ ટ્રેઇલ છે જેના પર ઉત્સાહીઓને ચાલતા જોઇને આપણને પણ જોડાવાનું મન થાય. જો કે આ ટ્રેઇલ સમય અને સંજોગો અનુસાર જ ખુલ્લી રહેતી હોય છે કારણકે અહીંનું વાતાવરણ ક્યારે પલટો લે એની નિશ્ચિતતા નહીં અને શિયાળાના બર્ફીલા પવનોમાં તો અહીં ઊભા રહેવાની પણ શક્યતા નહીવત થઈ જતી હોય છે. બીજી તરફ ચઢીને થોડેક ઉપર સુધી જઈ શકાય એવો રસ્તો છે જ્યાં પહોંચીને આખાય મોરાઇનનો સમગ્ર વ્યુ દેખાય છે. પીટો લેકની જેમ જ આ ઊંચાઇએથી તળ સુધી નજરમાં ભરી લેવાય એવું દ્રશ્ય બની રહે જ ને? મોરાઇન પર પણ હલેસાથી ચાલતી હોડીને સહેલ લેવાની સગવડ તો છે જ.

ખરેખર તો આ પ્રકૃતિ વિશે તો કંઇપણ કહેવું અધુરુ જ લાગે કારણકે અહીં દરેક જગ્યાની અનુભૂતિ અત્યંત વિશિષ્ટ, એકદમ અનોખી-અનેરી હોય છે. એટલે જ કહ્યું હશે ને કે જીવ્યા કરતાં જોયું ભલું.

મઝ્ઝાની વાત તો એ છે કે અહીં જાન્યુઆરીથી માંડીને ડીસેમ્બરના બદલાતા મહિનાઓની બદલાતી મોસમની સાથે આ તમામ સ્થળોનો ય બદલાતો નજારો હોય. શિયાળાના બરફાચ્છાદિત એકદમ ધવલ પહાડો, વસંત પછી એના પરના વૃક્ષોના લીધે લીલાછમ થઈને મહોરે અને સપ્ટેમ્બરથી તો ફૉલની અસર હેઠળ અવનવા રંગો ધારણ કરે. આખાય બ્રિટિશ કોલંબિયા જ નહીં કૅનેડામાં પણ આ રંગોની નિરાળી ભાત જોવા મળે.

આવા તો એક નહીમ અનેક લેક જેની શોભા છે એવા બ્રિટિશ કોલંબિયાનું વધુ એક રળિયામણું લેક છે એમરલ્ડ લેક.

કૅનેડા-બ્રિટિશ કોલંબિયાના યોહો નેશનલ પાર્કના આ એમરલ્ડ લેકનું નામ પણ એના પાણીના નીલમ જેવા રંગ પરથી જ પડ્યું હશે.

સલ્ફર માઉન્ટેન

અમે રહ્યા હતા એ રિમરૉક હોટલની બહાર આવીએ અને સામે જ માઉન્ટેન પર જતા ગૉન્ડૉલા દેખાય એટલે નિશ્ચિત તો હતુ જ કે આ લ્હાવો ય લેવો તો છે જ. વિઝિટર સેન્ટર પરથી ટિકિટ લઈને ગૉન્ડૉલા રાઈડમાં બેસો એટલે સીધા જ ચઢાણવાળા સલ્ફર માઉન્ટેનની ટોચ પર પહોંચાય. આગળ નજર કરતાં દેખાતા ઊંચા વૃક્ષો ધીમે ધીમે પાછળ સરકતા જાય અને પાછળ નજર કરો અને નીચે દેખાતી ખીણ જોઈને કઈ ઊંચાઈએ પહોંચતા જઈએ છીએ એનો ખ્યાલ આવે.

 

ગોન્ડૉલાથી ઉપર સુધી પહોંચીએ એટલે સૌ પ્રથમ તો આવે કાફૅટેરિયા અને ગિફ્ટ શોપ આવે. બીજા ડેક પર આવે ગેલેરી જ્યાં અહીંના ગ્રિઝલી બેર, કૂગર જેવા વન્ય પ્રાણીના ફોટા એમની ખાસિયતો સાથે વર્ણવેલા જોવા મળે. એક થિયેટર છે જ્યાં બેન્ફ, એની ઋતુઓ અને આસપાસની ભૌગોલિક સ્થિતિ, પહાડો, નદ્દેઓ ,સરોવરની ઉડતી ઓળખ જેવી ફિલ્મ દર્શાવવમાં આવે છે.

 

સલ્ફર માઉન્ટેનની સૌથી ઉપરની ડેક પર પહોંચો એટલે સીધુ આકાશ સાથેનું અનુસંધાન. અહીં ઊભા રહીને ચારેકોર એક સર્વગ્રાહી નજર નાખો ત્યાં બેન્ફ અને એની આસપાસનું આખું દ્રશ્ય આંખમાં સમાય. કોઈક ટોચ પર ઊભા રહીને જ્યારે નીચે કે દૂર સુધી નજર પહોંચે ત્યારે જ એ સ્થળની વિશાળતાનો અનુભવ થાય. ઉનાળામાં રાત્રે દસ વાગે થતા સૂર્યાસ્ત જોવાનું આ ઉત્તમ સ્થળ છે. આથમતા સૂર્યની લાલિમા જ્યારે ચારેકોર છવાતી હોય ત્યારે એ આખું ય વાતાવરણ કેટલું સુંદર લાગતું હશે એની કલ્પનાથી ય રોમાંચ થઈ જાય. શિયાળામાં સૂર્યાસ્ત વહેલો થતો હશે પણ એ સમયે સૂયકિરણોથી પ્રકાશિત સ્નૉ માઉન્ટેન કેવા ઝળહળી ઉઠતા હશે એ વિચારે ફરી એકવાર અહીં શિયાળામાં ય આવવું જોઈએ એવું મન થઈ ગયું. અહીં હવામાનની તાસીર પારખવા વેધશાળાનું નિર્માણ થયું છે.

 

ફરી પાછા ગૉન્ડૉલા રાઇડ લઈને નીચે ઉતરીએ ત્યાં સલ્ફર પહાડમાંથી વહેતું ઝરણું છે. આ ઝરણાના હૂંફાળા  લાભદાયી પાણીનો લાભ મળે એના માટે અહીં એક સ્વિમિંગ પૂલ પણ છે. બહાર સલ્ફરના પાણીમાં નહાવાથી થતા લાભ વિશે જાણકારી અને એનો લાભ મળ્યો છે એવા લોકોના અભિપ્રાય ટાંકવામાં આવ્યા છે. અને આપણે ય તો સલ્ફરબાથથી ક્યાં અજાણ છીએ? વાત છે અહીં કોઈપણ સ્થળથી માંડીને સમય-સંજોગો વિશે લોકોને સમજ આપવાની. આપણી પાસે જાણકારી હોવા છતાં એના વિશેની બે વાત વધુ જાણીએ તો એનું મહત્વ વધી તો જાય છે જ.

 

અહીં પ્રકૃતિની મહેર તો છે જ સાથે એને સાચવવાની વૃત્તિ પણ ખરી જ. બેન્ફના કાસ્કેડ ટાઇમ ઑફ ગાર્ડનમાં પાણીના નાના નાના ઝરણા અને કુંડ પર પસાર થતી પગથારની બંને બાજુ  ગુલાલમાં અબીલ મેળવ્યુ હોય એવા  ફૂલગુલાબી, તો વળી અબીલમાં હળવા ગુલાલનો રંગ ભેળવ્યો હોય કે છાંટણા કર્યા હોય એવા સફેદ લાલ-પીળા -કેસરી- ઘેરા બ્લ્યુ, પર્પલ, મજન્ટા રંગના ફૂલોની બિછાત જોઈને એ માટેની વિશ્વસનિયતા વધી જાય. ઠંડા પવનની લહેરખીની સાથે તાલ મેળવતા એ ઝરણાનો સતત વહેતો નાદ મનને સંમોહિત કરી દેતો હતો. અહીં ઊભા રહીને બેન્ફને બે બાજુએ વહેંચી દેતો રસ્તો અને એ રસ્તાની પેલે પાર દેખાતા પર્વતોની રેન્જ એક મઝાનું દ્રશ્ય ઊભુ થતું હતું.

 

બેન્ફમાં સ્નૉની સીઝન લગભગ સપ્ટેમ્બરથી શરૂ થઈને મે સુધી લંબાતી હોય છે અને સપ્ટેમ્બરથી શરૂ થતી ફૉલ સીઝનમાં પણ એક વાત નિશ્ચિત કે અહીંની આ લીલોતરી ખરી પડે એ પહેલાળ અદ્ભૂત રંગછટા ધારણ કરીને સમગ્ર વાતાવરણને ય રંગોથી સજાવી દેતી હશે. કુદરતની આ જ તો ખાસીયત છે કે બદલાતી મોસમની સાથે એ પ્રત્યેક પળે બદલાતી એની મિજાજમસ્તીનો ય માહોલ મુકીને વિદાય લે.

 

જાન્યુઆરીમાં ક્યારેક માઇનસ ૩૦ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતો પારો અત્યારે જૂનમાં તો ૩૦ ડીગ્રી સેલ્સિયસ બતાવતો હતો જે ફરવા માટે એકદમ શ્રેષ્ઠ સમય કારણકે પારો ગમે તેટલી ડીગ્રી બતાવે પણ અહીંનું વાતાવરણ તો એકદમ ખુશનુમા જ હતું. હા, હળવા સ્વેટર હાથવગા તો રાખવા જ પડતા હતા. ગમે ત્યારે ઠંડા પવનની લહેરખી વહી આવતી હતી.

 

કૅનેડિયન રૉકી માઉન્ટેનના લગભગ દરેક જંગલોમાં ઍલ્ક, મોટા શિંગડાવાળા ઘેટા, માઉન્ટેન ગોટ, કાયોટી કહેવાતા વરૂ, બ્લેક અને ગ્રિઝલી બેર, મૂસ તરીકે ઓળખાતા મોટા કદના સાબરનો વસવાટ હોય જ છે. જો નસીબ હોય તો ક્યાંક હરતા-ફરતાં એ આપણા રસ્તે આવીને દેખા દઈ દે ખરા.

 

બેન્ફથી નિકળીને આગળ કેલગરી જતા આવા જ સાવ નાની ધોળી પૂંછડીવાળું હરણ એના બચ્ચા સાથે  અમને બાય બાય કરવા રસ્તા પરથી પસાર થઇ ગયા.

 

 

 

રણને પાણીની ઝંખના – ૧૨ (પૂર્વી મોદી મલકાણ)

હમદર્દ

વહેલી સવારે તાજગી ભર્યા કિરણો મારી ચેતનાને નિત્ય જગાડે છે, દિવસ રોજ ગતિમય બની વર્તમાન અને અતીત સાથે સંતાકૂકડી રમે છે, જીવનસંધ્યાની રંગોળી શાંત આકાશમાં નિરવ રાત અને શીતલ ચંદ્રને આમંત્રણ આપે છે ત્યારે હું લખવાની મારી નિયમિત ટેવ મુજબ ડાયરીના શૂન્યાવકાશમાં લાગણીનાં ભીંજ્યાં શબ્દોને તે વીતી ગયેલા પ્રસંગો સાથે યાદ કરી મુક્ત મને વેરું છું. Continue reading રણને પાણીની ઝંખના – ૧૨ (પૂર્વી મોદી મલકાણ)