રવિપૂર્તિ-હોમિયોપથી-૫ (અંતીમ)-પી. કે. દાવડા


દીપા

દીપાના પિતા મારા મિત્ર હતા. એક દિવસ મને વાત કરી કે એમની દિકરી દીપા ૧૦ મા ધોરણમાં ભણે છે. સ્કૂલમાં અચાનક બેહોશ થઈ જાય છે, અને આવું મહિનામાં એકાદવાર થાય છે.

મેં વિચારવાનું શરૂ કર્યું કે છોકરીને મહિને એક વાર એવી તે કઈ બિમારી થાય જેથી બેહોશ થઈ જાય. માસિકધર્મ સિવાય મને આવી બીજી કોઈ વાત ધ્યાનમા આવી. મેં દીપાને તેડી લાવવા કહ્યું. દીપા આવી ત્યારે મેં એને અલગ બેસાડીને પૂછ્યું કે એને એવું ક્યારે થાય છે? એણે શરમાતાં શરમાતાં કહ્યું કે જ્યારે પિરિયડમાં હોય છે ત્યારે થાય છે.

મેં શોધ ચલાવી. હોમિયાપથીમાં ફોસફરસમાં મને આવા ચિન્હો મળ્યા. દીપાને પિરીયડથી થોડા દિવસ પહેલા એક કે બે વાર દવા આપવાથી, બે ત્રણ મહિનામાં એને રોગમાંથી મુક્તિ મળી ગઈ.

પાઈલ્સ

મારા એક આર્કિટેક્ટ મિત્રના સ્ટ્રકચરલ એંજીનીઅર બહારગામ ગયેલા. એમણે મને એમના એક સ્લેબનું નિરિક્ષણ કરવા કહ્યું. મેં હા પાડી એટલે એમની ગાડી લઈ મને તેડવા આવ્યા. થોડી વારમાં મને લાગ્યું કે એમને કોઈ અસુખ છે, એટલે મેં એમને પૂછ્યું. એમણે કહ્યું કે મને પાઈલ્સની તકલીફ છે. અમે જે રસ્તે જતા હતા ત્યાં નજીકમાં એક હોમિયોપેથિક દવાઓની દુકાન હતી. મેં ત્યાં ગાડી ઊભી રખાવીને માત્ર ૩૦ પૈસા કીમતની એસક્યુલસ નામની દાવાની ગોળીઓની નાની શીશી લીધી, અને એમાંથી ત્રણ ચાર સાબુદાણા જેટલી ગોળીઓ એમને આપી. અને બાકીની ગોળીઓ વાળી શીશી પણ એમને આપી દીધી.

એકાદ કલાકમાં અમે કામ પતાવીન પાછા ફરતા હતા ત્યારે મને કહે, “ચાલો આજે આપણે પંજાબી હોટેલમાં જમીયે.” મેં કહ્યું, “તમને પાઈલ્સની તકલીફ છે તો મસાલેદાર ખોરાક લેવાય.” મને કહે, “તમે શું દવા આપી? મને ચળ અને બળતરા ખુબ ઓછા થઈ ગયા છે.”

બીજે દિવસે એમનો ફોન આવ્યો, મારાથી દવાની શીશી ક્યાંક મૂકાઈ ગઈ છે, મને નામ લખાવોને. મેં એમને નામ લખાવ્યું અને કહ્યું કે દિવસમાં માત્ર બે ત્રણ વાર  ખાજો અને અઠવાડિયા પછી બંધ કરી દેજો. એમને વરસો સુધી પાછી પાઈલ્સની તકલીફ થઈ હતી.

( વાંચીને કોઈએ જાતે આવો પ્રયોગ કરવો નહીં. નિષ્ણાતની સલાહ લેવી)

શિળસ

ઉકેડાભાઈ એક કડિયા હતા. એક દિવસ મેં જોયું કે ખંજવાળી ખંજવાળીને એમની ચામડીમાંથી કેટલેક ઠેકાણે લોહી નીકળી આવેલું. મેં એમને પૂછ્યું તો કહે શિળસ છે, મટતી નથી.

મેં થોડો અભ્યાસ કર્યો, અને બીજે દિવસે એમને અપીસ મેલ અને આર્સિનિક આલ્બ બે દવાનો મિશ્ર ડોઝ આપ્યો. એક દિવસમાં એમને ઘણી રાહત થઈ ગઈ. બે ત્રણ દિવસ એમને રોજના ત્રણ ડોઝ લેવાનું કહ્યું અને એમને ચળ લગભગ બંધ થઈ ગઈ. એમણે વાત એમના સગાંસંબંધી અને ઓળખિતા લોકોને કરી હશે. થોડા દિવસમાં મારે ઘરે શિળશના સંખ્યાબંધ દર્દીઓ આવી પહોંચ્યા. બધાને મેં દવાઓ લેવાનું કહ્યું, મોટા ભાગના લોકોએ આભાર માન્યો એક એમની શિળસ મટી ગઈ.

અલબત વાંચીને કોઈએ જાતે દવા લેવી નહીં પણ ડીગ્રીધારક ડોકટરની સલાહ પ્રમાણે દવા લેવી.

(આ લેખ સાથે હોમિયોપથી વિશેની મારી આ લેખમાળા સમાપ્ત કરૂં છું. રવિપૂર્તિ માટે વાંચકો સમાજ ઉપયોગી અને જાણવા જેવી માહિતી મોકલી શકે છે. યોગ્ય લેખનો સ્વીકાર કરી રવિપૂર્તિમાં મૂકવામાં આવશે.)

3 thoughts on “રવિપૂર્તિ-હોમિયોપથી-૫ (અંતીમ)-પી. કે. દાવડા

  1. ખૂબ સુંદર દ્રુષ્ટાંત…
    હવે તો ઘણા દેશો હોમિયોપથી-અપનાવે છે
    તેમા હાલ ભારતે આ અંગે ઇઝરાઇલ સાથે કરાર કર્યા !
    આ હપ્તો હાલતુરત ભલે આખર ગણ્યો પણ અવારનવાર આ અંગે લખતા રહેશોજી

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s