આ શૃંખલાના પહેલા લેખમાં આપણે બાળઉછેરની વાત કરી. આજે આપણે શિક્ષણ ક્ષેત્રમાં આવેલા ફેરફારની વાતો કરશું. શિક્ષણક્ષેત્રે ફેરફારની શરૂઆત ૧૯૫૦ થી જ થઈ ગયેલી. ૧૯૫૦ સુધી મા-બાપ બાળકોને ઘરની નજીક હોય તેવી ગુજરાતી મિડિયમની શાળામાં દાખલ કરતા. ૧૧-૦૦ થી ૫-૦૦ ની આ શાળાઓમાં દાખલ કરાવવામા મા-બાપને જરા પણ મુશ્કેલી ન નડતી. આવી શાળાઓની ફી પણ ખૂબ ઓછી હતી, અને એમાંપણ ગરીબ વિધ્યાર્થીઓને ફી માફ કરવામા આવતી, અને એમને પુસ્તક-નોટબુક્સ Poor boys fund માંથી આપવામા આવતા.
આવી શાળાઓમા બાળકોને અક્ષર અને અંકગણિતનુ જ્ઞાન આપી, રોજી રોટી કમાવા માટે તૈયાર કરતા. મેટ્રીક પાસ થયેલાનું માન હતું, અને B.A. અને B.Sc. વાળા તો ખૂબ ભણેલા કહેવાતા. શિક્ષણની સાથે શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન થતું.
૧૯૬૦થી મા-બાપોએ બાળકોને અંગ્રેજી મિડિયમની શાળાઓમાં, જે મોટે ભાગે ખ્રિસ્તી ચર્ચ ચલાવતા, મોકલવાનું શરૂ કર્યું. પછીતો હિંદુ સંસ્થાઓએ અને ઉધ્યોગપતિઓએ પણ અંગ્રેજી શાળાઓ શરૂ કરી. આ શાળાઓ ઘરથી દૂર હોવાથી બસની સગવડ ઉમેરવામા આવી. બે shifts માં શાળા ચલાવવા માટે ૧૧-૦૦ થી ૫-૦૦ ને બદલે શાળાને અનુકૂળ આવે એવા સમય નક્કી કરવામા આવ્યા. બાળકોને ઊંઘમાંથી ઊઠાડી ઝડપથી તૈયાર કરી સવારના ૭-૩૦ ની બસમા ચડાવવાની જવાબદારી મા-બાપ ઉપર આવી પડી. આવી શાળાઓની ફી અને બસ ભાડાં સામાન્ય શાળાથી ઘણા વધારે છે. નવા પ્રકારના શિક્ષણને Total Personality Development નામ આપવામા આવ્યું છે. મારા બાળકો આવી શાળામા ભણ્યા છે, અને એમને એનો ચોક્ક્સ ફાયદો મળ્યો છે, જો કે હું ૫-૦ થી ૮-૦૦ રૂપિયા ફી વાળી અને ૧૧-૦૦ થી ૫-૦૦ વાળી શાળામા ભણ્યો છું.
આજે સારી શાળામાં એડમીશન મેળવવાનું ખૂબ જ અઘરૂં થઈ ગયું છે. મોટાભાગની શાળાઓ ખૂબ મોટી રકમનું ડોનેશન લઈને એડમીશન આપે છે.
૨૦૦૫ થી International Schools ની હોડ શરૂ થઈ છે. ત્યાં શું અને કેવી રીતે શિખવવામા આવે છે તેની જાણકારી મારી પાસે નથી, પણ હું એટલું જાણું છું કે આવી સ્કૂલની વાર્ષિક ફી ચાર લાખ અને બાર લાખ રૂપિયાની વચ્ચે હોય છે.
આ રીતે મારી પેઢીનો ૮ રૂપિયા મહિને, મારી બીજી પેઢીનો ૫૦૦ રૂપિયા મહિને અને મારી ત્રીજી પેઢી જો અહીં ભણતી હોત તો (હાલમા આ પેઢી અમેરિકામા ભણે છે) ૫૦,૦૦૦ રૂપિયા મહિનાનો ખર્ચ ગણાય. અહીં મારો પ્રયત્ન પેઢીઓ વચ્ચેનો આ ફરક દેખાડવાનો છે.
આજે ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ જવાની હોડ લાગી છે. લોકો કર્જ કરીને પણ પોતાના સંતાનોને પરદેશ ભણવા મોકલે છે, જો કે આમાના ઘણા અભ્યાસ પૂરો કરી ત્યાં જ સ્થાયી થઈ જાય છે.
1 thought on “આવો મિત્રો વાતું કરીએઃ-૨ (પી. કે. દાવડા)”
આપે વર્ણવેલ શિક્ષણ ક્ષેત્રમાં આવેલા ફેરફારની વાતો અનુભવેલી છે.અમારા બાળકો અમે અંગ્રેજી મીડીયમમા ભણાવી નથી શક્યા તેથી પરદેશમા થોડી તકલીફ રહે પણ ટેકનીકલ વિષયમા તેઓ સફળતાપૂર્વક આગળ વધે છે.રહી વાત ઇંટરનૅશનલ સ્કુલની …હંમણાની પૅઢીના બાળકો જેને ભારે ફી પોષાય તે આ ઉદેશ્યથી દાખલ થાય છે–
“શ્રેષ્ઠ શિક્ષણનાં વારસ બની સમાજ અને દેશમાટે પ્રત્યેક બાળક પોતાના મનનો સ્વતંત્ર માલીક બની શકે તેવા સકારાત્મક વિચારથી આપણું બાળક માત્ર ટકાવારીનાં મોહમાં નહી પરંતુ જીંદગીની પરીક્ષામાં “ટકી” શકે તેવી કેળવણીનાં સહારે બાળકમાં જે કાંઇ પણ શ્રેષ્ઠ છે તેને બહાર લાવવાં સતત પ્રયત્નશીલ રહી સર્વાંગી વિકાસનું ભવ્ય વિઝન…
જ્ઞાનનું જીવન સાથેનું અનુસંધાન સાધી રમત રમતા, પ્રવૃત્તિ કરતા, ભાર વિનાનાં ભણતરનું આયોજન કરવું… શ્રવણ, વાંચન, લેખન, મનન, ચિંતન, સર્જનની પ્રક્રિયા દ્વારા સંપૂર્ણ વિકાસ આધારીત શિક્ષણ પદ્ધતિનો અમલ કરવો… સંસ્કારમાં ભારતીય સંસ્કૃતિનો સ્વીકાર અને વ્યવહારમાં આધુનિક પરિવર્તનને આવકાર આપતા વિદ્યાર્થીઓ તૈયાર કરવા… વિદ્યાર્થીઓ કૌશલ્ય નિર્માણ દ્વારા કારકિર્દી ધડતર તરફ આત્મવિશ્વાસ પૂર્વક આગળ વધે એ માટે અવસરો પુરા પાડવા… સામાજીક જાગૃતિ અભિયાનમાં વિધાર્થીઓની સક્રિય ભાગીદારી દ્વારા જવાબદાર નાગરિકના નિર્માણની ભૂમિકા પૂરી પાડવી..
નેતૃત્વ અને કર્તૃત્વની દીક્ષા લઈ સર્જનશીલ અને પ્રગતિશીલ અભિગમ ધારણ કરી રાષ્ટ્ર અને સમાજને સમર્પિત વિદ્યાર્થીઓનું નિર્માણ કરવું.”

તેમા અભ્યાસુ બાળકો વધુ સફળ રહે છે
LikeLiked by 1 person