ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૧૧


આજે ગાંધીજીના તસ્વીકારે લીધેલી ગાંધીજીની આઠ તસ્વીરો મૂકી, ગાંધી તસ્વીરોનો અનુક્રમ સમાપ્ત કરૂં છું. આવતા અઠવાડિયે લેખમાળાનો અંતિમ લેખ મૂકી, લેખમાળા સમાપ્ત કરીશ.

હરિપુરા કોંગ્રેસ અધિવેશન વખતે ગાંધીજીના બે મુખ્ય મદદનીશો સાથેની તસ્વીર ઐતિહાસિક છે. મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના મંત્રી (ગાંધી ટોપી સાથે ડાબી બાજુએ) અને ગાંધીજીના તબીબ ડો. સુશીલા નાયર (જમણીબાજુએ) સાથે અધિવેશન તરફ જતાં ગાંધીજી.

બાળકોને જોઈ ગાંધીજી ખુબ ખુશ થઈ જતા. ગમે તેવી વ્યવસ્તા વચ્ચે પણ બાળક સાથે રમી લેતા. તસ્વીર બિહારની શાંતિ યાત્રા દરમ્યાન છે. ૨૮ મી માર્ચ, ૧૯૪૭ ના સાઈસ્તાબાદ ગામમાં મુસ્લીમોની એક સભામાં એક મુસ્લીમ બાળકને ફળ આપતા નજરે પડે છે.

આખરે બિહારમાં ગાંધીજીની કઠોર તપસ્યા અસરકારક નીવડી. હિન્દુ મુસલમાન બધા એક સાથે ગાંધીજીની શાંતિયાત્રામાં જોડાયા. માણસમાં જબરી શક્તિ હતી. જાનના જોખમે પણ એમનું ધાર્યું કરાવીને રહેતા.

બિહારમાં એમના ઉતારે આંગણાંમાં સવારે ચાલવા જતા ત્યારે મનુગાંધી અને ડો. સુશીલા નાયરના ભભાનો ટેકો લેતા. ત્યારે પણ એમના મુખ ઉપર ચિંતનના ભાવ જગન મહેતાએ સ્પષ્ટ ઝડપી લીધા છે.

બિહારમાં હિનદુએ એક મસ્જીદમા તોડફોડ કરી હતી. મસ્જીદની મુલાકાત લઈ ગાંધીજી મૃદુલા સારાભાઈ સાથે બહાર આવે છે. પાછળ સરહદના ગાંધી બાદશાહ ખાન (ખાન અબ્દુલ ગફારખાન) દેખાય છે.

ડાબીબાજુ મૃદુલા સારાભાઈ અને જમણીબાજુ મનુગાંધી સાથે બિહાર યાત્રા દરમ્યાન ચિંતનમય મુખમુદ્રામાં ગાંધીજી.

ગાંધીજીની યાદગાર તસ્વીરમાં ડાબીબાજુ આભાગાંધી અને જમણીબાજુ મનુગાંધી. પોત્રવધુ અને પૌત્રી ગાંધીજીની લાકડીઓ હતી. મનુગાંધીનું પુસ્તકબાપુ મારી બાવાંચો તો ખબર પડે.

એક હરિજન બાળક સાથેની મૂળ તસ્વીર જગન મહેતાએ કેમેરામાં કેદ કરેલી. ચિત્રકારે તસ્વીર ઉપરથી ઓઈલપેઈન્ટ ચિત્ર તૈયાર કર્યું છે.

 

2 thoughts on “ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૧૧

  1. ચિતમા જડાઇ ગયેલી તસ્વિરો અને અદભૂત એક હરિજન બાળક સાથેની મૂળ તસ્વીર જગન મહેતાએ કેમેરામાં કેદ કરેલી. ચિત્રકારે એ તસ્વીર ઉપરથી આ ઓઈલપેઈન્ટ ચિત્ર

    Like

  2. આ તસ્વીરોમાં એક ચીઝ નજરે મને ચડી! આ છેલ્લો હપ્તો છે એટલે આ વાત કરું છું! એ વખતના કાળા ચશ્માની જાડુકી ફ્રેમ ફરી અત્યારે ફેશન બની ગઈ છે! એ વચેના ગાળાની વિવિધ ફ્રેમો ભૂલાઈ ગઈ છે, પણ પાછી આવશે ! પહેરવાના કપડાઓમાં પણ એવું જ છેને!

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s