પ્રકરણ: ૧૬ – મને મુક્તિ જોઈએ છે!
ગ્રેજ્યુએશન પતી ગયું! મને હજી માનવામાં નહોતું આવતું કે મને યુનિવર્સીટી ઓફ પેન્સિલવેનિયા તરફથી માસ્ટર્સની ડિગ્રી મળી ગઈ છે! એક સપનું જે જોતાં વેંત જ આમ પૂરું થશે એની કદી કલ્પના પણ નહોતી કરી! ગ્રેજ્યુએશન પછી, દિલીપ રેન્ટેડ કાર રિટર્ન કરી, તે જ સાંજે, ધાજી અને અદા સાથે પ્લેનમાં ચિકાગો જવા નીકળી ગયો. નીકળતાં પહેલાં અદાએ મમ્મીને કહ્યું, “તમે અને સુલુએ ન્યુ યોર્ક જવાનું નક્કી કર્યું એ સારું થયું. આટલા વખતે મા-દિકરી મળ્યા છો તો આ સમય સાથે માણી શકશો. ભાભી, આજે મારો દોસ્ત હોત તો ખૂબ જ ખુશ થાત! સુલુ એનો શ્વાસ અને પ્રાણ હતી. ભાભી, સારું થાત જો તમે ચિકાગો આવી શકત પણ અહીં છો ત્યાં સુધી આપણે ફોન પર તો વાતો કરીશું.” મેં મમ્મી સામે જોયું. મમ્મી થોડીક મૂંઝાઈ ગઈ હોય એવું લાગ્યું. મને થયું કે કોઈ પણ કારણ વિના અદા આવું બોલે એવા નથી. મમ્મી પણ બે-ચાર ક્ષણ ચૂપ રહી, પછી હસીને બોલી, “ભાઈજી, આપની અને ભાભીજીની મદદ અને આશિર્વાદ છે. હા, એના પપ્પા હોત તો સાચે જ ખુશીના માર્યા ખૂબ ફુલાત! આ વખતે તો મારે સુલુ સાથે રહેવું છે. દિલીપે આટલી બધી ગોઠવણ કરી એનો આભાર માનું એટલો ઓછો છે. જેમ મેં ઈન્ડિયામાં કહ્યું હતું તેમ, મારો અહીં આવવાનો ખર્ચો આપવાની જવાબદારી હવે સુલુની છે! આટલું ઋણ સુલુએ ઉતારવું રહ્યું, અને ભાઈજી, સુલુને પોતાની જવાબદારી ઉપાડતાં શીખવું પણ પડશેને? હું સુલુ મને ચિકાગો અને બધે ફેરવવા જેટલી સક્ષમ થશે ત્યારે જરૂર દિલીપને ત્યાં આવીશ.” મને એક મિનિટ તો થયું કે મમ્મીને હું ભેટી પડું, અને કહું, “નાઉ, ધેટ ઈઝ માય મમ! ફુલ ઓફ ડીગ્નીટી એન્ડ કોન્ફીડન્સ! અપમાન પણ લાગે નહીં અને પિતા વિના, એકલા હાથે મોટી કરેલી, એમની એકની એક દિકરીની અમેરિકામાં પામેલી સફળતાનું ગૌરવ પણ સચવાય!” ને, મનોમન મેં મમ્મીને એક ફ્લાઈંગ કીસ આપી દીધી. અમે સહુ છૂટાં પડ્યાં.
દ્વિઘા.
જાતે ઉભી કરેલી દ્વિઘા.
વાચકે તો વાંચવાની જ.
દ્વિઘાના સર્જકે જ રસ્તો શોઘવાનો.
દારુડીયાને પોતે પકડી રાખેલા ઝાડથી મુક્તિ જોઇઅે છે. અને કહેવું છે કે ઝાડ મને છોડતું નથી.
વઘુ….. આવતા અંકે……
LikeLiked by 1 person
જયશ્રીબેન, મને આપની નવલકથા ખૂબ ગમે છે, હું ગુરુવારની રાહ જોય રહું છું.
LikeLiked by 1 person
તન અને મન ભિન્ન છે અને બંનેની જરૂરિયાત કે ઝંખના પણ અલગ હોઇ શકે.
સુલુની આ ભિન્ન લાગણી કહો કે લગની એકદમ સ્પષ્ટ અને તેમ છતાં જરાય સુરૂચીભંગ ન થાય એ રીતે મુકીને જયશ્રીબેન તમે કમાલ કરી છે.
આખી વાત આજે એક એવી સમજણની ભૂમિકા પર મુકી છે જેમાં સુલુ-સેમ / સુલુ અને એની મમ્મીના સંબંધોની સાલસતા પણ એટલી જ અનુભવાય છે.
LikeLiked by 3 people
આ પ્રકરણ બે વાર વાંચ્યું-અમારા જેવાના કેટલાક ગુંચવાયલા પ્રશ્નોનો ઉકેલ માણ્યો…
મમ્મી … કહે, “રડવું એ પણ સારું છે બેટા, કારણ, એનાથી મન સાફ થાય છે” અનેક સંશોધનોનો સાર! વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરી દિધું છે કે રડવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. રડવું તે નબળાઈની નિશાની નથી પરંતુ સ્વાસ્થ્યને લગતી કેટલીયે બિમારીઓથી બચવાનો એકમાત્ર ઉપાય છે. રડ્યા બાદ ત્વચાની સંવેદનશીલતા વધી જાય છે અને રડનાર વ્યક્તિના શ્વાસ ઉંડા ચાલવા લાગે છે. આ બંને વાતોને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારી માનવામાં આવે છે.” આ વાત પ્રવચનને બદલે રસપ્રદ વાર્તાદ્વારા વધુ સારી રીતે સમજાવી શકાય છે.
ડાયાસ્પોરાઓના અનુભવોમા સૌથી મુંઝવતા પ્રશનો એક ભારતીય જવાબદાર પ્રેમાળ માનો સંવાદ-‘માનસિક વ્યભિચાર તો શારિરીક વ્યભિચારથી લાખ ગુણો નિંદનીય છે.,,, લગ્ન વિના સંતાન થાય તો શું થશે, એ મારે નહીં, તારે અને સેમે વિચારવાનું છે” આ વાત પર આફ્રીન..!
.હવે આવી સચોટ વાત છૂટાછેડા અને પુન્રલગ્ન કે … તરીકે…રાહ જોઇએ
ઈંદિરા – ડિપ્રેશન-ડ્રગ-ગન-ગુન્હાખોરી – આપઘાત ખૂબ ચવાઇ ગયેલી વાત…અમેરીકાનો પ્રાણપ્રશ્ન ગનક્ંટ્ર્રોલ અને માનસિક બીમારી…તેના એક સૂચનમા માનસિક બિમારીની સારવાર પોષાય તેવી બનાવવાની વિનંતિ પણ ડ્ર્રગલોબી ગાંઠતી નથી રાહ જોઇએ આ અંગે સચોટ વાત
ઘરઝૂરાપા- (અંકલ) સેમની હૂંફ – અંતરમન પહેલા પહેલા પ્યાર દિલીપ- ટ્રીગો ?
હંમેશની જેમ આશ્ચર્ય ચકિત અંતની રાહ
LikeLiked by 1 person
Thank you for the kind words
LikeLiked by 1 person
Going really well .very well written proud of you
LikeLiked by 1 person
લેબલો આપવવાળા સમાજના દંભીઓની સાડીબાર રાખતી નહીં. આવા લોકો માત્ર કાગળના વાઘ હોય છે, જો ડરો તો નવા વાઘ દોરી, એમાં નવા રંગો પૂરીને પાછાં વધુ ડરાવે! તું બસ, તારામાં પૂર્ણ રહેજે. તારું પોતાનું ધ્યાન રાખજે.કોઈનીયે શેહમાં આવ્યા વિના, માથું ઊંચું રાખીને જીવજે. આજે ફરી કહું છું, તારા સાચા નિર્ણયોમાં અને ખોટા નિર્ણયોના તું પરિણામ ભોગવતી હશે ત્યારે પણ, હું તારી સાથે મારા છેલ્લા શ્વાસ સુધી રહીશ! આઈ મીન ઈટ, ……” વાહ …… આથી વધારે શું જોઈએ ! જયશ્રીબેન વાર્તા શું જમાવી છે. કહેવું પડે ઉસ્તુકતા વધતી જાય છે ..અને પાત્રો ખુબ સરસ રીતે ખીલવો છો…… ક્યાય વધારે નહિ ક્યાય ઓછુ પણ નહિ …
LikeLiked by 2 people
“તારા સાચા નિર્ણયોમાં અને ખોટા નિર્ણયોના તું પરિણામ ભોગવતી હશે ત્યારે પણ, હું તારી સાથે મારા છેલ્લા શ્વાસ સુધી રહીશ” its key sentence from mom-sulu used and again mom used…and few great teachings…great parting advice:
““મને ખબર છે કે તું બધાં નિર્ણયો વિવેકબુદ્ધિ અને સમજદારીથી કરશે. તારે અહીં પૈસા કમાવા માટે દેશનિકાલ ભોગાવવાની પણ જરૂર નથી. જ્યારે પણ પાછા આવવું હોય, ત્યારે, બેધડક પાછી આવજે. બીજું, સ્ત્રીને પરાણે દેવી કે દાસીના લેબલો આપવવાળા સમાજના દંભીઓની સાડીબાર રાખતી નહીં. આવા લોકો માત્ર કાગળના વાઘ હોય છે, જો ડરો તો નવા વાઘ દોરી, એમાં નવા રંગો પૂરીને પાછાં વધુ ડરાવે! તું બસ, તારામાં પૂર્ણ રહેજે. તારું પોતાનું ધ્યાન રાખજે.”
parexcellent emotional painting all throughout ..thx
LikeLiked by 2 people