મૈત્રીના પ્રકાર (પી. કે. દાવડા)


મૈત્રીના પ્રકાર

આપણે મિત્રોના અનેક જુદા જુદા પ્રકાર પાડ્યા છે. બાળપણના મિત્રો, શાળાના મિત્રો, કોલેજના મિત્રો, ધંધાદારી મિત્રો, સામાજીક મિત્રો, પત્રમિત્રો અને બ્લોગમિત્રો. આમાના પહેલા પાંચ પ્રકારના મિત્રો દૃષ્ટમિત્રો છે. એમને આપણે સદેહે મળ્યા છીએ અને એમની  સાથે હાથ મિલાવ્યા છે, જ્યારે છેલ્લા બે પ્રકારના મિત્રો અદૃષ્ટ મિત્રો છે. એમને આપણે ક્યારેય મળ્યા નથી. કદાચ એમના ફોટા જોયા હશે, ક્યારેક ઈ-મેલ દ્વારા અથવા તો ટેલીફોન દ્વારા વિચારોની આપ-લે પણ કરી હશે, પણ એમને ક્યારેય મળ્યા નથી.

જીવનના અલગ અલગ મુકામે દરેક પ્રકારમા મિત્રોની સંખ્યા સારી એવી હોય છે, પણ જીવનની આ ઝડપી દોડમા જ્યારે એક પ્રકારમાથી બીજા પ્રકારમા જઈએ છીએ ત્યારે આગળના પ્રકારના મિત્રોનો સાથ છૂટતો જાય છે. માત્ર જેની સાથે વિચારોમા ખૂબ સમાનતા હોય અને જેની સાથે સઘન લાગણી નો સંબંધ હોય, તેવા મિત્રો જ Carry Forward થાય છે. આવા મિત્રો જ્યારે ખૂબ લાંબા ગાળા બાદ મળે છે ત્યારે અતિશય આનંદનો અનુભવ થાય છે. આવા એક અનુભવની વાત કરું.

૧૯૫૭ થી ૧૯૬૧ સુધી હું અને મારા એક વહોરા મિત્ર ફકરૂદીન ફતેહી એંજીનીયરીંગ કોલેજમા સાથે હતા. ૧૯૬૧માં પાસ થયા પછી ક્યાંયે ભેગા થયેલા નહિં. થોડા દિવસ પહેલા જ વિચાર આવ્યો, લાવ ફકરીને શોધી કાઢું. MTNL ની CD કોંપ્યુટરમાં નાખી ફતેહી ફકરૂદીન માટે સર્ચ કર્યું. એક જ નંબર મળ્યો. ડાયલ કરી, સામી વ્યક્તિએ ફોન ઉપાડીને હેલ્લો કહ્યું કે મેં કહ્યું “હું દાવડા બોલું છું”. સામેથી તરત જવાબ આવ્યો, “બાવા તું હજી જીવે છે?” અને હું તરત હસી પડ્યો. પછી થોડીવાર એક્બીજાના સમાચાર પૂછી ફરી ફોન કરવાનો વાયદો આપી ફોન મૂકી દીધો. ૫૦ વર્ષના ગેપ પછી થયેલી ફોન પરની મુલાકાત પણ કેટલું સુખ આપી ગઈ? એના શબ્દો અને અવાજના રણકાએ અમારી બન્નેની જીંદગીમાંથી ક્ષણવાર માટે ૫૦-૫૦ વર્ષ ઓછા કરી દીધા.

પત્રમિત્રોનું સ્થાન હવે ઈ-મેલમિત્રોએ લઈ લીધું છે, આપણે એમને ઈ-મિત્રો કહી શકીએ. મોટા ભાગના ઈ-મિત્રો, ઈંટરનેટમાંથી મળેલી માહિતી, ફોટા, વિડીઓ ક્લીપ્સ વગેરે એક્બીજાને ફોર્વડ કરે છે. આમા લાગણીની જગ્યાએ હરિફાઈનું તત્વ વધારે જોવા મળે છે. એક સરખો રસ ધરાવતા લોકો એક બીજાને એ વિષયનું મટીરિયલ મોકલતા હોય છે.

બ્લોગ-મિત્રોનો પ્રકાર પ્રમાણમા નવો કહી શકાય. અહીં સાહિત્યના રસિયા ભેગા મળી સાહિત્યનું રસપાન કરે છે. કેટલાક લોકોને અમુક લેખક કે કવિની શૈલી ગમી જાય છે અને એ એમની રચના ઉપર ઉત્સાહવર્ધક પ્રતિભાવ આપે છે. આમ મૈત્રી વિકસે છે. મોટે ભાગે એ બ્લોગ પૂરતી જ મર્યાદિત રહે છે. ક્યારેક એ આગળ વધી ઈ-મેઇલ સુધી પહોંચે છે. આવા મિત્રો પ્રતિભાવ લખતિ વખતે એક બીજાને માનવાચક સંબોધનો કરે છે, જેવા કે સાહેબ, શ્રી, માનનીય, અંકલ, વડિલ વગેરે વગેરે.

આવી મૈત્રી વય, જાતી, શિક્ષણ, વસવાટ, આર્થિક પરિસ્થિતિ વગેરેથી ઉપર ઊઠીને હોય છે, અને સાહિત્ય સર્જનના પાયા ઉપર રચાયલી હોય છે.

સંબંધોના તાણાવાણામા મૈત્રીને હું ખૂબ મહત્વનું સ્થાન આપું છું અને તેથી જ ક્યારેક ક્યારેક જૂના મિત્રોને શોધી કાઢવા ગુગલની મદદ લઉં છું અને કોઈ કોઈ વાર આશ્ચર્યજનક સફળતા મળે છે.

5 thoughts on “મૈત્રીના પ્રકાર (પી. કે. દાવડા)

 1. એકલતામાંથી ઊગરી જવાનો એક સોનેરી ઉપાય એ છે કે થોડાક સારા સન્નિષ્ઠ દોસ્તો મેળવીએ મા દાવડાજી કહે છે તે પ્રમાણે હવે તો ઈન્ટરનેટની મદદથી દેશદેશના મિત્રો થઈ શકે છે. એમની સાથે વાતચીત કરી શકાય. આમ ‘ઈ ફ્રેન્ડ’ થઈ શકે છે. હવે વૈશ્વિક મિત્રતાની આ નવી વિભાવના આપણી સમક્ષ આવીને ઊભી છે.
  હું જાણું છું કે સન્નિષ્ઠ મિત્રો મેળવવા એ એટલું તો સહેલું નથી જ. એમાં ઘણાં વિઘ્નો નડે છે. સૌમિલ કહે છે કે પતિપત્ની બન્નેને સરખા ગમે તેવા દંપતી મિત્રો મેળવવા દુર્લભ છે ! પતિને ગમે તે કદાચ પત્નીને ન ગમે તેવું બને ! અરે ! ઘણાં પતિપત્ની વર્ષોનાં વર્ષો સાથે રહેવા છતાં એકબીજાંના અંતરંગ અને જીગરી દોસ્ત બની શકતાં નથી !
  ‘ધન્ય જીવનની અનુભૂતિનો થયો રે સાક્ષાત્કાર
  મૈત્રી ભાવથી ઝળાંહળાં આ હૈયાનો દરબાર !’ મેઘબિંદુ

  Liked by 1 person

 2. જુના કે બચપણના મીત્રો ગોતવા થોડીક મુશ્કેલી તો પડે. .છ ધોરણ સુધી ગામમાં અભ્યાસ કરેલ એ બધા તો હજી નીયમીત મળે છે પણ છાત્રાલયના મીત્રો ગોતવા ખુબ વીધી અને ક્રીયા કરવી પડે છે. હજી યાદ છે એવા બે ચાર નથી મળ્યા તે નથી મળ્યા.

  દાવડા સાહેબે નેટ, ફેસબુક, ટેલેફોન ડીરેક્ટરીનો ઉલ્લેખ કરેલ છે પણ એમાં સફળતા મળતી નથી.

  સંભાળી રાખેલ હોય તો જુના ફોટા મીત્રોને જરુર મોકલવા.  હવે નેટ, વેબ, બ્લોગ, ફેસબુકની સગવડ છે અને ઘણાં જણાં એનો લાભ લે છે. 

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s