ઈન્ટરનેટ યાત્રાના ૧૦ વર્ષ (પી. કે. દાવડા)


ઈન્ટરનેટ યાત્રાના ૧૦ વર્ષ

આમ તો હું ૧૯૯૪ થી ઈન્ટરનેટ વાપરું છું, પણ ૧૯૯૪ થી ૨૦૦૮ સુધી એનો ઉપયોગ હું મારા અમેરિકામાં ભણતા બાળકો સાથે મેઈલ વ્યહવાર પુરતો કરતો. ૨૦૦૮ થી મેં મિત્રો સાથે પણ મેઈલની આપલે શરૂ કરી. શરૂવાતમાં ૪૦ મિત્રોનું એક ગ્રુપ બનાવ્યું, જે થોડા સમયમાં વધતું વધતું ૧૦૦ નો આંક્ડો પાર કરી ગયો. મેઈલ બ્રાઉઝરના નિયમો પ્રમાણે ૧૦૦ થી વધારે લોકોને એક સાથે મેઈલ મોકલવામાં અડચણ આવતી, એટલે મારા કેટલાક મિત્રોએ પોત પોતાના મિત્રોના ગ્રુપને ફોર્વડ કરવાનું માથે લીધું. આમ આસરે ૫૦૦૬૦૦ લોકો સુધી હું મારી વાત પહોંચાડી શકતો.

મારા મેઈલમાં હું માહિતી, સાહિત્ય, કલાકારીગરી અને જાણવા જેવી વાતો મૂકતો. કોઈની લાગણીને ઠેસ પહોંચે એની ખાસ કાળજી લેતો. કેટલાક લોકો લખતા કે તેઓ રોજ સવારે મારા મેઈલની વાટ જોતા હોય છે. આને લીધે મારો ઉત્સાહ જળવાઈ રહેતો. મારા મોટા ભાગના મેઈલ કોઈને કોઈ બ્લોગમાં પોસ્ટ તરીકે રજૂ થતા. ક્યારેક ક્યારેક તો ચારપાંચ બ્લોગમાં એક પોસ્ટ છપાતી.

મારી પ્રવૃતિથી બ્લોગ જગતમાં અનેક લોકો મારા નામથી અને મારાથી પરિચિત થયા. કેટલાયે મિત્રો સાથે અંગત મેઈલ વ્યહવાર અને ટેલિફોન વ્યહવાર પણ શરૂ થયો.

૨૦૧૪૨૦૧૫ માં મારીમળવા જેવા માણસલેખમાળાએ મને ખૂબ પ્રસિધ્ધિ આપી. એના પુસ્તકના આજસુધીમાં ૪૦૦૦ થી વધારે ડાઉનલોડ થઈ ચૂક્યા છે.

૨૦૧૬ ના ડિસેમ્બરથી મેં શ્રી ઉત્તમભાઈ ગજ્જરના આગ્રહથીદાવડાનું આંગણુંનામનો બ્લોગ શરૂ કર્યો. એમાં મેં મારી સર્વશક્તિ લગાડી દીધી. આમ કહું તોહમ તો અકેલે હી ચલે થે, કારવાં બનતા ગયા.” શરૂઆત લલિતકળા વિભાગથી કરી.

ડો. કનક રાવલની મદદથી એમના પિતા કલાગુરૂ રવિશંકર રાવલના અમર ચિત્રો અને એની સમજ આપતા મારા ટુંકા ટુંકા લખાણોના લાગલગાટ ૫૫ એપીસોડસ કર્યા. લોકોનો સારો પ્રતિસાદ મળ્યો. ત્યારબાદ શ્રી ખોડિદાસ પરમારની કલાકૃતિઓના ૧૫૨૦ એપીસોડસ કર્યા. જાણીતા ફોટોગ્રાફર્સ હોમાયબાનૂ વ્યારાવાલા અને શ્રી જગન મહેતાના ૧૩૧૩ એપીસોડસ રજૂ કર્યા. હાલમાં વિશ્વવિખ્યાત ચિત્રકાર, પ્રિન્ટમેકર અને ફોટોગ્રાફર શ્રી જ્યાતિભટ્ટ્ની કલાકૃતિઓનો ક્રમ ચાલે છે.

જૂન ૨૦૧૭ થી ઉજાણી વિભાગ શરૂ કરી, આંગણાંના મુલાકાતિઓના લખાણ આંગણાંમાં પ્રસિધ્ધ કરવાનું શરૂ કર્યું. અનેક મિત્રોએ એમાં ભાગ લીધો. વિભાગ આજે પણ દર મંગળવારે રજૂ કરવામાં આવે છે.

જુલાઈ ૨૦૧૭ માં શ્રીમતિ જયશ્રી વિનુ મરચંટના સહકારથી ધારાવાહી વિભાગ શરૂ કર્યો. જયશ્રી બહેને ૨૦ એપીસોડસજીંદગી એક સફર હૈ સુહાનાના રજૂ કર્યા અને આંગણાંની લોકપ્રિયતાને ગતિ આપી.

૨૯ મી સપ્ટેમ્બર ૨૦૧૭ ના આંગણાંમાં ગુજરાતી સાહિત્યમાં જેમનું નામ ખૂબ સન્માનપૂર્વક લેવામાં આવે છે, એવા શ્રી બાબુ સુથારેમને હજી યાદ છેશીર્ષકથી પોતાના આત્મકથાના હપ્તાઓ મૂકવાના શરૂ કર્યા. આંગણાંને એક બનાવથી જે સન્માન મળ્યું, શબ્દોમાં મૂકવું મારા માટે શક્ય નથી. શ્રી બાબુ સુથાર જેવા ટોચના સાહિત્યકારે આંગણાંમાં આવીને ગુજરાતી ભાષાના બધા શ્રેષ્ઠ સાહિત્યકારો માટે આંગણાંના દરવાજા ખોલી દીધા.

ત્યારબાદ શ્રી નટવર ગાંધી, શ્રી મધુ રાય, શ્રી હરનિશ જાની, શ્રીમતિ પન્ના નાયક, શ્રીમતિ પ્રીતિ સેનગુપ્તા, શ્રી રાહુલ શુકલ અને શ્રી ભાગ્યેશ જહા જેવા સાંપ્રતિક સમયના ખૂબ જાણીતા સાહિત્યકારોએ આંગણાંમાં પોતાની કૃતિઓ મૂકી આંગણાંને ગુજરાતિ સાહિત્યથી સમૃધ્ધ કરવામાં સહાયભૂત થયાં. કેલિફોર્નિયાના Bay Area માં આઈ.ટી. સેક્ટરમાં કાર્યરત બહેન મનિષા પંડ્યાના સંઘર્ષમય જીવનનો એક લેખવિપદ પડે નવ વલખીયેઆંગણાંમાં ૬૦૦ થી વધારે લોકોએ વાંચ્યો અને અનેક છાપાં અને મેગેજીનમાં Reprint થયો.

આજેદાવડાનું આંગણુંકલા અને સાહિત્યના એક સારા શ્રોતમાં ગણાવા લાગ્યું છે.

દાવડાનું આંગણુંમારા માટે એક બ્લોગ નથી. એક મંદિર છે, જેની પવિત્રતા જાળવી રાખવા હું સદાય જાગૃત રહું છું. સપનામાં મને મારા સ્મારક જેવું લાગે છે.

મારા આંગણાંનું સુત્ર છે, “રામકા નામ લીયે જા, તુ અપના કામ કીયે જા.”

પી. કે. દાવડા

7 thoughts on “ઈન્ટરનેટ યાત્રાના ૧૦ વર્ષ (પી. કે. દાવડા)

  1. દાદા , ગુજરાતી બ્લોગજગતમાં આપનો બ્લોગ અત્યંત આદરણીય સ્થાન ધરાવે છે.

    વારંવાર મુલાકાત લેવાનું મન થાય તેવો સરસ , સહજ અને સંતુલિત બ્લોગ 🙏

    Like

  2. દસ વર્ષની તમારી યાત્રામા અમે સફરનો પૂરો આનંદ ઉઠાવ્યો
    “રામકા નામ લીયે જા, તુ અપના કામ કીયે જા.”

    Like

  3. ગુજરાતી બ્લોગજગતમાં આપનો બ્લોગ અત્યંત આદરણીય સ્થાન ધરાવે છે. આપના બ્લોગને ખુબ આદર પુર્વક સ્વીકાર્યો છે. તેમાં રહેલી વિવિધતા સૌને આકર્ષે છે.

    Like

  4. “રામકા નામ લીયે જા, તુ અપના કામ કીયે જા.” like alwyas your motto– Karma karta Jao- Kargarya vagar-karkashta vagar– Ram nu naam leta leta– aa badha thi–kudarati reete dur raahevay che.
    congratulation for this journey– its our temple also- we eagerly see it every day–keep it up with same zest.

    Like

પ્રતિભાવ