મધ્યકાલીન સમયના ભક્ત કવિઓ-૨-ભાલણ


(૨) ભાલણ (૧૪૨૬-૧૫૦૦ )

 

ભાલણ પોતાના પદ અને આખ્યાનો ઉપરાં સંસ્કૃત સાહિત્યના ભાષાંતર માટે જાણીતા છે. અહીં જે કવિતા આપી છે, એ મતલબની કવિતાઓ અન્ય ભાષાઓમાં પણ લખાઈ છે. દુલા ભાયા કાગની “પગ મને ધોવા દો રધુરાય” પણ આવી જ કવિતા છે. આવો સંવાદ જ્યારે ભક્ત અને ભગવાનનો એકબીજા સાથે નજીકનો સંબંધ હોય ત્યારે જ શક્ય થાય છે.

 નાવિક વળતો બોલિયો

નાવિક વળતો બોલિયો, સાંભળો માહારા સ્વામ;

સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસારું રામ.

વાર્તા મેં સાંભળી છે, ચરણરેણુની અપાર;

અહલ્યા તાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર.

આજીવિકા માહરી એહ છે, જુઓ મન વિવેક:

સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક.

આજીવિકા ભાંગે માહારી, આગે એક સ્ત્રી છે ઘેર;

બે મળીને શું જમે ? શી કરું તાં પેર ?

હસી વિશ્વામિત્ર બોલિયા, ચરણ-રેણે સ્ત્રી થાય;

તે માટે ગંગાજલ લઈને પખાલો હરિ-પાય.

હસીને હરિ હેઠા બેઠા, રામ અશરણ-શર્ણ

નાવિકે ગંગાજલ લઈને, પખાલ્યા તા ચર્ણ.

ભાલણની બીજીકોઈ જાણીતી રચના મને યાદ આવતી નથી.

1 thought on “મધ્યકાલીન સમયના ભક્ત કવિઓ-૨-ભાલણ

 1. મા દાવડાજીએ ભાલણનો સ રસ પરીચય આપ્યો

  તેઓની મુખ્ય રચનાઓ

  નળાખ્યાન, જાલંધર આખ્યાન, વિ. દસેક જેટલાં આખ્યાનો
  રામ બાલ ચરિત, દશમ સ્કંધ વિ. ભક્તિપદો
  બાણભટ્ટ રચિત સંસ્કૃત ગદ્યકૃતિ ‘કાદંબરી’નો રસાવહ અનુવાદ
  આપે રજુ કરેલી ઉપરાંત- જાણીતી રચના
  મીઠડા માવજી રે! મારે મંદિર આવો,
  પ્રેમે પીરસું પરમાનંદ! તે ક્રૂર ને દૂધ શિરાવો.

  મથુરા રિદ્ધિ પામ્યાં ઘણી, વાધ્યું છે અતિ તેજ રે;
  સહી જાણજો મારા સરખું, કો નહીં આણે હેજ રે.

  ધવરાવી હૈડે ચાંપતી, તેમ દેવકી નહીં ચાંપે રે;
  રોમાંચિત મારી દેહડી થાતી, તેમ તેનીનહેં કાંપે રે.

  માતા નહીં થાઉં તમારી, ધાવ કહી મને જાણો રે;
  મેં બાંધેલો માખણ માટે, તેથી રોષ ભરાણો રે?

  કાલિંદીમાં તમ ઉપર, જે હું નવ ઝંપલાવી રે ;
  જાણું છુ તે વાત સંભારી, રીસ તારે મન આવી રે.

  તેં દીધો તેમ કો દે , પ્રીત કરીને છેહ રે;
  ભાલણ રઘુનાથ ! સંભારો એક ઘડી તો નેહ રે.
  …………………………………………..
  શ્રાવણ આવ્યો, જો રે, રાજની, શૂં કીજે ? નવ્ય જાય રજની.
  શાંમસુંદર તો નાવ્યો રે, બાઈ, લંપટ સાથિ સી રે સગાઈ ?

  તેહને તો ત્યાંહાં ઘણીએ મ્યલશ્યે, હઇડું અહ્‌મારું વિરહે બલશે.
  બાપીડો ‘પીઉ પીઉ’ પોકારે, મનમથ પાંચે બાંણે મારે.

  વીજલડી તણે ચમકારે, માહારા મનડાને અંગારે,
  હોય નહિં જે એહને વારે, કાયા માહારે અમૃત ઠારે.

  મોર બોલે છે એ પાપી, સહલે મ્યલીને હૂં સંતાપી,
  વેલ્ય દેવડાંજાએ જૂઈ ફૂલ તણી ગંધે હૂં મૂઈ.

  સઘલાં વાહાલાં તો લાગે, રમીએ પથ રમતાં તાં આગે,
  વૃંદાવન માંહિ હરિ સાથે ફૂલ વીણીએ વલગી હાથે.

  હરજી હાર ગૂંથી પેહરાવે, તો મુઝ મોર નાચતો ભાવે.
  ફોરાં લાગે, કાયા કાંપે, સુંદરવર રદયા-સું ચાંપે.

  વિરહણીને વરસે તો બલતૂં, ઉહલાનું નવ્ય દીસે વલતૂં.
  વરસાડો વાહાલો તાં તેહને, વશે હોય મન કાંન્યે જેહનેં.

  કો છે જે નંદસુતને લ્યાવે, માહારા રદેનો તાપ સમાવે ?
  અથવા માહારા ચીતને વાલે, પીતાંબર-સું પ્રીત જ ટાલે ?

  તેણે કરી હૂં ઘણૂં વીગૂતી, એકે દિન સુખે નવ્ય સૂતી.
  એ વિરહે મરવું તે વારુ, આસા જૂઠી આવ્યા સારુ.

  ત્યાંહાં તો ચાલી ન જવાએ, એહવાં નીલજ ક્યમ થવાય ?
  ભાલણપ્રભુ રાખે કે ન રાખે, જેહને ચાલતું સીતા પાખે,
  તેહને તો ત્યાંહાં બીજી નોહતી, તેહને છે ઘણીએ પહનોતી

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s