પ્રેમ વિષે ઘણું બધું બોલાયું છે અને લખાયું છે, પણ હજી સુધી કોઈ પ્રેમની સંતોષકારક વ્યાખ્યા આપી શક્યું નથી. મનની આકર્ષણ શક્તિને સાધારણ ભાષામાં પ્રેમ કહેવામાં આવે છે. આ આકર્ષણ શક્તિના ઘણાં રૂપો છે. જ્યારે આ પ્રેમ બાળકો અને તમારાથી નાના હોય તેને કરવામાં આવે છે ત્યારે તેને સ્નેહ કહેવાય છે. જ્યારે આ પ્રેમ દીન અને દુ:ખી પ્રત્યે બતાવવામાં આવે છે ત્યારે તેને દયા કહેવાય છે. જ્યારે આ પ્રેમ વડીલો, સંતો અને મોટા લોકો પ્રત્યે જણાવવામાં આવે છે ત્યારે એ શ્રદ્ધાનું રૂપ ધારણ કરે છે. સ્ત્રી સાથેનો પ્રેમ પ્રણય કહેવાય છે. પ્રેમની અઢળક સત્તા છે. પ્રેમથી પ્રાણીઓને પણ વશ કરી શકાય છે. શ્રદ્ધા એ વિશ્વાસનું બીજું રૂપ છે અને એ સાચા પ્રેમ વગર શ્રધ્ધા પ્રકટે નહીં.
પ્રેમની સંતોષકારક વ્યાખ્યા શોધવા મેં અહીં હળવાશથી પ્રયત્ન કર્યો છે.પ્રેમ એક પ્રકારનું “એનેસ્થેસિયા” છે.” આ વાત ઘણે અંશે સાચી છે. ઓપેરેશન વખતે એનેસ્થેસિયા આપી ડોકટર ગમે તેવી વાઢ-કાપ કરે છે, તો પણ આપણને કંઈ ખબર પડતી નથી. આજકાલ પ્રેમમા પડેલા લોકોની હાલત પણ લગભગ આવી જ છે.
“પ્રેમ પારા જેવો છે.” હાથમા રહે પણ મુઠ્ઠીમા ન રહે, સરકી જાય.
“પ્રેમ યુધ્ધ જેવો છે.” શરૂ થઈ જાય છે પછી રોકવો મુશ્કેલ છે. આ વાત એટલે પણ સાચી છે કે જેમ યુધ્ધ પુરું થયા બાદ ચારે કોર બરબાદી જોવા મળે છે, તેમ પ્રેમ ખતમ થયા પછી લગભગ આવું જ દેખાય છે.
“નશીબદાર લોકોનો પ્રેમ સિતાર જેવો છે.” વચ્ચે વચ્ચે સંગીત બેસૂરૂં થઈ જાય પણ એના તાર સાબૂત હોય છે.
આમ ઘણા ફાંફા માર્યા છતાં પ્રેમની કોઈ બંધ બેસતી વ્યાખ્યા સાહિત્યમાં તો મળી નહિં. એંજીનીઅર હોવાથી ગણિતની મદદ લેવાની કોશીશ કરી. વિચાર કર્યો Squareroot of love શું હશે? ખૂબ ગણત્રી કરવા પછી જવાબ આવ્યો, “Attraction”. મને તો ગણિત પર વિશ્વાસ છે, પણ લોકો માનશે કે નહિં એવી શંકા હોવાથી સાહિત્યમાં જ શોધ ચાલુ રાખી.
પ્રેમ સામાન્ય આનંદ થી માંડીને તીવ્ર આંતરવૈયક્તિક આકર્ષણ જેવી વિવિધ લાગણીઓ, સ્થિતિઓ અને અભિગમોના સંદર્ભમાં ટાંકી શકાય છે . પ્રેમ અન્ય વ્યક્તિ માટેની ઊંડી, મૃદુ કાળજીભરી અવ્યક્ત લાગણી છે. રોમેન્ટિક પ્રેમ ની ઉત્કટ ઇચ્છા અને પ્રગાઢતાથી માંડીને કૌટુંબિક અનેકાલ્પનિક પ્રેમ અને ત્યાંથી માંડીને ધાર્મિક પ્રેમ )ના વિશાળ એકત્વ કે ભક્તિ જેવી વિવિધ લાગણીઓનો અસબાબ ધરાવે છે.મનોવૈજ્ઞાનિક મહત્વને કારણે તે સર્જનાત્મક કળાઓ માં સૌથી સામાન્ય વિષયો પૈકીનો એક છે.દરમિયાન તત્વજ્ઞાન અને ધર્મ પ્રેમ નામની ઘટના પર સૌથી વધારે ચિંતન કર્યું .
પ્રેમમાં ફેરોમોન્સ , ડોપામાઇન, નોરપનેફ્રીન , અને સેરટોનિન સહિતના રસાયણોનો ચોક્કસ સમૂહ છોડે છે. આ રસાયણો એમ્ફટમીન ની જેમ જ કામ કરે છે અને મગજના આનંદ કેન્દ્રને ઉત્તેજિત કરે છે
સાચી વાત,
નસીબદાર લોકોનો પ્રેમ સિતાર જેવો છે.” વચ્ચે વચ્ચે સંગીત બેસૂરૂં થઈ જાય પણ એના તાર સાબૂત હોય છે.
તાર થોડા ઢીલા પડે તો એને ખેંચીને સરખા કરીએ તો ફરી પાછુ સંગીત સૂરીલુ.
બૃહદ વિચાર મંથન..,પ્રેમ બહુ સ્વરુપા ને અંતીમ રુપ સમર્પણ.
રમેશ પટેલ(આકાશદીપ)
Sent from my iPhone
>
LikeLiked by 1 person
પ્રેમ વિષે સંત કબીરનો એક બીજો જાણીતો દુહો…
પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયા ન કોય
ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય.