પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૩-“રિયાલિસ્ટિક સમજૌતા”


આધુનિક ક્ષમતા અને સંસાર સમતોલન

‘કાલે સાંજે કનક આવશે. બિચારો એની રખડપટ્ટીમાં સરખું ખાવા યે પામતો નથી. કાલે તો એને માટે બાસુદી બાળવાની છે. બહારનું ખાય પણ મારા હાથનું જ એને તો વધારે ભાવે છે.’

‘બહારનું ખરાબ હોય તો પણ સ્વાદિષ્ટ હોય એવું તો કનક જાતે જ કહેતો હતો.’  પણ મનિષના મનમાં બોલાયલા સ્વગત શબ્દો હોઠ બહાર ન આવ્યા.

કેયા, મારે માટે તો તું પણ બહારનું ભાવતું ભોજન છે. પણ હવે તારું રસોઈગૃહ તેં મારે માટે સદા ને માટે બંધ કર્યું,’

‘મનિષ, મેં બે વખત તારી સાથે ભાન ભુલીને મારી જાતને તને સમર્પિત કરી દીધી હતી. એકવાર નહીં પણ બે વાર. એ માટે હું મારી જાતને અત્યાર સુધી માફ કરી શકી નથી.’

‘કેયા, મિત્ર દ્રોહનો રંજ મને પણ સતાવે છે. મેં મારી તો બે વ્હાલી વ્યક્તિનો વિશ્વાસ ભંગ કર્યો. એકતો મારા જીગરજાન  દોસ્ત કનકનો અને મારી મધુનો.

‘કેયાહવે મેં મારી જાત પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે. આજે પણ મારું મન ભટકતું હતું, કેયા તારી મક્કમતાએ મને ખોટું કરતાં અટકાવ્યો. મધુ સાથે તો દિવસમાં ભાગ્યે ત્રણ કલાક ગાળવા મળે. તારી સાથે નોકરી અને મૈત્રી સહવાસમાં આઠ દસ કલાક સંકળાયલો છું. મધુમાં સૌમ્યતા છે, તારી કાયામાં ઉત્તેજનાનો તરવરાટ છે. બસ  કોઈકવાર ભાન ભૂલી જવાય છે.

‘મનિષ, પહેલી વાર ભૂલ થઈ હતી, પણ બીજી વાર માત્ર ક્ષણિક દેહ સંતોષ પછીના દિવસો, પારાવારના પસ્તાવામાં વિત્યા હતા. હજુ પણ એ અપરાધભાવ મને સતાવતો રહે છે.’

‘કેયાહું આખરે તો સામાન્ય પુરુષ છું. મારી ભૂલ થઈ એ સ્વીકારું છું. પણ મને અપરાધ ભાવ સતાવતો નથી. જે ન થવું જોઈએ તે એક-બે વાર થઈ ગયું. આપણે કુદરત સહજ વૃત્તિને અંકુશમાં ન રાખી શક્યા. બસ હવે ભૂતકાળને વાગોળવાનું અને  સુખી થવા માટે જાતને પીડવાનું બંધ કરવું જોઈએ.’

‘કેયાએક વાત પુછું?    આપણા સંબંધ પછી જ તારી પ્રેગનન્સીના સમાચાર જન્મ્યા. કેયા, મારે એટલું જ જાણવું છે કે આ વિકાશ પામતો જીવ કોનો છે? મારો કે તારા કનકનો?   મનિષે કેયા નો હાથ પોતાના હાથમાં લેતાં પુછ્યું.

કેયાએ હળવેથી મનિષનો હાથ છોડાવ્યો.  ‘તારી સાથેના સંબંધ પછી તો  હું પિરિયડમાં પણ આવી હતી અને કનકના આવ્યા પછી અમે મુક્ત સહચાર ઓવ્યુલેશન ફરટાઈલ ટાઈમમાં  જ માણ્યો હતો. ડિયર મનિષ, આ બાળક તો ચોક્કસ પણે સો ટકા મારા કનકનું જ છે.  ભગવાને અમારી મનોકામના પુરી કરી. કાલે કનક આવશે મને બેડ પર નાંખીને પેટ પર કીસ કરી કરીને  મને ભીની ભીની કરી નાંખશે.

કેયા અને મનિષ તૃપ્તીરેસ્ટ્રૉરાંટના એક ખૂણા પરના ટેબલ પર બેસીને ડિનર લેતાં વાતો કરતાં હતાં. બન્ને એક જ ઓફિસમાં કામ કરતાં હતાં.  મનિષે જ એને ઓફિસમાં સારી જોબ અપાવી હતી. મનિષ અને કનકની દોસ્તી કોલેજમાં થઈ હતી.  બન્ને મિત્રોએ લગ્ન પછી એક જ એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં જુદા જુદા માંળે ફ્લેટ ખરીદ્યા હતા. કનક તેજસ્વી, રંગીન સ્વભાવનો અને કનવિન્સીંગ પર્સનાલિટીવાળો યુવાન હતો.

કનક મેડિકલ કન્સલ્ટિંગ રિપ્રેઝન્ટેટિવ થયો. નવા નવા શિખાઉ રિપ્રેક્ષન્ટેટિવને સાથે લઈને ભારત ભરમાં ફરતો. એને બહાર ફરવાનું થતું કેટલીક વાર તો સતત બે મહિના પ્રવાસમાં જતાં.

કનકે જ કહ્યું હતું કે યાર કેયાને પણ તારી ઓફિસમાં ઠેકાણે પાડી દે ને! અમે તો માત્ર બે જ છીએ. મારે બહાર ભટકવાનું થાય બિચારી એકલી એકલી ઘરમાં બેસીને કંટાળી  જાય. જો ઈન્ડિયન સિરીયલનું વ્યસન લાગી જશે તો થોડા કિમતી સમય માટે એની સાથે હોઉં તો પણ મારે બદલે ટીવી સામુ જ જોયા કરશે.  દોસ્ત એ મને ન ફાવે.  હું ન હોઉં ત્યારે મારા દોસ્ત તું મારી કેયાનું ધ્યાન રાખજે. તારા અને મધુ સિવાય અમારું છે પણ કોણ? આ રખડવાનો  નોકરો પૈસો તો ઘણો લાવે છે પણ મારી અને કેયાની જુવાનીને ભરખી જાય છે. બસ થોડો સમય હજુ ખેંચવો પડશે.”

બસ, કેયાએ મનિષની ઓફિસમાં જોબ કરવા માંડી. કેયા શરૂઆતમાં તો પોતાની મારુતી લઈને નોકરી પર જતી હતી, પણ પેટ્રોલના ભાવનો વિચાર કરતાં તેણે મનિષની સાથે બાઈક પર જવાનું સ્વીકાર્યું હતું. બન્નેને એક જ સમયે એક જ જગ્યાએ જવાનું હોવાથી એ જ વ્યવહારિક હતું. એમાં ન તો કેયુરને કે નતો મધુને વાંધો હતો. એઓ જૂનવાણી સંકુચીત માનસના મિત્રો ન હતાં.

મનિષ પણ મધુ સાથે એના સંસારમાં સુખી હતો.  થોડા સમય પહેલા એકવાર, બળેવના પર્વને દિવસે મધુ એના ભાઈને ત્યાં રક્ષાબંધન માટે ગઈ હતી. બે-ત્રણ દિવસ માટે રોકાવાની હતી. મધુએ મનિષની સોંફણ નોંધણ કેયાને કરી હતી.

બે યુવાન દેહ, નિર્બંધ એકાંત. મનિષમાંનો પુરુષ જાગ્યો. કેયાથી કોઈ પણ પ્રતિકાર ન થયો. બન્નેને માટે એ બહારનું ભોજન રૂચીકર બન્યું. બે યુવાન દેહ એક થયા. અજુગતું થવાનું ભાન થતાં આંખો મેળવ્યા વગર જ તેઓ છૂટા પડ્યા. એજ વાતનું પુનરાવર્તન એવી જ રીતે બીજે દિવસે પણ થયું.

કેયાનો અપરાધભાવ વધુ સ્પષ્ટ હતો. મનિષ બે લાગણીઓ વચ્ચે ઝોલાં ખાતો હતો.  મિત્ર દ્રોહ અને કેયાના માદક દેહની લાલચ વચ્ચે અટવાતો હતો.

આ બે બનાવ પછી બીજું કશું જ અજુગતું થયું ન હતું. વચ્ચે કેયુર પણ પંદર દિવસ માટે ઘરે આવી ગયો હતો. અને કેયાએ ઓફિસમાં પોતે પ્રેગનન્ટ હોવાના ગુડ ન્યુઝ આપ્યા હતા. ત્યાર પછી તો કેયુર પણ બે વાર આવી ગયો હતો.

આજે ફરી મધુ એક દિવસ માટે ભાઈને ત્યાં ગઈ હતી. લંચ સમયે મનિષે કેયાને પુછ્યું હતું. આજે રાત્રે મને ભાવતું ભોજન મળશે ને.

‘સોરી મનિષ, મારે એ ઈતિહાસને પુનરાવર્તિત નથી કરવો. આપણે બન્ને તૃપ્તિ હોટૅલમાં  જ ડિનર લઈને છૂટા પડીશું. મૈત્રીને વધુ ખરડાવા દેવી નથી.  મારે મારી ઉત્તેજના મારા કેયુર માટે સાચવી રાખવી છે.’

……….અને અત્યારે એ બન્ને તૃપ્તિના ડિનર ટેબલ પર વાતો કરી રહ્યા હતાં

કેયા સંપુણરીતે પોતાની ભાવનામાં સ્પષ્ટ અને પ્રમાણિક હતી. મનિષ વાણી વિચારમાં પુરુષ તરીકે હજુ અસમતોલ હતો. એ જાણતો હતો કે કેયુર પણ દૂધે ધોયલો ન હતો. એણે જ એકવાર કહ્યું હતું કે બહારનું ભોજન ભલે ઘરના જેવું સાત્વિક ન હોય તો પણ સ્વાદિષ્ટ  તો હોય જ  છે. કોઈક વાર મજા માણવા જેવી ખરી. પોતે જ કેયુરને સલાહ આપી હતી કે બહારનું ખાવામાં રોગનો ચેપ લઈને ન આવતો. બિચારી કેયાનો વિચાર કરજે. મનિષે પોતાના મનની વાત મનમાં જ દબાવી રાખી. પોતાના બચાવ ખાતર મિત્રને ઊઘાડો કરવાની મનોવૃત્તિને મનિષે અંકુશમાં રાખી.

‘મનિષ, યોગ્ય સમયે હું કેયુરને પેટ છૂટી વાત કરી એની માફી માંગીશ.

‘ડિયર  કેયા, ડોન્ટ ડુ ધીસ.  ઈટ વિલ બી ધ બિગેસ્ટ મિસ્ટેઇક ઓફ યોર લાઈફ. તારું લગ્ન જીવન સળગી જશે. તું પ્રેગનન્ટ છે તારો  સુખદ પરિવાર છિન્નભિન્ન થઈ જશે. હું પુરુષ છું. સ્ત્રી સહેલાઈથી ક્ષમા આપી શકે છે. પુરુષ ગમે તેવો લંપટ હોય તો પણ પત્નીની એક વારની ભુલ પણ સહન કરવાની ક્ષમતા ધરાવતો નથી. ભલે તે કેયુર હોય કે મનિષ. કેયુર મારો મિત્ર છે. મારે મૈત્રી નથી ગુમાવવી. મારે તારા સુખદ સંસારના ભંગારના નિમિત્ત નથી બનવું. બસ જિંદગીભર આ વાતને ભૂલી જા. પ્લીઝ માત્ર આપણા માટે જ નહીં, પણ કેયુરના સુખને માટે પણ તારું મોં સીવેલું રાખજે.

પછી તો બન્નેએ ઓફિસની વાતો કરતાં ડિનર પતાવ્યું. મનિષે બીલ ચૂકવ્યું.

‘મનિષ તું  જા. મારે કાલને માટે મારે  થોડી ખરીદી કરવી છે. હું રિક્ષામાં આવીશ. કાલે હું ઓફિસમાં સિક કૉલ કરી દઈશ. જસ્ટ આઈ એન્ડ માય કેયુર. અને સાંજે મધુને લઈને આવી રહેજે.  આપણે સાથે ડિનર લઈશું.’

મનિષની બાઈક ઘરની દિશામાં વળી અને કેયાની રિક્ષા બજાર તરફ.

કેયાની પીઠ પાછળ પીઠ ફેરવીને બેઠેલા અને કેયા મનિષના સંવાદ સાંભળતાં સરદારજીએ પણ તાંદુરી ચિકન પૂરી કરી અને રિક્ષામાં પોતાની હોટલમાં પહોંચ્યા.

સરદારજીએ પાઘડી ઉતારી. દાઢી મુંછ અને આંખ પરના ડાર્ક ગ્લાસીસ પણ ઉતાર્યા. સરદારજીનું કેયુરમાં પરિવર્તન થયું.

કેયુર બેડમાં પડ્યો. જ્યારે એ છેલ્લી વખતે બિઝનેસ ટુર પર જવા નિકળ્યો ત્યારે બાજુના ફ્લેટવાળા સતી સવિત્રી માસીએ કેયુરના કાનમાં ફૂંક મારી હતી. ‘કેયુર દીકરા, તારી બૈરીને સાચવજે. તારો દોસ્ત તારા ઘરમાં પેધો પડ્યો છે. પેટ્રોલ અને ફટાકડા એક કબાટમાં ન રખાય. ભલેને તારો દોસ્ત પરણેલો હોય. હું તો દિવાલમાંથી યે ઘણાં અવાજ સાંભળી શકું છું. બાકી મને શું પડી. આ તો પાડોસી ધર્મ બજાવ્યો. બાકી તો તું જાણે અને તારી બૈરી જાણે. મારે કંઈ લેવાદેવા નથી.

ભલે સતીસાવિત્રી માસીને લેવાદેવા ન હતી પણ કેયુરને તો લેવા દેવા હતી જ. એક દિવસ ટુર વહેલી પતાવી. પાઘડી દાઢીથી સરદારજી બનીને ફ્લેટ અને ઓફિસ બહાર રિક્ષામાં  કેયા પાછળ આંટાફેરા માર્યા. તૃપ્તિમાં કેયા મનિષના સાચા રંગો જાણવા મળ્યા…સાવિત્રી ડોશીમાંની વાત તથ્ય વિહિન ન હતી. પણ હવે શું?…લડાઈ ઝગડા?…ડિવૉર્સ?

એમતો મનિષની વાત પણ ક્યાં ખોટી હતી! MBA થયેલી ઉર્વી, એપ્રેન્ટિસ તરીકે પ્રવાસમાં સાથે હતી. દરેક જગ્યાએ કંપનીએ હોટેલમાં અલગ રૂમ ફાળવ્યા હતા. છતાંએ.. અને ઉર્વી ક્યાં કેયા જેટલી સુંદર હતી. પણ ભુખ લાગી હતી. જે કાંઈ મળ્યું તે ખાઈ લીધું. હા, ઝૂંટવીને ખાધું ન હતું. ઉર્વીએ સ્વેચ્છાએ પીરસ્યું હતું.. અને ઉર્વી પણ ક્યાં કાચી કુંવારી હતી? એ પણ એક ડોક્ટર પત્ની હતી.

…….અને દિલ્હીની રેહાના, બસ જાણે બીલ ક્લિન્ટનની  મોનિકા. રેહાના…જે કેયાને રૂચીકર ન હતું રેહાના આપતી હતી. એટલે જ સ્તો એને ચાર દિવાલની ઓફિસ કરતાં ભટકવાની નોકરી ગમતી હતી. ટ્રાવેલિંગ એલાઉન્સની મોટી રકમના ફાયદા સાથે મળતી બીજી મોજ મજા છોડવાનું મન થતું ન હતું. ઓફિસની જોબ ઠુકરાવી હતી.

આમ છતાંયે પ્રેમ, લાગણી, વહાલ એતો કેયા, કેયા અને કેયા … તરફ જ વહેતા હતાં, સુખદુઃખની સંવેદના એ બધું તો કેયા માટે જ. બાકી  બીજા સાથે તો…માત્ર દેહતૃપ્તિ જ.  કેયા મારી પત્ની, મારી જીવન સાથી. એતો પ્રેમલગ્નથી મને વિંટળાયેલ વેલ. લગ્ન પહેલાં કેટલો સમય એકાંતમાં સાથે બેસી પ્રેમાલાપો કર્યા હતા, ત્યારે પણ એનો દેહ અભડાવ્યો ન હતો. દેહ મિલન તો લગ્ન પછી જ. 

કેયા, મારા જ સંતાનની માતા. નો મોર લફરા બાજી. થયું તે થયું. કેયા, આઈ લવ યુ. તારે કંઈ પણ કહેવાની જરૂર નથી. મારે કશું જાણવું નથી. અને દોસ્ત મનિષ, આઈ ડોન્ટ બ્લેઈમ યુ. લેટ્સ લીવ વીથ મોડર્ન ટોલરન્સ. આઇ ફરગિવ યુ ધીસ ટાઇમ.

કેયુર મનોમન વાત કરતો ઘસઘસાટ ઊંઘી ગયો.

ઘરે તો સાંજે જવાનું હતું. એણે હોટલમાં થી જ થોડા ઓફિસોમાં બિઝનેસ કોલ કર્યા. બૉસ સાથેની સંતોષકારક વાતથી મન હળવું થઈ ગયું. કેયા માટે સરસ અને સેક્સી મેટરનિટી નાઇટ વૅર ની ખરીદી કરી. સંસાર સમતોલન માટેની હળવાશ આપોઆપ કેળવાઈ ગઈ.

….બરાબર પાંચ વાગ્યે એણે પોતાના ફ્લેટની ચાવી ગજવામાં હોવા છતાં ડોર વગાડ્યો. બારણું ખુલ્યું અને કેયા વેલની જેમ કેયુર સથે વળગાઈ ગઈ…અને થોડીજ ક્ષણોમાં બે ઉત્તેજીત દેહ શૈયા સુખ માણતા રહ્યા. ત્યાર પછી ઓહ માઈ બેબીના ઉદગાર સાથે કેયાના નાભી સ્થળ ફરતે કેયુરની જીવ્હા અને હોઠ ચુંબન કરતાં રહ્યા.

ચાલ હવે છોડ મને, અત્યારે લોંગ ઈન્ટરવલ. સેકન્ડ એક્ટ ઈન ધ નાઈટ.સાત વાગ્યે મનિષ અને મધુ ડિનર માટે આવવાના છે.

અને ડિનર ટેબલ પર કેયુરે કહ્યું,

‘આજે મારે તમને ખુશ ખબર આપવાના છે. પણ તે પહેલા દુઃખની વાત. મારે અમદાવાદ છોડવું પડશે. મનિષ, માય ફ્રેન્ડ તારી કંપનીની ખોટ સાલશે પણ ભવિષ્યનો વિચાર કરતાં  ડિસિશન લીધું છે. અમારી બેંગલોર બ્રાન્ચમાં આસિસ્ટન માર્કેટિંગની પોસ્ટ સ્વીકારી લીધી છે. બસ રખડપટ્ટી બંધ. કેયાની પ્રેગનન્સી અંગે હવે ચિંતા નહિ રહે. જો દોસ્ત આ પર્મેનન્ટ એસાઈન્મેન્ટ છે. આ ફ્લેટની હવે જરૂર નથી. એ વેચવાની જવાબદારી તારી. જ્યારે અમદાવાદ આવવાનું થશે ત્યારે તારે ત્યાં જ અમારા ધામા. અમે માથે પડેલા મહેમાન બનશું.

કેયાને કોઈ ભાઈ નથી આ બેબીની, આઈ મીન ભાણીયો કે ભાણકી, જે હોય તેના મામા-મામી તરીકેની બધી જ ફરજ અમે બજાવીશું.મધુએ લાડકા સૂરમાં આવનાર બાળક સાથે સગપણ સ્થાપીત કરી દીધું. મધુના નિર્દોષ કથને કેયુર, કેયા અને મનિષના ભૂતકાળને ભસ્મ કરીને નવીન વર્તમાનનો પ્રારંભ કર્યો. આધુનિક અને વાસ્તવદર્શી ક્ષમતાથી તેમના સંસારનું સમતોલન જળવાઈ રહ્યું.

8 thoughts on “પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૩-“રિયાલિસ્ટિક સમજૌતા”

  1. .
    સંવેદનશીલ વિષયના નિષ્ણાત લેખક મા શ્રી પ્રવીણભાઇની સ રસ વાર્તા
    મરીઝ ની આ ગઝલ
    છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
    કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.મા કહેવાતા સંસ્કારી કડક ટીકા કરતા! પણ હવે સહજ સ્વીકાર થાય-
    હિપોક્રેટ સમાજની એક વરવી વાસ્તવિકતા છે. પુરુષ અને સ્ત્રી વચ્ચેનુ દેહાકર્ષણ પ્રાકૃતિક છે. સામાજીક વ્યવસ્થાના ભાગરુપેની, લગ્ન પ્રથા, એક જ પુરુષ, એક જ સ્ત્રીની હિમાયત કરે છે તે સામાજીક દૃષ્ટિથી યોગ્ય છે પરંતુ સાથે સાથે અપ્રાકૃતિક છે.પરિણામ સ્વરુપ અનેક પુરુષો અને સ્ત્રીઓ લગ્નોત્તર સંબંધોમાં રુચી ધરાવતા હોય છે અને યોગ્ય અવકાશ કે મોકો મળતા આ રુચી કે વૃત્તિ હકિકતમાં પરિણમે છે. સમાજમાં બનતા અનેક આવા બનાવોમાંથી ભાગ્યેજ કોઈ બનાવ જાહેર થાય છે.અને જ્યારે કોઈ કારણોસર આ વાત જાહેર થઈ જાય ત્યારે પુરુષ અને સ્ત્રી તુરંત સ્વબચાવમાં કે જસ્ટીફીકેશનમાં કે દોષારોપણમાં લાગી જતાં હોય છે. આ એક રોગીસ્ટ માનસિક અવસ્થા છે નહીં કે ઓપોઝીટ સેક્સ તરફનુ આકર્ષણ. જ્યારે પશ્ચિમનો સમાજ થોડો વિશાળ મનનો છે.આવા સ્ખલન અપવાદરૂપ છે.
    છતાંયે પ્રવાસ, કેટલીક મોકળાશ અને યુવાન વય આવા સંજોગો સર્જે છે કેટલાક વડિલોને આ વાસ્તવિકતા કઠે. આપે આ વાસ્તવિકતાની વાત સરળતાથી કહી અંત પણ એક સજ્જન વ્યક્તિની માનસિકતાનો પૂરાવો છે.

    Like

  2. આ વાર્તામાં ત્રણ અેક્ટરો છે. ત્રણે પોતાની જાતને સારી રીતે ઓળખે છે. અને અેકબીજાની જાતને પણ…ઓળખે છે.
    આત્મપરિક્ષણ બઘાઅે પોતપોતાનિ રીતે કરી લીઘું.
    પોતાના જીવનના સત્યોને સમજી લીઘા….રીયાલીસ્ટીક….સત્ય…હુબહું….સમજી લીઘા.
    કનકે બહારનું ખાવાનું છોડી દઇને ઓફીસની જોબ સ્વીકારી લીઘી.
    મનીષ અને મઘુઅે મામા, મામીની પોઝીશન સ્વીકારી લીઘી….અને કનકે ‘ બાપ‘ ની પોઝીશન.
    સામાજીક પ્રશ્નોમાં આ પ્રકારનો પ્રશ્ન નવો નથી.
    બહારની દુનીયાને જણાવવા નહિ દઇને ભીનું સંકેલી લીઘું.
    પ્રવિણભાઇ, સમાજને સારી રીતે ઉઘાડો પાડવા માંડયા છો. અભિનંદન….તમે સતી સાવિત્રી કાકીનો રોલ ભજવી લીઘો….હાં…હાં…હાં….

    અમૃત હઝારી.

    Like

પ્રતિભાવ