બંદો અને રાણી (બાલમુકુન્દ દવે) – એક સરસ શૃંગાર કાવ્ય


 

સીમને સીમાડે તને જોયો મારા બંદા!
પ્રિત ચિનગારી પહેલી જોઈજી જોઈજી.
એકલ બપોરે તને જોઈ મારી રાણી!
અક્કલપડીકી મેં તો ખોઈજી ખોઈજી.

આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા!
હરખની મારી હું તો રોઈજી રોઈજી.
હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી!
હેતભીની આંખ મેં તો લોઈજી લોઈજી.

કંઠમાં ગૂંચાણી મૂંગી વાણી મારા બંદા!
નજરુંમાં નજર મેં પ્રોઈજી પ્રોઈજી.
વણબોલ્યા કોલ લીધા-દીધા મારી રાણી!
તાંતણે બંધાયા ઉર દોઈજી દોઈજી.

આંબલાની મેર ઝૂક્યો તુંય મારા બંદા!
ફેર ફેર મોહી તમે જોઈજી જોઈજી.
ઉરધબકાર એકતાર મારી રાણી!
ઊઠતા ઝંકાર એક સોઈજી સોઈજી.

-બાલમુકુન્દ દવે

2 thoughts on “બંદો અને રાણી (બાલમુકુન્દ દવે) – એક સરસ શૃંગાર કાવ્ય

  1. બાલમુકુંદ દવે ની અનેક રચનાઓ ગાતા જેવીકે કેવાં રે મળેલાં મનના મેળ , તીર્થોત્તમ , ગાવું , પરોઢ
    હોય ઇશારા હેતના , આકાશી અસવાર – વર્ષાનું આગમન,, જૂનું ઘર ખાલી કરતાં વિ. તેમા આ રચના આજે માણી.પહેલા મિલનમાં જ ભરબપ્પોરના સીમના એકાંતમાં અક્કલપડીકી ખોઈ પ્રીતની ચિનગારી ભડભડવા માંડે છે. અને શું ચુંબનની પરિભાષા – હોઠની ધ્રુજારી તારી પીધી! મૌનનો વાર્તાલાપ અને જજરુંની ગુફ્તગુ… નામ પાડ્યા વિના અપાતા વચનો અને એક થતા હૈયાના તાર… આંબાતળે જાણે કે સ્વર્ગ રચાઈ ગયું !

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s