ચિત્રકાર વૃંદાવન સોલંકી-૧


વૃંદાવન સોલંકીનો જન્મ ૧૯૪૨ માં જૂનાગઢમાં થયો હતો. એમના જીવનનો પ્રથમ રસિક પ્રસંગ એમના શાળામાં પ્રવેશ વખતે થયો હતો. પ્રવેશ આપતી વખતે આચાર્યે એમને પાટીમાંલખવાનું કહ્યું, તો વૃંદાવને પાટીમાં કળશ દોર્યો. કહેવત છે ને કે પુત્રના લક્ષણ પારણે.

શાળાના અભ્યાસ દરમ્યાન એમના પાંચમા ધોરણના શિક્ષક રામશંકર ઠાકરે એમની અંદર છુપાયલી ચિત્રો દોરવાની કળાને ઓળખીને કહ્યું, “એક સર્જક બનવું ઈશ્વરની દેણગી છે.” શબ્દો એમને આજ સુધી પ્રોત્સાહન આપી રહ્યા છે. દસમા અને અગિયારમા ધોરણમાં કે. જી. પવાર અને જે. બી. જાદવ નામના બે શિક્ષકોએ ચિત્ર સર્જનની પ્રક્રીયા વિશે પ્રાથમિક સમજણ આપી. સાથે સાથે કહ્યું કે ચિત્રકાર બનવા માટે એને દૂર સુધી ચાલવું પડશે.

શાળામાં અગિયારમા ધોરણમાં ભણવામા રસ લેવાને બદલે ગિરનારના ગાઢ જંગલોમાં રખડવાનું ચાલુ કર્યું. જંગલમાં તડકો છાયો જોવાની મજા પડતી. કાળમીંઢ પથ્થરો પણ એમને આકર્ષતા. એક દિવસ કળાગુરૂ રવિશંકર રાવળની રાજકોટની મુલાકાત દરમ્યાને એમને મળવા પહોંચી ગયા. સાથે પોતે દોરેલા કેટલાક ચિત્રો લેતા ગયા. કળાગુરૂ રવિશંકર રાવળે એને સમજાવ્યું કે આજના સમાજ જીવનમાં ચિત્રકાર બનવું કપરાં ચઢાણ જેવું છે. શબ્દોએ એમને માનસિક રીતે તૈયાર થવામાં મદદ કરી.

S. C. ની પરિક્ષા પાસ કરી, કલાગુરૂ પાસેથી ભલામણ પત્ર લઈ, જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં પ્રવેશ મેળવવા મુંબઈ પહોંચી ગયા. એમના થોડા ચિત્રો જે કુમાર માસિકમાં પ્રગટ થયેલા, કુમારના અંક પણ સાથે લઈ ગયેલા. એમને ત્યાં પ્રવેશ મળી ગયો.

જૂનાગઢની આસપાસ ગિરનારના જંગલો કરતાં મુંબઈનું વાતાવરણ ખૂબ જુદું હતું. એમણે મુંબઈમાં જે જોયું એના થોડા યાદગાર ચિત્રો પણ એમણે દોર્યા છે.

સમયે વડોદરના ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસનું નામ કલાજગતમાં ખૂબ માનભેર લેવાતું. મુંબઈનો અભ્યાસ પતાવી, એમણે ફાઈન આર્ટસ ફેકલ્ટીના ચાર વર્ષના કોર્ષ માટે પ્રવેશ મેળવ્યો. સમયે ફેકલ્ટીમાં ખૂબ મોટા ગજાના શિક્ષકો હતા, એમાના માત્ર બે નામોનો ઉલ્લેખ કરૂં તો હતા એન. એસ.  બેંદ્રે અને કે. જી. સુબ્રમણ્યમ (મણીસાહેબ).

અભ્યાસ દરમ્યાન એમને ૧૯૬૬૬૭ નું લલિતકળા એકેડેમીનું ૧૦૦૦ રુપિયાનું ઈનામ મળ્યું. ઇનામે એમને કળાજગતમાં ઓળખ અપાવી. દેશમાં આયોજાતા કળા પ્રદર્શનોમાં એમને સ્થાન મળવા લાગ્યું. એમને ઈનામો મળવા લાગ્યા અને એમના ચિત્રો વેંચાવા લાગ્યા. માર્ચ ૧૯૬૯માં  એમણે મુંબઈની પ્રખ્યાત જહાંગીર આર્ટ ગેલેરીમાં પોતાના ચિત્રોનું પ્રદર્શન કર્યું. પ્રદર્શનમાં એમણે ગ્રામીણ સૌરાષ્ટ્રના પાત્રો, ગુજરાતના ગામોની શેરીઓ અને તેના જૂના મકાનોનો ભવ્ય વારસો રજૂ કર્યો. એર ઇન્ડિયા, તાજ ગ્રૂપ ઑફ હોટેલ્સ, ટાટા ઉદ્યોગ સમૂહ, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર સરખા વ્યાપારી સંસ્થાનોએ તેમજ કળાસંગ્રાહકો તરીકે નામના ધરાવતા લોકોએ એમના બધા જ પ્રદર્શિત ચિત્રો ખરીદી લેતાં એમને એક વિશિષ્ટ ચિત્રકાર તરીકે ઓળખ મળી.

વડોદરાની ફેકલ્ટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક ડીગ્રીઓ મેળવ્યા બાદ કૅન્વાસ સાથે ઓઇલ, અક્રિલિક, ચારકોલ, એચીંગ પ્રિન્ટસ પર ચિત્રો બનતાં રહ્યાં. પ્રથમ જ પ્રદર્શનની સફળતાએ એમણે બાળપણમાં સેવેલું ચિત્રકાર બનવાનું સ્વપ્ન સાકાર કરી આપ્યું.

એમના ખૂબ જાણીતા ચિત્રોમાંચહેરા વિનાના ચિત્રો’. સૌરાષ્ટ્ર્ના ગ્રામીણ પાત્રો જેવા કે રબારી, વણજારા અને રાજસ્થાનની જનજાતિઓ, ગુજરાતનાં જૂનાં મકાનો શેરીઓ, ગિરનારના પથ્થરો અને જંગલ. ઉપરાંત મુંબઈ શહેર અને તેની ફૂટપાથો, ફૂટપાથ પર બેસી વેપાર કરતાં પાત્રો, કૅન્વાસ સાથે ઓઇલ, અક્રિલિક, ચારકોલ, એચીંગ પ્રિન્ટસમાં કેદ થયેલા છે.

(ચિત્રકામમાં ખોવાયેલા શ્રી વૃંદાવન સોલંકી)

ગ્રામ્ય જીવનના પાત્રોની નિર્દોષતા એમને આકર્ષે છે. એક રીતે કહીએ તો તેઓ પોતાના સમયખંડને ચિત્રો દ્વારા વ્યક્ત કરે છે.

એમના ચિત્રોમાં સ્ત્રી પાત્રોને પુરૂષ સમોવડી દર્શાવી છે. રબારી કોમમાં સ્ત્રીઓનું કુટુંબ ઉપરનું વર્ચસ્વ જાણીતું છે. દૂધનો વેપાર સ્ત્રીઓના હાથમાં હોય છે.

એમના ઘણાં ચિત્રોમાં પાત્રોની પીઠ દેખાડી છે, અને છતાં ચિત્રો સફળતા પૂર્વક એક સંદેશ આપી જાય છે. ચહેરાની બાબતમાં એમનો મત છે કે ચહેરા ઘણીવાર હકીકત છૂપાવે છે પણ Body Language હકીકતને ઉજાગર કરી દે છે. એમના ચિત્રોમાં પાત્રોની નિકટતા, એમનો મૃદુ સ્પર્શ અને એમના શરીરો વચ્ચેની ઉર્જા ઘણું બધું કહી દે છે. ચુપચાપ બેઠેલા પાત્રોના, ચહેરા વગરના ચિત્રો પણ પરમ શાંતિનો અનુભવ કરાવે છે.

(સ્ટુડિયોમાં કાર્યરત શ્રી વૃંદાવન સોલંકી)

એમના કેટલાક ચિત્રો માત્ર એમ રંગનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવ્યા છે. તેઓ માને છે કે રંગ કરતાં ચિત્રની વિગત થોડીક વધારે અગત્યની છે.

વૃંદાવનભાઈ કહે છે કે તમારે તમારા ચિત્ર સાથે સંવાદ કરવો જોઈએ. અમદાવાદમાં એમના ઘરમાં એમનો સ્ટુડિયો છે, જેમાં તેઓ બાર બાર કલાક કામ કરે છે. ક્યારેક તો એમને હવે બસ ની અનુભૂતિ થાય ત્યાં સુધી કામ કર્યા કરે છે.

જ્યારે પોતાના ચિત્રો આર્ટ ડીલરને સોંપતા હોય છે ત્યારે જાણે પોતાના સ્વજનથી છૂટા પડતા હોય એવું અનુભવે છે. એમનું એક ચિત્ર પુરૂં થાય પછી તેઓ ખાલીપો મહેસૂસ કરે છે અને બીજું ચિત્ર શરૂ કરે ત્યારે ઓછો થાય છે. વરસમાં ૩૦૪૦ ચિત્રો દોરે છે. એમના ચિત્રોમાં માત્ર ગ્રામીણ જીવન નથી અમદાવાદ અને મુંબઈના શહેરી જીવનના ધબકારા પણ છે. મુંબઈના માછીમારો અને ડબ્બાવાળાઓને પણ તેઓ નથી ભૂલ્યા.

ચિત્રકળા સિવાય સાહિત્યમાં પણ એમને ઊંડી રૂચી છે. ઘણાં સાહિત્યકારો એમના અંગત મિત્રો છે.

આવતા થોડા એપીસોડસમાં આપણે એમના જાણીતા ચિત્રો જોઈશુ.    

(પી. કે. દાવડા)

1 thought on “ચિત્રકાર વૃંદાવન સોલંકી-૧

  1. વૃંદાવનભાઈ કહે છે કેે’તમારે તમારા ચિત્ર સાથે સંવાદ કરવો જોઈએ…’
    ચિત્રકારને સંવાદ કરતા જોવા નો લ્હાવો માણ્યો છે
    ધન્યવાદ આવા ચિત્રકારની સંઘર્ષપૂર્ણ જીવનની વાતો બદલ મા. દાવડાજીને

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s