ભૂલે ચૂકે મળે તો મુલાકાત માંગશું (બદરી કાચવાલા)


(બદરી કાચવાલા ફીલ્મ પત્રકાર હતા. કહેવાય છે કે તેઓ શરાબ પીધા પછી જ લખવા બેસતા. જેમ જેમ એક કાગળ પૂરો થાય તેમ તેમ પ્રેસનો માણસ એ લઈ જાય. છેલ્લો કાગળ તો એમના હાથ નીચેથી સરકાવીને લઈ જવો પડતો, કારણ કે લેખ પૂરો થાય ત્યાં સુધી તેઓ હોશ ગુમાવી દેતા. એમના જમાનાના મશહૂર ગાઈકા અમીરબાઈ કર્ણાટકી એમના પત્ની હતા.

મહમદ રફીના કંઠે ગવાયલી એમની આ ગઝલ તો આજે પણ એટલી જ લોકપ્રિય છે. – સંપાદક)

 ભૂલે ચૂકે મળે તો મુલાકાત માંગશું

શણગારવા હ્રદયને એક આધાર માગશું

દિલના વિચાર દિલમાં ઉઠ્યાને શમી ગયા
અજવાળી રાત ગુજરી ગઇ કાળી રાતમાં
પ્રિતમની સાથે પહેલી મુલાકાતના સમય
જેની સવાર ના પડે એ રાત માંગશું

માન્યું કે જેને મળવું છે તેઓ નથી મળે
હું થઇ ગયો નિરાશ કે આશા નહીં ફળે
પણ એની સાધનામાં ભલે જિંદગી ઢળે
મૃત્યુ પછીની લાખ મુલાકાત માંગશું

3 thoughts on “ભૂલે ચૂકે મળે તો મુલાકાત માંગશું (બદરી કાચવાલા)

 1. મા દાવડાજીએ આ. બદરીભાઇનો સરસ પરીચય કરાવ્યો તેમા ઉમેરતા બદરી કાચવાલા પારસ, ફિલ્મ કેસરી અને રસ નટરાજ નામથી ગુજરાતી, મરાઠી અને હિંદી માં ત્રણ અલગ અલગ મેગેઝિન બહાર પાડતા. બાલ ગાંધર્વ ગુજરાતી બદરી કાચવાલાના સાઢુભાઈ હતા અને ગૌહરબાઈ તેમનાં સાળી હતાં. આજની પેઢીને કદાચ ન પણ ખ્યાલ આવે, પરંતુ ગઈ સદીના ત્રીજા, ચોથા દાયકે અમીરબાઈ કર્ણાટકી, ગૌહર કર્ણાટકી, બાલ ગાંધર્વ અને ફિલ્મ પત્રકારત્વ ક્ષેત્રે બદરી કાચવાલાનાં નામ બહુ વિખ્યાત હતાં
  ગઝલ જેટલી શાયરની હોય છે એટલી જ ભાવકની હોય છે. શાયર તો લખીને છૂટી જાય.પછી તેના કલામના માણીગર બનવાનું સુખ ચાહકોના નામે લખાઈ જાય છે. તમામ ભાવકોના મનમાં આરૂઢ થયેલી ગઝલશ્રદ્ધાને વંદન કરી
  બધા જ મઝાના શેરમા આ અફલાતુન શેર વધુ ગમ્યો
  પણ એની સાધનામાં ભલે જિંદગી ઢળે
  મૃત્યુ પછીની લાખ મુલાકાત માંગશું
  વસ્ત્રોની જેમ દેહ બદલાયા કરે છે, પણ ઘણી વાર જિંદગી જીવતાં-જીવતાં જ મોતનો અનુભવ ઘણાને થતો હોય છે. ત્યારે પણ કવિ મુલાકાતની આશા રાખે છે ખેર, વાત ઈશ્વરની આવે ત્યારે આ લાલસાનો જુદો જ અર્થ બદરી કાચવાલા આપે છે…
  દર્શનની લાલસા મને, ભક્તિની લાલસા તને
  બોલ હવે છે ક્યાં ફરક, તુજમાં ને તારા દાસમાં

  Like

 2. ” એની સાધનામાં ભલે જિંદગી ઢળે
  મૃત્યુ પછીની લાખ મુલાકાત માંગશું”

  મૃત્યુ ભલે પણ મિલન આશા અમર…..વાહ..

  Liked by 1 person

 3. WELL INTRODUCTION FOR BADRI KACHVALA BY SHRI DAVDA SAHEB, ALSO ADD SOME ADDITIONAL INFORMATION LIKE 3 DIFFERENT LANGUAGE MAGAZINE PUBLISHED BY PARGNA BEN. (pragnaju) heared at young age by amir bai some old hindi song. sweet voice also radio celoyn always 8.00 am last song by old singer like ashif, K L SYGAL, SURAI. AMIR BAI ZOHARAVALI. NURJAHA ETC THANKS ALL OF YOU FOR BADRI BHAI INFORMATION

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s